ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

FCIએ ખાદ્યાન્નની રેકનાં લોડિંગમાં નવો માપદંડ સ્થાપિત કર્યો


15 એપ્રિલ પછી ઘઉંની ખરીદીએ વેગ પકડ્યો

FCI વર્તમાન કટોકટી દરમિયાન વધારાની જરૂરિયાતો પૂર્ણ કર્યા પછી પણ ઝડપથી એના ગોદામોમાં તાજો સ્ટોક ભરશે એવી આશા

Posted On: 23 APR 2020 6:39PM by PIB Ahmedabad

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) 22.04.20ના રોજ 102 ટ્રેનમાં આશરે 2.8 લાખ મેટ્રિક ટન (2.8 એલએમટી) ખાદ્યાન્નનું લોડિંગ કરીને નવો માપદંડ સ્થાપિત કર્યો છે. એમાં સૌથી વધુ 46 ટ્રેનનું લોડિંગ પંજાબમાંથી અને પછી સૌથી વધુ 18 ટ્રેનનું લોડિંગ તેલંગાણામાંથી થયું હતું. પંજાબ અને હરિયાણામાંથી ઘઉં અને કાચા ચોખાનું વહન દેશનાં વિવિધ વિસ્તારોમાં થયું છે, બાફેલા ચોખાનું વહન તેલંગાણામાંથી કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં થયું હતું. અવરજવર સાથે લોકડાઉન દરમિયાન એફસીઆઈ દ્વારા કુલ વહન થયેલા ખાદ્યાન્નનો આંકડો 5 એમએમટીને વટાવી ગયો છે. રીતે દરરોજ સરેરાશ 1.65 લાખ એમટી અનાજનું વહન થયું છે. ગાળામાં દેશના ઘણા વિસ્તારોમાં નિયંત્રણ ઝોનની જાહેરાત અને સમગ્ર દેશમાં લોકડાઉન હોવાને કારણે વિવિધ પ્રકારનાં પડકારો હોવા છતાં એફસીઆઈએ 4.6 એમએમટી સ્ટોકનું અનલોડિંગ કર્યું હતું અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ રાજ્ય રકારને 9.8 એમએમટી અનાજનું વિતરણ થયું હતું. પીએમજીકેએવાય અંતર્ગત એફસીઆઈએ રાજ્ય સરકારોને 4.23 એમએમટીથી વધારે ખાદ્યાન્ન સુપરત કર્યું છે, જેથી રાજ્ય સરકારો 80 કરોડ લાભાર્થીઓને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજનું નિઃશુલ્ક વિતરણ કરી શકે. જ્યારે તમામ પ્રયાસો ઉપભોક્તા રાજ્યોને સમયસર સ્ટોક પહોંચાડવા પર અને સરકારી વિતરણ વ્યવસ્થા (પીડીએસ)ને નિયમિતપણે પુરવઠો સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે, ત્યારે 15.04.2020 પછી ઘઉંની ખરીદએ વેગ પકડ્યો છે અને તમામ મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ખરીદીની કામગીરી શરૂ થઈ ગઈ છે. 22.04.2020 સુધી 3.38 એમએમટી ઘઉંની ખરીદી કેન્દ્રીય ભંડાર માટે કરવામાં આવી છે, જેમાં એકલા પંજાબે 2.15 એમએમટી પ્રદાન કર્યું છે. સિઝન દરમિયાન ઘઉંની 40 એમએમટીની ખરીદી કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ભંડારમાં આટલી મોટા પાયે આવક થવાની સાથે એફસીઆઈ વર્તમાન કટોકટી દરમિયાન લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા ખાદ્યાન્નની વધારાની જરૂરિયાતો પૂર્ણ કર્યા પછી પણ એના ગોદામોમાં ઝડપથી તાજો સ્ટોક જમા કરશે.

 

 

 

GP/DS

 



(Release ID: 1617640) Visitor Counter : 203