વહાણવટા મંત્રાલય

ગૃહ મંત્રાલયના સાઇન-ઓન/ સાઇન-ઓફ SOPના પગલે મુંબઇ બંદરે જર્મન ક્રૂઝ જહાજમાંથી 145 ભારતીય ક્રૂને નીચે ઉતારવામાં આવ્યા

Posted On: 23 APR 2020 7:34PM by PIB Ahmedabad

ભારતીય દરિયાખેડૂ અને નાવિકો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઇન-ઓન અને સાઇન-ઓફ માટે SOP બહાર પાડ્યા પછી પ્રથમ વખત મુંબઇ બંદરે આજે જર્મન ક્રૂઝ જહાજમાંથી 145 ભારતીય ક્રૂ મેમ્બર્સને નીચે ઉતારી શકાયા છે.

મુંબઇ પોર્ટ ટ્રસ્ટ (MbPT) ભારતીય ક્રૂને ત્રણ તબક્કામાં સખત આરોગ્ય તપાસનું પાલન કરીને અહીં ઉતારવાની સુવિધા પૂરી પાડી હતી. બર્થ પર વ્યાપક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. MbPTના ડૉક્ટરો અને તબીબી સ્ટાફની સહાયથી પોર્ટના આરોગ્ય અધિકારીઓએ પ્રથમ તબક્કો તૈયાર કર્યો હતો. બીજા તબક્કામાં ક્રૂની તપાસ કરવામાં આવી હતી અને 14 દિવસ હોમ ક્વૉરેન્ટાઇનમાં રાખવા માટે MCGM આરોગ્ય સત્તામંડળ દ્વારા સ્ટેમ્પિંગ કરવામાં આવ્યું હતું. ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં નીચે ઉતારવામાં આવેલા તમામ ક્રૂના સ્વેબ (લાળ)નું પરીક્ષણ માટે એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કસ્ટમ, ઇમિગ્રેશન, સુરક્ષા અને પોર્ટ ક્લિઅરન્સ જેવી સામાન્ય પ્રક્રિયાઓ તમામ PPE અને સામાજિક અંતરના માપદંડોનું પાલન કરીને પૂર્ણ કરવામાં આવી હતી. તમામ ક્રૂ તેમનો રીપોર્ટ નેગેટિવ આવે ત્યારે સુધીમાં મુંબઇમાં ક્વૉરેન્ટાઇનમાં રહેશે.

 

 

GP/DS



(Release ID: 1617650) Visitor Counter : 150