કૃષિ મંત્રાલય
કોવિડ-19 રોગચાળાના કારણે લોકડાઉનના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં જરૂરી ચીજવસ્તુઓનો અવિરત પૂરવઠો મળતો રહે તે માટે સરકાર દ્વારા સમયસર કરવામાં આવી રહેલા પ્રયાસો
e-NAM ઉપર 11.37 લાખથી વધુ ટ્રકો અને 2.3 લાખથી વધુ ટ્રાન્સપોર્ટર્સને જોડવામાં આવ્યા
Posted On:
21 APR 2020 6:21PM by PIB Ahmedabad
કૃષિ મંત્રાલય દ્વારા કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલ લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિ દરમિયાન જથ્થાબંધ બજારોમાંથી ભીડ ઓછી કરવા અને પુરવઠા શ્રુંખલાઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલો શરુ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ બજાર (e-NAM) પોર્ટલમાં પણ બે (2) નવા મોડ્યુલ, જેવા કે (a) વેરહાઉસ આધારિત વેપારી મોડ્યુલ અને (b) ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPOs) મોડ્યુલનો ઉમેરો કરીને તેમાં સુધારો કરવામાં આવ્યો છે. વેરહાઉસ આધારિત ટ્રેડીંગ મોડ્યુલ FPOsને બજારોમાં જાતે ગયા વગર ઓનલાઈન હરાજી માટે તેમના ઉત્પાદનોને સંગ્રહ કેન્દ્રો ઉપરથી જ પિકચર/ ગુણવત્તાયુક્ત માપદંડો સાથે અપલોડ કરવા સક્ષમ બનાવે છે. અત્યાર સુધી 12 રાજ્યો (પંજાબ, ઓડીશા, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ)ના FPOs આ વેપારની પ્રક્રિયામાં જોડાયેલા છે.
આ મંત્રાલય દ્વારા તમામ રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્ટેટ APMC કાયદા અંતર્ગત નિયંત્રણને મર્યાદિત કરીને ખેડૂતો/ FPOs/ સહકારી મંડળીઓ વગેરે પાસેથી સીધી માર્કેટિંગની સુવિધા પૂરી પાડવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. FPOs નજીકના શહેરો અને નગરોમાં શાકભાજી પણ પુરા પાડી રહ્યા છે. ચીજવસ્તુઓની હેરફેરને લઇને અને તેમના વેપારને લઈને ઉભી થતી તમામ સમસ્યાઓને તે જ સ્થળે ઉકેલવામાં આવે છે. રાજ્યોએ FPOsને પહેલેથી પાસ/ ઈ-પાસ આપવા માટેનો નિર્ણય લઇ લીધો છે.
e-NAM એ લોકડાઉન દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટેનું એક સાધન બની ગયું છે. રાજ્યો e-NAM જેવા વર્ચ્યુઅલ ટ્રેડીંગ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપી રહ્યા છે અને આ રીતે ઉત્પાદનોને પહોંચાડવા માટે માનવ દખલગીરી ઘટી રહી છે અને ઉત્પાદનો જ્યાં સંગ્રહ કરવામાં આવ્યા છે તે સ્થળેથી જ તેમના ઓનલાઈન મોડના માધ્યમથી વેપારની ખાતરી કરવામાં આવી રહી છે.
ઝારખંડ જેવા રાજ્યોએ ઈ-નામ પ્લેટફોર્મના માધ્યમથી ફાર્મ ગેટ ટ્રેડીંગની પહેલ શરુ કરી છે કે જ્યાં ખેડૂતો APMCમાં ગયા વગર જ ઓનલાઈન હરાજી માટે પિક્ચર સહીત તેમના ઉત્પાદનોની વિગતો અપલોડ કરી રહ્યા છે. એ જ રીતે FPOs પણ e-NAM અંતર્ગત ટ્રેડીંગ કરવા માટે પોતાના સંગ્રહ કેન્દ્રોમાંથી ઉત્પાદનોની માહિતી અપલોડ કરી રહ્યા છે.
કૃષિ પેદાશોની હેરફેર મુશ્કેલ અને પુરવઠા શ્રુંખલાનો અનિવાર્ય ઘટક પણ છે. મંત્રાલય દ્વારા “કિસાન રથ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે કે જે એક ખેડૂતને અનુકુળ મોબાઇલ એપ્લીકેશન છે. તેનો હેતુ ખેડૂતો અને વેપારીઓને કૃષિ અને બાગાયતી પાકોના પ્રાથમિક અને માધ્યમિક પરિવહન માટે વાહનો શોધવામાં મદદ કરવાનો છે. પ્રાથમિક વાહનવ્યવહારમાં ખેતરમાંથી બજાર સુધી, FPOs કેન્દ્રો સુધી, ગામડાઓની બજારો સુધી/ GrAMs, રેલ્વે સ્ટેશનો અને વેર હાઉસ સુધી સામાનની હેરફેરનો સમાવેશ થાય છે. માધ્યમિક વાહનવ્યવહારમાં બજારમાંથી આંતર રાજ્ય અને રાજ્યની અંદરના બજારો સુધી, પ્રક્રિયાગત એકમો સુધી, રેલ્વે સ્ટેશનો, આંતર રાજ્ય અને રાજ્યની અંદરના વેરહાઉસ અને જથ્થાબંધ બજારો વગેરે સુધી માલસામાનના વહનનો સમાવેશ થાય છે. તેનાથી સ્પર્ધાત્મક કિંમતો અને સમયસર સેવાઓ પૂરી પાડીને ખાદ્યાન્નના બગાડને ઘટાડવામાં મદદ કરવાની સાથે જ ખેડૂતો, વેરહાઉસ ધરાવતા લોકો, FPOs, APMC બજારો અને આંતર રાજ્ય તથા રાજ્યની અંદરના ગ્રાહકોની વચ્ચે એક સરળ અને સુગમ પુરવઠાનું જોડાણ સ્થાપિત થશે. આ તમામના લીધે સડી જનારા પદાર્થો માટે વધુ સારી કિંમતો મેળવવામાં ઘણું યોગદાન મળશે. કિસાન રથ એપ્લીકેશન એ ઈ-નામનો ઉપયોગ કરતા અને ઈ-નામ બજારનો ઉપયોગ ના કરતા બંને પ્રકારના લોકોની માટે તૈયાર કરવામાં આવી છે.
e-NAM પ્લેટફોર્મ ઉપર તાજેતરમાં જ લોજિસ્ટિક એગ્રેગેટર્સના ઉબેરીઝેશનના મોડ્યુલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે વેપારીઓને કૃષિ પેદાશોને બજારમાંથી તેમના જુદા જુદા અન્ય સ્થળો ઉપર ઝડપી હેરફેર માટે તેમની આસપાસ ઉપલબ્ધ વાહનવ્યવહાર શોધવા માટે મદદ કરશે. આ મોડ્યુલ સાથે 11.37 લાખથી વધુ ટ્રકો અને 2.૩ લાખથી વધુ ટ્રાન્સપોર્ટર્સને પહેલેથી જ જોડવામાં આવ્યા છે.
સરકારે પહેલેથી જ જરૂરી ચીજવસ્તુઓ ઉપાડીને લઇ જવા માટે આંતર રાજ્ય કેરેજ (વાહનો)ની હેરફેરને મુક્ત કરવાનો નિર્ણય લઇ લીધો છે. મંત્રાલયે સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડની સાથે સંકલન સાધીને ચોવીસ કલાક ફળો અને શાકભાજીની આંતર રાજ્ય હેરફેર કાર્યાન્વિત કરી છે. સરકાર ફળો અને શાકભાજીના બજારોની કામગીરી અને સાવચેતીના પગલાઓ સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના ખેડૂત ગ્રાહક બજારોની ઉપર પણ ખૂબ નજીકથી દેખરેખ રાખી રહી છે.
મંત્રાલય મહારાષ્ટ્રના ઉત્પાદન વિસ્તારોમાંથી અન્ય રાજ્યોમાં ડુંગળીના જથ્થા માટે મહારાષ્ટ્ર મંડી બોર્ડ સાથે પણ સંપર્કમાં છે. વર્તમાન સમયમાં નાસિક જીલ્લા અંતર્ગતની APMCs પ્રતિ દિન દેશના જુદા જુદા ભાગો જેવા કે દિલ્હી, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, કોલકાતા, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, ઓડીશા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, આસામ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગેરેમાં નિયમિતપણે સરેરાશ ૩૦૦ ટ્રકો મોકલી રહી છે.
ઉત્તર પૂર્વ પ્રદેશ માટે આંતર રાજ્ય હેરફેર કરવા સહીત જરૂરી ચીજવસ્તુઓ અને ફળો અને શાકભાજીઓના પુરવઠા અને કિંમતો ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ સેલની પણ રચના કરવામાં આવી છે.
GP/DS
(Release ID: 1616882)
Visitor Counter : 342
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada