કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

DoPTના ઑનલાઇન કોરોના અભ્યાસક્રમમાં 2,90,000થી વધુ તાલીમ અભ્યાસક્રમો અને 1,83,000થી વધુ વપરાશકર્તા તેની શરૂઆતના બે સપ્તાહમાં નોંધાયા: ડૉ. જીતેન્દ્રસિંહ

Posted On: 23 APR 2020 7:16PM by PIB Ahmedabad

DoPT (કાર્મિક અને તાલીમ વિભાગ)ના ઑનલાઇન કોરોના અભ્યાસક્રમને તેની શરૂઆતના માત્ર બે સપ્તાહમાં ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને અત્યાર સુધીમાં 2,90,000થી વધુ તાલીમ અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી છે જ્યારે 1,83,000થી વધુ વપરાશકર્તાએ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે.

માહિતી આજે મીડિયાને આપતા પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER) મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), રાજ્યમંત્રી PMO, કાર્મિક જાહેર ફરિયાદ નિવારણ, પેન્શન, અણુ ઉર્જા અને અવકાશ ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, નવતર પ્રયોગ કદાચ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે જેમાં DoPT દ્વારા અગ્ર હરોળમાં કામ કરી રહેલા કોરોના યોદ્ધાઓના સશક્તિકરણ માટે ઑનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ https://igot.gov.in શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, અગ્ર હરોળમાં કામ કરતા કોરોના યોદ્ધાઓ ઑનલાઇન માધ્યમથી તાલીમ મેળવે અને કોવિડ મહામારી સામે લડવા અંગે અપડેટ રહે તેવા આશયથી શરૂ કરવામાં આવેલું પ્લેટફોર્મ ખરેખરમાં અનન્ય સાફલ્યગાથા પૂરવાર થયું છે જેનું આગામી સમયમાં કદાચ અલગ અલગ રીતે અનુકરણ કરવામાં આવશે.

વધુમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક્સક્લુઝિવ પ્લેટફોર્મ પર સમયની અનુકૂળતાએ અને ઓન-સાઇટ ધોરણે તાલીમ મોડ્યૂલ આપવામાં આવે છે જેથી સ્માર્ટફોનની મદદથી મોટાપાયે કોવિડ પ્રતિભાવ આપી શકાય. હેતુ માટે સમર્પિત એન્ડ્રોઇડ આધારિત એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે અને https://bit.ly/dikshaigot આનો ઉપયોગ કરીને તે ડાઉનલોડ કરી શકાય છે.

કોવિડ લર્નિંગ પ્લેટફોર્મ અગ્ર હરોળમાં કામ કરતા યોદ્ધાઓને સશક્ત બનાવવાની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે જેથી તેઓ સાચા અને યોગ્ય જ્ઞાનના આધારે કોવિડ મહામારી સામે પોતાને સુરક્ષિત રાખી શકે. અભ્યાસક્રમોની તાલીમ સામગ્રીમાં કોવિડના મૂળતત્વો, તબીબી વ્યવસ્થાપન, ICU સંભાળ વ્યવસ્થાપન, ચેપ નિયંત્રણ અને સંભાળ, PPEનો ઉપયોગ, ક્વૉરેન્ટાઇન અને આઇસોલેશન, NCC કેડેટ્સની તાલીમ, કોવિડ-19 કેસોનું વ્યવસ્થાપન, લેબોરેટરી નમૂનાનું એકત્રીકરણ અને પરીક્ષણ, દર્દીઓની મનોવૈજ્ઞાનિક સંભાળ, કોવિડમાં બાળકોની સંભાળ, ગર્ભાવસ્થામાં કોવિડની સંભાળ વગેરે સામેલ છે.

નવી તાલીમ સામગ્રી નિયમિત મોડ્યૂલમાં ધોરણે ઉમેરવામાં આવે છે જેથી ડૉક્ટર, નર્સો, પેરામેડિક્સ અને પોલીસ સંગઠનો, નહેરુ યુવા કેન્દ્રો, આંગણવાડી અને આશા કામદારો સહિતની વિવિધ ભૂમિકા માટે 18 સેટમાં જરૂરી તાલીમકાર્ય સંભાળી શકાય.

 

GP/DS

 


(Release ID: 1617639) Visitor Counter : 248