વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

DSTએ વિજ્ઞાન અને ટેકનોલોજીના કાર્યક્રમો દ્વારા સામુદાયિક સ્તરે કોવિડ-19ને નિયંત્રણ લેવા એનજીઓ નેટવર્કને સપોર્ટ આપ્યો

Posted On: 22 APR 2020 5:37PM by PIB Ahmedabad

વિજ્ઞાન અને ટેકનોલોજીનાં નેટવર્કે ભારતનાં 22 રાજ્યોમાં ફેલાયેલા બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ)ને વિજ્ઞાનનાં સમર્થન સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ના ઇક્વિટી એમ્પાવરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (એસઇઇડી) ડિવિઝને વિજ્ઞાન અને ટેકનોલોજીનાં વિવિધ હસ્તક્ષેપો દ્વારા કોવિડ-19નાં નિયંત્રણમાં ક્ષમતા પ્રદર્શિત કરી છે અને એને જુદાં જુદાં રાજ્યોમાં સરકાર અને નીચેના સ્તરે પૂરક ટેકો મળ્યો છે.

ભારત સરકારનાં મુખ્ય વિજ્ઞાન સલાહકાર (પીએસએ)ની ઓફિસની માર્ગદર્શિકા સાથે અંદાજે 1,20,000 ફેસ માસ્ક બનાવવામાં આવ્યાં હતાં અને એનું વિતરણ આંધ્રપ્રદેશ, દિલ્હી, ગુજરાત, હિમાચલપ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ રાજ્યમાં મુખ્યત્વે કોવિડ-19ના રોગચાળા દ્વારા અસરગ્રસ્તો વચ્ચે થયું હતું. જ્યારે કામગીરીમાં 30 બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ) અને સમુદાય આધારિત સંસ્થાઓનું નેટવર્ક ઉપયોગી નીવડ્યું હતું, ત્યારે એનજીઓ નેટવર્કનાં અન્ય સભ્યોએ પણ એમાં સાથસહકાર આપ્યો હતો.

મહારાષ્ટ્રમાં નવીન ઓપન-સોર્સ ડિઝાઇન દ્વારા બનેલા 3ડી પ્રિન્ટેડ ફેસ શીલ્ડનું વિતરણ 2500 પોલીસ કર્મચારીઓને અને ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ વચ્ચે થયું હતું. ડબલ્યુએચઓની ભલામણો મુજબ, હેન્ડ સેનિટાઇઝર્સ અને હેન્ડવોશને સમુદાય વચ્ચે વિતરણ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. રીઠા (સેપિન્ડસ મુકોરોસ્સી)નો ઉપયોગ કરીને યુએસએફડીએની માર્ગદર્શિકા મુજબ 100 ટકા કુદરતી લિક્વિડ હેન્ડ વોશ માટે પ્રોટોકોલ તથા ઇથેનોલ, હાઇડ્રોજન પેરોકસાઇડ, ગ્લિસરોલ અને મુગવર્ટ (આર્ટેમિસિયા નીલગિરિકા) અને સિટ્રોનેલાની સાથે હેન્ડ સેનિટાઇઝર્સ વિકસાવવામાં આવ્યાં હતાં.

આગામી પખવાડિયામાં કામગીરી વધારીને 3,00,000 ફેસ માસ્ક, 3,000 ફેસ શીલ્ડ, 15,000 લિટર હેન્ડ સેનિટાઇઝર અને 5,000 લિટર લિક્વિડ હેન્ડ વોશનું ઉત્પાદન કરવા માટે થશે. રાજ્ય ગ્રામીણ આજીવિકા અભિયાન (એસઆરએલએમ)ની સાથે સાથે હસ્તક્ષેપોના પ્રસાર માટે મહિલા એસએચજી, કિસાન ક્લબ અને યુવાનોને સક્રિય કરવામાં આવે છે. હસ્તક્ષેપો વિશે સામુદાયિક જાગૃતિ અને ક્ષમતા, રોગચાળાને અટકાવવા માટે મહત્ત્વપૂર્ણ છે, જેને એનજીઓ નેટવર્ક દ્વારા ઊભી કરવામાં આવી છે.

કોવિડ-19 ઇન્ફેક્શનનાં નિવારણ ઉપરાંત હસ્તક્ષેપો મહિલા એસએચજી માટે આજીવિકાનો વૈકલ્પિક સ્ત્રોત પણ પ્રદાન કરે છે. એટલે ગ્રામીણ વસ્તી પર રોગચાળાની અસર અને સંભવિત ઊંચા ખર્ચને પગલાં દ્વારા લઘુતમ કરવામાં આવ્ય છે, જે ડીએસટીની મજબૂત વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સક્ષમ એનજીઓ નેટવર્ક દ્વારા લેવામાં આવ્યાં છે.

જ્યારે ડીએસટીનાં સચિવ પ્રોફેસર આશુતોષ શર્માએ તાત્કાલિક, મધ્યસ્થી અને લાંબા ગાળાના એસએન્ડટી હસ્તક્ષેપો પર ભાર મૂકવાની જરૂરિયાત પર ભાર મૂકીને કહ્યું હતું કે, વાત સ્પષ્ટ છે કે, એનજીઓ સમાજનાં વિવિધ વર્ગો, ખાસ કરીને ઓછા સક્ષમ જૂથો સુધી પહોંચવું કોવિડ-19 સોલ્યુશનો પ્રદાન કરવામાં અતિ ઉપયોગી છે. એનજીઓ લોકોમાં સામૂહિક જાગૃતિ લાવે છે, સુરક્ષાત્મક ઉપકરણોનું વિતરણ અને ઉત્પાદન કરે છે તેમજ ટ્રેનરોને તાલીમ આપે છે. જોવું આનંદદાયક છે કે, આશરે 30 એનજીઓને ડીએસટી પાસેથી સાથસહકાર મળ્યો છે, જેથી તેમને નવી કામગીરીને વેગ મળ્યો છે અને તેમના માળખામાં ઝડપથી સુધારો થયો છે.

ડીએસટીએ એના એનજીઓ નેટવર્કને સલાહ આપી હતી તથા વિજ્ઞાન અને ટેકનોલોજી હસ્તક્ષેપો દ્વારા સામુદાયિક સ્તરે કોવિડ-19 રોગચાળાનાં નિયંત્રણ માટે તાત્કાલિક હસ્તક્ષેપો કરવા માટે કામગીરી શરૂ કરી હતી તથા સોશિયલ ડિસ્ટન્સિંગ, ક્વારેન્ટાઇન, માસ્ક, સેનિટાઇઝર્સનો ઉપયોગ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની પદ્ધતિઓની ભલામણ, માનસિક સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક ક્ષમતાનું નિર્માણ અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોની સુખાકારી પર જાગૃતિ આવી હતી. રોગચાળાનું નિયંત્રણ વ્યક્તિ કે પરિવારની આજીવિકા, પોષક દ્રવ્યો અને સામાજિક-આર્થિક દરજ્જા સાથે સંકળાયેલું હોવાનું અનુભવીને પાયાનાં સ્તરે વિજ્ઞાન અને ટેકનોલોજીની ક્ષમતાનો ઉપયોગ કરીને નબળા વર્ગો સુધી પહોંચવાનાં પ્રયાસો કરવામાં આવ્યાં છે.

 

GP/DS



(Release ID: 1617301) Visitor Counter : 234