માનવ સંસાધન વિકાસ મંત્રાલય

વિશ્વ પુસ્તક અને કૉપિરાઇટ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ અને FICCIના ઉપક્રમે યોજાયેલા ‘કોવિડ પછી પ્રકાશનની સ્થિતિ’ વેબિનારમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીએ ભાગ લીધો


પ્રાચીન જ્ઞાન અને પુસ્તકોના ભંડારના કારણે ભારત ભૂતકાળ અને ભવિષ્યને જોડતી કડી છે – શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’

Posted On: 23 APR 2020 7:34PM by PIB Ahmedabad

વિશ્વ પુસ્તક અને કૉપિરાઇટ દિવસ નિમિત્તે ભારતના રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ અને FICCIના ઉપક્રમે નવી દિલ્હીમાં કોવિડ પછી પ્રકાશનની સ્થિતિ વિષય પર યોજાયેલા વેબિનારમાં કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલનિશંક ભાગ લીધો હતો. વિશ્વ પુસ્તક અને કૉપિરાઇટ દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતી વખતે કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત જ્ઞાનનું સુપરપાવર છે. પ્રાચીન યુનિવર્સિટીઓ, પ્રાચીન જ્ઞાન અને પુસ્તકોના અમૂલ્ય ભંડારના કારણે ભારત ભૂતકાળ અને ભવિષ્યને જોડતી કડી છે, વિવિધ પેઢીઓ અને સંસ્કૃતિઓ વચ્ચેનો સેતૂ છે. પ્રકાશકો અને લેખકોનો આભાર વ્યક્ત કરતા શ્રી નિશંકે જણાવ્યું હતું કે, ભારતને વિશ્વમાં જ્ઞાનનું અર્થતંત્ર બનાવવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. દેશમાં વાંચનની પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે, પુસ્તકો સૌથી શ્રેષ્ઠ મિત્રો છે તેવું માનવા માટે બાળકોને પ્રોત્સાહન આપવું જોઇએ.

તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં યુવાનોની સંખ્યા પશ્ચિમના કેટલાક દેશોમાં કુલ વસ્તી કરતા પણ વધુ છે અને આથી મહત્વપૂર્ણ છે કે, શિક્ષકો, લેખકો, પ્રકાશકો અને શિક્ષણવિદો તેમનામાં સાચા જ્ઞાનનો સંચાર થાય તે સુનિશ્ચિત કરે જેથી એક નવા શક્તિશાળી ભારતનું નિર્માણ થઇ શકે.

મુખ્ય મુદ્દાઓ જણાવતા, રાષ્ટ્રીય બુક ટ્રસ્ટના ચેરમેન પ્રો. ગોવિંદપ્રસાદ શર્માએ મૌખિક પરંપરાથી હસ્તલિખિત ચર્મપત્રો અને ત્યાંથી પ્રિન્ટ કરેલા લખાણોમાં બદલતા સમય અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં એવો સમય આવી ગયો છે જ્યાં સમાજે જ્ઞાનના પ્રસાર માટે -લર્નિંગની પદ્ધતિને અપનાવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, અત્યારે મહામારીએ આપણને સૌને બાનમાં લીધા છે અને આપણી કાર્યશૈલી બદલી દીધી છે ત્યારે, વિદ્યાર્થીઓને અત્યારે ઑનલાઇન વર્ગોથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, પ્રકાશકોએ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, કોવિડના કારણે ઉભી થયેલી વર્તમાન સ્થિતિ અને તે પછીના સમયમાં આપણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સૌના માટે -સામગ્રીના માધ્યમથી જ્ઞાનની વહેંચણી ચાલુ રાખીએ, પ્રકાશન ઉદ્યોગને સમર્થન આપીએ અને એકબીજા સાથે જોડાયેલા રહીએ.

રાષ્ટ્રીય બુક ટ્રસ્ટના નિદેશક શ્રી યુવરાજ મલિકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘જીવનમાં માત્ર પરિવર્તન અચલ છે.’ અત્યારે આખી દુનિયા જે મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે અને પ્રકાશન ઉદ્યોગને પણ તેની અસરો, તેમજ ફરી સામાન્ય સ્થિતિ આવતા લાંબો સમય લાગશે તે બાબતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયની માંગ આપણે સ્વીકારવી પડશે અને પ્રકાશક તરીકે આપણી ફરજ છે કે, આપણે સમાજમાં માહિતી અને જ્ઞાનનો પ્રસાર કરીએ, તે ડિજિટલ અથવા -પ્રકાશનના માધ્યમથી પણ થઇ શકે છે. તેમણે ઉમેર્યું કે, આપણે આજે તેનું સર્જન કરીએ છીએ તે આવતીકાલે એક મહત્વૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ બની જશે.

સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય બુક ટ્રસ્ટની પહેલ અંગે ચર્ચા કરતા શ્રી મલિકે સહભાગીઓને માહિતી આપી હતી કે, આગામી સમયમાં માણસ માટે કોરોના મહામારીનું અસામાન્ય મનોવૈજ્ઞાનિક, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક મહત્વ સમજીને NBT કોરોના પછી વાચકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમામ વયજૂથના વાચકો માટેકોરોના અભ્યાસ શ્રેણીશીર્ષક હેઠળ તમામ વિગતોનું દસ્તાવેજીકરણ કરીને સાંદર્ભિક વાંચન સામગ્રી પૂરી પાડવાનું આયોજન કર્યું છે. સામગ્રી અનુભવી મનોવૈજ્ઞાનિકો/ કાઉન્સેલર્સ સાથેના અભ્યાસ સમૂહ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. પ્રથમ પેટા શ્રેણીકોરોના મહામારીની મનોવૈજ્ઞાનિક અસરો અને તેમાંથી નીકળવાના માર્ગોછે જે -ફોર્મેટમાં તૈયાર થઇ રહી છે. વધુમાં, NBT દ્વારા બાળકોમાં જાગૃતિ લાવવા માટે આપણા કોરોના યોદ્ધાઓની માહિતી આપતા પુસ્તકો અને કોરોનાના અલગ અલગ પરિબળોને રજૂ કરતા અન્ય વાર્તા તેમજ ચિત્ર પુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

તેમજ, કળા, સાહિત્ય, લોકકથાઓ, આર્થિક અને સમાજશાસ્ત્રના પાસાં, વિજ્ઞાન/ આરોગ્ય, કોરોના વાયરસ મહામારીથી બહાર નીકળવા અંગે જાગૃતિ અને લૉકડાઉન જેવા મુદ્દા પર કેન્દ્રિત પુસ્તકોનું કામ પણ ચાલી રહ્યું છે.

અગાઉ, FICCI પ્રકાશન સમિતિના ચેરમેન અને બુર્લિંગ્ટન ગ્રૂપ (ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા)ના CEO શ્રી રત્નેશ જ્હાએ આવકાર સંબોધન આપ્યું હતું. FICCIની પ્રકાશન સમિતિના સહ-અધ્યક્ષ અને MBD ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર સુશ્રી મોનિકા મલહોત્રા, FICCIના મહામંત્રી શ્રી દીલીપ ચિનોય અને FICCI પ્રકાશન સમિતિના સહ-અધ્યક્ષ તેમજ સ્કોલેસ્ટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નીરજ જૈને કોવિડ પછી, કોરોના પછી વાંચનની જરૂરિયાતો, ડિજિટલ પ્રકાશન/ -લર્નિંગ અને હાલમાં ડિજિટલ પ્રકાશન/ -લર્નિંગ માટે ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

સમગ્ર ભારતમાંથી 180થી વધુ સહભાગીઓ વેબિનારમાં જોડાવા માટે લોગિન થયા હતા જેમાં પ્રકાશકો, લેખકો, તંત્રીઓ, શિક્ષકો, પુસ્તક વિક્રેતાઓ, ડિજિટલ સામગ્રી સર્જકો અને વિવિધ ક્ષેત્રોના પ્રકાશન પ્રોફેશનલો પણ સામેલ થયા હતા.

વેબિનારમાં વધતી -લર્નિંગ પ્રેક્ટિસ સાતે શિક્ષણને કયા અભિગમથી જોવામાં આવશે તે વાતને સમજીને કોવિડ પછી પ્રકાશન ઉદ્યોગની સ્થિતિ અને પ્રકાશન, શિક્ષણ, શીખવાની પદ્ધતિઓમાં સંભવિત પરિવર્તનો અંગે આંતરિક બાબતો આપવામાં આવી હતી.

 

 

GP/DS



(Release ID: 1617819) Visitor Counter : 279