સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

સરકારે છૂટ આપી છે તે વિસ્તારોમાં કામગીરી શરૂ કરતા ઉદ્યોગોને આરોગ્ય અંગેની તમામ સાવચેતીઓ અનુસરાય તેની ખાત્રી રાખવા શ્રી ગડકરીનો અનુરોધ

Posted On: 23 APR 2020 7:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી, તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ગુરૂવારે ભારત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધીઓ સહિત વિવિધ ક્ષેત્રોનાં એકમો મિડીયા અને અન્ય સહયોગીઓ સાથે ભારતમાં કોવીદ-19 પછીની પરિસ્થિતિ પડકારો અને તકો અંગે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. વાતચીત દરમ્યાન વિવિધ ક્ષેત્રોનના પ્રતિનિધીઓએ માઈક્રો, નાના અને મધ્યમ એકમો કોરોના વાયરસ મહામારી વચ્ચે જે પડકારોનો સામનો કરી રહ્યા ચે તે અંગે વાત કરી હતી. તેમણે કેટલાંક સૂટનો પણ કર્યાં હતાં થથા એમએસએમઈ ક્ષેત્ર ધમધમતુ રહે તે માટે સરકાર તરફથી સહયોગ મળી રહે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

 

સરકારે કેટલાક ઉદ્યોગોને કામગીરી શરૂ કરવા છૂટ આપી છે ત્યારે કામગીરી ચાલુ કરી દેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ઉદ્યોગો તરફથી કોરોના વાયરસ મહામારીને પ્રસરતી અટકાવવા કેટલાંક સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે તે પણ આવશ્યક છે. તેમણે વ્યક્તિગત સુરક્ષા સાધનો (માસ્કસ, સેનેટાઈઝર, ગ્લોવ્ઝ વગેરે) નો ઉપયોગ કરવા તથા સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યુંકે જ્યારે કચેરીઓ અને બિઝનેસની કામગીરી શરૂ થઈ રહી છે ત્યારે ઉદ્યોગએ કામદારો માટે કામના સ્થળે આશ્રય, અને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તથા બિઝનેસની પ્રવૃત્તિ તથા સુરક્ષાત્મક પગલાં સમાંતર રીતે ચાલુ રહે તેવો આગ્રહ રાખ્યો હતો.

 

તેમણે વધુમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે ધારી માર્ગો અને બંદરો કામ કરતાં શરૂ થઈ ગયાં છે. અને સમય જતાં કામગીરી પાટા ઉપર આવી જશે. માઈક્રો, નાના અને મધ્યમ ક્ષેત્રનાં (MSME) એકમો પુનર્જીવીત કરવા બાબતે તેમણે કહ્યું કે તાકીદે નિકાસમાં વૃધ્ધિ કરવાની જરૂર છે. ઉપરાંત વીજ ખર્ચ, લોજીસ્ટીક્સ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પણ વિવિધ પગલાં લેવાની આવશ્યકતા છે. આવુ કરી શકીશુ તો આપણાં ઉત્પાદનો વિશ્વના બજારમાં સ્પર્ધાત્મક બની રહેશે.

 

તેમણે ભાર પૂર્વક જણાવ્યુ હતું કે વિદેશી આયાતોનો વિકલ્પ બની શકે તેવાં સ્વદેશી ઉત્પાદનો મારફતે આયાત અવેજીકરણ જરૂરી છે. તેમણે કહ્યું કે ઔદ્યગિક એકમોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપરાંત સંશોધન, ઈનોવેશન, અને ગુણવત્તામાં સુધારા કરવામાં આવશે તો તે ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા બજાવશે.

મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કેજાપાન સરકારે ઉદ્યોગોને તેમનાં એકમો ચીનમાંથી ખસેડીને અન્ય દેશોમાં લઈ જવા માટે ખાસ પેકેજ ઓફર કર્યુ છે. તેમણે એવો મત વ્યક્ત કર્યો હતો કે બારત માટે તક છે અને તે ઝડપી લેવી જોઈએ.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીમુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી શરૂ થઈ ચૂકી છે. આથી ઉદ્યોગો માટે વિકેન્દ્રિત અભિગમ અપનાવીને ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં ઈન્ડસ્ટ્રિયલ કલ્સ્ટર્સ, ઈન્ડસ્ટ્રિયલ પાર્કસ, સ્માર્ટ વિલેજીસ, (નજીકનાં સ્માર્ટ ગામો) માં રોકાણો કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે પ્રકારની દરખાસ્તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડીયાને સુપ્રત કરી શકાશે.

 

પ્રતિનિધિઓ તરફથી રજૂ કરેલા કેટલાક મુદ્દા તથા જે સૂચનો કરવામાં આવ્યાં હતાં તેમાં ઈન્ટરેસ્ટ સબવેન્શન યોજના રજૂ કરવા, એમએસએમઈ ક્ષેત્રની વ્યાખ્યાને આખરી સ્વરૂપ આપવા તથા એમએસએમઈ ક્ષેત્ર માટે કાર્યકારી મૂડીની મર્યાદા વધારવાનો સમાવેશ થતો હતો. ઉદ્યોગો શરૂ થવાની સાથે સાથે બજાર પણ ખોલી દેવા આગ્રહ કરાયો હતો તથા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગરેખાઓનુ અસરકારક અમલીકરણ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. પગલાથી ઉદ્યોગને વધારાની પ્રવાહિતા પ્રાપ્ત થશે. ઉપરાંત ઈએસઆઈ વગેરેનુ કોર્પસ ફંડ ઉપયોગમાં લેવાની છૂટ આપવા સૂચન કર્યું હતું.

શ્રી ગડકરીએ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ જે સૂચનો કર્યાં તેના પ્રત્યુત્તર આપ્યા હતા તથા તેમમે વધુ સૂચનો મોકલવા વિનંતિ કરતાં જમાવ્યું હતું કે સરકાર તરફથી તમામ સહાય આપવામાં આવશે. તેમણે એવી માહિતી આપી હતી કે આજે રજૂ થયેલાં સૂચનોની તે સંબધિત વિભાગો તથા સહયોગીઓ સાથે પરામર્શ કરશે અને વહેલામાં વહેલી તકે મુદ્દાઓના ઉપાયો હાથ ધરવામાં આવશે. શ્રી ગડકરીએ ભારપૂર્વક જણાવ્યુ હતુ કે ઉદ્યોગોના તમામ સહયોગીઓએ સાથે મળીને કામ કરતા રહેવુ જોઈએ અને જ્યારે પણ કોરોના વાયરસ પછીની સ્થિતિમાં જે તકો ઉભી થાય ત્યારે તે તકોનો લાભ લવો જોઈએ.

 

GP/DS



(Release ID: 1617643) Visitor Counter : 248