સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ

Posted On: 01 MAY 2020 5:37PM by PIB Ahmedabad

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચોબેની ઉપસ્થિતિમાં બિહારના આરોગ્ય મંત્રી શ્રી મંગલ પાંડે સાથે બેઠક યોજી એક્યૂટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (AES)ના વ્યવસ્થાપન અંગે ચર્ચા કરી હતી અને કોવિડ-19 સંબંધે રાજ્યની સ્થિતિ જાણીને સમીક્ષા કરી હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દેશના તમામ જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને જિલ્લા વહીવટીતંત્રો દ્વારા કેન્દ્રીય પ્રયાસો કરવા જરૂરી છે જેથી જે જિલ્લામાં કેસો આવ્યા છે એટલે કે, રેડ અને ઓરેન્જ ઝોનમાં છે ત્યાં ચેપ નિયંત્રણના માપદંડોના અસરકારક અને સખત અમલ દ્વારા સંક્રમણની સાંકળ તોડી શકાય.

નિયંત્રિત ઝોન કેસોના મેપિંગ અને સંપર્કો; કેસો અને સંપર્કોનું ભૌગોલિક વિભાજન; સારી રીતે સીમાંકિત પરિસીમા વાળા વિસ્તારો; અને કાયદાના અમલીકરણ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને વર્ણવવા જોઇએ.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે, શહેરી વિસ્તારોમાં નિયંત્રિત ઝોન યોગ્યતા અનુસાર રહેણાક કોલોની/ મહોલ્લા/ મ્યુનિસિપલ વૉર્ડ્સ અથવા પોલીસ સ્ટેશન વિસ્તાર/ મ્યુનિસિપલ ઝોન/ ટાઉન વગેરે કંઇપણ હોઇ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં, ઝોનમાં ગામ/ ગામનું ક્લસ્ટર અથવા પોલીસ સ્ટેશન/ ગ્રામ પંચાયતો/ બ્લોકનો સમૂહ વગેરે યોગ્યતા અનુસાર હોઇ શકે છે.

રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ સ્પષ્ટપણે બફર ઝોન અને નિયંત્રિત ઝોનનું સીમાંકન કરવું જરૂરી છે. નિયંત્રિત ઝોનમાં, કડક પરિસીમા અંકુશ, દર્દીઓને શોધવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી ટીમો દ્વારા ઘરે ઘરે તપાસ કરીને કેસોની શોધ, સેમ્પલિંગની માર્ગદર્શિકા અનુસાર તમામ કેસોનું પરીક્ષણ, સંપર્ક ટ્રેસિંગ અને પુષ્ટિ થયેલા તમામ કેસોનું તબીબી વ્યવસ્થાપન કરવું જરૂરી છે જ્યારે બફર ઝોનમાં, આરોગ્ય સુવિધામાં ILI/SARI કેસો પર દેખરેખ દ્વારા કેસો શોધવા માટે વ્યાપક દેખરેખ રાખવી જરૂરી છે.

દેશમાં અત્યાર સુધીમાં 8,888 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 25.37% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 35,043 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 1,993 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે.

અહીં પુનરોચ્ચાર કરવામાં આવે છે કે, સંક્રમણની સાંકળ તોડવા માટે, સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરીને હાથની સ્વચ્છતા જાળવવી, વારંવાર સ્પર્શ થતી તમામ સપાટીઓ જેમકે ટેબલટોપ, ખુરશીના હેન્ડલ, કીબોર્ડ, માઉસ પેડ વગેરેને નિયમિત જંતુમુક્ત કરવી અને તેની સફાઇ કરવી, દરેક વ્યક્તિએ માસ્ક અથવા ફેસ કવરમાંથી જે પણ યોગ્ય તે પહેરવું, પોતાને જોખમના આકલન માટે કોરોના ટ્રેકર એપ્લિકેશનઆરોગ્ય સેતુડાઉનલોડ કરવી અને શારીરિક અંતર જાળવવું વગેરેનું પાલન કરવું જરૂરી છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS

 (Release ID: 1620171) Visitor Counter : 290