વેપાર અને ઉદ્યોગ મંત્રાલય

શ્રી પિયૂષ ગોયલે દુનિયાના વિવિધ દેશોમાં વિદેશી મિશનને જણાવ્યું કે, જ્યાં સુધી સમજૂતીમાં પારસ્પરિક હિતો જળવાઈ રહેશે, ત્યાં સુધી ભારત રસ ધરાવતા દેશો સાથે એકબીજાને લાભદાયક જોડાણ કરવા તૈયાર છે


ભારતના પ્રધાનમંત્રીની કડક અને ઉચિત ભૂમિકા કોવિડ કટોકટીમાં સૌથી મોટું પ્રોત્સાહન પૂરું પાડે છે અને તેમની ભૂમિકાની દેશ અને દુનિયામાં પ્રશંસા થઈ છે

જો ભારતમાં કોઈ પણ દેશને દવા સ્વરૂપે કોઈ સહાયની જરૂર હશે, તો અમે એને પૂર્ણ કરવા પ્રયાસ કરીશું

Posted On: 01 MAY 2020 8:06PM by PIB Ahmedabad

કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત રસ ધરાવતા દેશો સાથે પારસ્પરિક લાભદાયક જોડાણ કરવા તૈયાર છે, જેમાં આ પ્રકારની સમજૂતી બંને પક્ષોના હિતો જાળવી રાખે એ જરૂરી છે. નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા વિદેશી મિશનો (ભારતીય રાજદૂતોની ઓફિસો) સાથે ચર્ચાવિચારણા દરમિયાન તેમણે ભારત સાથે વેપારવાણિજ્ય અને વ્યવસાય કરવાની યોજના બનાવતા અને રસ ધરાવતા દેશોને આવકાર આપ્યો હતો. ગોયલે જણાવ્યું હતું કે જ્યારે ભારત કોઈ પણ બહુપક્ષીય સમજૂતી કરે છે, ત્યારે વાજબી અને પારસ્પરિક લાભદાયક સમજૂતીને સૌથી વધુ મહત્ત્વ આપે છે. આ જ કારણે ભારત રિજનલ ઇકોનોમિક કોમ્પ્રિહેન્સિવ પાર્ટનરશિપ (આરસીઇપી પ્રાદેશિક આર્થિક વિસ્તૃત ભાગીદારી)માં સામેલ થયું નહોતું. તેમણે સલાહ આપી હતી કે, અત્યારે દ્વિપક્ષીય (અથવા બહુપક્ષીય) સમજૂતીઓ કરવા માટે રોડ મેપની યોજનાઓ સાથે ડિજિટલ માધ્યમો થકી જોડાણ કરવાનો શ્રેષ્ઠ સમય છે.

તેમણે કોરોનાવાયરસ રોગચાળાના પ્રસાર સામે જોડાણનો પ્રયાસ કરવા અન્ય દેશોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતે અત્યારે દેશમાં વિદેશી નાગરિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરી છે. તેમણે 5 એપ્રિલના રોજ પ્રધાનમંત્રીની 9 મિનિટ વીજળી બંધ કરવાની અપીલમાં સહભાગી થવા બદલ તેમનો આભાર માન્યો હતો.

 

શ્રી ગોયલે કહ્યું હતું કે, તાજેતરના સર્વે અને અભ્યાસોમાં પુરવાર થયું છે કે, કટોકટી દરમિયાન ભારતના પ્રધાનમંત્રીએ કડક અને પ્રશંસનીય ભૂમિકા ભજવી છે, જે કટોકટી સામે શ્રેષ્ઠ પ્રોત્સાહનજનક બની ગઈ છે, જેની દેશમાં અને દુનિયાભરમાં પ્રશંસા થઈ છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સહિત દુનિયાના ઘણા નેતાઓએ દવાઓની નિકાસ કરવા બદલ ભારતનો આભાર માન્યો છે એ બાબતોનો ઉલ્લેખ કરીને શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારતની સાથે દુનિયાના અન્ય દેશો માટે દવાઓનું ઉત્પાદન કરવામાં અને એનો પુરવઠો પૂરો પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોવિડ કટોકટી પૂર્ણ થયા પછી દુનિયામાં ભારત લીડરની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે, ભારતે સુનિશ્ચિત કર્યું છે કે, કોઈ પણ દેશ આવશ્યક દવાઓથી વંચિત નહીં રહી, ખાસ કરીને ઓછો વિકાસ ધરાવતા દેશો. તેમણે આ દેશોને ખાતરી આપી હતી કે, જો દવાઓ સ્વરૂપે ભારતમાંથી કોઈ સહાયની જરૂરની પડશે, તો અમે એને પૂર્ણ કરવા પ્રયાસ કરીશું. પણ લાંબા ગાળે આપણે ફાર્મસી ક્ષેત્રમાં સતત અને લાંબા ગાળાના વેપાર માટે ઝડપથી યોજના બનાવવી પડશે. પ્રધાનમંત્રી જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય નાગરિક તરીકે કોઈ પણ દેશ કે નાગરિકની જરૂરિયાત પૂર્ણ કરવાની અમારી જવાબદારી છે.

 

ગોયલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાની ભૂમિકા રોગચાળા દરમિયાન મહત્વપૂર્ણ બની છે. તેમણે કોવિડ 19ના કેસો બમણા થવાના દરમાં વધારો ઘટાડો થવામાં તાત્કાલિક રાષ્ટ્રીય સ્તરે લોકડાઉનની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી ગોયલે કહ્યું હતું કે, આ કટોકટીના સમયગાળા દરમિયાન સરકાર દેશના અર્થતંત્રની સ્થિતિ સુધારવા માટે લાંબા ગાળાની રણનીતિઓ ઘડી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે આપણા માટે ભવિષ્યમાં સહયોગી અને ખરા અર્થમાં ભાગીદાર બની શકે એવા દેશોની ઓળખ કરવાનો સમય છે.

 

GP/DS


(Release ID: 1620184) Visitor Counter : 266