માનવ સંસાધન વિકાસ મંત્રાલય

આજે નવી દિલ્હીમાં ઈ-લર્નિંગ સામગ્રી યોગદાનને આમંત્રિત કરવા માટે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ રાષ્ટ્રીય કાર્યક્રમ વિદ્યાદાન 2.0નો શુભારંભ કર્યો


વિદ્યાદાન એ ઈ-લર્નિંગ સામગ્રીને વિકસિત કરવા માટે અને તેમાં યોગદાન આપવા માટેનો એક સામાન્ય રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને રાષ્ટ્રીય સ્તર પર ઓળખ બનાવવાનો એક અવસર છે – કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી

દેશભરના લાખો બાળકોને ગમે ત્યારે અને ગમે ત્યાં શીખવામાં મદદ કરવા માટે દીક્ષા એપ પર ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે – શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’

Posted On: 22 APR 2020 5:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલનિશંકે-લર્નિંગ સામગ્રી યોગદાન માટે આજે નવી દિલ્હીમાં વિદ્યા દાન 2. કાર્યક્રમ શરુ કર્યો. પ્રસંગે માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી શ્રી સંજય ધાત્રે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ ખાસ કરીને કોવિડ-19 દ્વારા ઉત્પન્ન થયેલ સ્થિતિની પૃષ્ઠભૂમિમાં વિદ્યાર્થીઓ (શાળા અને ઉચ્ચતર શિક્ષા સંસ્થાનો બન્નેના)ની માટે -લર્નિંગ સામગ્રીની વધતી જરૂરિયાત અને શાળાકીય શિક્ષણની સાથે ડીજીટલ શિક્ષણને સંકલિત કરીને સંવર્ધિત શિક્ષણની તાત્કાલિક જરૂરિયાતના કારણે પણ શરુ કરવામાં આવ્યો છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું DIKSHA પ્લેટફોર્મ સપ્ટેમ્બર 2017થી 30+ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે શિક્ષણ અને અધ્યયનની પ્રક્રિયાઓને વધારવા માટે DIKSHAનું સંચાલન કરી રહ્યું છે. નોવલ કોરોના વાયરસ અને કોવિડ-19ના ફેલાવા દ્વારા શાળાકીય શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ પર જુદી જુદી રીતે થનાર અસરોથી ઉત્પન્ન અભૂતપૂર્વ સંકટના સમયે બધા ઉપયોગ કર્તા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની માટે પોતાની -લર્નિંગ સામગ્રીને સુદ્રઢ કરવા માટેનો સાચો સમય અને અવસર છે.

DIKSHA ના માપદંડો અને ક્ષમતાને સમજતા અનેક સંસ્થાનો, સંગઠનો અને વ્યક્તિઓએ પાછલા વર્ષોમાં DIKSHA પર ડીજીટલ સંસાધનોના યોગદાનમાં પોતાની રૂચી વ્યક્ત કરી છે. ભારત સરકાર દ્વારા DIKSHA સમીક્ષા બેઠકો દરમિયાન, નિષ્ણાત શિક્ષકો/ વ્યક્તિઓ અને સંગઠનો પાસેથી વિદ્યાદાન અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાની સામગ્રી પ્રાપ્ત કરવા માટે ક્રાઉડસોર્સિંગ ટુલના ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે.

પ્રસંગે મંત્રીએ જણાવ્યું છે કે વિદ્યાદાન દેશભરમાં વ્યક્તિઓ અને સંગઠનોની માટે એક સામાન્ય રાષ્ટ્રીય કાર્યક્રમના રૂપમાં સ્થાપિત છે, જે ગુણવત્તાપૂર્ણ શિક્ષણનું સાતત્યની ખાતરી કરવા માટે શાળા અને ઉચ્ચ શિક્ષણ બંનેની માટે -લર્નિંગ સંસાધનોનો સહયોગ/ યોગદાન આપે છે. તેમણે કહ્યું કે દેશભરના લાખો બાળકોને ગમે ત્યારે અને ગમે ત્યાં શીખવામાં મદદ કરવા માટે DIKSHA એપ પર ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.

શ્રી પોખરીયાલે જણાવ્યું કે વિદ્યાદાનમાં એક કન્ટેન્ટ કન્ટ્રીબ્યુશન ટુલ હોય છે જે કોઈ પણ ધોરણની માટે (ધોરણ 1થી 12) રાજ્યો/ સંઘ રાજ્યો ક્ષેત્રો દ્વારા નિર્દેશિત કોઇપણ વિષયની માટે (જેમ કે સ્પષ્ટીકરણ વિડીયો, પ્રસ્તુતિઓ, યોગ્યતા આધારિત વસ્તુઓ, ક્વિઝ વગેરે) નોંધણી કરવા અને યોગદાન આપવા માટે યોગદાન આપનારાઓને એક માળખાગત ઇન્ટરફેસ પ્રદાન કરે છે.

તેમણે આગળ જણાવ્યું કે શિક્ષાવિદો, વિષય નિષ્ણાતો, શાળાઓ, કોલેજો, વિશ્વવિદ્યાલયો, સંસ્થાનો, સરકારી અને બિન સરકારી સંગઠનો, વ્યક્તિઓ વગેરે દ્વારા યોગદાન આપવામાં આવી શકે છે. શ્રી પોખરીયાલે જણાવ્યું હતું કે તે સૌની માટે જેમના યોગદાનને સ્વીકારવામાં આવશે અને તેમને દીક્ષા -લર્નિંગ સામગ્રીમાં સામેલ કરવામાં આવશે, ગર્વનો વિષય હશે અને રાષ્ટ્રીય ઓળખ બનાવવાનો અવસર પણ. આખરી અને જરૂરી વર્ગીકરણ માટે અપલોડ કરતા પહેલા સામગ્રીનો સમયગાળો, સામગ્રીની મંજૂરી અને કોઇપણ અન્ય રાજ્ય/ સંઘ રાજ્ય ક્ષેત્ર/ કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપયોગ માટે જુદા જુદા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની માટે યોગદાનને આમંત્રિત કરવા માટે તેમનું પોતાનું અનોખું વર્ગીકરણ અને જુદા જુદા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મેળવવામાં આવેલ કોઇપણ સામગ્રીની લેવડદેવડની જોગવાઈ છે. મંત્રીએ કહ્યું કે વિદ્યાદાન કાર્યક્રમ ટૂંક સમયમાં શિક્ષક તાલીમ સામગ્રીની માટે યોગદાનને આમંત્રિત કરશે. તે સૌ જેમના યોગદાનને સ્વીકાર કરવામાં આવે છે અને સામેલ કરવામાં આવે છે.

વિદ્યાદાનના માધ્યમથી નોંધણી અને યોગદાનની પ્રક્રિયા વિષે વધુ જાણકારી માટે તમે https://vdn.diksha.gov.in/ પર જાવ અથવા https://diksha.gov.in/ પર જાવ અને વિદ્યા દાન પર ક્લિક કરો.

 

GP/DS(Release ID: 1617292) Visitor Counter : 395