શ્રમ અને રોજગાર મંત્રાલય

EPFO એ PMGKY અંતર્ગત 15 દિવસમાં કોવિડ-19ના 6.06 લાખ સહિત કુલ 10.02 લાખ દાવા સેટલ કર્યા


કુલ રૂ. 3600 કરોડનું વિતરણ થયું, જેમાં કોવિડ-19ના રૂ. 1954 કરોડનાં દાવા સામેલ છે

ઝડપી નિવારણ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલા સોફ્ટવેર સાથે કામકાજના 3 દિવસની અંદર કોવિડ19ના 90 ટકા દાવા સેટલ કર્યા

Posted On: 22 APR 2020 5:21PM by PIB Ahmedabad

શ્રમ અને રોજગાર મંત્રાલયની કાયદેસર સંસ્થા એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) પેકેજ અંતર્ગત ફક્ત 15 દિવસમાં કોવિડ-19ના 6.06 લાખ દાવાઓ સહિત કુલ 10.02 લાખ દાવાઓ સેટલ કર્યા છે.

પ્રક્રિયામાં કુલ રૂ. 3600.85 કરોડનું વિતરણ થયું છે, જેમાં પીએમજીકેવાય પેકેજ અંતર્ગત રૂ. 1954 કરોડના કોવિડ દાવાઓ સામેલ છે.

લોકડાઉનને કારણે ફક્ત એક-તૃતિયાંશ સ્ટાફ કાર્યરત હોવા છતાં કોવિડ-19ના 90 ટકા દાવાઓને કામકાજ ચાલુ હોય એવા 3 દિવસમાં સેટલ કરવામાં આવ્યાં છે, જેના પગલે ઝડપી નિરાકરણ માટે ડિઝાઇન કરેલા વિશેષ સોફ્ટવેર દ્વારા સેવા પ્રદાન કરવાના નવા માપદંડો સ્થાપિત થયા છે.

કેન્દ્ર સરકારે 26.03.2020ના રોજ કોવિડ-19 રોગચાળામાં આર્થિક રીતે નબળા વર્ગોને મદદ કરવા પીએમજીકેવાય શરૂ કરી હતી. કોવિડ-19 રોગચાળા સામે લડવા  ઇપીએફ યોજનામાંથી નાણાં ઉપાડવા માટેની જોગવાઈ સરકારે જાહેર કરી હતી. ઇપીએફ યોજનાના વિશેષ પેરા 68એલ (3) પ્રસ્તુત કરવા તાત્કાલિક અધિસૂચના બહાર પાડીને મૂળભૂત વેતન જેટલી નોન-રિફંડેબલ રકમ ઉપાડવા માટેની અને ત્રણ મહિના સુધીના મોંઘવારી ભથ્થા (ડીએ) અથવા ઇપીએફ ખાતામાં સભ્યની રકમમાંથી 75 ટકા સુધીની રકમ, બેમાંથી જે ઓછી હોય એને ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે.

ઇપીએફઓએ અન્ય સેવાઓની સાથે કોવિડ-19 એડવાન્સ ક્લેઇમ ઓનલાઇન કરવાની સુવિધા પણ પ્રદાન કરી છે, જેને મોબાઇલ ફોનમાંથી ઉમંગ એપ પર પણ ફાઇલ કરી શકાશે.

ઇપીએફઓએ હાલ મુશ્કેલ સ્થિતિસંજોગો દરમિયાન એના સભ્યોને સેવા આપવાની એની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે અને ઇપીએફઓ ઓફિસો કટોકટીમાંથી બહાર તેમને મદદ કરવા કાર્યરત છે.

 

 

GP/DS(Release ID: 1617290) Visitor Counter : 248