રેલવે મંત્રાલય
કોરોના વાયરસ મહામારી દરમ્યાન ભારતીય રેલવેએ માલ સામાનની હેરફેરમાં કેટલીક રાહતો જાહેર કરી
ખાલી કન્ટેઈનરની અને ખાલી ફલેટ વેગનની હેરફેરમાં તા.24- 03 -2020 થી તા.30 -04- 2020 સુધી કોઈ હોલેજ ચાર્જ વસૂલવામાં નહીં આવે
વધુ ગ્રાહકો ગુડઝ શેડની જાતે મુલાકાત લેવાને બદલે તેમની માંગ નોંધાવીને ઈલેક્ટ્રોનિક પધ્ધતિથી રસીદ પણ મેળવી શકે છે. આ વ્યવસ્થાથી ગ્રાહકોને વધુ સુગમતા થશે અને કામગીરી ઝડપી બનશે
જો ગ્રાહકને કોઈ ઈલેક્ટ્રોનિક રસીદ ના મળી હોય તો તે રેલવે ઈનવોઈસ (રેલવે રસીદ) સુપરત કર્યા વગર વૈકલ્પિક પ્રક્રિયા વડે મુકામના સ્થળેથી ડિલીવરી મેળવી શકશે
લઘુત્તમ સંખ્યામાં BCNHL (અનાજ, ખેતપેદાશો વગેરેની બોરીઓનાં કન્સાઈનમેન્ટ માટે) કવર્ડ વેગનની સંખ્યા 57 થી ઘટાડીને 42 કરવામાં આવી છે કે જેથી આવશ્યક ચીજોની હેરફેરના લોડીંગને ટેકો પૂરો પાડી શકાય
ઉદ્યોગોના પ્રોત્સાહન માટે મિની રેક માટે અંતર સંબંધી શરતો અને ટુ પોઈન્ટ રેક વગેરેમાં રાહત આપવામાં આવી છે
આ પ્રોત્સાહનોને કારણે ભાવમાં સ્પર્ધાત્મકતા વધશે અને બિઝનેસમાં આસાની થશે તેમજ બિઝનેસને વેગ મળશે
Posted On:
22 APR 2020 5:00PM by PIB Ahmedabad
કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ માલ સામાનનું વહન કરતા ગ્રાહકો માટે અનેક પ્રોત્સાહનો જાહેર કર્યા છે. આ પ્રોત્સાહનોને કારણે નિકાસમાં વૃધ્ધિ થઈને અર્થતંત્રને વેગ મળવાની અપેક્ષા છે. ગુડઝ શેડમાં જાતે જવાને બદલે હવે નવી પધ્ધતિમાં કામગીરીની પ્રક્રિયાને વધુ ઝડપી સુગમ અને પારદર્શક બનાવવામાં આવી છે.
- ડેમરેજ, વોરેફેજ અને અન્ય આનુષાંગિક ચાર્જ નહી લેવાય
નિર્ધારિત સમયની પૂરો થયા પછી ડેમરેજ, વોરફેજ, સ્ટેકીંગ, સ્ટેબલીંગ ચાર્જ લેવામાં આવતા હતા. કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવશ્યક ચીજ વસ્તુઓ માટે લોજીસ્ટીક સપોર્ટ પૂરો પાડવાના હેતુથી માલ સામાનનું પરિવહન કરાવનાર ગ્રાહકો પાસેથી કાબુ બહારના સંજોગોમાં માલ-સામાન અને પાર્સલ ટ્રાફિકમાં ડેમરેજ, વોરફેજ, સ્ટેકીંગ, સ્ટેબલીંગ ચાર્જ લેવામાં નહી આવે. સમાન પ્રકારે કન્ટેઈનર ટ્રાફિક માટે ડિટેન્શન ચાર્જ અને ગ્રાઉન્ડ યુસેઝ ચાર્જ લેવામાં નહીં આવે. આ માર્ગરેખાઓ તા.22-03-2020 થી તા.03- 05 -2020 સુધી અમલમાં રહેશે.
ફ્રેઈટ ફોરવર્ડર્સ, આયર્ન, સ્ટીલ, આયર્ન ઓર અને મીઠાની હેરફેરના કિસ્સામાં ઈલેક્ટ્રોનિક રજીસ્ટ્રેશન ઓફ ડિમાન્ડ (e-RD) અને રેલવે રસીદની ઈલેક્ટ્રનિક ટ્રાન્સમિશન સુવિધા (eT-RR) વિસ્તારવામાં આવી
માંગનુ ઈલેક્ટ્રોનિક રજીસ્ટ્રેશન (e-RD)માં ગ્રાહકોને કચેરીની વ્યક્તિગત મુલાકાત લેવાને બદલે તેમની માંગ ઈલેક્ટ્રોનિક પધ્ધતિથી નોંધાવવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ પધ્ધતિ ખૂબ જ સરળ, સુગમ અને ઝડપી તેમજ પારદર્શક છે.
રેલવે રસીદની ઈલેક્ટ્રનિક ટ્રાન્સમિશન સુવિધા (eT-RR) એ પેપરલેસ વ્યવહારોની પધ્ધતિ કરતાં એક કદમ આગળનુ પગલુ છે, તેમાં રેલવે રસીદ પણ જનરેટ કરવામાં આવે છે અને ગ્રાહકને તે FOIS મારફતે ઈલેક્ટ્રોનિક પધ્ધતિથી મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત eT-RRને e-surrender કરીને માલ સામાનની ડિલીવરી પણ મેળવી શકાય છે. ફ્રેઈટ ફોરવર્ડર્સ, આયર્ન, સ્ટીલ, આયર્ન ઓર અને મીઠાની હેરફેરના કિસ્સામાં e-RD અને eT-RRનો લાભ વિસ્તારવા માટે માર્ગરેખાઓ બહાર પાડવામાં આવી છે. આ કારણે ગ્રાહકોની ડિમાન્ડ રજીસ્ટ્રેશન, રેલવે રસીદ /ઈનવોઈસ લેવા માટે તથા માલ સામાનની ડિલિવરી માટે ગુડઝ શેડઝમાં જવાની જરૂરિયાત નાબૂદ થશે.
- રેલવે રસીદની ગેરહાજરીમાં ગુડઝની ડિલીવરી
શક્ય છે ત્યાં સુધી ગ્રાહકોને eT-RRsના વિકલ્પ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી ડિલિવરી લેવા માટે મુકામના સ્થળે મૂળ કાગળો, રેલવે રસીદ વગેરે લઈને જવાની જરૂર પડશે નહી.
આમ છતાં, ગ્રાહક જ્યારે સામાન્ય કાગળની રેલવે રસીદ ઉપર માલ બુક કરાવે ત્યારે હયાત નિયમો મુજબ ગ્રાહકને ભાડાની ચૂકવણી કરતાં પ્રારંભના સ્થળે રેલવે રસીદ અથવા રેલવે ઈનવોઈસ આપવામાં આવે છે. અથવા તો રેલવે રસીદની ગેરહાજરીમાં ગ્રાહક તરફથી સ્થળ ઉપર કન્સાઈની સ્ટેમ્પ્ડ ઈન્ડેમનીટી નોટ સુપરત કરતાં માલ સામાનની ડિલીવરી આપવામાં આવશે.
આમ છતાં દેશ વ્યાપી લૉકડાઉનને કારણે ગ્રાહક માટે મૂળ સ્થાનેથી મોકલવાના સ્થળે રેલવે રસીદ ફોર્મ મોકલવાનુ મુશ્કેલ બને છે. આથી ફ્રેઈટ ગ્રાહકોની સુગમતા માટે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યાં ડિલીવરી લેવાની હોય ત્યાં eT-RRને e-surrender કરીને ડિલીવરી મેળવી શકાશે.
સામાન્ય non eT-RRs (paper RRs)ના કિસ્સામાં કન્સાઈનર મૂળ સ્ટેશને પાન, આધાર, જીએસટીએન જેવી કન્સાઈનીની વિગત પૂરી પાડશે તો કોમર્શિયલ કન્ટ્રોલ મારફતે તે મુકામના સ્થળે (ગંતવ્ય સ્થાને) પહોંચાડવામાં આવશે. આ વિગતોની ટીએમએસમાં ચકાસણી કર્યા પછી અને સ્ટેમ્પ વગરની ઈન્ડેમ્નીટી નોટમાં જો કોઈ દાવો કરવામાં આવશે તો તેમની જવાબદારી રહેશે તેવુ દર્શાવ્યા પછી અને રેલવે રસીદની ફેક્સ, સ્કેન્ડ અથવા ફોટોકોપી આપ્યા પછી ડિલીવરી આપવામાં આવશે.
આ ઉપરાંત સેલ્ફ આરઆરના કિસ્સામાં (કે જેમાં કન્સાઈનર અને કન્સાઈની એક જ હોય છે.) ઓરિજનેટીંગ ડિવિઝન, કન્સાઈનીના નામે યોગ્ય રીતે એન્ડોર્સમેન્ટ રેકર્ડ કર્યા પછી કન્સાઈનર કે જે રેલવે રસીદના કન્સાઈનમેન્ટની ડિલિવરી લેવાનો હોય તેની પાસેથી મૂળ રેલવે રસીદ પાછી લઈ લેશે અને બોર્ડના પત્રમાં સંદર્ભ હેઠળનાં નામ, પાન, આધાર અને જીએસટીએનની વિગત મેઈલથી મોકલી આપશે. ગંતવ્ય સ્થાનનું સ્ટેશન આ વિગતોની ચકાસણી કરશે અને ફીઝીકલ તેમજ સિસ્ટમ ડિલીવરી કરશે. લૉકડાઉન પૂરૂ થાય તે પછી, મૂળ ડિવિઝનમાં રાખવામાં આવેલી મૂળ રેલવે રસીદ હિસાબના હેતુથી ગંતવ્ય સ્થાનના ડિવિઝનમાં મોકલી આપવાની રહેશે. બંને છેડે સિનિયર ડીસીએમ આ કામગીરીનું મોનિટરીંગ કરશે. આ પ્રક્રિયા કાબુ બહારના સંજોગોને કારણે અમલમાં મૂકવામાં આવી હોવાથી મૂળ ડિવિઝનમાં “નો ડેકલેરેશન” મેળવવાનું રહેશે. આ માર્ગરેખાઓ તા.03-05-2020 સુધી અમલમાં રહેશે.
- કન્ટેઈનર ટ્રાફિકને પ્રોત્સાહિત કરવા માટેનાં નીતિ વિષયક પગલાં
ભારતીય રેલવેને ફ્રેઈટ ટ્રાફિકના વિવિધિકરણ માટેનાં કેટલાક પગલાં લેવાની જરૂરિયાત ઘણાં લાંબા સમયથી જણાતી હતી. એટલે કે એનો અર્થ એવો થયો કે કોલસો, આયર્ન ઑર વગેરે જેવા બલ્ક ટ્રાફિકની સાથે સાથે બિન પરંપરાગત ટ્રાફિક માટે પણ વ્યવસ્થા કરવામાં આવે. આ દિશામાં નીચે મુજબનાં પગલાં તાજેતરમાં લેવામાં આવ્યા છેઃ
અ. ખાલી કન્ટેઈનર્સ અને ખાલી ફ્લેટસની હેરફેરમાં હોલેજ ચાર્જ નહીં લેવો.
ભારતીય રેલવે ખાલી કન્ટેઈનર્સ અને ખાલી ફ્લેટસ વેગન્સના પરિવહન માટે અલાયદો હોલેજ ચાર્જ વસૂલ કરે છે. કન્ટેઈનર ટ્રાફિકનો વધુ ઉંચો ઈન્ટર- મોડલ હિસ્સો મેળવવા માટે તા.01-01-2019થી અમલમાં આવે તે રીતે એમાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.
હવે કોરોના વાયરસને કારણે ઉભા થયેલા કાબુ બહારના સંજોગોમાં સક્ષમ સત્તા તંત્રએ એવો નિર્ણય કર્યો છે કે ખાલી કન્ટેઈનર્સ અને ખાલી ફ્લેટ વેગન્સની હેરફેરમાં તા.24-03-2020થી તા.30-04-2020 સુધી કોઈ હોલેજ ચાર્જ લેવો નહીં. આ પગલાંથી માત્ર ભારતીય રેલવેને જ નહીં, પણ નિકાસમાં સહાય થતા અર્થતંત્રને પણ વેગ મળવાની અપેક્ષા છે.
બ. કન્ટેઈનર ટ્રાફિકને ચાર્જ વસૂલવા માટેની હબ એન્ડ સ્પોક સિસ્ટમમાં રાહત
રેલવે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતા કન્ટેઈનર્સને વચ્ચે વિરામના સ્થળે અથવા ટ્રાન્ઝીટ પોઈન્ટ ઉપર ટેલિસ્કોપિક રેટનો લાભ અપાય છે. આને હબ એન્ડ સ્પોક પધ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હાલની માર્ગરેખાઓ અનુસાર વચ્ચેના પોઈન્ટ ઉપર વિરામ પાંચ દિવસ પૂરતો જ મર્યાદિત હોય છે. કોરોના વાયરસની મહામારીની અસરને કારણે ઈનલેન્ડ કન્ટેઈનર ડેપોઝ કાર્ગોના ક્લિયરન્સમાં વિલંબને કારણે ભીડની સ્થિતિમાં મૂકાયા છે. સક્ષમ ઓથોરિટીએ આ પાંચ દિવસની મર્યાદા વધારીને 15 દિવસની કરવાનો નિર્ણય કર્યો છે. આ ટેલિસ્કોપિક લાભ તા.16-04-2020થી શરૂ કરીને તા.30-05-2020 સુધી મળવા પાત્ર રહેશે.
- ફ્રેઈટ ટ્રાન્સપોર્ટેશનમાં રાહતોઃ
જે ગ્રાહકો સ્ટાન્ડર્ડ લંબાઈ કરતાં ઓછી લંબાઈને રેક્સ બુક કરવાની ઈચ્છા ધરાવતા હોય તેમના માટે રેલવેએ ટ્રાન્સપોર્ટેશન પ્રોડક્ટસ /યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાઓ કેટલીક શરતોને આધારે ઓફર કરવામાં આવે છે, જેમાં સંચાલનમાં સુગમતાના હેતુથી અંતરના નિયંત્રણ વગેરેની શરતો સામેલ કરવામાં આવેલી છે. જેમાં કોરોના વાયરસની સ્થિતિ દરમ્યાન નીચે મુજબની રાહતો આપવામાં આવી છે.
અ. મિની રેક માટે અંતરનું નિયંત્રણ 600 કી.મી.નું હતું તે વધારી ઈન્ટ્રા ઝોનલ ટ્રાફિક માટે 1000 કી.મી. કરવામાં આવ્યું છે. હવે ઈનફર ઝોનલ અને ઈન્ટ્રા ઝોનલ ટ્રાફિક બંને માટે 1500 કી.મી. માટે આ મંજૂરી આપવામાં આવશે.
બ. સમાન પ્રકારે રેક્સની શરૂઆત બે પોઈન્ટ ઉપરથી થતી હોય ત્યારે બંને લોડીંગ પોઈન્ટ વચ્ચે મંદ સિઝનમાં 200 કી.મી.થી વધુ અને વ્યસ્ત સિઝનમાં 400 કી.મી.નું અંતર હોવું જોઈએ તેવો નિયમ હતો. રેક્સનો વપરાશ વધુ થાય તેની ખાત્રી માટે આ પગલું લેવાયેલું છે. હવે સિઝનને ધ્યાનમાં રાખ્યા વગર 500 કી.મી. દૂર રહેલા બે લોડીંગ પોઈન્ટને આ રાહત આપવામાં આવી છે.
સી. આ ઉપરાંત ટ્રેઈન લોડ બેનિફીટ માટે ચોક્કસ સંખ્યામાં લોડેડ વેગનો રાખવાનું નક્કી થયેલું છે. જો આ સંખ્યા કરતાં ઓછા વેગનો બુક કરવામાં આવે તો વેગન લોડના દર બંનેમાંથી જે વધુ હોય તે લાગુ કરવામાં આવે છે.
મુખ્યત્વે અનાજના થેલા, ડુંગળી જેવી ખેત પેદાશો વગેરે માટે વપરાતા કોથળા વાળા કન્સાઈન્મેન્ટમાં કવર્ડ વેગન્સમાં બીસીએનએચએલ વેગન્સને રાહત આપવામાં આવી છે. આવા કિસ્સાઓમાં ટ્રેઈન લોડ બેનિફીટનો લાભ લેવા માટે વેગન્સની લઘુતમ સંખ્યા 57 થી ઘટાડીને 42 વેગનની કરવામાં આવી છે. આ નિર્ણય આવશ્યક ખાદ્ય ચીજોના લોડીંગને પ્રોત્સાહન માટે લેવામાં આવ્યો છે.
પેરા-5માં દર્શાવેલી આ તમામ રાહતો તા.30-09-2020 સુધી અમલમાં રહેશે.
GP/DS
(Release ID: 1617293)
Visitor Counter : 360
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada