સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

આયુષ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે અને તે ભારતને આર્થિક સુપર પાવર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે: શ્રી ગડકરી


આયુષ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયુષ સેક્ટરને પ્રોત્સાહન માટે આયુષ ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમનો પ્રારંભ

Posted On: 30 APR 2020 6:01PM by PIB Ahmedabad

કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નીતિન ગડકરી કહ્યું હતું કેભારતની આયુષ પ્રણાલિઓ ભારતને આર્થિક સુપર પાવર બનાવવામાં સહાય કરવાની ભારે ક્ષમતા ધરાવે છે, કારણ કે સારવારની વૈકલ્પિ પધ્ધતિઓ અને ઉપચારો ભારતમાં સદીઓથી પ્રચલિત છે અને તેની લોકપ્રિયતા વધતી જાય છે.’ તેમણે ક્ષેત્રમાં વધુ સંશોધન અને ઈનોવેશન માટે અનુરોધ કર્યો હતો, જેથી આયુષ ક્ષેત્રે વધુ વૃધ્ધિ હાંસલ કરી શકાય. શ્રી ગડકરીએ આયુષ મંત્રાલય અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમોને એમએસએમઈ ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ પ્રોત્સાહન માટે બંને મંત્રાલયો દ્વારા આયોજીત સંયુક્ત કાર્યક્રમમાં જણાવ્યુ હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય આયુર્વેદ, હોમિયોપથી, યોગ અને સિધ્ધાને વ્યાપક સ્તરે પ્રોત્સાહન આપવાની જરૂર છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય આયુર્વેદ, યોગ, હોમિયોપથી અને સિધ્ધાની અન્ય દેશોમાં ભારે માંગ છે. વર્તમાન ઉદ્યોગસાહસિકોએ તકનો લાભ લઈને તેમના ક્લિનીક્સ અને એકમો દ્વારા નિકાસની તકનો લાભ ઉઠાવવો જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વમાં આયુર્વેદિક સારવાર અને યોગની ભારે માંગ છે અને તેમાં વધારો થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે માંગ પ્રસિધ્ધ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ તાલીમ  પામેલા માનવબળમાં વૃધ્ધિ કરીને સંતોષવી જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે એવો કાર્યક્રમ શરૂ કરવાની જરૂર છે કે તેનાથી આયુષ ક્ષેત્ર મજબૂત બને વધુ એકમો સ્થાપી શકાય તથા રોજગાર નિર્માણ વડે ભારતના અર્થતંત્રને સહાય કરી શકાય. મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદની કાચી સામગ્રી મહદ્દ અંશે વન વિસ્તારો, ગ્રામ્ય વિસ્તારો, આદિવાસી વિસ્તારો અને મહત્વાકાંક્ષી જીલ્લાઓમાં પ્રાપ્ય છે અને પ્રોસેસીંગ એકમો ઉભા કરવાની તથા ક્લસ્ટર્સ મારફતે રોજગાર નિર્માણ થાય તે રીતે એકમો વિકસાવવાની અને સ્વરોજગારની જરૂરિયાત સંતોષી શકાશે.

શ્રી ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાલીમ  પામેલા યોગ નિષ્ણાંતો/ તાલીમ  આપનારની મોટી માંગ છે અને માટે પ્રસિધ્ધ તાલીમ  સંસ્થાઓના સહયોગથી તાલીમ કાર્યક્રમોનો પ્રારંભ કરવો જોઈએ. તેમણે યોગ, આયુર્વેદ અને સમતોલ આહાર વડે આપણી રોજીંદી જીવનશૈલીમાં પરિવર્તન લાવવા અનુરોધ કર્યો હતો. જે નવતર પ્રકારની અથવા વૈકલ્પિક સારવાર રાહત પૂરી પાડી શકે તેમ છે તેમને યોગ્ય કૌશલ્ય વિકાસ સાથે જોડવી જોઈએ, જેથી સારવારને તમામ લોકોમાં લોકપ્રિય બનાવી શકાય.

રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી શ્રીપાદ યેસ્સો નાયકે, એમએસએમઈ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રતાપ સારંગી સાથે બંને મંત્રાલયોના સચિવો, એમએસએમઈ વિકાસ કમિશ્નરો વગેરે પ્રસંગે હાજર રહ્યા હતા.

પ્રસંગે વાત કરતાં એમએસએમઈ અને આયુષ મંત્રાલયના પ્રયાસોને બિરદાવતાં જણાવ્યું હતું કે તે આયુષને દુનિયાભરમાં મોટાપાયે પ્રોત્સાહિત કરવા સમાન પ્રકારના સહયોગની આશા રાખે છે. શ્રી નાયકે કોરોના વાયરસ મહામારીના સામના માટે આયુષ મંત્રાલયે બજાવેલી કામગીરી અંગે વિગતો આપી હતી અને કોરોના વાયરસની હાલની પરિસ્થિતિમાં આયુષ સેક્ટરને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત જણાવતાં સૂચન કર્યું હતું કે  બંને મંત્રાલયો વચ્ચે ઘનિષ્ટ અને મોટાપાયે સંકલનની જરૂર છે. શ્રી રામ મોહન મિશ્રા, વિશેષ સચિવ અને વિકાસ કમિશ્નરે (એમએસએમઈ) તેમના પ્રારંભિક ઉદ્દબોધનમાં સહયોગ અંગે પશાદ્દભૂમિકા આપી હતી અને એમએસએમઈ મંત્રાલય સાથે મળીને એમએસએમઈ ક્ષેત્રની વર્તમાન યોજનાઓ હેઠળ  આયુષ સેક્ટરને પ્રોત્સાહિત કરવા માટેની જરૂરિયાત દર્શાવી હતી.

આયુષ શબ્દમાં યોગા અને નેચરોપથી, યુનાની, સિધ્ધા અને સારવારની હોમિયોપથી સિસ્ટમનો સમાવેશ થાય છે. આયુષના મહત્વના ક્લસ્ટર અમદાવાદ, હુબલી, થ્રીસૂર, સોલન, ઈંદોર, જયપુર, કાનપુર, કુન્નૂર, કર્નાલ, કોલકતા અને નાગપુરમાં આવેલા છે.

સેક્ટર જે વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે તેમાં અસંગઠીત ક્ષેત્ર, ગુડ મેન્યુફેક્ચરીંગ પ્રેકટીસ, ટેસ્ટીંગ વગેરેનો અભાવ, પરંપરાગત માર્કેટીંગ પધ્ધતિઓ, નિકાસની ઓછી તકો, પ્રચારાત્મક કાર્યક્રમો અને સહયોગનો અભાવ તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદન જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે.

આજે યોજાયેલ કાર્યક્રમ આયુષ સેક્ટરે જે પડકારોનો સામનો કરવો પડે છે તેના નિવારણ માટેના એક્શન પ્લાન ઘડી કાઢવાના ભાગરૂપે યોજાયો હતો. આશરે 1000 આયુષ આધારિત એમએસએમઈએ કાર્યક્રમમાં વિવિધ ઓનલાઈન / સોશ્યલ મિડીયા પધ્ધતિઓ મારફતે ભાગ લીધો હતો અને કાર્યક્રમનું સમાંતરપણે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પરથી પ્રસારણ કરવામાં આવ્યુ હતું.

બંને મંત્રાલયોએ આયુષ સેક્ટરના પ્રચાર માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે તે મુજબ આયુષ મંત્રાલય અને એમએસએમઈ મંત્રાલય વચ્ચે થોડાંક દિવસ પહેલાં એક સમજૂતિનો કરાર કરાયો હતો. હવે પછી આયુષ પ્રણાલિના પ્રોત્સાહન માટે જે રોડ મેપ તૈયાર કરાયો છે તેમાં ફીલ્ડ ઓફિસો મારફતે આયુષ ક્લસ્ટર્સનું આકલન અને ઓળખની જરૂરિયાત વડે એમએસએમઈ મંત્રાલયની નીચે મુજબની યોજનાઓનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છેઃ

  • ઝીરો ડિફેક્ટ / ઝીરો ઈફેક્ટ / ગુડ મેન્યુફેક્ચરીંગ પ્રેક્ટીસ.
  • રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડ ફેર પ્રદર્શન, જીઈએમ, પેકેજીંગ, -માર્કેટીંગ ઔષધોના એકત્રીકરણમાર્કેટીંગ અને નિકાસ માટે  સહયોગ.
  • એટીઆઈ- ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ.
  • ઈએસડીપી, ઈન્કયુબેશન- સ્ટાર્ટ-અપ / એન્ટરપ્રાઈઝ ડેવલપમેન્ટ.
  • ક્લસ્ટર ડેવલપમેન્ટ (SFURTI / CDP) – ટેકનોલોજી અપગ્રેડેશન
  • CLCS, PMEGP – નાણાંકિય સહયોગ
  • ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ સીએઆરટી (સેન્ટર ફોર એગ્રો રૂરલ ટેકનોલોજી) ડિવીઝન
  • ટેકનોલોજી સેન્ટર્સ (હબ એન્ડ એમ્પ, સ્પોક) – આયુષ કેન્દ્રિત ટેકનોલોજી સપોર્ટ.
  • ટેસ્ટીંગ સેન્ટર્સ- ગુણવત્તામાં સુધારો અને સ્ટાન્ડર્ડાઈઝેશન.

 

 

GP/DS

 


(Release ID: 1619769) Visitor Counter : 253