સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

“મોબાઈલ બ્લડ બેંક અને સ્વૈચ્છિક રક્તદાતાઓને લાવવા લઈ જવાની સુવિધા પૂરી પાડવાની સાથે સાથે બ્લડ ટ્રાન્ફ્યુઝન માટે રકતનો પૂરતો સ્ટોક જાળવો”


કોરોના વાયરસમાંથી સાજા થયેલા દર્દીઓને રકતદાન માટે પ્રોત્સાહિત કરો કે જેથી તેમના લોહીનો
આરોગ્ય માટે લાભદાયી ઉપયોગ કરીને પ્લાઝમા મારફતે કોરોનાની અસર પામેલા દર્દીઓને જલદી સાજા કરવાની કામગીરી ત્વરિત ધોરણે હાથ ધરી શકાય : ડૉ. હર્ષવર્ધન

Posted On: 21 APR 2020 9:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન નિર્માણ ભવનમાં આયોજીત વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ભારતના રેડ ક્રોસની સમર્પિત યોધ્ધાઓનુ સ્વાગત કરતાં તેમને અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીશ્રીએ વાર્તાલાપમાં કોરોના વાયરસ  સાથે કામ પાર પાડવા સરકારે હાથ ધરેલા પ્રયાસોની જાણકારી આપી હતી. વાર્તાલાપ દરમ્યાન ઓડિશા, તામિલનાડુ, હરિયાણા, આંધ્ર પ્રદેશ, આસામ, તેલંગાણા, દિલ્હી અને કર્ણાટકની ભારતીય રેડક્રોસ સોસાયટીઓના પ્રતિનિધિઓએ પણ તેમની જે તે શાખા મારફતે કરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. પ્રસંગે આઈઆરસીએસના મહામંત્રી શ્રી આર. કે જૈન ઉપસ્થિત રહયા હતા.

 

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન પ્રસંગે જણાવ્યુ હતું કે ભારત દુનિયાનો એવો એક માત્ર દેશ છે કે જેણે સમય ગુમાવ્યા વગર કોરોના વાયરસનુ સંકટ નિવારવા માટે તૈયારી કરી લીધી હતી. ચીને સૌ પ્રથમ વખત ખુલાસો કર્યો તે પછી ભારતે દુનિયા સમક્ષ પહેલા દિવસે અતિસક્રિયતા દાખવીને ત્વરિત પ્રતિભાવ આપ્યો હતો. બીજા દિવસે સ્થિતિની ચકાસણી માટે પગલાં હાથ ધરવામાં આવ્યાં હતા. અને સૌથી પહેલાં મોનિટરીંગ કમિટીની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી. તે પછી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડૉ.હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મંત્રીઓના એક જૂથની રચના કરી હતી, કે જેથી પરિસ્થિતિ જેમ આગળ વધે તે મુજબ નિર્ણયો લઈ શકાય. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ઘાતક વાયરસ સાથે કામ પાર પાડવા અત્યંત સજાગ રહેવાની સાથે સાથે સંઘર્ષની દિશામાં પૂરતાં મહત્વપૂર્ણ કદમ ભરવાની તેમણે જરૂરિયાત દર્શાવી હતી.

 

 તેમણે કહ્યુ હતુ કે ભારતે કોરોના વાયરસ મહામારી સામે લડાઈમાં મોખરાની ભૂમિકા ભજવીને તમામ હવાઈ મથકો, બંદરો તથા પડોશી દેશો સાથે જોડાયેલી જમીની સરહદો ઉપર નજર અને નિરિક્ષણ રાખવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ઉપરાંત સંપર્કોનુ ટ્રેસીંગ કરવા જેવી આદર્શ આગોતરી સાવચેતી દાખવીને તા. 23મી માર્ચ, 2020ની સવારથી તમામ આંતરરાષ્ટ્રીય ફલાઈટસને ભારતના હવાઈ મથકો ઉપર નહી ઉતરવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી.

 

ડૉ. હર્ષવર્ધને કહ્યું કે અગાઉ પરિક્ષણ કરવા માટે કોરોના વાયરસના નમૂના અમેરિકા મોકલવામાં આવતા હતા, જેના કારણે પરિણામ મળવામાં ઘણો સમય લાગતો હતો. પરંતુ, વર્તમાન સંકટ દરમ્યામન ભારતે નમૂનાના પરિક્ષણ માટે 200 પ્રયોગ શાળાઓ વિકસાવી લીધી હતી. ઉપરાંત ભારતે ખતરનાક વાયરસને પ્રસરતો રોકવા માટે યોગ્ય સમયે લૉકડાઉન પણ લાગુ કરી દીધુ હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ખાસ કોરોના વાયરસ માટેનાં હૉસ્પિટલો, પીપીઈ, એન-95 માસ્ક, વેંન્ટીલેટર અને દવાઓ પૂરતા પ્રમાણમાં છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે બાકી દુનિયાની તુલનામાં આપણે હાલમાં બહેતર સ્થિતિમાં છીએ.

 

તેમણે હાજર રહેલા પ્રતિનિધિઓને સ્વૈચ્છિક રકતદાનને પ્રોત્સાહિત કરવા તથા રકત દાતાઓને લાવવા અને લઈ જવા માટેની સગવડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરીને રકતનો સ્ટોક ઉભો કરવા માટે પ્રેરણા આપી હતી. ઉપરાંત, કેન્દ્રીયઆરોગ્ય મંત્રીે નિયમિત રક્તદાતાઓના ઘરે મોબાઈલ વાન મોકલીને રકત એકત્ર કરવા જણાવ્યુ હતું, કારણ કે જરૂરિયાતના સમયમાં તે લોકો આગળ આવીને સહાયક બની શકે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે સ્વૈચ્છિક રક્ત દાનને પ્રોત્સાહન આપવા માટે તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીઓને પણ પત્રો લખ્યા છે.

 

ડો. હર્ષવર્ધને આઈઆરસીએસને જણાવ્યુ હતુ કે તે કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થયેલા દર્દીઓ રકત દાન કરે તે માટે સંપર્ક કરવાનુ ચાલુ રાખે. આવુ કરવાથી કોરોનાની અસર પામેલા દર્દીઓની ત્વરિત સારવાર કરવા માટે તેમના રક્ત પ્લાઝમાનો લાભદાયી ઉપયોગ કરી શકાશે. આઈઆરસીએસ પણ દિશામાં ઝડપી કામગીરી હાથ ધરશે કે જેથી સાજા થયેલા દર્દીઓ પાસેથી એકત્ર કરવામાં આવેલા લોહીનો પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન માટે ઉપયોગ કરી શકાય.

 

તેમણે જણાવ્યું હતું કે હકિકતમાં કોરોના વાયરસ સામેની લડતમાં ભારતીય રેડ ક્રોસના ભાઈઓએ મહત્વની ભૂમિકા અદા કરી છે અને તેમણે આપેલુ યોગદાન પ્રશંસા પાત્ર છે. કામગીરીની સાથે સાથે હૉસ્પિટલો માટે સાધનો, સેનેટાઈઝર, ભોજન, પીપીઈ કીટ, અને એન-95 માસ્ક પૂરાં પાડવામાં પણ તેમનુ યોગદાન ખૂબ મહત્વનુ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીે કોરોના વાયરસ સામેની લડતમાં સંબંધિત લોકોને વધુને વધુ પ્રમાણમાં સામેલ કરીને સહાયરૂપ બનવાના ઉદ્દેશથી વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સમગ્ર દેશના રેડક્રોસના સભ્યો સમક્ષ કરેલા વાર્તાલાપમાં તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

 

આઈઆરસીએસના મહામંત્રી શ્રી આર. કે જૈને પ્રસંગે જણાવ્યું હતુતં કે વધુ એક વાર રેડક્રોસના શભ્યોએ કોરોના વાયરસે આપેલા પડકાર સામે લડત આપવામાં પોતાની દ્રઢ નિષ્ઠા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દુનિયાન્ 215 દેશમાં ફેલાયેલો કોરોના વાયરસના ચેપને ખતમ કરવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનુ છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે ભારતીય રેડક્રોસ એક માનવતાવાદી સ્વૈચ્છિક સંગઠન છે અને તેનુ સમગ્ર દેશમાં 100થી વધુ શાખાઓનુ નેટવર્ક છે અને તે કુદરતી આફત અથવા વિકટ પરિસ્થિતિમાં સહાય કરવા ઉપરાંત લોકો અને સમુદાયના આરોગ્યની દેખભાળ રાખવાની બાબતને પ્રોત્સાહન આપે છે. ભારતીય રેક્રોસનુ મિશન, માનવોનુ દર્દ ઓછુ કરવા માટે માનવ પ્રવૃત્તિઓને તમામ પ્રકારે પ્રેરણા આપીને પ્રોત્સાહિત કરવામાં સહાય આપવાનુ છે. વાર્તાલાપના અંત ભાગમાં ડૉ.હર્ષવર્ધને વિડીયો કોન્ફરન્સમ્ ઉપસ્થિત રહેલા તમામ લોકોનો આભાર માનીને તેમને સારાં કામો ચાલુ રાખવા અને કોરોના વાયરસ સામે થઈ રહેલા અથાગ પ્રયાસમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

 

 

GP/DS



(Release ID: 1617139) Visitor Counter : 247