ગૃહ મંત્રાલય
શહેરી વિસ્તારોમાં વરિષ્ઠ નાગરિકોની ઘરમાં સંભાળ લેનારાઓ, પ્રીપેઇડ મોબાઇલ રીચાર્જ જેવી જનઉપયોગી સેવાઓ, ખાદ્ય પ્રસંસ્કરણ એકમોને કોવિડ-19 સામે લડવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી
Posted On:
21 APR 2020 9:10PM by PIB Ahmedabad
કોવિડ-19 સામે લડવા માટે અમલમાં મુકવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવા સંબંધે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા એકત્રિત સુધારેલી માર્ગદર્શિકા હેઠળ આદેશ આપવામાં આવ્યો છે
(https://www.mha.gov.in/sites/default/files/MHA%20order%20dt%2015.04.2020%2C%20with%20Revised%20Consolidated%20Guidelines_compressed%20%283%29.pdf).
ઉપરોક્ત આદેશો અંતર્ગત જે શ્રેણીઓમાં વિશિષ્ટ સેવાઓ/ ગતિવિધિઓમાં અગાઉથી જ છુટ આપવામાં આવી છે તે સંબંધે કેટલાક પ્રશ્નો પ્રાપ્ત થયા છે. આ સંબંધે સ્પષ્ટતા કરવામાં આવે છે કે:
- ધારા 8 (i) અંતર્ગત સામાજિક ક્ષેત્રમાં પોતાના ઘરમાં રહેતા વરિષ્ઠ નાગરિકો માટે બેડ સાઇડ એટેન્ડેન્ટ અને તેમની સંભાળ લેનારા સામેલ છે.
- ધારા 11 (v) અંતર્ગત સાર્વજનિક ઉપયોગીતાઓમાં પ્રીપેઇડ મોબાઇલ કનેક્શન માટે રીચાર્જ સુવિધાઓ સામેલ છે.
- ધારા 13 (i) અંતર્ગત આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠામાં શહેરી વિસ્તારોમાં આવેલા ખાદ્ય પ્રસંસ્કરણ એકમો જેમકે પાઉંના કારખાના, દુધ પ્રસંસ્કરણ પ્લાન્ટ, ફ્લોર મીલ (અનાજ દળવાની ઘંટી), દાળ મિલ વગેરે સામેલ છે.
જોકે, લૉકડાઉનના ઉપાયોમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે તે અનુસાર, ઓફિસરો, કાર્યાલયો, કારખાના અને સંસ્થાઓમાં સામાજિક અંતર જાળવી રાખવા માટે રાષ્ટ્રીય કોવિડ-19 નિર્દેશો અને માપદંડોનું સંચાલન પ્રક્રિયા સુનિશ્ચિત કરવી જરૂરી છે.
તમામ રાજ્યોને સૂચિત કરવામાં આવે છે કે, તેઓ ઉપરોક્ત સ્પષ્ટીકરણ અનુસાર જિલ્લા અધિકારીઓ અને ફિલ્ડ એજન્સીઓને સૂચિત કરે જેથી પાયાના સ્તરે કોઇપણ શંકાને અવકાશ રહે નહીં.
રાજ્યોને આપવામાં આવેલી સત્તાવાર માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(Release ID: 1617124)
Visitor Counter : 264
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada