પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર પર ચર્ચા કરવા સમીક્ષા બેઠક યોજી

Posted On: 01 MAY 2020 5:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને વધારે કાર્યદક્ષ બનાવવામાં મદદરૂપ થઈ શકે એવી રણનીતિઓની સમીક્ષા કરવા વિસ્તૃત બેઠક યોજી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, ભારતીય હવાઈ ક્ષેત્રનો એવી અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ કે પ્રવાસ કરતાં લોકોને પ્રવાસના સમયમાં ઘટાડાનો લાભ મળે અને વિવિધ એરલાઇનોએ સૈન્ય વિભાગ સાથે સાથસહકાર રાખીને ખર્ચ બચાવવામાં પણ મદદ મળે.

એરપોર્ટ પર વધારે કાર્યદક્ષતા લાવવા અને વધારે આવક પેદા કરવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ત્રણ મહિનાની અંદર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને સરકારી ખાનગી ધોરણે (પીપીપી)ને આધારે વધુ 6 એરપોર્ટ પર સંચાલનની પ્રક્રિયા ઝડપથી સુપરત કરવાનું જણાવ્યું છે.

-ડીજીસીએ પ્રોજેક્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોજેક્ટથી ડીજીસીએએની ઓફિસમાં વધારે પારદર્શકતા આવશે અને તમામ ભાગીદારોને વિવિધ લાઇસન્સ/મંજૂરીઓ માટે પ્રોસેસિંગ સમય ઘટાડવામાં મદદ મળશે.

એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને મંત્રાલય અંતર્ગત કાર્યરત તમામ સંસ્થાઓએ લીધેલા તમામ સુધારાલક્ષી પગલાઓ ચોક્કસ સમયગાળામાં હાથ ધરવા જોઈએ.

બેઠકમાં ગૃહ મંત્રી, નાણાં મંત્રી, રાજ્ય કક્ષાનાં મંત્રી (નાગરિક ઉડ્ડયન), રાજ્ય કક્ષાનાં મંત્રી (નાણાં) અને ભારત  સરકારનાં વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

 

 

GP/DS


(Release ID: 1620185) Visitor Counter : 235