ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

FCI દ્વારા એપ્રિલ 2020 દરમિયાન 60 લાખ ટન ખાદ્યાન્ન સામગ્રીની હેરફેર કરવામાં આવી જે માસિક ૩૦ LMTની સરેરાશ કરતા લગભગ બમણી છે


આ મહિના દરમિયાન વપરાશ કરતા રાજ્યોમાં 58 LMT સ્ટોકનો જથ્થો ઉતારવામાં આવ્યો, સૌથી વધુ બિહારે 7.7 LMT જથ્થો પ્રાપ્ત કર્યો અને ત્યારબાદ કર્ણાટક 7 LMT સાથે બીજા નંબર પર રહ્યું

ઘઉંનું ઉત્પાદન 130 LMTને પાર કરી ગયું, 68 LMT સાથે પંજાબ સૌથી આગળ

Posted On: 30 APR 2020 6:45PM by PIB Ahmedabad

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા એપ્રિલ 2020ના મહિના દરમિયાન 60 લાખ મેટ્રિક ટન (LMT) ખાદ્યાન્ન સામગ્રીની હેરફેર કરવામાં આવી છે કે જે માર્ચ 2014ના મહિના દરમિયાન પ્રાપ્ત કરવામાં આવેલ મહિનાની સૌથી મોટી 38 LMTની હેરફેર કરતા 57% વધુ છે. તે ૩૦ LMTની સામાન્ય માસિક સરેરાશ કરતા બમણાથી પણ વધુ છે. જથ્થામાં કાશ્મીર ખીણ પ્રદેશ અને લેહ/લદ્દાખમાં કરવામાં આવેલ આશરે 1 LMTની માર્ગ હેરફેર અને સાથે સાથે અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના ઉત્તર પૂર્વના રાજ્યોમાં કરવામાં આવેલ આશરે .81 LMTનો પણ સમાવેશ થાય છે. દરિયાઈ માર્ગે આશરે .1 LMTનો જથ્થો અંદામાન અને લક્ષદ્વીપ ટાપુ સમૂહોમાં પણ સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે.

કોવિડ-19ના કારણે ઉત્પન્ન થયેલ અવરોધોની વચ્ચે FCI દ્વારા એપ્રિલ 2020ના મહિના દરમિયાન જુદા જુદા વપરાશ કરતા રાજ્યોની અંદર અંદાજે 58 લાખ MTનો ખાદ્ય અનાજનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. બિહારે સૌથી વધુ 7.7 LMTનો જથ્થો પ્રાપ્ત કર્યો છે અને 7 LMT સાથે કર્ણાટક બીજા નંબર પર રહ્યું છે. કોવિડ-19ની પરિસ્થિતિ ખૂબ બહુઆયામી હોવાના કારણે અને હોટસ્પોટ્સ તેમજ ચેપગ્રસ્ત વિસ્તારોમાં અવારનવાર થતા ઉમેરાના કારણે કાર્ય ખાસ કરીને પડકારજનક બની રહ્યું છે કારણ કે ઘણા બધા સામાન પહોંચાડવાના કેન્દ્રો આવા વિસ્તારોમાં આવેલ છે. આમ છતાં FCI અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ ખાદ્ય અનાજનો જથ્થો પહોંચાડવામાં અને રાજ્ય સરકારોના સક્રિય સહયોગ સાથે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અંતર્ગત પૂરવઠો પૂરો પાડવા માટે રાજ્યોને તેનું વિતરણ કરી શકવામાં સફળ રહ્યું છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત કે જે હેઠળ આશરે 80 કરોડ લોકોને 60 LMTના દરે વ્યક્તિ દીઠ 5 રૂપિયે કિલોગ્રામના ભાવે વિના મૂલ્યે ખાદ્ય અનાજ સામગ્રી આપવામાં આવે છે તેમાં FCI પાસેથી ખાદ્ય અનાજનો સમગ્રતયા ઉપાડ આશરે 120 લાખ MTની કુલ ફાળવણીના 50% પહોંચી ગયો છે. સમગ્ર દેશમાં FCI પાસે ખાદ્ય અનાજનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહેલો છે કે જે કોવિડ-19ના કારણે અસરગ્રસ્ત લોકોને ભોજન પૂરું પાડવા માટે રાજ્ય સરકારોની ગમે તેટલી માંગને પહોંચી વળવા માટે સક્ષમ છે.

દરમિયાન, કેન્દ્રીય પુલ માટે ઘઉંની પ્રાપ્તિ 130 લાખ MT સુધી પહોંચી ગઈ છે જે ચાર્ટમાં પંજાબ 68 LMT સાથે સૌથી આગળ છે અને ત્યારબાદ હરિયાણા (30 LMT) અને મધ્ય પ્રદેશ (25 LMT)નો નંબર આવે છે. ખરીદ પ્રાપ્તિના માધ્યમથી ખાદ્ય અનાજના સંતુલિત પ્રવાહની સાથે સમગ્રતયા કેન્દ્રીય પુલ સ્ટોકનું સ્થાન NFSA અને PMGKAY સહીતની જુદી જુદી યોજનાઓ અંતર્ગત આશરે 122 લાખ MT સ્ટોકનું વિતરણ કરી દેવામાં આવ્યું હોવા છતાં પણ હાલ સંતુલિત રહેલ છે.

GP/DS



(Release ID: 1619771) Visitor Counter : 175