સંરક્ષણ મંત્રાલય

નોવેલ કોરોનાવાયરસને વિભાજીત કરી શકે એવું માઇક્રોવેવ સ્ટરલાઇઝર વિકસાવાયુ

प्रविष्टि तिथि: 30 APR 2020 6:22PM by PIB Ahmedabad

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ) દ્વારા સપોર્ટ ડીમ્ડ યુનિવર્સિટી પૂણે સ્થિત અદ્યતન સંરક્ષણ ટેકનોલોજી સંસ્થા (ડીઆઇએટી) અતુલ્ય નામનું માઇક્રોવેવ સ્ટરલાઇઝર વિકસાવ્યું છે, જેનો ઉદ્દેશ વાયરસ (કોવિડ-19)ને વિભાજીત કરવાનો છે. માઇક્રોવેવ 560થી 600 સેલ્સિયસ તાપમાનની રેન્જમાં વિવિધ હીટિંગ દ્વારા વાયરસને વિભાજીત કરે છે.

ઉત્પાદન વાજબી ખર્ચ ધરાવતું સોલ્યુશન છે, જેને પોર્ટેબલ કે ફિક્સ્ટ ઇન્સ્ટોલેશનમાં ઓપરેટ કરી શકાશે. વ્યવસ્થાનું પરીક્ષણ માનવીય/ઓપરેટરની સલામતી માટે થયું હતું અને સલામત હોવાનું જણાયું હતું. વિવિધ પાત્રોની સાઇઝ અને આકારને આધારે શુદ્ધિકરણનો સમય 30 સેકન્ડથી 1 મિનિટ વચ્ચેનો છે. સિસ્ટમનું વજન અંદાજે ત્રણ કિલોગ્રામ છે અને એનો ઉપયોગ ધાતુના હોય એવા પાત્રો માટે થઈ શકશે.

 

 

 

GP/DS

 


(रिलीज़ आईडी: 1619766) आगंतुक पटल : 288
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada