નાગરિક ઉડ્ડયન મંત્રાલય

કોવિડ-19 સામે ભારતની લડતને મદદરૂપ થવા 'લાઈફલાઈન ઉડાન' હેઠળ 415 ફ્લાઈટ્સ કાર્યરત

Posted On: 30 APR 2020 6:54PM by PIB Ahmedabad

એર ઈન્ડિયા, એલાયન્સ એર, આઈએએફ તેમજ પ્રાયવેટ કેરિયર્સ દ્વારા 'લાઈફલાઈન ઉડાન' હેઠળ 415 ફ્લાઈટ્સ કાર્યરત થઈ છે. જેમાં 241 ફ્લાઈટ્સ એર ઈન્ડિયા અને એલાયન્સ એર દ્વારા સંચાલિત છે. અત્યાર સુધીમાં આશરે 779.86 ટન સામાનનું પરિવહન કરાયું છે. 'લાઈફલાઈન ઉડાન'ની ફ્લાઈટ્સ દ્વારા આજ સુધીમાં 4,07,139 કિલોમીટર જેટલું હવાઈ અંતર કાપવામાં આવ્યું છે. કોવિડ-19 સામે ભારતની લડતને મદદરૂપ થવા લાઈફલાઈન ઉડાનની ફ્લાઈટ્સ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા દેશની અંદર આવશ્યક તબીબી સામાન દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવા પરિવહન કરે છે.

પવન હંસે 29મી એપ્રિલ, 2020ના રોજ સુધીમાં 7,257 કિલોમીટરનું અંતર કાપીને 2.0 ટન માલસામાનનું પરિવહન કર્યું છે. ઉત્તર પૂર્વનાં રાજ્યો, ટાપુ પ્રદેશો તેમજ પર્વતીય રાજ્યો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પવન હંસ લિમિટેડ સહિતની હેલિકોપ્ટર સેવાઓ જમ્મુ અને કાશ્મીર, લદાખ, ટાપુ પ્રદેશો તેમજ ઉત્તર પૂર્વરનાં રાજ્યોમાં મહત્ત્વનાં તબીબી સામાન તેમજ દર્દીઓની હેરફેર માટે કાર્યરત છે. એર ઈન્ડિયા અને આઈએએફએ મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તર-પૂર્વનાં રાજ્યો તેમજ ટાપુ પ્રદેશો માટે જોડાણ કર્યું છે.

ઘરઆંગણે સામાનની હેરફેર કરનારી કંપનીઓ સ્પાઈસજેટ, બ્લુ ડાર્ટ, ઈન્ડિગો અને વિસ્તારા વ્યાપારી ધોરણે માલસામાનની હેરફેર માટે કાર્ગો ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. સ્પાઈસજેટે 683 કાર્ગો ફ્લાઈટ્સ દ્વારા 11,84,107 કિલોમીટર અંતર કાપીને 4,940 ટન સામાન પહોંચાડ્યો છે. તેમાંથી 245 ફ્લાઈટ્સ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સ હતી. બ્લુ ડાર્ટે 233 કાર્ગો ફ્લાઈટ્સ દ્વારા 2,53,631 કિલોમીટર અંતર કાપીને 3,932 ટન સામાનની હેરફેર કરી છે. તેમાંથી 12 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઈટ્સ હતી. ઈન્ડિગોએ 64 કાર્ગો ફ્લાઈટ્સ દ્વારા 1,01,989 કિલોમીટર અંતર કાપીને આશરે 269 ટન સામાન પહોંચાડ્યો છે અને તેમાં 18 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ હતી. તેમાં સરરકાર માટે તબીબી પુરવઠો વિના મૂલ્યે પહોંચાડવામાં આવ્યો હતો. વિસ્તારાએ 17 કાર્ગો ફ્લાઈટ્સ દ્વારા 24,141 કિલોમીટર અંતર કાપ્યું છે અને 123 ટન માલસામાન પહોંચાડ્યો છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણ અને કોવિડ-19ની રાહત સામગ્રીના પરિવહન માટે પૂર્વ એશિયા સાથે કાર્ગો એર-બ્રિજ સ્થાપવામાં આવ્યો હતો. એર ઈન્ડિયા દ્વારા 729 ટન જેટલો તબીબી સામાન લાવવામાં આવ્યો હતો.

ઉપરાંત, બ્લુ ડાર્ટે ગુઆંગ્ઝોઉ અને શાંઘાઈથી 29મી એપ્રિલ, 2020 સુધીમાં 153 ટન તબીબી પુરવઠો ઉપાડ્યો હતો અને હોંગકોંગ અને સિંગાપોરથી 25મી એપ્રિલ, 2020 સુધીમાં 13 ટન તબીબી પુરવઠો ઉપાડ્યો હતો.

 

 

GP/DS

 


(Release ID: 1619816) Visitor Counter : 200