PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 24 APR 2020 7:05PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 24.4.2020

 

 

 

Released at 1900 Hrs

 

(Contains Press releases concerning Covid-19, issued in last 24 hours, inputs from field offices, and Fact checks undertaken by PIB)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 4,748 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 20.57% નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1684 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 23,077 થઇ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 718 દર્દીના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઇ છે. દેશમાં 15 જિલ્લા એવા નોંધાયા છે જ્યાં અગાઉ કેસ હતા પરંતુ છેલ્લા 28 દિવસથી કઇ જ નવો કેસ નોંધાયો નથી. 23 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 80 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોરોના વાયરસના એકપણ નવા કેસ નોંધાયા નથી. @CovidIndiaSeva ટ્વીટર હેન્ડલ પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવતી વાસ્તવિક સમયમાં આરોગ્ય અને સાર્વજનિક માહિતીઓ ઝડપથી પહોંચવા અને નાગરિકોના પ્રશ્નોના ત્વરીત ઉત્તર આપવામાં મદદ કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617980

કોરોના મહામારીથી સૌથી મોટો બોધપાઠ એ શીખવા મળ્યો કે આપણે આત્મનિર્ભર અને સ્વાવલંબી બનવું જોઇએ: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ 2020 નિમિત્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના સરપંચો અને ગ્રામ પંચાયતો સાથે વાર્તાલાપ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે એકીકૃત -ગ્રામ સ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશન તેમજ સ્વામીત્વ યોજનાનો શુભારંભ પણ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ લોકોની કામ કરવાની રીતભાત બદલી દીધી છે અને સારો બોધપાઠ પણ શીખવ્યો છે. તેમણે કહ્યું કે, મહામારીએ આપણે હંમેશા આત્મનિર્ભર રહેવાનું શીખવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617814

 

જો કંપનીમાં કર્મચારી કોવિડ-19 પોઝિટીવ આવે તો કંપનીના CEO કાયદેસર જવાબદાર ગણાશે તેવી ઔદ્યોગિક સંગઠનોની ખોટી આશંકાઓ અંગે ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

માર્ગદર્શિકાઓના ખોટા અર્થઘટનના આધારે ઉત્પાદન સુવિધાઓ ધરાવતી અમુક કંપનીઓ દ્વારા મીડિયામાં કેટલીક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તેથી ગૃહ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ચેપગ્રસ્ત ઝોનની બહાર આવેલા ઉદ્યોગોને ચલાવવા માટે 15.04.2020ના રોજ પહેલાંથી મંજૂરી આપી દીધી હોવાથી સત્તાધીશો પાસેથી અલગ/ નવી મંજૂરીની જરૂર નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617669

 

ભારતે કોરોનાવાયરસનો પડકાર ઝીલવા માટે પર્યાપ્ત ક્ષમતા અને સંસાધન હાંસલ કર્યા છેઃ ડૉ. હર્ષવર્ધન

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે કોવિડ-19 નિયંત્રણ માટે થઈ રહેલા ઉપાયો પર વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના સભ્ય દેશોના આરોગ્ય મંત્રીઓ સાથે એક વર્ચ્યુઅલ ચર્ચા સત્રમાં ભાગ લેતા કહ્યું હતું કે, કોવિડ-19 સંક્રમણથી પેદા થયેલી સ્થિતિ સામે ભારતીય સંઘર્ષ અતિ-સક્રિય, પ્રથમ અને શ્રેણીબદ્ધ રહ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617868

 

આરોગ્ય મંત્રીએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 મહામારી દરમિયાન ટીબીના દર્દીઓની સારવાર વિના અવરોધે ચાલુ રાખવા કહ્યું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિમાં રાષ્ટ્રીય ટીબી એલમિનેશન કાર્યક્રમ હેઠળ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિના અવરોધે ચાલુ રહે અને તમામ દર્દીઓને સુવિધા મળી રહે તે સુનિશ્ચિત કરવા કહ્યું છે અને  ટીબીના દર્દીઓનું નિદાન તેમજ સારવાર પણ અવિતર ચાલુ રાખવા કહ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617972

 

કેન્દ્ર સરકારે કોવિડ-19 સામે લડવા અને તેનું સંક્રમણ અસરકારક રીતે નિયંત્રિત કરવા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાજ્યોના પ્રયાસોમાં વધારો કરવા આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT)નું ગઠન કર્યુ

દેશના કેટલાક જિલ્લાઓમાં લૉકડાઉનના પગલાંઓના ઉલ્લંઘનની અસંખ્ય ઘટનાઓ સામે આવી રહી છે, જે ગંભીર આરોગ્ય જોખમ ઊભું કરે છે અને કોવિડ-19ના ફેલાવા માટેનું જોખમ સર્જે છે. આ બાબત જાહેર જનતાના સામાન્ય હિતની વિરુદ્ધ પણ છે. આ ઉલ્લંઘનની ઘટનાઓમાં અગ્રણી આરોગ્યસંભાળ વ્યાવસાયિકો ઉપર હિંસક હુમલાઓ, પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાં, બજારોમાં સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન અને ક્વૉરેન્ટાઇન કેન્દ્રોની સ્થાપનાના વિરોધ અને તેવી બીજી અનેક બાબતોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે ગુજરાત માટે બે અને તેલંગણા, તમિલનાડુ અને મહારાષ્ટ્ર માટે એક એક IMCTનું ગઠન કર્યુ છે. આ ટીમ પરિસ્થિતિનું સ્થાનિક મૂલ્યાંકન કરશે અને તેના ઉપાયો માટે રાજ્યને જરૂરી દિશા-નિર્દેશો જારી કરશે અને જાહેર જનતાના વ્યાપક હિતમાં કેન્દ્ર રકારને તેનો અહેવાલ સુપરત કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617979

 

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને OMC અધિકારીઓને PMUY લાભાર્થીઓ માટે વિનામૂલ્યે સિલિન્ડરોના વિતરણમાં ઝડપ કરવાનો અનુરોધ કર્યો

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને LPG સિલિન્ડરના પૂરવઠાની સાંકળમાં તમામ હિતધારકોને અનુરોધ કર્યો છે તે PMUY લાભાર્થીઓને વિનામૂલ્યે સિલિન્ડરોના વિતરણમાં વધુ ઝડપ લાવવા માટે સંપૂર્ણ ખંત પૂર્વક અને વ્યવસ્થિત રીતે કામ આગળ વધવામાં આવે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત આગામી 3 મહિનામાં 8 કરોડ PMUY લાભાર્થીઓ 3 સિલિન્ડર વિનામૂલ્યો પ્રાપ્ત કરવા માટે પાત્ર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617847

 

કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ICAR અને DARE કામકાજની સમીક્ષા કરી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ભારતીય કૃષિ સંશોધન પરીષદ (ICAR) અને કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE)ની કામગીરીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. શ્રી તોમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ICAR અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) નેટવર્કના માધ્યમથી ખેડૂતો વચ્ચે ટેકનોલોજીની પહોંચ વધારવા માટેનું વ્યવસ્થાતંત્ર વધુ મજબૂત કરવું જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617818

 

લૉકડાઉનની શરૂઆત થઇ ત્યારથી કૃષિ બજારોની કામગીરી લગભગ બમણી થઇ ગઇ

ભારતમાં 2587 અગ્રીમ/ મુખ્ય કૃષિ બજારોમાંથી 1091 બજારો 26.03.2020ના રોજ લૉકડાઉનની શરૂઆતથી જ કાર્યરત છે અને 21.04.2020ના રોજ કાર્યરત બજારોની સંખ્યા વધીને 2069 થઇ છે. બજારોમાં ડુંગળી, બટાકા અને ટામેટા જેવા શાકભાજીની આવક તા. 16.03.2020ની તુલનાએ અનુક્રમે 622%,187% અને 210% વધી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617821

 

FCIએ ખાદ્યાન્નની રેકનાં લોડિંગમાં નવો માપદંડ સ્થાપિત કર્યો

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) 22.04.20ના રોજ 102 ટ્રેનમાં આશરે 2.8 લાખ મેટ્રિક ટન (2.8 એલએમટી) ખાદ્યાન્નનું લોડિંગ કરીને નવો માપદંડ સ્થાપિત કર્યો છે. એફસીઆઈ દ્વારા કુલ વહન થયેલા ખાદ્યાન્નનો આંકડો 5 એમએમટીને વટાવી ગયો છે. રીતે દરરોજ સરેરાશ 1.65 લાખ એમટી અનાજનું વહન થયું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617640

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર દળોની કામગીરીની અને કોવિડ-19 સામે તૈયારીની સમીક્ષા કરી

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ કમાન્ડર્સ ઇન ચીફ સાથે કોવિડ-19 સામે સંઘર્ષ માટે તમામ પગલાંઓ અને કાર્યકારી તૈયારીની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રીએ એમના સંબોધનમાં કોવિડ-19 સામે સંઘર્ષ કરવા સ્થાનિક નાગરિક વહીવટીતંત્રને સાથસહકાર આપવા અને તૈયારીના પગલા લેવા માટે સૈન્ય દળોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. જ્યારે શ્રી રાજનાથ સિંહે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી કે, કોવિડ-19 સામેની લડાઈમાં સૈન્ય દળો તેમની કાર્યકારી તૈયારીઓ સુનિશ્ચિત કરશે, ત્યારે શત્રુઓ આ સ્થિતિનો લાભ ન લઈ જવા જોઈએ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617831

 

ગૃહ મંત્રાલયના સાઇન-ઓન/ સાઇન-ઓફ SOPના પગલે મુંબઇ બંદરે જર્મન ક્રૂઝ જહાજમાંથી 145 ભારતીય ક્રૂને નીચે ઉતારવામાં આવ્યા

ભારતીય દરિયાખેડૂ અને નાવિકો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઇન-ઓન અને સાઇન-ઓફ માટે SOP બહાર પાડ્યા પછી પ્રથમ વખત મુંબઇ બંદરે આજે જર્મન ક્રૂઝ જહાજમાંથી 145 ભારતીય ક્રૂ મેમ્બર્સને નીચે ઉતારી શકાયા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617650

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી હેઇન લૂંગ વચ્ચે ટેલીફોનીક ચર્ચા

બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા આરોગ્ય અને આર્થિક પડકારો અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે એકબીજાને આ મહામારી સામે લડવા માટે પોત પોતાના દેશમાં અપનાવવામાં આવેલા પગલાં અને તેની આર્થિક તેમજ સામાજિક અસરો અંગે માહિતી માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ સિંગાપોરને તબીબી ઉપકરણો સહિત આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો સતત જળવાઇ રહે તે માટે શક્ય હોય તેવી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617805

 

કોવિડ-19 કટોકટી દરમિયાન ઉડ્ડયન હિતધારકોના પ્રયાસોની શ્રી હરદીપસિંહ પુરીએ પ્રશંસા કરી

નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર)એ કોવિડ-19 દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયના પ્રોફેશનલો અને હિતધારકોએ આવશ્યક અને તબીબી ચીજવસ્તુઓ સમગ્ર દેશમાં લાઇફલાઇન ઉડાન અંતર્ગત સમયસર પહોંચાડવાના જે પ્રયાસો કર્યા છે તેને બિરદાવ્યા હતા. આજે એક ટ્વીટમાં શ્રી પુરીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લાઇફાલાઇન ઉડાન ફ્લાઇટ્સે 3,43,635 કિમી અંતર કાપ્યું છે. કુલ 347 ફ્લાઇટ્સનું પરિચાલન કરીને 591.66 ટન સામનનું પરિવહન કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617975

 

વારાણસીમાં કોવિડ-ડિસઇન્ફેક્શન માટે સ્પેશ્યલ ડ્રોનનો ઉપયોગ થયો

વારાણસીમાં ડ્રોનની કામગીરી હજુ શરૂ થઈ છે. ટીમ હવે ભારતમાં વધારે શહેરોમાં આ જ પ્રકારની ક્ષમતા ઊભી કરશે. ટીમે આ કવાયતના દરેક પગલા પર નજર રાખી હતી અને સપોર્ટ કર્યો હતો, જેના પગલે સરકારને મદદ મળી હતી અને કોવિડ-19 સામે લડવા સંયુક્તપણે નવીન જોડાણ થયું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617652

 

વિશ્વ પુસ્તક અને કૉપિરાઇટ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ અને FICCIના ઉપક્રમે યોજાયેલા કોવિડ પછી પ્રકાશનની સ્થિતિવેબિનારમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ ભાગ લીધો

વિશ્વ પુસ્તક અને કૉપિરાઇટ દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતી વખતે કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત જ્ઞાનનું સુપરપાવર છે. પ્રાચીન યુનિવર્સિટીઓ, પ્રાચીન જ્ઞાન અને પુસ્તકોના અમૂલ્ય ભંડારના કારણે ભારત ભૂતકાળ અને ભવિષ્યને જોડતી કડી છે, વિવિધ પેઢીઓ અને સંસ્કૃતિઓ વચ્ચેનો સેતૂ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617819

 

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકએ વિશ્વ પુસ્તક દિવસ પર સોશિયલ મીડિયા પર #MYBOOKMYFRIEND અભિયાનની શરૂઆત કરી

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617649

 

સરકારે છૂટ આપી છે તે વિસ્તારોમાં કામગીરી શરૂ કરતા ઉદ્યોગોને આરોગ્ય અંગેની તમામ સાવચેતીઓ અનુસરાય તેની ખાત્રી રાખવા શ્રી ગડકરીનો અનુરોધ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ગુરૂવારે ભારત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓ સહિત વિવિધ ક્ષેત્રોનાં એકમો મીડિયા અને અન્ય સહયોગીઓ સાથે ભારતમાં કોવિડ-19 પછીની પરિસ્થિતિ પડકારો અને તકો અંગે વિડીયો કોન્ફરન્સથી વાતચીત દરમ્યાન વિવિધ ક્ષેત્રોનના પ્રતિનિધીઓએ માઈક્રો, નાના અને મધ્યમ એકમો કોરોના વાયરસ મહામારી વચ્ચે જે પડકારોનો સામનો કરી રહ્યા છે તે અંગે વાત કરી અને કેટલાંક સૂટનો પણ કર્યાં હતાં તથા એમએસએમઈ ક્ષેત્ર ધમધમતુ રહે તે માટે સરકાર તરફથી સહયોગ મળી રહે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617643

 

DoPTના ઑનલાઇન કોરોના અભ્યાસક્રમમાં 2,90,000થી વધુ તાલીમ અભ્યાસક્રમો અને 1,83,000થી વધુ વપરાશકર્તા તેની શરૂઆતના બે સપ્તાહમાં નોંધાયા: ડૉ. જીતેન્દ્રસિંહ

જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ નવતર પ્રયોગ કદાચ આ પ્રકારનો આ પ્રથમ પ્રયોગ છે જેમાં DoPT દ્વારા અગ્ર હરોળમાં કામ કરી રહેલા કોરોના યોદ્ધાઓના સશક્તિકરણ માટે ઑનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ https://igot.gov.in શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, અગ્ર હરોળમાં કામ કરતા કોરોના યોદ્ધાઓ ઑનલાઇન માધ્યમથી તાલીમ મેળવે અને કોવિડ મહામારી સામે લડવા અંગે અપડેટ રહે તેવા આશયથી શરૂ કરાયેલું આ પ્લેટફોર્મ ખરેખરમાં અનન્ય સાફલ્યગાથા પૂરવાર થયું છે જેનું આગામી સમયમાં કદાચ અલગ અલગ રીતે અનુકરણ કરવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617639

ડૉ. જીતેન્દ્ર સિંહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19 સામે લડવા માટે જમ્મુ અને કાશ્મીરની તૈયારીઓ ની સમીક્ષા કરી

કેન્દ્રીય પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને પ્રધાનમંત્રીના કાર્યાલયમાં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે આજે કોવિડ-19 વાયરસ સામે લડવા માટે જમ્મુ અને કાશ્મીરની તૈયારીની સમીક્ષા કરી હતી. સમીક્ષા વીડિયો  કોન્ફરન્સના માધ્યમથી જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના વરિષ્ઠ અધિકારીઓ, સરકારી મેડીકલ સંસ્થાઓ અને કોલેજોના વડાઓ સાથે મળીને યોજવામાં આવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617816

 

ભારતમાં પેરોલનું રીપોર્ટિંગ ઔપચારિક રોજગાર પરિપ્રેક્ષ્ય

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617812

 

આયુષના નક્કર ઉપાયો અને દવાઓ થી 'કોવિડ-19'નો ઉપચાર શોધવાના પ્રયત્નો

આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે વ્યવસ્થાતંત્રની જાહેરાત કરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617813

 

શ્રી સંજય ધોત્રેએ કોવિડ-19ના સંકટ દરમિયાન પોસ્ટલ વિભાગને લોકોની સેવા કરવા માટેના તેમના અથાક પ્રયાસોને ચાલુ રાખવા જણાવ્યું

લોકડાઉનના સમયગાળા દરમિયાન 20 એપ્રિલ 2020 સુધીમાં 2100 કરોડ રૂપિયાની કિંમતના 84 લાખ IPPB ટ્રાન્ઝેક્શન સિવાય 28000 કરોડ રૂપિયાની કિંમતના આશરે 1.8 કરોડ પોસ્ટ ઓફીસ સેવિંગ બેંક ટ્રાન્ઝેક્શન હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં 135 કરોડ રૂપિયાની કિંમતના 4.૩ લાખ ATM ટ્રાન્ઝેક્શન પણ હાથ ધરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન 300 કરોડ રૂપિયાની કિંમતના આશરે 15 લાખ AEPS ટ્રાન્ઝેક્શન હાથ ધરવામાં આવ્યા છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન 480 કરોડ રૂપિયાની કિંમતના આશરે 52 લાખ પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ ચૂકવણીઓ હાથ ધરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617811

 

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં શાકભાજી/ફળ, સમાચારપત્રો, બ્રેડ અને દૂધ વગેરે જેવા તમામ વિક્રેતાઓની તબીબી ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને તેમને જરૂરી સંરક્ષણાત્મક ઉપકરણો પૂરા પાડવામાં આવ્યાં હતા. PMGKAY હેઠળ ઘંઉ અને કઠોળની વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થિત કરવામાં આવી છે અને સામાજિક અંતર જાળવીને યોગ્ય રીતે તમામ વિતરણ સુનિશ્ચિત કરવામાં આવે છે. હવે લાભાર્થીઓને અનાજના વિતરણ અંગે અગાઉથી સમય સૂચવતી ટોકન આપવામાં આવશે.
  • પંજાબઃ કોરોના વાયરસને નિયંત્રણ કરવાના પ્રયત્નો વધારવાના ભાગરૂપે આજે પંજાબ સરકાર દ્વારા મહામારીને ધ્યાનમાં રાખીને સલામત ખેતપ્રણાલી અંગે ખેડૂતો અને ઓપરેટર્સ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. રાજ્યમાં આવેલી તમામ મંડીઓમાં મુશ્કેલી રહિત અને સરળ ઘંઉની ખરીદી સુનિશ્ચિત કરવા માટે પંજાબ સરકારે કોવિડ-19ના કારણે કરફ્યુ/લૉકડાઉન દરમિયાન પ્રચંડ કામગીરીમાં મંડી બોર્ડની સહાયતા માટે 3,195 એક્સ-સર્વિસમેનની સરકારના રક્ષક (GOGs) તરીકે નિયુક્તી કરી હતી.
  • હરિયાણાઃ હરિયાણાના મુખ્યમંત્રીએ મુસ્લિમ સમુદાયને ઘરની અંદર રમજાન મનાવવા અને સામાજિક અંતર જાળવીને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. HAFED અને હરિયાણા વેરહાઉસ કોર્પોરેશને 15મી એપ્રિલથી શરૂ થયેલી રાઇની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.4,425ના દરે 5,618 ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ.52.48 કરોડની રકમ જમા કરાવી છે.
  • હિમાચલ પ્રદેશઃ હિમાચાલ પ્રદેશના મુખ્યમંત્રીએ રાજ્યની હોસ્પિટલમાં PPE કીટ્સ, માસ્ક અને વેન્ટિલેટરની ઉપલબ્ધી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે રાજ્યના લોકોને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા જારી કરાયેલા દિશા-નિર્દેશો અનુસરવા અને આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવા અપીલ કરી હતી.
  • કેરળઃ કેરળની ઉચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સમગ્ર દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને NRIને પરત લાવવા તે કેન્દ્ર સરકારને નિર્દેશો આપી શકે નહીં. કોઝિકોડે MCHમાં આજે મંજેરીમાં કોવિડ-19ની સારવાર હેઠળ રહેલા 4 મહિનાના બાળકનું અવસાન થયું હતું. આજે વહેલી સવારે દુબઇમાં કોવિડના કારણે વધુ એક કેરળવાસીનું અવસાન થયું હતું. ચેન્નાઇ કોર્પોરેશને તેના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો શરૂ કર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 1,683 પર પહોંચી છે, જ્યારે 20 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 752 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે
  • તામિલનાડુ: મુખ્યમંત્રીએ ચેન્નઇ, મદુરાઇ અને કોઇમ્બતુરમાં 4 દિવસ; સાલેમ અને ત્રિપૂરમાં 3 દિવસ; સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી. ચેન્નઇમાં અમ્મા કેન્ટિન દ્વારા 3 મે સુધી લૉકડાઉન દરમિયાન વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે. ચેન્નઇ કોર્પોરેશને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો શરૂ કર્યા. અત્યાર સુધીમાં કુલ કોવિડ કેસની સંખ્યા: 1683, મૃત્યુ: 20, રજા આપવામાં આવી: 752
  • કર્ણાટકઃ આજે રાજ્યમાં નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી બેંગલુરુમાંથી 11, બાગલકોટમાંથી 2, બેલાગાવીમાંથી 2, વિજયપુરામાંથી 1, ચિક્કબલ્લપુરમાંથી 1 અને ટુમકુરમાંથી 1 કેસ નોંધાયો હતો. બેંગલુરુમાં તમામ કેસ પદરાયનપુરા વિસ્તારમાંથી નોંધાયા હતા. અહીં કુલ કેસોની સંખ્યા 463 પર પહોંચી ગઇ છે, જેમાંથી અત્યાર સુધી 18 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 150 લોકોને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશ: મુખ્યમંત્રીએ રાજ્યમાં SHGની અંદાજે એક કરોડ મહિલાઓના લાભાર્થે શૂન્ય ટકા વ્યાજે ધિરાણ યોજનાની જાહેરાત કરી. ચોવીસ કલાકમાં રાજ્યમાં 62 નવા કેસ નોંધાયા, સૌથુ વધુ કેસો વાળા જિલ્લામાં કુર્નૂલ (27) અને ક્રિશ્ના (14). રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા: 955, સક્રિય કેસો: 781, સાજા થયા: 145, મૃત્યુ: 29, કુર્નૂલ (261), ગુંતૂર (206), ક્રિશ્ના (102) જિલ્લા કેસોની સંખ્યામાં સૌથી આગળ.
  • તેલંગાણા: IMCR તેલંગાણામાં કોરોના વાયરસના ફેલાવાનું મૂલ્યાંકન કરવા માટે સામાન્ય વસ્તીમાં ઝડપી એન્ટીબોડી પરીક્ષણ કરશે અને દેશમાં ઓળખથી વિપરિત સેરોપ્રેવેલેન્સનું પણ આકલન કરશે. હૈદરાબાદની કંપનીને કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ઇમ્યુનોગ્લોબ્યુલિન દવા તૈયાર કરવા માટે કેન્દ્રની મંજૂરી મળી. તેલંગાણામાં કોવિડ-19 નમૂના એકત્રીકરણ એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત થઇ. અત્યાર સુધીમાં કુલ કેસ: 970, સાજા થયા: 262.
  • આસામ: આસામમાં હોજાઇ પોલીસે 22 લોકોની અટકાયત કરી જેઓ કોવિડ-19 મહામારીના ફેલાવા વચ્ચે જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા હતા.
  • મિઝોરમ: બાગાયત વિભાગે ચમ્ફાઇ અને લોંગતલાઇ જિલ્લામાં લૉકડાઉન વચ્ચે ખેડૂતોમાં શાકભાજીના બિયારણનું વિનામૂલ્યે વિતરણ કર્યું
  • નાગાલેન્ડ: ચુમૌકેડીમા ખાતે કોહીમા ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર સેન્ટરને બહાર ફસાયેલા અને ટુંક સમયમાં પરત આવી શકે તેવા નાગા વિદ્યાર્થીઓ અને નાગરિકોની દેખરેખ માટે ઓબ્ઝર્વેશન સેન્ટરમાં તબદિલ કરાયું.
  • સિક્કીમ: સિક્કીમાં પશ્ચિમ જિલ્લાના ખેડૂતોએ રાજ્યમાં લૉકડાઉન દરમિયાન 150 મેટ્રિક ટન તાજા શાકભાજીનો જથ્થો પહોંચાડ્યો.
  • ત્રિપૂરા: મુખ્યમંત્રીએ રાજ્યને કોરોના મુક્ત રાખવા માટે કોવિડ-19 સામે લડી રહેલા અને લોકોને નિયંત્રણમાં રાખતા તમામ અગ્ર હરોળના યોદ્ધાઓનો આભાર વ્યક્ત કર્યો; કોવિડ-19ને ખતમ કરવા સામાજિક અંતરના મહત્વ પર ભાર મૂક્યો.
  • મહારાષ્ટ્ર: મુંબઇમાં એક દિવસમાં સૌથી વધુ એટલે કે 522 નવા કેસ નોંધાયાના બીજા દિવસે, મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું કે, તીવ્ર સંપર્ક ટ્રેસિંગ, પરીક્ષણ, અતિ જોખમ હોય તેવા લોકોને ક્વૉરેન્ટાઇનના કારણે શહેરમાં મોટી સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે. 23 એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 96,369 પરીક્ષણ કરવામાં આવ્યા જેમાંથી 55,000 (અથવા 57.07%) માત્ર મુંબઇમાં હતા જે સમગ્ર ભારતમાં કોઇપણ શહેરમાં સૌથી વધુ છે.
  • ગુજરાત: ગુજરાત રાજ્ય સરકારે રાજ્યમાં પરીક્ષણની ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાજ્યમાં 3000થી વધુ નમૂનાનું પરીક્ષણ થઇ રહ્યું છે જેમાં તબક્કાવાર વધારો કરાશે. ગાંધીનગર ખાતે વધુ એક લેબોરેટરીને કોવિડ-19નું પરીક્ષણ કરવા માટે ICMR દ્વારા મંજૂરી આપવામાં આવી. સાથે ગુજરાતમાં 15 સરકારી અને પાંચ ખાનગી લેબોરેટરીમાં કોવિડ-19ના નમૂનાનું પરીક્ષણ થઇ રહ્યું છે. રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 2,624 થઇ.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં આજે 36નો વધારો થતા કુલ આંકડો વધીને 2000 પહોંચી ગયો. જયપુરમાં વધુ 13 લોકોના ટેસ્ટ આજે પોઝિટીવ આવ્યા જેથી કોવિડ-19ના પોઝિટીવ કેસની સંખ્યા વધીને 753 થઇ. કોટામાં નવા 18 કેસ નોંધાયા જ્યારે ભરતપુરમાં એક કેસ નોંધાયો.



(Release ID: 1618012) Visitor Counter : 248