રસાયણ અને ખાતર મંત્રાલય

મેડીકલ સાધનોની પ્રાપ્તિ પ્રાથમિકતાના સ્તરે


મેઇક ઇન ઇન્ડિયા ઉપર ભાર

ઘરેલું ઉત્પાદકોને ઓળખવા અને તેમને સહાયતા કરવી

મેડીકલ સાધનોની નિકાસ કરવા તરફ આગળ વધવું

PPEsનું ઘરેલું ઉત્પાદન લગભગ શૂન્યથી વધીને પ્રતિ દિન 1.87 લાખ જેટલું થયું

N-95 માસ્કનું ઘરેલું ઉત્પાદન લગભગ શૂન્યથી વધીને પ્રતિ દિન 2.૩૦ લાખ જેટલું થયું

HCQની ઘરેલું ઉત્પાદન ક્ષમતા 150 ટકા જેટલી વૃદ્ધિ પામી

2.5 કરોડની જરૂરિયાત સામે આશરે 16 કરોડ HCQ ટેબ્લેટસ કેન્દ્ર/ રાજ્ય સરકાર સંસ્થાઓ અને ફાર્મસીને આપવામાં આવી

Posted On: 01 MAY 2020 5:19PM by PIB Ahmedabad

1. ગૃહ મંત્રાલયના 29.૦૩.2020ના રોજ આપવામાં આવેલ આદેશ અનુસાર ડૉ. પી. ડી. વાઘેલા, સચિવ, ફાર્માસ્યુટિકલ અને સચિવ, DPIIT, સચિવ, ટેકસટાઇલ, ચેરમેન, CBIC, સચિવ, DRDO, PMOના વરિષ્ઠ અધિકારીઓ, કેબીનેટ સચિવ, વિદેશી બાબતોના મંત્રાલય, ગૃહ બાબતોના મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આરોગ્ય સંશોધન વિભાગ વગેરે સહીતની સંયોજકતા અંતર્ગત એમ્પાવર્ડ ગ્રુપ ૩ની રચના કરવામાં આવી હતી. ગ્રુપનો ઉદ્દેશય PPEs, માસ્ક, ગ્લવ્ઝ અને વેન્ટીલેટર્સઉત્પાદન, પ્રાપ્તિ, આયાત અને વિતરણ વગેરે જેવા જરૂરી મેડીકલ સાધનોની ઉપલબ્ધતાની ખાતરી કરવાનો છે.

2. જૂથ નિયમિતપણે મળતું રહે છે અને આજ દિન સુધીમાં 24 બેઠકોનું આયોજન થઇ ચુક્યું છે. EG દ્વારા જુદા જુદા સાધનોના ઉત્પાદનની દરખાસ્તની ચકાસણી કરવા માટે એક ટેકનીકલ કમિટીની રચના કરવામાં આવી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આરોગ્ય સંશોધન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર જુન 2020 સુધી જરૂર પડનાર જુદા જુદા મેડીકલ સાધનોની જરૂરિયાતના આધારે કમિટી નિયમિતપણે વર્તમાન ઉત્પાદકોની ક્ષમતા વધારવા અને જુદા જુદા મેડીકલ સાધનોના નવા ઉત્પાદકોને ઓળખી કાઢવા માટે સતત કામ કરી રહી છે. કાચા માલ, સ્પેર્સ, મુસાફરી અને લોજીસ્ટીકના સંદર્ભમાં ઘરેલું ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવી રહેલા જુદા જુદા અવરોધોને ઉકેલવા માટેની સુવિધા અને સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. વર્તમાન મહામારીના સમય દરમિયાન મેડીકલ પુરવઠાની ખૂબ ઉંચી વૈશ્વિક માંગ, પુરતી ઘરેલું ક્ષમતાઓની અછત અને મોટાભાગનો જરૂરી મેડીકલ પૂરવઠો મોટાભાગે આયાત કરાયેલો હોવો મુખ્ય પડકારો હતા. સરકાર ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે અને જો કોઈ ગંભીર વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે સમયમર્યાદાને પહોંચી વળવા માટે અત્યંત જરૂરી હોય તો આયાતનો આશરો લેવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય આપદાના આવા સમયમાં અધિકારીઓ, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ટીમ એકસાથે મળીને 24x7 કાર્ય કરી રહી છે.

I વેન્ટીલેટર્સ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જુન 2020 સુધી 75,000 વેન્ટીલેટર્સની જરૂરિયાત પડવાની શક્યતા દર્શાવી છે. તેની સામે વર્તમાન સમયમાં 19,398ની ઉપલબ્ધતા છે. EGના ઉદાહરણ પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની આગેવાની હેઠળના એક જાહેર ક્ષેત્રના એકમ M/s HLL લાઈફ કેર લિમિટેડ કે જે કેન્દ્રીય પ્રાપ્તિ સંસ્થા તરીકે કામ કરી રહી છે તેના દ્વારા 60,884 વેન્ટીલેટર્સનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આપવામાં આવેલ કુલ ઓર્ડરમાંથી 59,884 વેન્ટીલેટર્સનો ઓર્ડર ઘરેલું ઉત્પાદકોને આપવામાં આવ્યો છે અને બાકીના 1000 વેન્ટીલેટર્સની આયાત કરવામાં આવનાર છે. અંદાજીત માંગ અને આપવામાં આવેલ ઓર્ડરમાં રાજ્ય સરકારોની જરૂરિયાતનો પણ સમાવેશ થાય છે.

મેઇક ઇન ઇન્ડિયા પહેલના ભાગરૂપે વેન્ટીલેટર્સના સ્થાનિક ઉત્પાદકોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમને સ્પેસીફીકેશનોને પહોંચી વળવામાં, તાલીમ અને અન્ય પ્રોટોકોલ્સને આખરી રૂપ આપવામાં, નવી પુરવઠા શ્રુંખલાઓનું નિર્માણ કરવામાં, સપ્લાયર્સ અને રાજ્ય સરકારો સાથેના લોજીસ્ટીક મુદ્દાઓમાં તેમને મદદ કરવામાં અને કન્ઝયુમેબલ્સ વગેરેની વ્યવસ્થા વિષે નક્કી કરવામાં તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. મુખ્ય ઘરેલું પ્લેયરમાં M/s ભારત ઇલેક્ટ્રોનીક્સ લિમિટેડ (સ્કેનરે સાથેના સહયોગ વડે)નો સમાવેશ થાય છે કે જેને ૩૦,000 વેન્ટીલેટર્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે. M/s AgVa (M/s મારુતિ સુઝુકી લિમિટેડ સાથેના સહયોગ વડે) કે જેને 10,૦૦૦ વેન્ટીલેટર્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને AMTZ (AP Medtech Zone) કે જેને 13,500 વેન્ટીલેટર્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અનેક ઘરેલું ઉત્પાદકો દ્વારા નક્કી કરવામાં આવેલ સમય સારણી અનુસાર ડિલીવરી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે અને વર્તમાન સમયમાં તેઓ સામાનની રવાનગી કરતા પહેલાની ચકાસણીના તબક્કામાં છે.

II ઓક્સીજન અને ઓક્સીજન સીલીન્ડર્સ

ઓક્સીજન અને ઓક્સીજન સીલીન્ડરની માત્રામાં દેશ આત્મનિર્ભર છે. ઓક્સીજનની કુલ ઉત્પાદન ક્ષમતા 640 MT છે જેમાંથી આશરે 1000 MTનો ઉપયોગ મેડીકલ ઓક્સીજન માટે થાય છે. ઓક્સીજનના 5 મોટા અને 600 નાના ઉત્પાદકો છે. આશરે 409 દવાખાનાઓ પાસે તેમનું પોતાનું ઓક્સીજન નિર્માણ એકમ છે અને દેશમાં આશરે 1050 ક્રાયોજેનિક ટેન્કર્સ છે.

પુરવઠા માટે આશરે 4.38 લાખ મેડીકલ ઓક્સીજન સીલીન્ડર ઉપલબ્ધ છે. આગળ જતા, 1.૦૩ લાખ નવા મેડીકલ ઓક્સીજન સીલીન્ડરોનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. જો જરૂર પડે તો કન્વર્ઝન માટે પાંચ લાખ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સીજન સીલીન્ડર પણ ઓળખી કાઢવામાં આવ્યા છે. ઉપરાંત, 60,૦૦૦ સીલીન્ડરના કન્વર્ઝન માટેનો ઓર્ડર પહેલેથી આપી દેવામાં આવ્યો છે.

III પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPEs)

જુન 2020 સુધીમાં PPE કીટ્સની કુલ અંદાજીત માંગ 2.01 કરોડ રૂપિયાની આંકવામાં આવી છે. તેની સામે 2.22 કરોડ રૂપિયાની કિંમતનો ઓર્ડર પહેલેથી આપી દેવામાં આવ્યો છે જેમાંથી 1.42 કરોડ રૂપિયાનો ઓર્ડર ઘરેલું ઉત્પાદકોને આપવામાં આવ્યો છે અને 80 લાખ PPEsની આયાત કરવામાં આવી રહી છે. અગાઉ, દેશમાં PPEનું કોઈ ઉત્પાદન નહોતું થતું અને તેમાંથી લગભગ તમામ બહારથી આયાત કરવામાં આવતા હતા. ખૂબ ટૂંકા સમયગાળાની અંદર 107 ઉત્પાદકો શોધી કાઢવામાં આવ્યા છે અને તેમને સુવિધા પૂરી પાડવામાં આવી છે કે જેમણે પોતાનું રોજનું ઉત્પાદન આશરે 1.87 લાખ (૩૦.04.202૦ના રોજ) જેટલું વધારી દીધું છે. અત્યાર સુધીમાં આશરે 17.37 લાખ PPEs પ્રાપ્ત થઇ ચુક્યા છે. આગામી બે મહિનામાં પ્રાપ્ત થનાર વધારાનો ઘરેલું પૂરવઠો 1.15 કરોડથી વધુ હશે.

સરકારી સંસ્થાઓ નવી ટેકનોલોજી, સામગ્રીઓ અને ટેસ્ટીંગની સુવિધાઓનું નિર્માણ કરવામાં આગળની હરોળમાં છે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ ટેસ્ટીંગ લેબોરેટરી SITRA (સાઉથ ઇન્ડિયા ટેકસટાઇલ રીસર્ચ એસોસિએશન), કોઇમ્બતુર ઉપરાંત દેશમાં જુદા જુદા સ્થળો પર ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને ઓર્ડીનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા 9 નવી લેબોરેટરીઓ ઉમેરવામાં આવી છે. DRDO દ્વારા ઘરેલું ઉત્પાદકોને પૂરવઠો પૂરો પાડવા માટે નવા PU કોટેડ નાયલોન/ પોલીયેસ્ટરનું પણ નિર્માણ કર્યું છે.

IV N 95 માસ્ક

જુન 2020 સુધીમાં N 95 માસ્કની કુલ અંદાજીત માંગ 2.27 કરોડ આંકવામાં આવી છે. તેની સામે 2.49 કરોડની સંખ્યાનો ઓર્ડર પહેલેથી આપી દેવામાં આવ્યો છે, જેમાંથી 1.49 કરોડનો ઓર્ડર ઘરેલું ઉત્પાદકોને આપવામાં આવ્યો છે અને આશરે 1 કરોડ N 95 માસ્કની આયાત કરવામાં આવનાર છે. દેશમાં ચાર મોટા ઘરેલું ઉત્પાદકો છે અને બીજા ઘણા લાઈનમાં છે કે જેમને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમને સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. રોજનું ઉત્પાદન આશરે 2.૩૦ લાખ (૩૦.04.2020ના રોજ) છે. અત્યાર સુધીમાં આશરે 49.12 લાખ N 95 માસ્ક પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે. આગામી બે મહિનાઓમાં વધારાનો ઘરેલું પૂરવઠો 1.40 કરોડથી વધુનો હશે. વર્તમાન સમયમાં ઉપલબ્ધ લેબ SITRA ઉપરાંત ક્વોલીટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI)ના માધ્યમથી વધુ લેબ ઉમેરવામાં આવી રહી છે.

V ડાયગ્નોસ્ટીક કીટ્સ

ICMR પ્રતિ દિન 70,૦૦૦ પરીક્ષણના સ્તર પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ટેસ્ટ કરી દેવામાં આવ્યા છે. રણનીતિ જરૂરિયાત આધારિત ફોકસ ટુલના રૂપમાં પરીક્ષણને આગળ લઇ જવાની છે. પરીક્ષણનીખાતરી કરવા માટે કીટ્સ, એસેસરીઝ, રીએજન્ટ્સની બેક એન્ડ ઉપલબ્ધતા ગંભીર છે. કેન્દ્ર સરકારે ટેસ્ટીંગ કીટ્સ વગેરેના સંદર્ભમાં રાજ્ય સરકારોને મદદ કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. તે વિના મુલ્યે પ્રાપ્ત કરી શકાય છે અને કેટલીક રાજ્ય સરકારો તેમનો જથ્થો મેળવવાના પ્રયત્નો પણ કરી રહી છે.

DHR દ્વારા મેન્યુઅલ RT-PCR કીટ્સની જરૂરિયાતને 35 લાખ જેટલી અંદાજવામાં આવી છે જેની માટે પ્રોબ, પ્રાઈમર અને માસ્ટરમિક્સનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આજના દિવસ સુધીમાં આશરે 16.4 લાખ ટેસ્ટ માટેની સામગ્રી પ્રાપ્ત કરી લેવામાં આવી છે. 35 લાખ કમ્બાઈન્ડ RT-PCR કીટ્સની માંગ સામે 19 લાખ કીટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને જેમાંથી 2 લાખ કીટ્સનો ઓર્ડર ઘરેલું ઉત્પાદકોને આપવામાં આવ્યો છે. આજની તારીખ સુધીમાં કુલ 13.75 લાખ કમ્બાઈન્ડ RT-PCR કીટ્સ પ્રાપ્ત કરી લેવામાં આવી છે. ઉપરાંત, DHR દ્વારા 2 લાખ Roche’s COBAS ટેસ્ટ કીટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે જેમાંથી 60,૦૦૦ કીટ્સ મળી ચુકી છે.

VI ડ્રગ્સ અને અન્ય મેડીકલ સાધનો

ડ્રગ્સ અને મેડીકલ સાધનોના ઉત્પાદન અને પુરવઠા ઉપર નિયમિતપણે નજર રાખવા માટે ફાર્માસ્યુટિકલ વિભાગ (DoP) અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટી (NPPA) ખાતે બે કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. સરકાર ઉત્પાદકો, વિતરકો અને ફાર્માસિસ્ટ લોકોની સાથે પણ સતત સંપર્કમાં રહેલ છે. રાજ્ય સરકારો ઉદ્યોગો ઉપર પણ દેખરેખ રાખી રહી છે અને તેમને સુવિધા પૂરી પાડી રહી છે. હાયડ્રોકસીક્લોરોક્વીન (HCQ)નું ઉત્પાદન પ્રતિ માસ 12.23 કરોડથી વધીને ૩૦ કરોડ સુધી પહોંચી ગયું છે. દેશે આશરે 2.5 કરોડની જરૂરિયાત સામે કેન્દ્ર/ રાજ્ય સંસ્થાનો અને સાથે સાથે ફાર્માસીઝને આશરે 16 કરોડ HCQની ટેબલેટ્સ આપી દીધી છે.

VII અન્ય મંત્રાલયો/ વિભાગોની ભૂમિકા

ટેકસટાઇલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, DPIIT, વિદેશી બાબતો, DRDO અને ICMR મંત્રાલયો EG-૩નો એક ભાગ છે અને તેમણે તેની કામગીરીમાં અત્યંત સહાયતા કરી છે. ઉપરાંત વિદેશી બાબતોના મંત્રાલયે ભારતીય ઉત્પાદકો માટે જરૂરી મેડીકલ સામગ્રી અને સ્પેર પાર્ટ્સની આયાતના માધ્યમથી ઓળખી કાઢવામાં અને પ્રાપ્ત કરવામાં સક્રિયપણે મદદ કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કાર્ગો એર બ્રીજ અને લાઈફ લાઈન ઉડાન યોજનાના માધ્યમથી દવાઓ અને મેડીકલ સાધનો તથા તેમના સ્પેર પાર્ટ્સ વગેરેની આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક હેરફેર કરવામાં સક્રિયપણે સહાયતા કરી છે. અન્ય સત્તાઓ જેવા કે બંદરો, કસ્ટમ, રેલવે અને પોસ્ટ દ્વારા પણ મેડીકલ સાધનોના ઝડપી કલીયરન્સ અને વિતરણની ખાતરી કરવા માટે પણ અતિશય મદદ કરવામાં આવી છે. રાજ્ય સરકારો પણ પ્રયાસોમાં સક્રિય રીતે યોગદાન આપી રહી છે.

GP/DS(Release ID: 1620177) Visitor Counter : 259