PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
22 APR 2020 6:45PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 22.4.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ
દેશમાં અત્યાર સુધીમાં 3870 દર્દીઓ સાજા થાય છે જે 19.36% નો રિકવરી દર દર્શાવે છે. ગઇ કાલે નવા 1383 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 19,984 થઇ છે. છેલ્લા 24 કલાકમાં 50 દર્દીના આ બીમારીથી મૃત્યુ થયા છે. વધુમાં, મંત્રીમંડળે મહામારી બીમારી અધિનિયમ 1897 હેઠળ ડૉક્ટરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વટહુકમ બહાર પાડવાની આજે ભલામણ કરી હતી. એવો પૂનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, એન્ટીબોડી ઝડપી પરીક્ષણોનો વ્યાપકપણે દેખરેખના સાધન તરીકે ઉપયોગ થાય છે. વૈશ્વિકસ્તરે પણ, આ પરીક્ષણની ઉપયોગીતા વધી રહી છે અને હાલમાં વ્યક્તિઓમાં એન્ટીબોડીનું બંધારણ શોધવા માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે..
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617163
કોવિડ-19 સામે લડવા માટે સરકારે વધારાની કૃષિ અને વન સંબંધિત ચીજો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક દુકાનો અને ઇલેક્ટ્રિક પંખાની દુકાનોને લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી
ગૃહ મંત્રાલયે, વધારાની કૃષિ અને વન સંબંધિત ચીજો, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક દુકાનો અને ઇલેક્ટ્રિક પંખાની દુકાનોને કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. ઉપરોક્ત ઉલ્લેખિત ચીજો માટેની રાહત હોટસ્પોટ/ ચેપગ્રસ્ત ઝોન માટે લાગુ પડતી નથી. આવા ઝોનમાં આવી કોઇપણ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવી નથી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617116
શહેરી વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકોની ઘરમાં સંભાળ લેનારાઓ, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ જેવી જનઉપયોગી સેવાઓ, ખાદ્ય પ્રસંસ્કરણ એકમોને કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી
કોવિડ-19 સામે લડવા માટે અમલમાં મુકવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા સંબંધે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા એકત્રિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ આદેશ આપવામાં આવ્યો છે ઉપરોક્ત આદેશો અંતર્ગત જે શ્રેણીઓમાં વિશિષ્ટ સેવાઓ/ ગતિવિધિઓમાં અગાઉથી જ છુટ આપવામાં આવી છે તે સંબંધે કેટલાક પ્રશ્નો પ્રાપ્ત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સંબંધે સ્પષ્ટતા કરી છે અને કેટલીક ચોક્કસ સેવાઓને મુક્તિની શ્રેણીમાં સામેલ કરી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617124
કેન્દ્રીય ગૃહમંત્રીએ ડૉક્ટરો અને IMAના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને તેમને કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં તેમની સુરક્ષાની ખાતરી આપી
ગૃહમંત્રીએ ડૉક્ટરોની મહત્વપૂર્ણ ભૂમિકા, ખાસ કરીને કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તમામ ડૉક્ટરો અત્યાર સુધી આ લડાઇમાં લડતા રહ્યા તેવી જ રીતે સમર્પિતરૂપે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે ડૉક્ટરો દ્વારા કોવિડ-19 જેવી ઘાતક બીમારીઓ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે તેમના સમર્પણ અને તેમના બલિદાનને વંદન કર્યા હતા.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617093
આરોગ્ય સંભાળ પ્રોફેશનલો, તબીબી સ્ટાફ અને અગ્ર હરોળના કર્મચારીઓ પર થતી હિંસા સામે પૂરતું રક્ષણ આપો: કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને આરોગ્ય સંભાળ પ્રોફેશનલો, મેડિકલ સ્ટાફ અને અગ્ર હરોળમાં રહીને સેવા આપી રહેલા કર્મચારીઓ પર થતી હિંસા સામે પૂરતી સુરક્ષા આપવા માટે તાકીદ કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે લડી રહેલા તબીબી પ્રોફેશનલો અને અગ્ર હરોળમાં કર્મચારીઓ તેમની સેવા આપી રહ્યા હોય ત્યારે કામમાં અવરોધો ઉભા કરનારા સામે અવશ્યપણે આકરાં પગલાં લેવામાં આવે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617289
મંત્રીમંડળે "ભારત કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થા તૈયારી પેકેજ" માટે રૂ.15,000 કરોડની મંજૂરી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રિય મંત્રીમંડળે "ભારત કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ અને આરોગ્ય વ્યવસ્થા તૈયારી પેકેજ" માટે રૂ. 15,000 કરોડને મંજૂરી આપી છે. આ મંજૂર કરાયેલા ભંડોળનો ઉપયોગ 3 તબક્કાઓમાં કરવામાં આવશે અને વર્તમાન સમયગાળા દરમિયાન કોવિડ-19 આપાતકાલીન પ્રતિભાવ માટે (રૂ. 7,775 કરોડ)ને મંજૂરી આપવામાં આવી છે અને બાકીનું ભંડોળ મિશન આધારિત અભિગમ હેછળ મધ્યમ ગાળા (1- 4 વર્ષ) માટે પુરું પાડવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617156
મોબાઈલ બ્લડ બેંક અને સ્વૈચ્છિક રક્તદાતાઓને લાવવા લઈ જવાની સુવિધા પૂરી પાડવાની સાથે સાથે બ્લડ ટ્રાન્ફ્યુઝન માટે રકતનો પૂરતો સ્ટોક જાળવો
કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન નિર્માણ ભવનમાં આયોજીત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતના રેડ ક્રોસની સમર્પિત યોધ્ધાઓનુ સ્વાગત કરતાં તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હાજર રહેલા પ્રતિનિધિઓને સ્વૈચ્છિક રકતદાનને પ્રોત્સાહિત કરવા તથા રકત દાતાઓને લાવવા અને લઈ જવા માટેની સગવડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરીને રકતનો સ્ટોક ઉભો કરવા માટે પ્રેરણા આપી હતી. ડો. હર્ષવર્ધને આઈઆરસીએસને જણાવ્યુ હતુ કે તે કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓ રકત દાન કરે તે માટે સંપર્ક કરવાનુ ચાલુ રાખે. જેથી સાજા થયેલા દર્દીઓ પાસેથી એકત્ર કરવામાં આવેલા લોહીનો પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન માટે ઉપયોગ કરી શકાય
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617139
પ્રધાનમંત્રીએ ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ નિમિત્તે ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ધરતી માતાના આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ નિમિત્તે, આપણે સૌ આ ગ્રહ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ જે સૌની સંભાળ લે છે અને સહાનુભૂતિ રાખે છે. ચાલો સૌ સાથે મળીને, આપણા આ ગ્રહને સ્વચ્છ, સ્વસ્થ અને વધુ સમૃદ્ધ બનાવીએ. કોવિડ-19ને હરાવવા માટે અગ્ર હરોળમાં રહીને લડી રહેતા તમામ યોદ્ધાઓને અભિનંદન.”
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617090
કોવિડ મહામારી દરમિયાન માલગાડીના ટ્રાફિડ માટે ભારતીય રેલવેએ સંખ્યાબંધ ઇન્સેન્ટિવની જાહેરાત કરી
24.03.2020 થી 30.04.2020 ખાલી કન્ટેઇનર અને ખાલી ફ્લેટ વેગનના આવનજાવન માટે કોઇ હોલેજ ચાર્જ લેવાશે નહીં. વધુ ગ્રાહકો તેમની માંગ નોંધાવી શકે છે અને સામના માટે ઇલેક્ટ્રોનિકલી રસીદ મેળવી શકે છે તેમણે સામાન ભૌતિક રીતે આવે નહીં ત્યાં સુધી મુલાકાત લેવી જરૂરી નથી. જો ગ્રાહરને ઇલેક્ટ્રોનિક રસીદ ના મળે તો, તેઓ રેલવે ગંતવ્ય સ્થળે ઇનવોઇસ જમા કરાવ્યા વગર વૈકલ્પિક પ્રક્રિયાથી સામાનની ડિલિવરી મેળવી શકે છે. BCNHL માટે લોડ કરવાની ઓછામાં ઓછી આવશ્યક સંખ્યા 57થી ઘટાડીને 42 કરવામાં આવી જેથી ટ્રેન લોડ દર મેળવી શકાય. ઉદ્યોગોને પ્રોત્સાહન માટે મિનિ રેક, ટુ પોઇન્ટ રેકેટ માટે અંતર સંબંધિત શરતો હળવી કરવામાં આવી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617293
સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં આવેલા રેલવેના રસોડાઓના માધ્યમથી રેલવે તંત્રએ દરરોજ 2.6 લાખ રાંધેલા ભોજનનો પૂરવઠો આપવાની ઓફર કરી
ભારતીય રેલવે તંત્ર દ્વારા સમગ્ર દેશમાં રેલવેના રસોડા મારફતે જ્યાં પણ જિલ્લા વહીવટીતંત્ર ભોજન લઇ જઇને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકે તેમ હોય ત્યાં દરરોજ 2.6 લાખ રાંધેલા ભોજનનો પૂરવઠો પૂરો પાડવાની ઓફર કરવામાં આવી છે. નિર્ધારિત સ્થળોએ રસોડાની ક્ષમતાના આધારે 2.6 લાખ ભોજન/ દિવસ આપવાની ઓફર કરવામાં આવી છે. જો જરૂર પડશે તો, આવા સ્થળોએ પૂરવઠો વધારી શકાય તેમ છે. આ ભોજન માત્ર રૂ. 15 જેટલી નજીવી કિંમતે ઉપલબ્ધ થશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617094
ભારતીય બંદરો પર ભારતીય નાવિકોના સાઇન-ઓન અને સાઇન-ઓફ તથા તેમની અવરજવર માટે એસઓપી ઇશ્યૂ કરવામાં આવી
રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનસુખ માંડવિયાએ ભારતીય બંદરો પર ભારતીય નાવિકો માટે સાઇન-ઓન અને સાઇન-ઓફ માટે એસઓપી ઇશ્યૂ કરવાનું પગલું આવકાર્યું છે. એક ટ્વીટ કરીને તેમણે આ ઓર્ડર માટે ગૃહ મંત્રીનો આભાર માન્યો હતો, જેનાથી બંદર પર નાવિકોની અદલાબદલી હવે શક્ય બનશે. તેમણે જણાવ્યું હતું કે, આ આદેશથી હવે હજારો નાવિકોની મુશ્કેલીનો અંત આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617101
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એડવાઇઝરી
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા માટે એક એડવાઇઝરી ઇશ્યૂ કરવામાં આવી છે. મંત્રાલયે સલાહ આપી છે કે, રિપોર્ટરો, કેમેરામેન, ફોટોગ્રાફર વગેરે સહિત કોવિડ-19 સાથે સંબંધિ ઘટનાને કવર કરતાં મીડિયાકર્મીઓ દેશનાં વિવિધ વિસ્તારોમાં કામ કરે છે અને વિવિધ સ્થળો, નિયંત્રણ ઝોન, હોટસ્પોટ અને અન્ય કોવિડ અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસ કરે છે. તેઓ તેમની ફરજ અદા કરતાં સ્વાસ્થ્ય અને એની સાથે સંબંધિત સાવચેતીઓ રાખી શકે છે. મંત્રાલયે મીડિયા હાઉસોના મેનેજમેન્ટને પણ ફિલ્ડ અને ઓફિસ સ્ટાફની જરૂરી સારસંભાળ રાખવા પણ વિનંતી કરી છે.
EPFOએ કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન PMGKY હેઠળ 6.06 દાવા સહિત કુલ 10.02 દાવાની પતાવટ કામકાજના 15 દિવસમાં કરી
આમાં કુલ 3600.85 કરોડની રકમ ચુકવાઇ જેમાં PMGKY પેકેજ હેઠળ કોવિડ દાવા માટે રૂ. 1954 કરોડ પણ સામેલ છે. લૉકડાઉન દરમિયાન માત્ર ત્રીજા ભાગનો સ્ટાફ હોવા છતાં કોવિડ-19ના 90% દાવા કામકાજના દિવસમાં પતાવવામાં આવ્યા, ઝડપી નિકાસ માટે તૈયાર કરવામાં આવેલા વિશેષ સોફ્ટવેર દ્વારા સેવાની ડિલિવરીના નવા માપદંડો નક્કી થયા.
મંત્રાલયોને બંધ કરવાનો કોઇ જ સરકારી આદેશ નહીં, PIB ફેક્ટચેક દ્વારા ખોટા અહેવાલો પર અંકુશ લગાવવામાં આવ્યો; સરકાર દ્વારા ‘સે નમસ્તે’ નામની કોઇ વીડિયો કોન્ફરન્સિંગ એપ શરૂ કરવામાં આવી નથી/ તેનું સમર્થન કરવામાં આવ્યું નથી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617142
શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો; ગરીબ લાભાર્થીઓ માટે મફત ઉજ્જવલા રીફિલ મહત્તમ સંખ્યામાં પહોંચાડવા કહ્યું
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે સાંજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના 1000 કરતા વધારે LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો હતો. લૉકડાઉનના સમયમાં પણ ગ્રાહકોને તેમના ઘર સુધી LPG સિલિન્ડરોની ડિલિવરી પહોંચાડવા માટે વિતરકોએ કરેલી કામગીરીને બિરદાવવા સાથે તેમણે સૌને અપીલ કરી હતી કે, કોવિડ-19 મહામારી સામેની લડાઇ દરમિયાન ગરીબોને સહાય કરવા માટે જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત PMUY લાભાર્થીઓને ત્રણ મફત LPG સિલિન્ડરની ડિલિવરી મહત્તમ સંખ્યામાં કરવા માટે તેઓ વધુ સક્રીય બને.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617089
રાષ્ટ્રપતિ ભવનમાં કોવિડ-19 પોઝિટીવ કેસ મળવા સંબંધિત માહિતી
રાષ્ટ્રપતિ ભવનમાં કોવિડ-19નો પોઝિટીવ કેસ મળ્યો હોવાના વહેતા થયેલા મીડિયા અહેવાલો અને અટકળોને ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિ વિશેના તથ્યો બહાર પાડવામાં આવ્યા છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617137
HRD મંત્રીએ ઇ-લર્નિંગ સામગ્રીના વિતરણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ વિદ્યાદાન 2.0 શરૂ કર્યો
શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે' ઇ-લર્નિંગ સામગ્રીનું વિતરણ કરવા માટે વિદ્યાદાન 2.0 કાર્યક્રમનું ઇ-લોન્ચિંગ કર્યું છે. આ કાર્યક્રમની શરૂઆત કોવિડ-19ના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં અને શિક્ષણમાં વૃદ્ધિ માટે શાળામાં એકીકૃત ડિજિટલ શિક્ષણની જરૂર હોવાથી વિદ્યાર્થીઓ માટે (શાળા અને ઉચ્ચતર શાળા બંને) ઇ-લર્નિંગ સામગ્રીની વધતી માંગને અનુલક્ષીને થઇ છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617292
ઉપરાષ્ટ્રપતિએ હરિયાળી, સ્વચ્છ પૃથ્વીનું નિર્માણ કરવા અપીલ કરી
ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુએ તમામ નાગરિકોને પૃથ્વીને હરિયાળી બનાવવા અને સ્વચ્છ બનાવવા સહિયારો પ્રયાસ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવું તમામ નાગરિકોની પવિત્ર ફરજ છે. આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસની પૂર્વસંધ્યા પર આજે સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે, “ચાલો આપણે ધરતી માતાનું સંરક્ષણ કરવાનું મહત્ત્વ સમજીએ, આપણા વિકાસ મોડલોનો પર્યાવરણને અનુકૂળ બનાવીએ અને ઉપભોગ-સંચાલિત જીવનશૈલીનો ત્યાગ કરીએ.” ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને પગલે આપણે આપણા વિકાસની રીતો પર અને આર્થિક વ્યૂહરચનાઓ પર ફરી વિચાર કરવો પડશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616885
શ્રી નરેન્દ્રસિંહ તોમરે ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ અને પોષણ ઉપર મહામારીના પ્રભાવ અંગે કોવિડ-19 સામે લડવા માટે G-20ના કૃષિ મંત્રીઓની અસાધારણ બેઠકમાં ભાગ લીધો
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ અને પોષણ ઉપર મહામારીના પ્રભાવ અંગે કોવિડ-19 સામે લડવા માટે G-20ના કૃષિ મંત્રીઓની અસાધારણ બેઠકમાં ભાગ લીધો હતો. લૉકડાઉન દરમિયાન સામાજિક અંતર અને આરોગ્ય તેમજ સ્વચ્છતાની તકેદારી સાથે કૃષિને લગતી તમામ કામગીરીઓને મુક્તિ આપવાના ભારત સરકારના નિર્ણય અને આવશ્યક કૃષિ ઉત્પાદનો ઉપલબ્ધ રહે તેમજ પૂરવઠો જળવાઇ રહે તે માટેની પગલાંની માહિતી આપી હતી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617145
કોવિડ-19 રોગચાળાના કારણે લોકડાઉનના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં જરૂરી ચીજવસ્તુઓનો અવિરત પૂરવઠો મળતો રહે તે માટે સરકાર દ્વારા સમયસર કરવામાં આવી રહેલા પ્રયાસો
કૃષિ મંત્રાલય દ્વારા કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલ લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિ દરમિયાન જથ્થાબંધ બજારોમાંથી ભીડ ઓછી કરવા અને પુરવઠા શ્રુંખલાઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલો શરુ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ બજાર (e-NAM) પોર્ટલમાં પણ બે (2) નવા મોડ્યુલ, જેવા કે (a) વેરહાઉસ આધારિત વેપારી મોડ્યુલ અને (b) ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPOs) મોડ્યુલનો ઉમેરો કરીને તેમાં સુધારો કરવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616882
કોવિડ-19 મહામારીનો સામનો કરવા દેશમાં રસાયણો, ખાતર અને દવાઓની ઉપલબ્ધી વધારવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છેઃ ગૌડા
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના કારણે પેદા થયેલા પડકારોનો સામનો કરવા માટે તેમનું મંત્રાલય દેશમાં દવાઓ, ખાતરો અને જંતુનાશક રસાયણોનો પુરતો પૂરવઠો જળવાઇ રહે તે માટે તમામ જરૂરી પગલાંઓ ભરી રહ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616884
મહામારી દરમિયાન માર્ગદર્શિકાઓનું પાલન કરતી વખતે આવશ્યક સેવાઓની જરૂરિયાતને પહોંચી વળવા માટે કૌશલ્ય ભારતે 900 પ્રમાણિત પ્લમ્બરની યાદી આપી
પ્રવર્તમાન કોવિડ-19 કટોકટી દરમિયાન પ્લમ્બિંગ જેવી આવશ્યક સેવાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય (MSDE) હેઠળ કૌશલ્ય ભારત કાર્યક્રમ સાથે સુસંગત ઇન્ડિયન પ્લમ્બિંગ સ્કિલ્સ કાઉન્સિલ (IPSC) દ્વારા 900થી વધારે પ્લમ્બરોને ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે જેઓ સમગ્ર દેશમાં લૉકડાઉનના સમય દરમિયાન તેમની સેવાઓ આપવા માટે તૈયાર છે. IPSCએ તેમના સંબંધિત તાલીમ ભાગીદારોને પણ વિનંતી કરી છે કે, જરૂરિયાતમંદ લોકોને ભોજન અને આવશ્યક ચીજોના વિતરણની કામગીરી તેઓ હાથ ધરે અને તૈયારીઓ તેમજ વિતરણની પ્રવૃત્તિઓમાં જરૂરી સહકાર આપે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617095
પ્રવાસન મંત્રાલયે કોરોનાવાયરસ રોગચાળાને કારણે 15 ઓક્ટોબર, 2020 સુધી હોટેલ/રેસ્ટોરાં બંધ રહેશે એવો કોઈ પત્ર ઇશ્યૂ કર્યો નથી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617110
કોવિડ-19ને કારણે ટ્રાઇફેડની સક્રિય પહેલો
કોવિડ-19 લૉકડાઉન દરમિયાન (અને તે પછીના સુચિત સમય માટે) આદિજાતિના હિતોના રક્ષણ માટે જરૂરી પગલાં ત્રણ મુખ્ય બાબતોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે: જાહેરાત અને જાગૃતિ લાવવી; વ્યક્તિગત સુરક્ષાત્મક આરોગ્ય સંભાળ; NTFP પ્રાપ્તિ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617177
DST સમર્થિત NGO નેટવર્કે કોવિડ-19નું સામુદાયિક સ્તરે S&T હસ્તક્ષેપથી સંચાલન કર્યું
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ના સાયન્સ ફોર ઇક્વિટી એમ્પાવર્મેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (SEED) પ્રભાગ દ્વારા સમર્થિત ભારતમાં 22 રાજ્યોમાં ફેલાયેલા S&T સક્ષમ નેટવર્ક ધરાવતા NGOએ વિવિધ S&T હસ્તક્ષેપો અને અલગ અલગ રાજ્યોમાં સરકારો તેમજ નીચલા સ્તરના સત્તાધીશો દ્વારા પૂરક પ્રયાસોની મદદથી કોવિડ-19નું નિયંત્રણ લાવવાનું સામર્થ્ય બતાવ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617301
કોવિડ-19 મહામારી દરમિયાન સ્ટાફની સુરક્ષા કરવા માટે નોર્થ DMC દ્વારા વ્યાપક પગલાઓ લેવામાં આવ્યા
સંકટની ક્ષણોમાં ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (નોર્થ DMC) દ્વારા તેના સ્ટાફના સભ્યોની સુરક્ષા અને શક્ય તમામ સુરક્ષાની ખાતરી કરવા માટે અનેક વ્યાપક પગલાઓ લેવામાં આવ્યા છે. નોર્થ DMC દ્વારા પ્રત્યેક કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર એક ડોકીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. દરેક સ્ટાફનો સભ્ય પછી તે સફાઈ વિભાગનો હોય, એન્જીનીયરીંગ, જાહેર આરોગ્ય વિભાગનો કે પછી બીજા ગમે તે વિભાગનો હોય તે પોતાની ફરજ આ ડોકીંગ સ્ટેશનોથી શરુ કરે છે. તેઓ અહીં નોંધણી કરાવે છે અને તેમને જરૂરી PPE કીટ્સ પૂરી પાડવામાં આવે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617092
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં મંગળવારે નવા 552 પોઝિટીવ કેસ નોંધાતાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા વધીને 5,218 પર પહોંચી ગઇ છે. મુંબઇમાં 355 નવા કેસો નોંધાતાં અહીં કુલ કેસોની સંખ્યા વધીને 3,445 થઇ ગઇ છે. આ સાથે જ મુંબઇ સમગ્ર ભારતમાં સૌથી વધારે કોવિડ-19 કેસો ધરાવતું શહેર છે. રાજ્યમાં અત્યાર સુધી 779 લોકો સાજા થયા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે મુંબઇમાં 53 પત્રકારો કોવિડ-19થી સંક્રમિત થયા હોવાની ઘટના ધ્યાનમાં રાખીને રિપોર્ટિંગ તેમ જ ઓફિસમાં કામ કરતાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમના પત્રકારો માટે દિશા-નિર્દેશો બહાર પાડ્યાં છે. અગ્ર સચિવ મનોજ જોશીની આગેવાનીમાં આંતર મંત્રીય કેન્દ્રીય ટીમે (IMCT) ધારાવી વિસ્તારની મુલાકાત લીધી હતી અને અહીં આવેલી રાહત શિબિરો, ક્વૉરેન્ટાઇન સુવિધાઓ વગેરેની સમીક્ષા કરી હતી. આ ટીમની સાથે રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ તોપે પણ હાજર રહ્યાં હતા. IMCTની ટીમે બાદમાં મુખ્યમંત્રી, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને મહારાષ્ટ્ર સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વ્યાપક ચર્ચા-વિચારણાં હાથ ધરી હતી.
- ગુજરાતઃ ગુજરાતમાંથી 112 નવા કોરોના વાઇરસના કેસ નોંધાતાં રાજ્યમાં પોઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 2,178 પર પહોંચી ગઇ છે. આજદિન સુધી સંક્રમિત થયેલા કુલ લોકોમાંથી 139 લોકો સાજા થયા છે, જ્યારે 90 વ્યક્તિઓના મરણ નીપજ્યાં છે. ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોઝિટીવ કેસોની સંખ્યાની દ્રષ્ટીએ હવે ગુજરાતનો ક્રમ મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને પહોંચી ગયો છે.
- રાજસ્થાનઃ બુધવારે રાજ્યમાં નવા 64 કેસો નોંધાતાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યાનો આંકડો 1,799 પર પહોંચી ગયો છે. અધિક મુખ્ય સચિવ (આરોગ્ય) રોહિત કુમાર સિંઘના જણાવ્યાં અનુસાર દિલ્હીમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા 4,000 સેમ્પલના પરિણામો આવવાના શરૂ થયા છે, જેના કારણે રાજ્યમાં વધારે પ્રમાણમાં પોઝિટીવ કેસો નોંધાઇ રહ્યાં છે.
- ચંદિગઢઃ ચંદિગઢ પ્રશાસને ભાર મુક્યો હતો કે કોરોનાના ફેલાવાના કારણે જે વિસ્તારોને ચોક્કસપણે સિલ કરવામાં આવી રહ્યાં છે તે વિસ્તારોમાં શાકભાજી અને કરિયાણાનો ઘરે-ઘરે પુરવઠો પૂરો પાડવો જોઇએ, જેથી લોકોને તેમના રહેણાંક વિસ્તારોમાંથી બહાર નીકળવું ન પડે. સ્થાનિક રહેવાસીઓની સુવિધા માટે પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને એ.સી. મિકેનિકની યાદી તૈયાર કરીને તેને પ્રસિદ્ધ કરવામાં આવી છે. લોકો પૈસા ચૂકવીને તેમનો સેવાનો લાભ મેળવી શકે છે.
- પંજાબઃ કોવિડ-19ના નિયંત્રણો વચ્ચે ઘંઉની મુશ્કેલી રહિત ખરીદી સુનિશ્ચિત કરવા માટે પંજાબ મંડી બોર્ડે વધારાની 409 ચોખા કેન્દ્રોને 2020-21ની રવી માર્કેટિંગ ઋતુ દરમિયાન પેટા મંડી યાર્ડમાં તબદિલ કર્યા છે. કોવિડ-19ની વચ્ચે કાર્યક્ષમ ખરીદી વ્યવસ્થાના કારણે આજદિન સુધી ઘંઉના 8.95 લાખ મેટ્રિક ટન જથ્થાની આવક થઇ છે, જેમાંથી વિવિધ સરકારી સંસ્થાઓ દ્વારા 7.54 લાખ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવી છે. ગૃહ બાબતોના મંત્રાલય અને ગયા અઠવાડિયે પંજાબ સરકારે બહાર પાડેલા દિશા-નિર્દેશો અંતર્ગત નિર્દિષ્ટ માનક સંચાલન પ્રક્રિયાના ચુસ્ત પાલનને આધીન કામગીરી શરૂ કરવા ઇચ્છતાં હોય તેવા ઔદ્યોગિક એકમો ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગની સાઇટ ઉપર ઓનલાઇન અરજી કરીને પોતાની કામગીરી શરૂ કરી શકે છે.
- હરિયાણા: રાજ્ય દ્વારા લૉકડાઉનમાં આપવામાં આવેલી કેટલીક મુક્તિને ધ્યાનમાં રાખતા ઉદ્યોગો અને અન્ય સંસ્થાઓ તેમની કામગીરી શરૂ કરવા માટે “saralharyana.gov.in” પરથી પાસ માટે અરજી કરી શકે છે. વાહનોના ઇ-પાસ અથવા આંતરરાજ્ય હેરફેર માટે “covidpass.egovernments.org/requester-dashboard” પર અરજી કરી શકાય છે.
- હિમાચલ પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં લાગુ કરફ્યૂ 3 મે 2020 સુધી અમલમાં રહેશે. રાજ્યના જે વિસ્તારો કોરોના વાયરસથી મુક્ત છે ત્યાં હવે આ બીમારી ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના N-95 સર્જિકલ માસ્ક પૂરા પાડવા બદલ ભારતના આદરણીય રાષ્ટ્રપતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આનાથી રાજ્યમાં કોરોના યોદ્ધાઓનો કામ કરવાનો જુસ્સો વધશે.
- જમ્મુ અને કાશ્મીર: આજે નવા 27 કેસ નોંધાયા છે. તમામ કેસ કાશ્મીર ડિવિઝનના છે. કુલ 407 કેસ થયા જેમાં જમ્મુમાં 56 અને કાશ્મીરમાં 351 છે. મહામારી દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રને સૈન્યએ સંપૂર્ણ સહકારની ખાતરી આપી હોવાથી સૈન્ય બે કોવિડ-19 હોસ્પિટલો ઉભી કરી રહ્યું છે જેમાંથી એક શ્રીનગરમાં અને એક જમ્મુમાં છે.
- અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 12,366 ગ્રાહકોને વિનામૂલ્યે LPGના સિલિન્ડર આપવામાં આવ્યા છે. અરુણાચલના ચાંગલાંગ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં આવશ્યક ચીજો અને તબીબી ઉપકરણો પહોંચાડવા માટે IAFના હેલિકોપ્ટરોએ ચાર ફેરા માર્યા.
- આસામ: આરોગ્યમંત્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરી હતી કે, આસામની ખાનગી શાળાઓ લૉકડાઉનમાં માતાપિતાને રાહત આપવા માટે એપ્રિલ મહિનાની 50% ફી માફ કરશે. આસામના પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગે PMGKY અંતર્ગત DBT દ્વારા 8,51,642 લાભાર્થીઓને રૂ. 500 કરોડની સહાય આપી.
- મિઝોરમ: મામિત જિલ્લામાં બોર્ડર સીલ કરવાની ફરજ નિભાવી રહેલા બે પોલીજવાનો સાથે મિઝોરમ- ત્રિપૂરાની સરહદે લોકોના એક ટોળાએ દુરવ્યહાર કરતા DGPએ તપાસનો આદેશ આપ્યો.
- નાગાલેન્ડ: રાજ્યના આરોગ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં PPEની ખરીદી અને ગુણવત્તાની ચકાસણી માટે બે સમિતિની રચના કરવામાં આવી છે.
- સિક્કીમ: સિક્કીમમાં ઉત્તર જિલ્લા વહીવટીતંત્રએ માહિતી આપી હતી કે, PMGKY હેઠળ દાળ અને ચોખાનું વિતરણ વ્યાજબી ભાવની દુકાનો પરથી નિર્ધારિત માપદંડો અનુસાર 23 એપ્રિલ 2020થી કરવામાં આવશે.
- ત્રિપૂરા: ત્રિપૂરામાં વિસ્થાપિત શ્રમિકો માટે જાહેર કરેલા કોવિડ-19 પેકેજના ભાગરૂપે ખોવાઇ જિલ્લા વહીવટીતંત્રએ ઇંટો બનાવતા તમામ શ્રમજીવીઓને રૂ. 1000ની સહાય કરી. કુલ 157 આવા વિસ્થાપિત શ્રમિકોને સહાય કરવામાં આવી.
- કેરળ: પાથાનામીઠાટ્ટામાં 62 વર્ષીય મહિલાનો 43 દિવસ પછી કોવિડનો રીપોર્ટ નેગેટિવ આવ્યો. કોઝીકોડના 2 હાઉસ સર્જન MCને પોઝિટીવ રીપોર્ટની પુષ્ટિ થઇ; ટ્રેનમાં દિલ્હીના તબલીગી જમાતના મુસાફરો સાથે સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા, કોલ્લમની સરહદે દેખરેખ વધારવામાં આવી કારણ કે વધુ સંપર્કો પોઝિટીવ આવ્યા છે; તામિલનાડુ સાથેની સરહદની ચેકપોસ્ટ વધુ ચુસ્ત કરવામાં આવી. રાજ્યએ CMDRF માટે 5 મહિના સુધી દર મહિને સરકારી કર્મચારીઓનો 5 દિવસનો પગાર કાપવાનું નક્કી કર્યું. કુલ પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા 426 થઇ, સક્રિય કેસો 117 છે.
- તામિલનાડુ: મુખ્યમંત્રીએ કોવિડની લડાઇમાં અગ્ર હરોળના યોદ્ધા મૃત્યુ પામે તો પરિવારજનોને રૂ. 50 લાખની સહાય અને એક સભ્યને નોકરીની જાહેરાત કરી. કોવિડના કારણે મૃત્યુ પામનાર તબીબી અંત્યેષ્ઠિ વખતે હુમલાના કેસમાં વધુ 69ની ધરપકડ.
- પુડુચેરી: સલામતીના માપદંડો તરીકે મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યોનું પરીક્ષણ કરવામાં આવ્યું. તામિલનાડુમાં કુલ કેસની સંખ્યા 1596 થઇ. સક્રિય કેસો 940, મૃત્યુ -18, 635 દર્દીને સાજા થતા રજા આપવામાં આવી. મહત્તમ કેસની સંખ્યા ચેન્નઇમાં 358 અને કોઇમ્બતૂરમાં 134 છે.
- કર્ણાટક: કુલ કેસની સંખ્યા 425. આજે 7 નવા કેસની પુષ્ટિ થઇ. કાલબુર્ગીમાં 5 અને બેંગલોરમાં 2 નોંધાયા. અત્યાર સુધીમાં 129ને રજા આપવામાં આવી.
- આંધ્રપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં નવા 56 કેસ નોંધાયા. કુલ પોઝિટીવ કેસ 813 થયા. મૃત્યુઆંક 24 જ્યારે 120 દર્દીને સાજા થતા રજા આપવામાં આવી. સક્રિય કેસની સંખ્યા 669 છે. રાજ્યએ દરેક રેડ ઝોનમાં વિશેષ અધિકારીની નિયુક્તિ કરી. રાજ્ય સરકારે તમામ જિલ્લામાં ઘરેલું હિંસાના હેલ્પલાઇન નંબર શરૂ કર્યા જેથી મુશ્કેલીમાં રહેલી મહિલાઓ ફરિયાદ કરી શકે. પોઝિટીવ કેસ ધરાવતા મુખ્ય જિલ્લામાં કુર્નૂલ (203), ગુંતૂર (177), ક્રિશ્ના (86), નેલ્લોર (67), ચિત્તૂર (59), કડાપા (51).
- તેલંગાણા: રાજ્યમાં આરોગ્ય સત્તાધીશો હૈદરાબાદથી અંદાજે 135 કિમી દૂર સુર્યાપેટમાં ઝડપથી કોવિડનો ફેલાવો થતો હોવાથી ચિંતામાં, મંગળવારે 26 નવા કેસ નોંધાતા સોમવારનો આંકડો વધીને 56 થયો, કુલ કેસની સંખ્યા 928 થઇ.
Fact Check on #Covid19
(Release ID: 1617308)
Visitor Counter : 418
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam