PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 01 MAY 2020 7:00PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 1.5.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 8,888 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 25.37% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 35,043 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 1,993 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને જિલ્લા વહીવટીતંત્રો દ્વારા કેન્દ્રીય પ્રયાસો કરવા જરૂરી છે જેથી જે જિલ્લામાં કેસો આવ્યા છે એટલે કે, રેડ અને ઓરેન્જ ઝોનમાં છે ત્યાં ચેપ નિયંત્રણના માપદંડોના અસરકારક અને સખત અમલ દ્વારા સંક્રમણની સાંકળ તોડી શકાય.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620171

 

પ્રધાનમંત્રીએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં વધુ કાર્યદક્ષ રીતે મદદરૂપ થઇ શકે તેવી વ્યૂહરચના ઘડવા અને સમીક્ષા કરવા માટે વિસ્તૃત બેઠક યોજી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, ભારતીય એર સ્પેસનો એવો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી ટ્રાવેલિંગનો સમય ઘટી જાય અને લોકોને તેનો ફાયદો થાય તેમજ એરલાઇન્સને ખર્ચ ઘટી જાય. મિલિટરી બાબતોના વિભાગ સાથે સંકલન કરીને આ કામગીરી કરવાનો નિર્ણય લેવાયો છે. વધુ આવક ઉભી કરવા માટે તેમજ હવાઇમથકો પર વધુ કાર્યદક્ષતા લાવવા માટે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે PPP ધોરણે વધુ 6 હવાઇમથકોના સંચાલનની પ્રક્રિયા, ત્રણ મહિનામાં ટેન્ડરની શરૂઆત કરવા સાથે તેને ઝડપી કરવા માટે કહ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620185

 

પ્રધાનમંત્રી મોદીએ ઉર્જા ક્ષેત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉર્જા ક્ષેત્ર સાથે વિગતવાર બેઠક યોજી હતી અને કોવિડ-19ના કારણે ઉભી થયેલી અસરો જાણી હતી. તેમણે આ ક્ષેત્રમાં ટકાઉક્ષમતા, લવચિકતા અને કાર્યદક્ષતા વધારવા માટે લાંબાગાળાના સુધારા અંગે પણ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ; અક્ષય ઉર્જાનો પ્રસાર. કોલસાના પૂરવઠામાં લવચિકતા, પબ્લિક પ્રાઇવેટ ભાગીદારીની ભૂમિકા અને ઉર્જા ક્ષેત્રમાં રોકાણને વેગ આપવા જેવા મુદ્દા સામેલ હતા. પ્રધાનમંત્રીએ અર્થતંત્રને પ્રવેગ આપવામાં ઉર્જાક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ખાનગી રોકાણોને આકર્ષવા માટે કોન્ટ્રાક્ટના અસરકારક અમલીકરણી જરૂર હોવાનું પણ ચર્ચાયું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620170

 

પ્રધાનમંત્રી સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની રીતો અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની પહેલો અને સશસ્ત્ર દળોની ટૂંકા અને લાંબા  ગાળાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે ભારતમાં એક મજબૂત અને સ્વનિર્ભર સંરક્ષણ ઉદ્યોગને ઊભો કરવા સંભવિત સુધારા પર ચર્ચાવિચારણા કરવા માટે એક વિસ્તૃત બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રની સાધનસામગ્રીનાં કારખાનામાં કામકાજ સુધારવા, ખરીદીની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા, સંસાધનની ફાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા, સંશોધન અને વિકાસ/નવીનતાને પ્રોત્સાહન આપવા, મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ટેકનોલોજીઓમાં રોકાણને આકર્ષિત કરવા અને નિકાસને પ્રોત્સાહન આપવા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619902

 

પ્રધાનમંત્રીએ કોલસા અને ખાણકામ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવા બેઠક યોજી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19 રોગચાળાની સ્થિતિને ધ્યાને રાખીને અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ખનીજ અને કોલસા ક્ષેત્રોમાં સંભવિત આર્થિક સુધારા વિશે ચર્ચાવિચારણા કરવા માટે આજે એક વિસ્તૃત બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં સ્થાનિક સ્ત્રોતોમાંથી ખનિજ સંસાધનોની પ્રચૂર ઉપલબ્ધતા સરળતાપૂર્વક સુનિશ્ચિત કરવા, ઉત્ખનન વધારવા, રોકાણ અને આધુનિક ટેકનોલોજીને સ્વીકારવા, પારદર્શક અને કુશળ પ્રક્રિયાઓના માધ્યમથી મોટા પાયે રોજગારીની તકોનું સર્જન કરવા માટે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ખનીજની વધારાની ખાણોની હરાજી, હરાજીમાં મોટા પાયે ભાગીદારીને પ્રોત્સાહન આપવા, ખનિજ સંસાધનોનું ઉત્પાદન વધારવા તથા ખનિજ અને એના વહનના ખર્ચમાં ઘટાડો કરવા તેમજ વાણિજ્યિક પ્રક્રિયામાં સરળતા વધારવાની સાથે સાથે પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ વિકાસ સહિત કાર્બનના ઉત્સર્જનમાં ઘટાડો કરવા પર ચર્ચા વિચારણા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619900

 

કોવિડ-19 ના કારણે લાગુ કરાયેલા લૉકડાઉન પ્રતિબંધોમાં દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા લોકોને જવા માટે વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)  દ્વારા એક આદેશ બહાર પાડીને દેશભરના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ઝડપથી આવનજાવન માટે MoR દ્વારા વિશેષ ટ્રેન દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620055

 

લૉકડાઉનને કારણે અલગ અલગ સ્થળોએ ફસાયેલા હિજરતી કામદારો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓની હેરફેર માટે રેલવે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવશે

લૉકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોની હેરફેર માટે ગૃહ મંત્રાલયે બહાર પાડેલી માર્ગરેખાઓ અનુસાર આજથી એટલે કે શ્રમ દિનથી હિઝરતી મજૂરો, યાત્રાળુઓ, પ્રવાસીઓ અને અન્ય વ્યક્તિઓ માટે ખાસ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનશરૂ કરવામાં આવશે. બંને સંબંધિત રાજ્યોની સરકારોની વિનંતીથી આવી વ્યક્તિઓને મોકલવા અને સ્વિકારવા અંગે જાહેર કરવામાં આવેલા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ આ ખાસ ટ્રેનો એકથી બીજા સ્થળ સુધી દોડશે. રેલવે અને રાજ્ય સરકારો વરિષ્ઠ અધિકારીઓની આ કામગીરીના સંકલન માટે તથા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનના સુગમ સંચાલન માટે નોડલ ઓફિસરોની નિમણુંક કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1620064

 

ગૃહ મંત્રાલયે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું ટ્રકો/ માલસામાનના વાહનોની મુક્ત રીતે હેરફેર સુનિશ્ચિત કરો; દેશમાં માલસામાનની પૂરવઠા સાંકળ અને સેવાઓ જળવાઇ રહે તે આવશ્યક છે

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, લૉકડાઉનના માપદંડોની સંકલિત સુધારેલી માર્ગદર્શિકા અનુસાર, ટ્રકો અને માલસામાનની હેરફેર કરતા વાહનોને સમગ્ર મુસાફરી માટે કોઇ અલગ અલગ પાસ લેવાની જરૂર નથી, જેમાં ખાલી ટ્રકો વગેરે પણ સમાવી લેવામાં આવ્યા છે. આ સંદેશાવ્યવહારમાં, ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર દેશમાં લૉકડાઉનના સમયગાળા દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની પૂરવઠાની સાંકળ અને સેવાઓ જળવાઇ રહે તે માટે ટ્રકોની મુક્ત રીતે હેરફેર થવી આવશ્યક છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619770

 

FCI દ્વારા એપ્રિલ 2020 દરમિયાન 60 લાખ ટન ખાદ્યાન્ન સામગ્રીની હેરફેર કરવામાં આવી જે માસિક ૩૦ LMTની સરેરાશ કરતા લગભગ બમણી છે

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા એપ્રિલ 2020ના મહિના દરમિયાન 60 લાખ મેટ્રિક ટન (LMT) ખાદ્યાન્ન સામગ્રીની હેરફેર કરવામાં આવી છે કે જે માર્ચ 2014ના મહિના દરમિયાન પ્રાપ્ત કરવામાં આવેલ મહિનાની સૌથી મોટી 38 LMTની હેરફેર કરતા 57% વધુ છે. તે ૩૦ LMTની સામાન્ય માસિક સરેરાશ કરતા બમણાથી પણ વધુ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619771

 

કૃષિ પેદાશોના માર્કેટિંગ માટે 7 રાજ્યોના 200 નવા બજારને ઇ-નામ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યા

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, મે 2020 સુધીમાં અંદાજે એક હજાર બજારોને કૃષિ પેદાશોના માર્કેટિંગ માટે -નામ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. તેમણે આજે કૃષિ ભવન ખાતે એક કાર્યક્રમમાં આમ જણાવ્યું હતું અને ત્યાં -નામ પ્લેટફોર્મ સાથે 7 રાજ્યોના 200 નવા બજારોને ઉમેરવામાં આવ્યા હતા. મંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્નૂન અને હુબલીના બજારોમાં મગફળી અને મકાઇના લાઇવ વેપારના પણ સાક્ષી બન્યા હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620174

 

શ્રી પીયૂષ ગોયલે વિદેશમાં ભારતીય મિશનોને મેક ઇન ઇન્ડિયા માટે ભારતને પ્રાધાન્ય આપવમાં મહત્વની ભૂમિકા નિભાવવા આહ્વાન કર્યું

કેન્દ્રીય વ્યાપાર અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે વિદેશમાં ભારતીય મિશનોને તેઓ જ્યાં છે તે દેશોમાં ભારતીય વ્યવસાયો માટે નિકાસની તકો ઓળખવા અને મેક ઇન ઇન્ડિયા માટે ભારતને પ્રાધાન્ય આપવા માટે રોકાણ માટે ભરોસાપાત્ર સ્થળ તરીકે રજૂ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવવા આહ્વાન કર્યું હતું. ગત સાંજે તેમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ ભૌગોલિક પ્રદેશોમાં આવેલા 131 મિશન સાથે વાત કરી હતી જેમાં તેમની સાથે વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકર જોડાયા હતા. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, આપણા ઉદ્યોગોમાં સુધારા લાવવા માટે નવા ફેરફારો સાથે આગળ આવીને કોવિડ-19ને એક તકમાં રૂપાંતરિત કરવા માટે સૌએ સાથે મળીને કામ કરવું જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620184

 

માલવહન કામગીરીમાં પરિવર્તન લાવવા માટે રેલવેમંત્રીએ લોજિસ્ટિક ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક યોજી

કોવિડ 19ની કટોકટી દરમિયાન ભારતીય રેલવે દ્વારા ભજવવામાં આવેલી ચાવીરૂપ ભૂમિકાની જાણકારી આપતાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રેલવેએ કોવિડ કટોકટીનો ગંભીરતાપૂર્વક સામનો કર્યો છે અને તમામ હિતધારકો પ્રત્યે સંવેદનાપૂર્વક કામગીરી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે રેલવેએ સમગ્ર દેશમાં આવશ્યક માલ-સામાન વહન કરવામાં રાષ્ટ્રની જીવાદોરી તરીકે કામગીરી કરી છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, "માત્ર એટલું જ નહીં, અમે આ સમયગાળાનો ઉપયોગ મુખ્ય લાઇનોનું જોડાણ વધારવા જેવી લાંબા સમયથી પડતર કામગીરી, લાંબા સમયથી પડતર સમારકામ હાથ ધરવા, નુકસાનગ્રસ્ત પુલોને તોડવા/ રિપેર કરવા અને અમારી પ્રવર્તમાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે કર્યો છે."

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620175

 

તબીબી ઉપકરણોની ખરીદી પ્રાથમિકતાએ; મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકવામાં આવ્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620177

 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) વિવિધ પરીક્ષાઓ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ્સ ભરવા માટે તારીખો લંબાવી/એમાં ફેરફાર કર્યો

કોવિડ-19 રોગચાળાને કારણે માતાપિતાઓ અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય એચઆરડી મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ને વિવિધ પરીક્ષાઓ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવા માટેની તારીખો લંબાવવા/સુધારો કરવાની સલાહ આપી હતી. એ મુજબ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિવિધ પરીક્ષાઓ માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ્સને ભરવાની તારીખને લંબાવવામાં આવી છે/એમાં સુધારો કરવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619776

 

ઇપીએફઓએ વ્યવસાય માટે ઇસીઆરની પ્રક્રિયા સરળ બનાવી

કોવિડ-19 રોગચાળાના પ્રસારને નિયંત્રણમાં લેવા સરકારે જાહેર કરેલા લોકડાઉનની હાલની સ્થિતિમાં વ્યવસાયો અને ઉદ્યોગસાહસો સામાન્ય સ્થિતિમાં કામ કરવા સક્ષમ નથી તથા તેમણે કર્મચારીઓને પગાર સાથે જાળવી રાખવા છતાં તેમની કાયદેસર બાકી નીકળતી ચુકવણીને કારણે તેઓ લિક્વિડિટી/રોકડની ખેંચનો સામનો કરી રહ્યાં છે. ઉપરોક્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ઇપીએફ અને એમપી ધારા, 1952 અંતર્ગત પૂર્તતાની પ્રક્રિયાને વધારે સરળ કરવા માસિક ઇલેક્ટ્રોનિક-ચલણ કમ રિટર્ન (ઇસીઆર)નું ભરણું ઇસીઆરમાં કાયદેસર પ્રદાનની ચુકવણીથી અલગ છે. હવે કંપનીઓ ઇસીઆર ભરી શકશે અને એ પણ એની સાથે પ્રદાનની ચુકવણી કર્યા વિના. કંપનીઓ ઇસીઆર ફાઇલ કર્યા પછી ચુકવણી કરી શકે છે. કાયદા અને યોજનાઓ હેઠળ ઉપરોક્ત ફેરફાર કંપનીઓ અને કર્મચારીઓની સુવિધા વધારશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619774

 

ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ દ્વારા આયુરક્ષા-કોરોના સે જંગ- દિલ્હી પોલિસ કે સંગ કાર્યક્રમો પ્રારંભ

આયુષ મંત્રાલય હેઠળના ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ (AIIA), અને દિલ્હી પોલિસે આજે નવી દિલ્હીમાં દિલ્હી પોલિસ માટે આયુરક્ષા કાર્યક્રમો પ્રારંભ કર્યો છે. આયુરક્ષા નામના આ સંયુક્ત કાર્યક્રમને આયુરક્ષા-કોરોના સે જંગ- દિલ્હી પોલિસ કે સંગ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ સરળ અને સમયાંતરે પૂરવાર થયેલા આયુર્વેદના રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પગલાં લેવાનો સમાવેશ થાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619772

 

ડૉ. જીતેન્દ્રસિંહે કેન્દ્રીય ભંડારમાંથી 4900 સુરક્ષાત્મક કીટ્સ તબીબી અને પોલીસ સ્ટાફના ઉપયોગ માટે આપી

ડૉ. જીતેન્દ્રસિંહે તબીબી સમુદાય અને પોલીસ જવાનો દ્વારા નિઃસ્વાર્થ ભાવે ફરજ બજાવવામાં આવે છે તેની પ્રશંસા કરી હતી અને કેન્દ્રીય ભંડારમાંથી 4900 સુરક્ષાત્મક કીટ તબીબી અને પોલીસ સ્ટાફને સોંપી હતી જેમાં સેનિટાઇઝર, હેન્ડવોશ વગેરે છે. કીટ્સ આજે એક નાના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રાલય અને દિલ્હી પોલીસના પ્રતિનિધીઓને આપવામાં આવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620189

 

કોવિડ-19 સામે ભારતની લડતને મદદરૂપ થવા 'લાઈફલાઈન ઉડાન' હેઠળ 415 ફ્લાઈટ્સ કાર્યરત

એર ઈન્ડિયા, એલાયન્સ એર, આઈએએફ તેમજ પ્રાયવેટ કેરિયર્સ દ્વારા 'લાઈફલાઈન ઉડાન' હેઠળ 415 ફ્લાઈટ્સ કાર્યરત થઈ છે. અત્યાર સુધીમાં આશરે 779.86 ટન સામાનનું પરિવહન કરાયું છે. 'લાઈફલાઈન ઉડાન'ની ફ્લાઈટ્સ દ્વારા આજ સુધીમાં 4,07,139 કિલોમીટર અંતર કાપવામાં આવ્યું છે. પવન હંસે 29મી એપ્રિલ, 2020ના રોજ સુધીમાં 7,257 કિલોમીટરનું અંતર કાપીને 2.0 ટન માલસામાનનું પરિવહન કર્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619816

 

નોવેલ કોરોનાવાયરસને વિભાજીત કરી શકે એવું માઇક્રોવેવ સ્ટરલાઇઝર વિકસાવાયુ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) દ્વારા સપોર્ટ ડીમ્ડ યુનિવર્સિટી પૂણે સ્થિત અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી સંસ્થા (ડીઆઇએટી)એ અતુલ્યનામનું માઇક્રોવેવ સ્ટરલાઇઝર વિકસાવ્યું છે, જેનો ઉદ્દેશ વાયરસ (કોવિડ-19)ને વિભાજીત કરવાનો છે. આ માઇક્રોવેવ 560થી 600 સેલ્સિયસ તાપમાનની રેન્જમાં વિવિધ હીટિંગ દ્વારા વાયરસને વિભાજીત કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619766

 

પર્યટન મંત્રાલયે 'દેખો અપના દેશ' શ્રેણીમાં 'જવાબદારીપૂર્ણ પર્યટનમાં અતુલ્ય ભારતીય મહિલાઓની ઉજવણી' શીર્ષકથી 12મા વેબિનારનું આયોજન કર્યું

30 એપ્રિલ 2020ના રોજ પર્યટન મંત્રાલયની 'દેખો અપના દેશ' શ્રેણી અંતર્ગત 'જવાબદારીપૂર્ણ પર્યટનમાં અતુલ્ય ભારતીય મહિલાઓની ઉજવણી' શીર્ષકથી 12મા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતની કેટલીક એવી શક્તિશાળી અતુલ્ય મહિલાઓની વાતો રજૂ કરવામાં આવી હતી જેઓ પર્યટનની પરિકલ્પનાનો એક વિકલ્પ પૂરો પાડે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620191

 

G-20 ડિજિટલ મંત્રીઓના શિખર સંમેલનમાં મહામારી સામે લડવા માટે સમન્વિત વૈશ્વિક ડિજિટલ કાર્યવાહી કરવા આહ્વાન કરાયું

G20 ડિજિટલ અર્થતંત્ર ટાસ્ક ફોર્સ કોવિડ-19 મંત્રાલય નિવેદનમાં મહામારી સામે લડવા માટે સંદેશાવ્યવહાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક કનેક્ટિવિટીની મજબૂતી, સુરક્ષિત રીતે બિન-વ્યક્તિગત ડેટાનો વિનિમય, આરોગ્ય સંભાળ માટે ડિજિટલ ઉકેલોનો ઉપયોગ, સાઇબર સુરક્ષિત દુનિયા માટેના માપદંડો અને વ્યવસાયોની સ્થિતિસ્થાપકતા વધુ મજબૂત બનાવવા માટેના માપદંડો અપનાવીને સંકલિત વૈશ્વિક ડિજિટલ પ્રતિક્રિયા માટે આહ્વાન કરવામાં આવ્યું છે. આજે અસાધારણ G20 ડિજિટલ અર્થતંત્ર મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે ઉભા થયેલા પડકારો અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વૈશ્વિક સંકલિત પ્રતિક્રિયાની રચના કરવા સંબંધિત ચર્ચા કરવા માટે યોજાઇ હતી. કાયદા અને ન્યાય, સંદેશાવ્યવહાર અને ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી કેન્દ્રીયમંત્રી શ્રી રવિશંકર પ્રસાદે બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1620021

 

આયુષ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે અને તે ભારતને આર્થિક સુપર પાવર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે: શ્રી ગડકરી

નીતિન ગડકરી એ કહ્યું હતું કે ભારતની આયુષ પ્રણાલિઓ ભારતને આર્થિક સુપર પાવર બનાવવામાં સહાય કરવાની ભારે ક્ષમતા ધરાવે છે, કારણ કે આ સારવારની વૈકલ્પિ પધ્ધતિઓ અને ઉપચારો ભારતમાં સદીઓથી પ્રચલિત છે અને તેની લોકપ્રિયતા વધતી જાય છે.તેમણે આ ક્ષેત્રમાં વધુ સંશોધન અને ઈનોવેશન માટે અનુરોધ કર્યો હતો, જેથી આયુષ ક્ષેત્રે વધુ વૃધ્ધિ હાંસલ કરી શકાય. શ્રી ગડકરીએ આયુષ ઉદ્યમશીલતા વિકાસ કાર્યક્રમમાં આમ જણાવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619769

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે લોકડાઉન વચ્ચે આઇઆઇપીએના પદવીદાન સમારંભને ઓનલાઇનસંબોધન કર્યું

કેન્દ્રીય મંત્રી  ડૉ. જિતેન્દ્ર સિંહે લોકડાઉન વચ્ચે ભારતીય લોક વહીવટી સંસ્થા (આઇઆઇપીએ)ના  લોક વહીવટીમાં વ્યાવસાયિક કાર્યક્રમ (એપીપીપીએ)ના 45મા પદવીદાન સમારંભને મુખ્ય અતિથિ સ્વરૂપે ઓનલાઇનસંબોધન કરીને ઇતિહાસ સર્જી દીધો હતો. આ કાર્યક્રમમાં ભારતીય અને કેન્દ્રીય સેવાઓનાં 45 વરિષ્ઠ અધિકારીઓની સાથે સૈન્ય દળોની તમામ શાખાઓનાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619775

 

CSIR ફરી ઉપયોગ માટે ટોચની 25 દવાઓ/ દવાના ઘટકોને ઓળખી કાઢ્યા

કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં CSIR બહુવિધ મોરચે યોગદાન આપીને અગ્રણી તરીકે ભૂમિકા નિભાવે છે. તેઓ મુખ્યત્વે દવાઓના ફરી ઉપયોગ પર વધુ ભાર આપે છે કારણે નવી દવાઓને વિકસાવવામાં દાયકાઓનો સમય લાગે છે અને તેની તુલનાએ આ દવાઓને સારવાર માટે ઝડપથી લઇ શકાય છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓને દવાઆ આપવા સંબંધે, CSIRએ ફરી ઉપયોગ માટે ટોચની 25 દવાઓ/ દવાના ઘટકોને ઓળખી કાઢ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1619671

 

વિખાશાપટ્ટનમ સ્માર્ટ સિટી પરિચાલન કેન્દ્રો કોવિડ-19ના વ્યવસ્થાપન માટે ચોવીસ કલાકના ધોરણે કામ કરે છે

પરિચાલન કેન્દ્રોમાં ટ્રેકિંગ, દેખરેખ અને લોકોમાં જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1620068

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ ચંદીગઢના બાપુધામ કોલોની અને સેક્ટર 30-બીમાં કરિયાણાના વિતરણ માટે બે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બન્ને વિસ્તારોમાં પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવાઇ છે. સ્થાનિક લોકોને સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને ખરીદી કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યાં હતા. PMGKAY અંતર્ગત 47,800 લાયકાત ધરાવતાં પરિવારોને ઘંઉ અને કઠોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદિગઢમાં અત્યાર સુધી 75%નો લક્ષ્યાંક પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે.
  • પંજાબઃ પંજાબ સરકારે ભારત બહાર અન્ય દેશોમાં ફસાઇ ગયા હોય તેવા રાજ્યમાં પાછા ફરવા ઇચ્છતાં પંજાબના નાગરિકો માટે #કોવિડહેલ્પ ડેશબોર્ડ ઉપર આ પ્રકારની માહિતી પૂરી પાડવા માટે ઓનલાઇન લિંક આપી છે. કોઇપણ હિત ધરાવતી વ્યક્તિ ‘www.covidhelp.punjab.gov.in’ ઉપર લોગ ઓન કરી શકે છે અને માહિતી ભરવા માટે ફોર્મ ઉપર ક્લિક કરી શકે છે. તે વ્યક્તિઓ કે જેમણે પહેલેથી જિલ્લાના સ્થાનિક પ્રશાસનને તેઓ કયા ક્ષેત્રમાંથી આવે છે તે અંગે માહિતી પૂરી પાડી દીધી છે તેમને ફોર્મ ભરવાની જરૂર નથી. પંજાબ સરકારે પ્રખ્યાત શાહપુરકાંડી ડેમ પ્રોજેક્ટ માટે સ્થળ ઉપર શ્રમિકોની ઉપલબ્ધી સંબંધિત અને કોવિડ-19ની સલામતી સંબંધિત જરૂરી સ્થાનિક નીરિક્ષણ કર્યા બાદ બાંધકામ કામગીરી શરૂ કરી દીધી છે.
  • હરિયાણાઃ હરિયાણામાં અત્યાર સુધી 33.80 લાખથી વધારે લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી ચૂક્યાં છે. SARI, ILI વગેરે સંબંધિત આરોગ્ય સ્થિતિ તપાસવા માટે 550થી વધારે મોબાઇલ આરોગ્ય ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. સંક્રમિત વિસ્તારો સહિત તમામ જિલ્લાઓમાં આરોગ્ય સ્થિતિ તપાસવા માટે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. અન્ન અને સલામતિ અધિનિયમ, 2006 અંતર્ગત પાન-મસાલા, ગુટખા, ચ્યુઇંગ ગમ વગેરેના વપરાશ/વેચાણ ઉપર પ્રતિબંધ મુકતો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા તેમજ ગુટખા વગેરે જેવી વસ્તુઓના વપરાશ ઉપર પ્રતિબંધ મુકતા નિર્દેશો બહાર પાડવામાં આવ્યો છે.
    • હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ તાજેતરમાં દેશના અન્ય રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશમાં પાછા ફરેલા લોકોને પોતાના ઘરે ક્વૉરેન્ટાઇનના નિયમોનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ નિયમોનું પાલન માત્ર તેમના માટે જ નહીં પરંતુ તેમના પરિવાર અને સમાજ માટે પણ ફાયદાકારક છે. રાજ્ય સરકારે PRI અને શહેરી સ્થાનિક મંડળોના પ્રતિનિધિઓને અન્ય રાજ્યોમાંથી પાછા ફરેલા લોકો ઉપર ચાંપતી નજર રાખવા અને તેમના ઘર પર ક્વૉરેન્ટાઇનના નિયમોનું ચુસ્ત પાલન કરવા સમજાવવા અનુરોધ કર્યો છે.
    • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં કોવિડ-19ના કેસોની સંખ્યા 10,000નો આંકડો વટાવી ગઇ છે. નવા 583 કેસ અહીં નોંધાકા કુલ કેસની સંખ્યા 10,498 થઇ ગઇ છે. રાજ્યમાં વધુ 27 વ્યક્તિનાં મોત નીપજતા અત્યાર સુધીમાં કુલ 459 દર્દીના મોત નીપજ્યાં છે. કુલ 1,773 દર્દીઓ સાજા થયા છે. રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વર્ગીકૃત જિલ્લાની સુધારેલી યાદીમાં મહારાષ્ટ્રના 14 જિલ્લાને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. બાકી રહેલા માંથી 16 જિલ્લાને ઓરેન્જ અને 6ને ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે.
    • ગુજરાતગુજરાતમાં કોરોનાના વધુ 313 કેસ નોંધાયા છે જેમાંથી 249 નવા કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે જેથી રાજ્યમાં કોવિડના દર્દીઓની કુલ સંખ્યા 4,395 થઇ છે. કોરોના વાયરસ ઉપદ્રવના કારણે ગુજરાત સરકારે કોઇપણ પ્રકારની ઉજવણી ટાળી છે જેમાં આજે રાજ્યની સ્થાપનાના 60 વર્ષની ઉજવણી પણ કરવામાં આવી નથી. વીડિયો સંદેશામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને અપીલ કરી હતી કે, તેઓ માસ્ક પહેરે અને લોકોથી શારીરિક અંતર જાળવે તેમજ વારંવાર હાથ ધોવે.
    • રાજસ્થાન: રાજ્યમાં નવા 118 કેસ નોંધાતા રાજસ્થાનમાં કોવિડ 19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,584 થઇ છે. આમાં 836 દર્દીઓ સાજા થયા છે જ્યારે 58 દર્દીએ જીવ ગુમાવ્યા છે. રાજસ્થાનના 8 જિલ્લાને રેડ ઝોનમાં જ્યારે 19ને ઓરેન્જ અને 6 જિલ્લાને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.
    • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 99 કેસ થતા રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 2,660 થઇ ગઇ છે. આમાંથી 482 કેસો અત્યાર સુધીમાં સાજા થયા છે જ્યારે 137 દર્દીનાં મોત નીપજ્યાં છે.
    • છત્તીસગઢ: છત્તીસગઢમાં આજની તારીખે કોવિડ-19ના માત્ર 4 કેસ સક્રિય છે. અત્યાર સુધીમાં 38 કેસ નોંધાયા છે જેમાંથી 34 દર્દી સાજા થઇ ગયા છે.
    • ગોવા: ગોવામાં અત્યાર સુધીમાં કુલ 7 કેસ નોંધાયા છે અને હાલમાં રાજ્યમાં કોવિડ-19નો એકપણ સક્રિય કેસ નથી.
    • કેરળ: કેરળમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને લઇ જતી પહેલી ટ્રેન શુક્રવારે ઓડિશા જવા રવાના થઇ હતી. વધુ પાંચ ટ્રેનો આવતીકાલે રવાના કરવામાં આવશે. કેરળમાં કન્નૂર અને કોટ્ટયમ કેન્દ્ર સરકાર દ્વારા નવી યાદીમાં રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે; રાજ્યમાં માત્ર બે જિલ્લા રેડ ઝોનમાં છે. 3 મે પછી લૉકડાઉનના અમલનો નિર્ણય કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે લેવામાં આવશે. આજથી માછીમારીનું કામ શરૂ થઇ શકે તે માટે છુટછાટોનો અમલ કરવામાં આવ્યો છે. વધુ ત્રણ કેરેલિયન કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે જેમાંથી 2 અખાતી દેશોમાં અને યુકેમાં એક નર્સ છે. વિદેશમાં કુલ 0 કેરેલિયનના મૃત્યુ થયા છે.
    • તામિલનાડુ: ચેન્નઇમાં હવે વધુ 31 નિયંત્રિત ઝોન જાહેર કરવામાં આવ્યા હોવાથી કુલ 233 ઝોન થયા છે, રોયાપુરમ 56ની યાદી સાથે સૌથી ટોચે છે. પુડુચેરીના JIPMERમાં કુડ્ડલોરની 64 વર્ષીય મહિલા કોવિડ પોઝિટીવના બે સંબંધી પણ પોઝિટીવ આવ્યા છે. ગઇકાલ સુધીમાં કુલ કેસ- 2323, સક્રીય કેસ- 1035, મૃત્યુ-24 , સાજા થયા- 1258, ચેન્નઇમાં સૌથી વધુ 906 કેસ છે.
  • કર્ણાટકઃ આજે 11 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા, જેમાંથી માંડ્યામાંથી 8 અને બેલાગાવીમાંથી 3 કેસ નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 576 થઇ છે, જેમાંથી 235 લોકોને રજા આપવામાં આવી છે. મૃત્યુઆંક વધીને 22 પર પહોંચ્યો છે.
  • આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકારે બાયોમેટ્રિક્સના ઉપયોગના બદલે લાભાર્થીઓના ફોટાઓનું જીયો-ટેગિંગ કરીને YSR પેન્શન કનુકા યોજના હેઠળ 58.22 લાખ લોકોને રૂ.1421.20 કરોડ વહેચવાનું શરૂ કર્યુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 60 નવા કેસ નોંધાયા છે, 82 લોકોને રજા આપવામાં આવી છે અને 2 લોકોના મરણ (કુરનૂલમાં 1 અને નેલ્લોરમાં 1) નીપજ્યાં છે. કુલ કેસ વધીને 1,463 થયા છે, જેમાંથી 1,027 કેસ સક્રિય છે, 403 લોકો સાજા થયા છે, 33 લોકોના મરણ નીપજ્યાં છે. પોઝિટીવ કેસોની સૌથી વધારે સંખ્યા કુર્નૂલમાં 411, ગુંતૂરમાં 306, ક્રિશ્નામાં 246 જિલ્લાઓમાં છે.
  • તેલંગણાઃ થોડા દિવસો પહેલા ઓછા વેતન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારા IIT હૈદરાબાદના સ્થળાંતરિત શ્રમિકોને લિંગમ્પલ્લીમાંથી એક વિશેષ ટ્રેન મારફતે ઝારખંડ પરત મોકલવામાં આવ્યાં છે. આ પ્રથમ ટ્રેન હતી જેણે રાજ્ય સરકારે કરેલી ખાસ વિનંતીના કારણે શ્રમિકો પોતાના વતન પરત પહોચાડ્યાં હતા. રાજ્ય સરકારે આરોગ્યસંભાળ અને ફૂડ પ્રોસેસિંગ જેવા આવશ્યક ક્ષેત્રો સિવાયની 2.3 મિલિયન MSMEનો અંદાજ લગાવ્યો છે જે લોકડાઉનના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં નવો એકપણ પોઝિટીવ કેસ ન નોંધાતા અત્યાર સુધી 1,038 કેસો નોંધાયા છે, જેમાંથી 568 સક્રિય છે, 442 લોકો સાજા થયા છે અને કુલ 28 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
  • અરૂણાચલ પ્રદેશઃ લોકડાઉનના કારણે ઇટાનગરમાં ફાઇ ગયેલા 300થી વધારે લોકોને રાજ્ય સરકાર દ્વારા તેમના સંબંધિત જિલ્લાઓમાં 27 બસો દ્વારા પાછા લાવવામાં આવ્યાં છે.
  • આસામઃ ગોલાઘાટમાંથી 1 અને મોરિગાંવમાંથી 2, એમ આસામમાં વધુ 3 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ગુવાહાટીમાં નાગાલેન્ડના એક દર્દીને પણ રજા આપવામાં આવી છે. આસામના આરોગ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આજની તારીખે રાજ્યમાં માત્ર 9 સક્રિય કેસો છે.
  • મણીપૂરઃ મુખ્યમંત્રીએ જાણકારી આપી હતી કે અત્યાર સુધી મુખ્યમંત્રી કોવિડ રાહત નીધિમાં દાન થયેલા રૂ. 11.33 કરોડમાંથી રૂ. 7.07 રકમ લાભાર્થીઓના ખાતામાં જમા કરી દેવામાં આવ્યાં છે.
  • મેઘાલયઃ મેઘાલયમાં એક ગ્રીન ઝોન જિલ્લામાંથી અન્ય જિલ્લામાં સંબંધિત ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અથવા કોઇ અધિકૃત અધિકારીએ જારી કરેલા માન્ય પાસ મેળવીને ખાનગી વાહનોની આંતર-જિલ્લામાં હેરફેરને મંજૂરી આપવામાં આવી છે. તમામ પ્રવેશ અને નિકાસ માર્ગો ઉપર ચકાસણીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે શિલોંગની સિવિલ હોસ્પિટલમાં ભરતી થયેલા પોઝિટીવ દર્દીઓ ઉપર 14 દિવસના આઇસોલેશન બાદ કરવામાં આવેલા એકપછી એક બે ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે. હવે તેમને સાજા થયેલા લોકોની શ્રેણીમાં મુકવામાં આવ્યાં છે.
  • નાગાલેન્ડઃ મુખ્યસચિવે ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે આગામી આદેશ સુધી તમામ શૈક્ષણિક સંસ્થઆઓ બંધ રહેશે. તેમણે પોતાના કાર્યક્રમમાં શાળાનો અભ્યાસક્રમ ચલાવવા માટે સંમત થવા બદલ DDK અને AIRનો આભાર માન્યો હતો.
  • સિક્કિમઃ સરકારે આગામી આદેશ સુધી રાજ્યમાં પશુઓ (પ્રક્રિયા કરેલા માંસ સહિત), મરઘાં અને તેના ઉત્પાદો (પ્રક્રિયા કરેલું માંસ સહિત) અને કોઇપણ પ્રકારના મસ્ત્ય ઉત્પાદનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે.
  • ત્રિપૂરાઃ ત્રિપૂરામાં PMGKYના ભાગરૂપે દામચેરા બ્લોક વિસ્તારમાં 3,314 ખેડૂતોએ PM KISAN અંતર્ગત લાભ પ્રાપ્ત કર્યો છે.

 

 

FACTCHECK



(Release ID: 1620201) Visitor Counter : 273