પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદીએ વીજ ક્ષેત્રની સમીક્ષા કરવા બેઠક યોજી
प्रविष्टि तिथि:
01 MAY 2020 5:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીજ ક્ષેત્ર પર વિશેષ બેઠક યોજી હતી, જેમાં કોવિડ-19ની આ ક્ષેત્ર પર થયેલી અસરની સમીક્ષા કરી હતી. તેમણે વીજ ક્ષેત્રમાં ટકાઉપણું, મજબૂતી અને કાર્યદક્ષતા વધારવા વિવિધ લાંબા ગાળાનાં સુધારા પર ચર્ચાવિચારણા પણ કરી હતી.
આ ચર્ચામાં વેપારવાણિજ્યને સરળ કરવા સાથે સંબંધિત પગલાં, નવીનીકરણ ઊર્જાને વેગ આપવો, કોલસાના પુરવઠામાં લવચિકતા, સરકારી-ખાનગી ભાગીદારીની ભૂમિકા અને વીજ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત પગલાં અંગેના મુદ્દા સામેલ હતા.
પ્રધાનમંત્રીએ અર્થતંત્રને વેગ આપવા વીજ ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ખાનગી રોકાણને આકર્ષવા માટે કોન્ટ્રાક્ટને અસરકારક રીતે લાગુ કરવાની જરૂરિયાતના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી.
તેમણે ગ્રાહકને કેન્દ્રમાં રાખવાના મહત્ત્વપૂર્ણ ભાર મૂક્યો હતો તથા 24X7 ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કામ કરવાની સૂચના આપી હતી તેમજ તમામ ગ્રાહકોને વિશ્વસનિય રીતે ઊર્જા મળી રહે એવી સુનિશ્ચિતતા કરવા અપીલ કરી હતી. વીજ વિતરણ કંપનીઓની વ્યવહારિકતા સુધારવા માટેના પગલાંઓ અને વહીવટમાં સુધારાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી, જેમાં વીજદરોને તર્કબદ્ધ કરવા અને સમયસર સબસિડી આપવાની બાબતો સામેલ હતી.
આ બેઠકમાં ગૃહ મંત્રી, નાણાં મંત્રી, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય વીજ મંત્રી, કૌશલ્ય અને એનઆરઈ તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય નાણાં મંત્રી સાથે ભારત સરકારનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
GP/DS
(रिलीज़ आईडी: 1620170)
आगंतुक पटल : 299
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam