રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ ભવનમાં કોવિડ-19 પોઝિટીવ કેસ મળવા સંબંધિત માહિતી
Posted On:
21 APR 2020 4:26PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ ભવનમાં કોવિડ-19નો પોઝિટીવ કેસ મળ્યો હોવાના વહેતા થયેલા મીડિયા અહેવાલો અને અટકળોને ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિ વિશેના તથ્યો નીચે દર્શાવ્યા અનુસાર છે:
a. મધ્ય દિલ્હીનો કોવિડ-19 પોઝિટીવ દર્દી કે જેમનું અન્ય બીમારીઓના કારણે 13.04.2020ના રોજ નવી દિલ્હીમાં બી. એલ. કપૂર હોસ્પિટલમાં મૃત્યુ થયું છે તેઓ ક્યારેય રાષ્ટ્રપતિના સચિવાલયના કર્મચારી નહોતા તેમજ ક્યારેય તેઓ રાષ્ટ્રપતિ ભવન વિસ્તારમાં રહેતા નહોતા.
b. મૃતક દર્દીના સંપર્કની વિગતો ટ્રેસ કર્યા પછી, જાણવા મળ્યું હતું કે, મૃતકના પરિવારમાંથી એક સભ્ય રાષ્ટ્રપતિના સચિવાલયમાં કર્મચારી હતા.
c. આ પરિવાર સાથે સંકળાયેલ કર્મચારી પોકેટ 1, રાષ્ટ્રપતિ ભવનમાં શિડ્યૂલ A વિસ્તારના રહેવાસી છે. માર્ગદર્શિકામાં ઉલ્લેખિત આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આ પરિવારના તમામ સાત સભ્યોને 16.04.2020ના રોજ મંદિર માર્ગ ખાતે ક્વૉરેન્ટાઇન સુવિધામાં ખસેડવામાં આવ્યા છે.
d. ત્યારબાદ, મૃતક વ્યક્તિનાં સંપર્કમાં આવેલા પરિવારના એક સભ્યનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. રાષ્ટ્રપતિના સચિવાલયમાં કર્મચારી સહિત મૃતકના પરિવારના અન્ય તમામ સભ્યોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
e. આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005, સાથે મહામારી બીમારી અધિનિયમ 1897 વાંચવું, અંતર્ગત નિયુક્ત સત્તાધીશની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓના પગલે, પોકેટ 1, રાષ્ટ્રપતિ ભવનમાં શિડ્યૂલ A વિસ્તારમાં 115 ઘરોને ઓળખી કાઢીને ત્યાં આવનજાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રહેવાસીઓને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઘરોમાં રહેતા લોકોને આવશ્યક ચીજવસ્તુઓની તેમના ઘરે જ ડિલિવરી કરવામાં આવે છે.
f. અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, આજદિન સુધીમાં રાષ્ટ્રપતિના સચિવાલયમાંથી કોઇપણ કર્મચારીને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો નથી અને સચિવાલય તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સરકારની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી સુરક્ષાત્મક પગલાંનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.
GP/DS
(Release ID: 1617137)
Visitor Counter : 222