માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ વિશ્વ પુસ્તક દિવસ પર સોશિયલ મીડિયા પર #MYBOOKMYFRIEND અભિયાનની શરૂઆત કરી


શ્રી રમેશ પોખરિયાલે ઘણા કેન્દ્રીય મંત્રીઓને સોશિયલ મીડિયા પર ટેગ કરીને #MyBookMyFriend સાથે જોડાવાની અપીલ કરી

Posted On: 23 APR 2020 7:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક આજે વિશ્વ પુસ્તક દિવસના પ્રસંગ પર તમામન હાર્દિક શુભેચ્છા આપી હતી અને પ્રસંગે સોશિયલ મીડિયા પર #MyBookMyFriend અભિયાનની શરૂઆત કરી હતી. શ્રી પોખરિયાલે પ્રસંગે એક વીડિયો મેસેજ જાહેર કરીને કહ્યું હતું કે, જ્યારે તમે એક પુસ્તકનો અભ્યાસ કરો છો, ત્યારે તમારી સામે એક નવી દુનિયા ખુલી જાય છે. તેમણે કહ્યું હતું કે, પુસ્તકો વ્યક્તિની સૌથી સારી મિત્ર હોય છે. પુસ્તકો તમામને પ્રેરિત કરે છે અને વિચારવાનો નવો દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. શ્રી નિશંકે કહ્યું હતું કે, પુસ્તકો જીવનનાં મુશ્કેલ સ્થિતિસંજોગોમાં માર્ગદર્શન આપવાનું કામ કરે છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, વર્ષે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી લોકડાઉન સાથે થઈ રહી છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, લોકડાઉનના સમયમાં તેઓ અભ્યાસક્રમના પુસ્તકો ઉપરાંત પોતાના રસની એક યા બીજા કોઈ પણ પુસ્તકનો અભ્યાસ જરૂર કરે. એનાથી તેમને ઘણું નવું શીખવા અને જાણવા મળશે. તેમણે તમામ વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો હતો કે, તમે તમામ એક પુસ્તકનો અભ્યાસ કરીને સોશિયલ મીડિયા માધ્યમથી #MyBookMyFriend દ્વારા મને એના વિશે જણાવો કે અત્યારે તમે કયા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યાં છો.

શ્રી નિશંકે #MyBookMyFriend અભિયાનથી વિદ્યાર્થીઓ સાથે તમામ લોકોને જોડવા અપીલ કરી છે. સાથે શ્રી પોખરિયાલે સોશિયલ મીડિયા પર વિવિધ કેન્દ્રીય મંત્રીઓને ટેગ કરીને તેમને #MyBookMyFriend અભિયાન સાથે જોડવાની અપીલ કરી છે.

આની સાથે સાથે કેન્દ્રીય મંત્રીએ ભારતના વિવિધ ક્ષેત્રોની મુખ્ય હસ્તીઓને પણ અભિયાનમાં જોડાવાની અપીલ કરી છે, જેથી એનાથી તમામ દેશવાસીઓને પ્રેરણા મળી શકે. શ્રી નિશંકે જણાવ્યું કે, #MyBookMyFriend અભિયાન આગામી 7 દિવસ સુધી ચાલશે. તેમને દરમિયાન અભિયાનમાં તમામ લોકોને વધુને વધુ જોડવાની અપીલ કરી હતી.

 

GP/DS(Release ID: 1617649) Visitor Counter : 223