કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
ડૉ. જિતેન્દ્ર સિંહે આજે તબીબી અને પોલીસ કર્મચારીઓના ઉપયોગ માટે કેન્દ્રીય ભંડારે તૈયાર કરેલી 4900થી વધારે પ્રોટેક્ટિવ કિટ સુપરત કરી
Posted On:
01 MAY 2020 5:32PM by PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્ય કક્ષાનાં પૂર્વોત્તર વિકાસ વિભાગ મંત્રી (સ્વતંત્ર હવાલો), રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય પ્રધાનમંત્રી કાર્યાલય, પર્સનલ, જાહેર ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અંતરિક્ષ મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે તબીબી સમુદાય અને પોલીસ કર્મચારીઓની નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરી હતી તેમજ તેમના કાર્યોને બિરદાવવાનાં પ્રતીક સ્વરૂપે તબીબી કાર્યકર્તાઓ અને પોલીસ કર્મચારીઓને ટોકન સ્વરૂપે કેન્દ્રીય ભંડાર દ્વારા 4900થી વધારે પ્રોટેક્ટિવ કિટ સુપરત કરી હતી, જેમાં સેનિટાઇઝર, હેન્ડ વોશ વગેરે સામેલ છે. આજે એમના નિવાસસ્થાને આયોજિત એક નાનાં કાર્યક્રમમાં આ કિટ આરોગ્ય મંત્રાલય અને દિલ્હી પોલીસના પ્રતિનિધિઓને સુપરત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થયું હતું.
ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડા અઠવાડિયાઓમાં આપણો દેશ કોરોના વાયરસ સામેની લડાઈમાં સંકળાયેલો છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાગુ હોવાના કારણે મોટા ભાગનાં નાગરિકો નીતિનિયમોનું પાલન કરીને ઘરમાં છે, ત્યારે તબીબી અને પોલીસ કર્મચારીઓ વગેરે જેવા કેટલીક વ્યક્તિઓ આ મુશ્કેલ સમયમાં તેમની સામાન્ય ફરજ ઉપરાંત કામકાજ કરી રહ્યાં છે. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, કોવિડ 19 રોગચાળાને પગલે ભારતનાં આદરણીય પ્રધાનમંત્રીની અપીલ પર કેન્દ્રીય પર્સનલ, જાહેર ફરિયાદો, પેન્શન અને ડીઓએનઇઆર મંત્રાલયોએ લોકડાઉનની જાહેરાત પછી શ્રેણીબદ્ધ પગલાં લીધા છે.
પર્સનલ અને ટ્રેનિંગ વિભાગના નેજા હેઠળ જનકલ્યાણકારક પ્રોજેક્ટ કેન્દ્રીય ભંડાર ઉપભોક્તાઓને નિયમિતપણે અને સતત આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડે છે. અગાઉ આ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ડૉ. જિતેન્દ્ર સિંહે કેન્દ્રીય ભંડારે તૈયાર કરેલી ખાદ્ય અને ઘરગથ્થું ચીજવસ્તુઓની 2200થી વધારે કિટ ડીએમ (સેન્ટ્રલ) અને એસડીએમ, સિવિલ લાઇન્સ, સેન્ટ્રલ દિલ્હી જિલ્લાને સુપરત કરી હતી, જેથી તેઓ જરૂરિયાતમંદ પરિવારોમાં એનું વિતરણ કરી શકે.
GP/DS
(Release ID: 1620189)
Visitor Counter : 199