પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને OMC અધિકારીઓને PMUY લાભાર્થીઓ માટે વિનામૂલ્યે સિલિન્ડરોના વિતરણમાં ઝડપ કરવાનો અનુરોધ કર્યો

Posted On: 23 APR 2020 7:29PM by PIB Ahmedabad

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને સ્ટીલ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને LPG સિલિન્ડરના પૂરવઠાની સાંકળમાં તમામ હિતધારકોને અનુરોધ કર્યો છે તે PMUY લાભાર્થીઓને વિનામૂલ્યે સિલિન્ડરોના વિતરણમાં વધુ ઝડપ લાવવા માટે સંપૂર્ણ ખંત પૂર્વક અને વ્યવસ્થિત રીતે કામ આગળ વધવામાં આવે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત આગામી 3 મહિનામાં 8 કરોડ PMUY લાભાર્થીઓ 3 સિલિન્ડર વિનામૂલ્યો પ્રાપ્ત કરવા માટે પાત્ર છે.

દેશભરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ના જિલ્લા નોડલ અધિકારીઓ (DNO) સાથે એક વીડિયો કોન્ફરન્સમાં શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, કોવિ-19 અને લૉકડાઉનના કારણે અત્યારે ઉભી થયેલા અભૂતપૂર્વ સંકટ દરમિયાન સરકારે ગરીબો માટે એક રાહત પેકેજ જાહેર કર્યું છે અને વિનામૂલ્યે ગેસ સિલિન્ડરનું વિતરણ પેકેજનો ભાગ છે. તેમણે કહ્યું કે, એપ્રિલના શરૂઆતના ત્રણ અઠવાડિયામાં લગભગ 40 ટકા લાભાર્થીઓને તેમના સિલિન્ડર મળી ગયા છે તેના પરથી માલૂમ થાય છે કે, લક્ષ્ય હાંસલ કરવા માટે દિશામાં સિલિન્ડર બુકિંગ અને વિતરણની ગતિમાં ભારે ઉછાળો આવ્યો છે. તેમણે જિલ્લા નોડલ અધિકારીઓને સર્વોત્તમ વ્યવહારો અપનાવવા, લક્ષિત યોજના અનુસાર કામ કરવા અને તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો છે. શ્રી પ્રધાને કહ્યું કે ઘરે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની દિશામાં કોઇ બાંધછોડ કરવી જોઇએ નહીં અને કહ્યું કે વધારાનો ચાર્જ લેવા જેવી કોઇપણ પ્રકારની ફરિયાદ પણ આવવી જોઇએ નહીં. તેમણે કહ્યું કે, PMUY લાભાર્થી સર્વોચ્ચ પ્રાથમિકતાએ છે પરંતુ તેનાથી અન્ય નિયમિત ગ્રાહકોના પૂરવઠાને અસર પડવી જોઇએ નહીં. તેમણે જિલ્લા નોડલ અધિકારીઓને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સાવધાનીઓ રાખવા તેમજ લૉકડાઉન માટે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવા માટે તેમજ આરોગ્ય સેતૂ એપ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ સૌને અનુરોધ કર્યો હતો.

વાતચીત દરમિયાન જિલ્લા નોડલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે લોકો સુધી પહોંચવા, ગ્રાહકોને તેમના ખાતામાંથી નાણાં ઉપાડવા અને સિલિન્ડર બુક કરવામાં મદદ કરવા માટે સંખ્યાબંધ નવતર વિચારોનો આશરો લીધો છે. તેઓ લોકોને યોજના અને તેની પ્રક્રિયા અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાંથી કેટલાક પોતાના પ્રયાસ માટે સમયની બાંધછોડનો સહારો લઇ રહ્યા છે અને કરિયાણા સ્ટોર તેમજ જિલ્લા વહીવટીતંત્રની પણ મદદ લઇ રહ્યા છે. તેમાંથી ઘણા લોકોએ જણાવ્યું હતું કે, તેમણે સામૂહિકરૂપે PM Care ભંડોળમાં યોગદાન આપ્યું છે અને આરોગ્ય સેતૂ એપનો પ્રચાર પણ કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પ્રધાને બિહારના સુપૌલમાં લુંટારુઓ દ્વારા હુમલો થવાની ઘટનામાં એક LPG ડિલિવરી બોયના દુર્ભાગ્યૂપર્ણ મોત પર દુઃખ વ્યસ્ત કર્યું હતું. બેઠક શરૂ થતા પહેલાં દિવંગતની આત્માની શાંતિ માટે એક મિનિટનું મૌન પાળીને પ્રાર્થના કરવામાં આવી હતી. તેમણે સંબધિત અધિકારીઓને પણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે, તેમના પરિવારનું ધ્યાન રાખવામાં આવે અને તેમને કોઇપણ પ્રકારની રાહતની જરૂર હોય તો આપવામાં આવે.

 

 

 

GP/DS



(Release ID: 1617847) Visitor Counter : 178