ગૃહ મંત્રાલય
આરોગ્યકર્મીઓ, તબીબી સ્ટાફ અને અગ્ર હરોળના કર્મચારીઓ પર થતી હિંસા સામે પૂરતું રક્ષણ આપો: કેન્દ્રીય ગૃહમંત્રી
કોવિડ-19 સામે લડી રહેલા તબીબી કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓ તેમની સેવા આપી રહ્યા હોય ત્યારે તેમના કામકાજમાં અવરોધો ઉભા કરનારા સામે આકરા પગલાં લેવામાં આવશે: ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું
Posted On:
22 APR 2020 5:24PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નિર્દેશો હેઠળ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને આરોગ્ય સંભાળ પ્રોફેશનલો, મેડિકલ સ્ટાફ અને અગ્ર હરોળમાં રહીને સેવા આપી રહેલા કર્મચારીઓ પર થતી હિંસા સામે પૂરતી સુરક્ષા આપવા માટે તાકીદ કરી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે લડી રહેલા તબીબી પ્રોફેશનલો અને અગ્ર હરોળમાં કર્મચારીઓ તેમની સેવા આપી રહ્યા હોય ત્યારે કામમાં અવરોધો ઉભા કરનારા સામે અવશ્યપણે આકરાં પગલાં લેવામાં આવે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 24.03.2020, 04.04.2020 અને 11.04.2020ના રોજ તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઇઝરી બહાર પાડીને વિનંતી કરવામાં આવી હતી કે, આરોગ્ય સંભાળ કર્મચારીઓ, તબીબી સ્ટાફ અને અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં સલામતી અને સુરક્ષા કવચ આપીને તેમની પૂરતું રક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે. આ સંબંધે સંદેશાવ્યવહાર કરવા છતાં, દેશના અલગ અલગ ભાગોમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ/ અગ્ર હરોળના કામદારો પર હિંસાત્મક હુમલા થયા હોવાની ઘટનાઓ નોંધાઇ છે. વર્તમાન સમયમાં સ્પષ્ટ છે કે, આરોગ્ય સંભાળ પ્રોફેશનલો સામે કોઇપણ પ્રકારે હિંસાની એકાદ ઘટના પણ સમગ્ર આરોગ્ય સંભાળ સમુદાયમાં અસુરક્ષાની લાગણી પેદા કરી શકે છે.
નામદાર સર્વોચ્ચ અદાલતે, 08.04.2020ના રોજ અવલોકન કર્યું હતું કે, ભારત સરકારે, કોઇપણ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ અને પોલીસ સત્તાધિશોને ધ્યાનમાં લીધા વગર હોસ્પિટલો અથવા કોવિડ-19નું નિદાન થતું હોય તેવી જગ્યાઓ અથવા કોવિડ-19ના શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવ્યા હોય અથવા ક્વૉરેન્ટાઇન અથવા ઘરમાં રાખવામાં આવ્યા હોય તેવા કોઇપણ સ્થળે ડૉક્ટરો અને તબીબી સ્ટાફને જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવી જોઇએ. વધુમાં, અદાલતે નિર્દેશો આપ્યા હતા કે, આ બીમારીના લક્ષણો શોધવા માટે સ્થળ પર જઇને લોકોનું સ્ક્રિનિંગ કરી રહેલા ડૉક્ટરો અને અન્ય તબીબી સ્ટાફને જરૂરી પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે.
સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005ની જોગવાઇઓને સુસંગત, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને જિલ્લા સત્તાધીશોને કાયદમાં આપેલી જોગવાઇની સત્તાનો ઉપયોગ કરીને અથવા અમલમાં રહેલા કોઇપણ અન્ય કાયદાનો ઉપયોગ કરીને સરકારી આરોગ્ય અધિકારીઓ અથવા અન્ય આરોગ્ય સંભાળ પ્રોફેશનલો અને/અથવા તે સંબંધિત લોકોના કામમાં ખલેડ પહોંચાડી રહેલા ગુનેગારો સામે આકરા દંડાત્મક પગલાં લેવામાં આવે. આપત્તિ વ્યવસ્થાપન 2005 અધિનિયમ હેઠળ કાયદાકીય સેવાઓના અમલીકરણ માટે તેમને અધિકૃતતા આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે વધુમાં રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત વહીવટીતંત્રોને વિનંતી કરી હતી કે, તેઓ રાજ્ય/ કેન્દ્ર શાસિત સ્તરે અને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની નિયુક્તિ કરે જેઓ તબીબી પ્રોફેશનલોની કામગીરીમાં સલામતી સંબંધિત પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે 24X7 ધોરણે ઉપલબ્ધ રહેશે. જો હિંસાની કોઇપણ ઘટના બને તેઓ તેઓ તાત્કાલિક અને આકરા પગલાં પણ તેવી વિનંતી કરવામાં આવી છે.
આ ઉપરાંત, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરવામાં આવી છે કે, IMAના સ્થાનિક ચેપ્ટરો સહિત તમામ તબીબી સમુદાયોમાં તેમજ વ્યાપકપણે જનતામાં આ દિશામાં લેવામાં આવેલા પગલાં અને નોડલ અધિકારીની નિયુક્તિ સંબંધિત માહિતીનો પ્રસાર કરવામાં આવે જેથી પાયાના સ્તરે અનુલાપન સુનિશ્ચિત થઇ શકે.
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સત્તાવાર સંદેશાવ્યહાર જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(Release ID: 1617289)
Visitor Counter : 336
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam