PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 21 APR 2020 6:53PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 21.4.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં કોવિડ-19ના કુલ 18,601 કેસોની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 3252 એટલે કે કુલ કેસમાં 17.48% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ-19ના કારણે દેશમાં કુલ 590 લોકોનાં મૃત્યુ થયા છે. નથી. 23 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના 61 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોઇ નવો કેસ નોંધાયો નથી. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR) દ્વારા કોવિડ-19 દર્દીઓનો મૃત્યુ દર ઘટાડવા માટે દવાની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવા રેન્ડમાઇઝ્ડ, બ્લાઇન્ડેડ, દ્વીભૂજ, સક્રીય કમ્પેરેટર નિયંત્રિત તબીબી પરીક્ષણની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને તમામ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જાણ કરી છે કે, બ્લડ બેંકોમાં પૂરતા પ્રમાણમાં લોહીને પૂરવઠો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616874

 

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 મામલે લોકોને જોડવા માટે કોવિડ ઇન્ડિયા સેવાનામનું ઇન્ટરએક્ટિવ પ્લેટફોર્મ શરૂ કર્યું

ખાસ કરીને હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી જેવી કટોકટીપૂર્ણ સ્થિતિમાં વાસ્તવિક સમયમાં અને ઝડપથી તેમજ મોટી સંખ્યા લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં પારદર્શક ઇ-ગવર્નન્સ સ્થાપવાના ઉદ્દેશ્યથી આ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. આના દ્વારા, લોકો @CovidIndiaSeva પર પોતાના પ્રશ્નો મૂકી શકે છે અને લગભગ વાસ્તવિક સમયમાં જ તેમને પ્રતિભાવ આપવામાં આવશે. @CovidIndiaSeva એક એવા ડેશબોર્ડ તરીકે કામ કરે છે જેમાં બેકએન્ડમાં મોટી સંખ્યામાં ટ્વીટ્સની પ્રક્રિયા કરવામાં મદદ મળે છે, તેને ઉકેલી શકાય તેવી ટિકિટ્સમાં રૂપાંતરિત કરી શકાય છે અને વાસ્તવિક સમયમાં જ ઉકેલ લાવવા માટે સંબંધિત સત્તાધીશોને તે ફાળવી શકાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616722

કેન્દ્ર સરકારએ પશ્ચિમ બંગાળને કોવિડ-19 સામે રાજ્યની લડાઇ માટે લૉકડાઉનના અમલીકરણમાં ઓન-સ્પોટ મૂલ્યાંકન અને સમીક્ષા કરતી કેન્દ્રની ટીમમાં અવરોધ ન ઉભા કરવાના નિર્દેશ આપ્યા

કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળની સરકારને નિર્દેશ આપ્યા છે કે, કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના અમલીકરણના મૂલ્યાંકન અને સમીક્ષા માટે આવેલી કેન્દ્રની ટીમના કામમાં તેઓ કોઇ અવરોધ ન ઉભા કરે. ગૃહ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કોલકાતા અને જલપાઇગુડી બંને જગ્યાએ આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT)ને રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પૂરતો સહાકાર આપવામાં આવતો નથી. તેમને જાણ કરવામાં આવી હતી કે ખાસ કરીને કોઇપણ મુલાકાતો, આરોગ્ય પ્રોફેશનલો સાથે વાતચીત અને પાયાના સ્તરે સ્થિતિના મૂલ્યાંકન કરવાથી ટીમને રોકવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616894

 

લોકડાઉન દરમિયાન પીએમ-કિસાન યોજના અંતર્ગત 8.89 કરોડ ખેડૂત પરિવારોને રૂ. 17,793 કરોડ આપવામાં આવ્યાં

24.3.2020 સુધી લોકડાઉનનાં ગાળા દરમિયાન પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત આશરે 8.89 કરોડ પરિવારોને લાભ મળ્યો છે અને અત્યાર સુધી રૂ. 17,793 કરોડ આપવામાં આવ્યાં છે. કોવિડ-19 રોગચાળાને કારણે પ્રવર્તમાન સ્થિતિ દરમિયાન ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવા સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) અંતર્ગત લાયકાત ધરાવતા લાભાર્થીઓમાં કઠોળ/દાળનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આશરે 107,077.85 એમટી કઠોળ/દાળ આપવામાં આવ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616538

 

મુક્તિ અપાયેલા PF ટ્રસ્ટો દ્વારા PMGKY હેઠળ 40,826 સભ્યોને રૂ. 481.63 કરોડ ચુકવવામાં આવ્યા

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)ના ભાગરૂપે EPF યોજનામાંથી નાણાં ઉપાડવાની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. કોવિડ-19 મહામારી વચ્ચે આ પ્રસંગે મુક્તિ અપાયેલા PF ટ્રસ્ટો પણ આગળ આવ્યા છે. 17.04.2020ના રોજ બપોર પહેલાં સુધીના સમયમાં મુક્તિ અપાયેલા PF ટ્રસ્ટો દ્વારા કોવિડ-19 માટે એડવાન્સ પેટે 40,826 PF સભ્યોને રૂ. 481.63 કરોડ (રૂ. 481,63,76,714) ચુકવવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616530

 

પ્રધાનમંત્રીએ જાહેર સેવા દિવસ નિમિત્તે જાહેર સેવકોને શુભેચ્છા પાઠવી અને સરદાર પટેલને સ્મરણાંજલી આપી

જાહેર સેવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજે, જાહેર સેવા દિવસ નિમિત્તે હું તમામ જાહેર સેવકો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવું છું. કોવિડ-19ને હરાવવા માટે ભારતની લડાઇમાં તેમના પ્રયાસોની હું પ્રશંસા કરું છું. તેઓ અવિરત કામ કરી રહ્યા છે અને જરૂરિયાતવાળા વ્યક્તિઓને મદદ કરીને દેશમાં દરેક વ્યક્તિ તંદુરસ્ત રહે તે સુનિશ્ચિત કરી રહ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616658

 

ડો. જિતેન્દ્ર સિંહે સિવિલ સર્વિસીસ ડે પર કોવિડ-19 સામે ભારતની લડાઈમાં જરૂર સમયે અસરકારક સેવા બદલ સનદી અધિકારીઓની પ્રશંસા કરી

રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય સરકારી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન માટેનાં મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આજે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સ્તરે ઇન્ટરેક્ટિવ વીડિયો કોલિંગ દ્વારા સિવિલ સર્વિસીસ ડે 2020ની ઉજવણી કરવા દરમિયાન કોવિડ-19 સામે ભારતની લડાઈમાં જરૂરી સમયે અસરકારક સેવા પ્રદાન કરવા બદલ સનદી અધિકારીઓની પ્રશંસા કરી હતી. ડો. સિંહે કોવિડ 19 સામે લડવાની સરકારની રાહત કામગીરીને ટેકો આપવા માટે એક દિવસનો પગાર પ્રાઇમ મિનિસ્ટર્સ કેર્સ ફંડમાં આપવાની સનદી અધિકારીઓની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરો કોવિડ 19 રોગચાળા સામે લડાઈનું નેતૃત્વ કરી રહ્યાં છે અને રોગચાળાને નિયંત્રણમાં લેવાની ભારતની સંભવિતતાનો આધાર સનદી અધિકારીઓની કામગીરી પર છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616729

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત અને અફઘાનિસ્તાન કોવિડ-19નો સામનો સંયુક્તપણે, એકતા અને સહિયારા સંકલ્પ સાથે કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાન કોવિડ-19નો સામનો સંયુક્તપણે, ખભેખભો મિલાવીને, સહિયારા સંકલ્પ સાથે કરશે. અફઘાનિસ્તાનને હાઇડ્રોક્સીક્લોરોક્વિન,પેરાસિટામોલ જેવી આવશ્યક દવાઓ અને અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે રાષ્ટ્રપતિ ડો. અશરફ ગનીએ વ્યક્ત કરેલા આભારનો જવાબ પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને આપ્યો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616537

 

શ્રીમતી નિર્મલા સીતારમને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના બોર્ડ ઓફ ગવર્નરની 5મી વાર્ષિક બેઠકમાં ભાગ લીધો

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને નવી દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમતી ન્યૂ ડેવલપમેન્ડ બેંકના બોર્ડ ઓફ ગવર્નરની 5મી વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. કોવિડ-19 અંગે ચર્ચા દરમિયાન, શ્રીમતી સીતારમને કોવિડ-19 મહામારીને નાથવા માટે ભારતને $1 અબજની ઇમરજન્સી આર્થિક સહાય સહિત BRICS દેશોને તાકીદના ધોરણે $5 અબજની આર્થિક સહાય માટે NDBના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, આ સુવિધા અંતર્ગત સહાય વધારીને $10 અબજ કરવી જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616888

 

ચોખાનો સિલક જથ્થો આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર બનાવવા અને પેટ્રોલમાં મિશ્રણ માટે ઉપયોગમાં લેવા ઇથેનોલમાં રૂપાંતિરત કરવાની મંજૂરી અપાઇ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં NBCCની સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) પાસે ચોખાના સિલક જથ્થાનું ઇથેનોલમાં રૂપાંતરણ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેથી આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર બનાવવા અને ઇથોનોલ મિશ્રિત પેટ્રોલ (EBP) કાર્યક્રમ માટે પેટ્રોલમાં મિશ્રણ માટે તેનો ઉપયોગ થઇ શકે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616529

 

એમએનઆરઇએ સોલર પીવી મોડ્યુલ્સ અને સોલર પીવી સેલ્સના મોડલ અને ઉત્પાદકોની માન્યતાપ્રાપ્ત યાદીના અમલ માટે અસરકારક તારીખ છ મહિના લંબાવીને 30.09.2020 કરી

નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (એમએનઆરઇ)એ સોલર પીવી મોડ્યુલ્સ અને સોલર પીવી સેલ્સ માટે મોડેલ્સ અને ઉત્પાદકોની માન્યતાપ્રાપ્ત યાદી (એએલએમએમ)ના અમલ માટે અસરકારક તારીખ કોવિડ-19 રોગચાળાને કારણે લંબાવીને 30 સપ્ટેમ્બર, 2020 સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે, જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2020 હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616706

 

MNRE કોવિડ-19ના કારણે લોકડાઉનના પગલે થયેલા વિક્ષેપને ધ્યાને રાખી લોકડાઉન પછી પણ ૩૦ દિવસના સમયગાળા માટે RE પ્રોજેક્ટ્સને વિસ્તારિત કરવાની મંજૂરી આપી

નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય (MNRE)એ જણાવ્યું છે કે પુનઃપ્રાપ્ય ઉર્જાનું અમલીકરણ કરતી સંસ્થાઓ કોવિડ-19ના લીધે થયેલા લોકડાઉનના કારણે તેમના RE પ્રોજેક્ટ્સ માટે આ પ્રકારનું લોકડાઉન પૂર્ણ થાય પછી પરિસ્થિતિ સામાન્ય કરવા માટે લોકડાઉનના સમયગાળાને સમકક્ષ અને વધારાના ૩૦ (ત્રીસ) દિવસનો થોડો વધુ સમય લંબાવી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616732

 

કેન્દ્રીય વહીવટી પંચની પીઠિકાઓની કામગીરી 03.05.2020 સુધી બંધ રહેશે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616752

 

લાઈફલાઈન ઉડાનની ફલાઈટોએ સમગ્ર દેશમાં 541 ટનથી વધુનો મેડીકલ સામાન પહોંચાડીને કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં સહાયતા કરી

કોવિડ-19 વિરુદ્ધ ભારતના યુદ્ધને સહાય માટે અંતરિયાળ વિસ્તારોમાં જરૂરી મેડીકલ સામાન પહોંચાડવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાઈફ લાઈન ઉડાનફલાઈટો ચલાવવામાં આવે છે. કોવિડ-19ના લોકડાઉન દરમિયાન એર ઇન્ડિયા, એલાયન્સ એર, આઈએએફ અને ખાનગી કેરિઅર્સ દ્વારા લાઈફ લાઈન ઉડાન અંતર્ગત 316 ફલાઈટો કાર્યાન્વિત કરવામાં આવી છે. તે પૈકી 196 ફલાઈટો એર ઇન્ડિયા અને એલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 541.૩૩ ટન સામાન પહોંચાડવામાં આવ્યો છે. આજ સુધીમાં લાઈફ લાઈન ઉડાન ફલાઈટો દ્વારા ૩,14,965 કિમી અંતર કાપવામાં આવ્યું છે. પવન હંસ લિમિટેડ સહીતની હેલિકોપ્ટર સેવાઓ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ, ઉત્તર પૂર્વ પ્રદેશોમાં કાર્યાન્વિત છે કે જે જોખમી મેડીકલ સામાન અને દર્દીઓની હેરફેર કરી રહી છે. 20 એપ્રિલ 2020 સુધીમાં પવન હંસ લિમિટેડ દ્વારા 6537 કિલોમીટરનું અંતર કાપીને 1.90 ટન સામાન પહોંચાડવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616710

ઝડપથી રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવા માટે મોકલવામાં આવેલા ઇમેલને સતામણી તરીકે ખોટું અર્થઘટન ન કરી શકાયઃ સીબીડીટી

સોશિયલ મીડિયા પર કેટલાંક આરોપો મૂકવામાં આવ્યાં છે કે, આવકવેરા વિભાગે સ્ટાર્ટઅપ્સની બાકી નીકળતી માગોને એડજસ્ટ કરીને વસૂલાતની પ્રક્રિયા હાથ ધરી છે અને આ માટે વિભાગ દબાણ કરી રહ્યો છે. આ પ્રકારનાં આરોપોને હકીકતોની ખોટી રજૂઆત ગણાવી આજે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા મંડળ (સીબીડીટી)એ જવાબ આપ્યો  હતો કે, સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી આ પ્રકારની વાતો હકીકતોની સંપૂર્ણપણે ખોટી રજૂઆત છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616702

 

દેશમાં કોવિડ-19 મહામારીના ફેલાવાને રોકવા માટે જીલ્લા અને ગ્રામીણ સ્તરે સ્થાનિક વહીવટીતંત્ર જુદા જુદા પગલાઓ લઇ રહ્યું છે

આ પગલાઓમાં સ્થાનિક લોકોની પ્રાથમિક તપાસ, વિસ્તારમાં પ્રવેશતા અને બહાર જતા લોકોના મેડીકલ સ્ક્રીનીંગ માટે ચેક પોસ્ટની રચના કરવી, જાહેર સ્થળોનું નિયમિતપણે સેનીટાઈઝેશન કરવું અને ક્વોરન્ટાઇન કેન્દ્રો ઉભા કરવા તથા પ્રાપ્તિ કેન્દ્રો પર નિયમિતપણે દેખરેખ રાખવી તેનો સમાવેશ થાય છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616700

 

FCIએ લૉકડાઉન દરમિયાન ખાદ્યાન્નનો પૂરવઠો જાળવી રાખવા માટે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 2 જહાજ અને લક્ષદ્વીપ ટાપુઓ પર 7 નાના જહાજ મોકલ્યા

આંદામાન અને નિકોબાર તેમજ લક્ષદ્વીપના ટાપુઓ પર લૉકડાઉનના સમય દરમિયાન પણ છેલ્લા 27 દિવસમાં ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા સંપૂર્ણ જુસ્સા સાથે ખાદ્યાન્નનો પૂરતો પૂરવઠો પહોંચાડવામાં આવ્યો છે. છેલ્લા 27 દિવસમાં અંદાજે 6500 MT ખાદ્યાન્નનો જથ્થો આંદામાન અને નિકોબાર પર મોકલવામાં આવ્યો જે માસિક સરેરાશ કરતા બમણો છે અને લક્ષદ્વીપ પર 1750 MT જથ્થો મોકલ્યો જે માસિક સરેરાશ કરતા લગભગ ત્રણ ગણો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616870

 

આદિવાસી બાબતોના મંત્રાલયે કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં વિવિધ સક્રિય કદમ ઉઠાવ્યાં

આદિવાસી વ્યક્તિઓને કોરોના વાયરસ મહામારીથી બચાવવા તથા અર્થતંત્રમાં ફરીથી વૃધ્ધિ પુનઃ સ્થાપિત કરવાના ઉદ્દેશથી કોરોના વાયરસ મહામારી અને તેને કારણે આવન -જાવનમાં મુકાયેલાં નિયંત્રણોના કારણે આદિવાસી બાબતોના મંત્રાલયે કોરોના વાયરસ મહામારી (Covid-19) થી બચાવવાના સંદર્ભમાં વિવિધ સક્રિય કદમ ઉઠાવ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616705

 

HRD મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સ્વયમ અને સ્વયમ પ્રભાની દિલ્હીમાં બેઠક યોજાઈ

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીશ્રી રમેશ ચંદ્ર પોખિરીયાલ નિશંકના અધ્યક્ષસ્થાને નેશનલ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સ્વયમ તથા 32 ડીટીએચ એજ્યુકેશન પ્લેટફોર્મ સ્વયમ પ્રભાની સમીક્ષા કરવામાં આવી હતી. સ્વયમ ઉપર હાલમાં 1902 અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમો શરૂ થયા પછી 1.56 કરોડ વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવ્યા છે. GSAT-15 સેટેલાઈટનો સપ્તાહના સાતેય દિવસ, ચોવીસે કલાક ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શૈક્ષણિક પ્રોગ્રામ ટેલિકાસ્ટ કરવાની કામગીરી કરતી 32 ડીટીએચ ચેનલોને સ્વયમ પ્રભા નામ આપવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616535

 

PIB FactCheckમાં સત્તાવાર સંસ્કરણ સાથે આજે પાંચ ટ્વીટ કરવામાં આવી

સોશિયલ મીડિયામાં ફેલાતા ખોટા સમાચારને રોકવા માટે અને નામદાર સર્વોચ્ચ અદાલતના અવલોકનના પગલે, PIB દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી અફવાનો પર્દાફાશ કરવા માટે એક સમર્પિત એકમ તૈયાર કરવામાં આવ્યું છે. ‘PIBFactCheck’એ ટ્વીટર પર પ્રમાણિત હેન્ડલ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ સંદેશાઓ પર દેખરેખ રાખે છે અને ખોટા સમાચારોનો પર્દાફાશ કરવા માટે તેની સામગ્રીની વ્યાપક સમીક્ષા કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616714

 

રોટેરિયન્સે કોરના વાયરસ સામેની લડતમાં આગળ આવી વધુ ને વધુ લોકો ને જોડવા જોઈએ”–ડો. હર્ષવર્ધન

કોરોના વાયરસ સામેની આપણી લડતમાં મોટું પ્રદાન કરનાર રોટેરિયનોનું યોગદાન મૂલ્યવાન છે. હકિકતમાં પીએમ કેર્સ ફંડમાં યોગદાન ઉપરાંત હૉસ્પિટલો માટે સાધનો, સેનીટાઈઝર્સ, ભોજન, પીપીઈ કીટસ અને એન-95 માસ્ક મારફતે તેમણે જે યોગદાન આપ્યુ છે તે પ્રશંસાને પાત્ર છે.કેન્દ્રના આરોગ્ય પ્રધાને દેશભરના રોટેરિયન્સ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરતાં આમ જણાવ્યું હતું. કોવિડ-19 સામેની લડાઇમાં સંબંધિત લોકોની વધુને વધુ સહાય કરવા માટે તેમને સામેલ કરવા આ વાર્તાલાપ યોજાયો હતો.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616756

 

1 એપ્રિલથી શરૂ કરીને છેલ્લા 20 દિવસમાં કોવિડ-19 સંબંધિત 25,000થી વધુ પોર્ટલ ફરિયાદોનું નિવારણ લાવવામાં આવ્યું: ડૉ. જીતેન્દ્રસિંહ

ફરિયાદ પોર્ટલમાં નેશનલ મોનિટરિંગ ડેશબોર્ડ (https://darpg.gov.in) એક એક્સક્લુઝિવ વિન્ડો છે જેની શરૂઆત કોવિડ સંબંધિત ફરિયાદો માટે કરવામાં આવી છે અને તેના પરિણામે, કોવિડ સંબંધિત કોઇપણ ફરિયાદ સંબંધિત વ્યક્તિ કે વિભાગ દ્વારા જેમણે ફોલોઅપ લેવાનું હોય તેમની પાસે સીધી જ નોંધાઇ જાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616712

 

દિલ્હી પોલીસને સાથસહકાર આપીને રેલવેએ કોવિડ રોગચાળાને નિયંત્રણમાં લેવા ફરજ બજાવતા દિલ્હીનાં પોલીસ કર્મચારીઓને દરરોજ પાણીની 10000 બોટલ પૂરું પાડવાની વ્યવસ્થા

ઉનાળો વધી રહ્યો હોવાથી, આઇઆરસીટીસી, આરપીએફ, ઝોનલ રેલવે અને અન્ય રેલવે સંસ્થાઓની મદદ સાથે સંકલન સ્થાપિત કરીને ભારતીય રેલવે કોવિડ સામેના સંઘર્ષમાં રેલવેની કટિબદ્ધતાને જાળવીને અવિરતપણે કામ કરી રહી છે. અત્યાર સુધી પાણીની 50000 બોટલનું વિતરણ થયું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616720

 

પૂણેની મોબાઇલ એપ સંયમહોમ ક્વૉરેન્ટાઇન લોકો પર નજર રાખે છે

હોમ ક્વૉરેન્ટાઇન કરવામાં આવેલા લોકો પર અસરકારક રીતે નજર રાખી શકાય અને તેઓ વાસ્તવમાં ઘરમાં જ રહે છે તે જાણી શકાય તે માટે, પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી મિશન (SCM) અંતર્ગત સંયમ (Saiyam) નામની એક મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1616726

 

કોવિડ-19 મહામારી ખતમ કરવા માટે લાગુ લૉકડાઉન વચ્ચે ઉર્જા મંત્રાલયના કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમ RECએ રાહતકાર્ય હાથ ધર્યું

નવરત્ન CPSE REC લિમિટેડ દ્વારા લૉકડાઉનના આ સમય દરમિયાન અત્યાર સુધીમાં 76,000 જેટલા દૈનિક વેતનદાર શ્રમજીવીઓ અને તેમના પરિવારોના સભ્યોને રાંધેલા ભોજન, રેશન, ઉપયોગીતા પેકેટ્સ, માસ્ક, સેનિટાઇઝર અને આશ્રય જેવી સુવિધાઓ આપવામાં આવી છે. REC ફાઉન્ડેશને આવી પ્રવૃત્તિઓ માટે પહેલાંથી જ રૂપિયા 7 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે અને હજુ પણ વધુ ભંડોળ ફાળવવાની કામગીરી ચાલી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616698

 

 

 

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદિગઢઃ લૉકડાઉન સમયગાળા દરમિયાન વર્તમાન બેરોજગારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચંદિગઢ વહીવટીતંત્રએ 6,670 નોંધાયેલા બાંધકામ કામદારોને વિશિષ્ટ રાહત તરીકે રૂ. 3,000/- આપવાનો નિર્ણય લીધો છે. આ રકમ બાંધકામ શ્રમિક કલ્યાણ ભંડોળમાંથી અગાઉ મંજૂર કરાયેલા રૂ. 3000/- ઉપરાંતની હશે. આ રકમ કામદારોના ખાતામાં સીધી જ હસ્તાંતર કરવામાં આવશે. ચંદિગઢ વહીવટીતંત્રએ ચેપની કોઇપણ સંભાવના અટકાવવા માટે ખાસ સમાચાર માધ્યમના કર્મચારીઓના પરીક્ષણ માટે વિશેષ શિબિરનું આયોજન કરવાના આદેશો આપ્યાં છે.
  • પંજાબઃ કોવિડ-19 અંગેની વિસ્તૃત જાણકારી અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે પંજાબના માહિતી અને જનસંપર્ક વિભાગે વોટ્સએપ બોટ અને ફેસબુક પર ચેટબોટની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાહતો આપવા છતાં રાજ્યવ્યાપી કર્ફ્યુમાં કોઇ છૂટછાટ નહીં આપવાના નિર્ણય અંગે પંજાબના મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે બિન-ચેપગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવી છે તેવા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર દ્વારા અગાઉ આપવામાં આવેલા આદેશો તથા ગૃહ મંત્રાલયના દિશા-નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
  • હરિયાણાઃ મુખ્યમંત્રી શ્રી મનોહર લાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો હેતુ તે સુનિશ્ચિત કરવાનો છે કે સરકારની તમામ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમોનો લાભ રાજ્યના દરેક લાયકાત ધરાવતાં લાભાર્થીઓ પ્રાપ્ત થાય. રાજ્યમાં રાઇના 163 ખરીદકેન્દ્રો પર 8,693 ખેડૂતો અને ઘઉં ખરીદ કેન્દ્રો ઉપર 9,729 ઘંઉના ખેડૂતો નોંધાયા હતા.
  • હિમાચલ પ્રદેશઃ રાજ્ય સરકારે "ઇ-સંજિવની ઓપીડી" તરીકે ઓળખાતી વિશિષ્ટ પહેલ શરૂ કરી છે, જેના દ્વારા લોકો પોતાના ઘરે બેઠા-બેઠા ડૉક્ટર પાસેથી આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે છે. આ પોર્ટલનું URL - “esanjeevaniopd.in” છે.
  • કેરળઃ રસ્તા ઉપર વધેલા ટ્રાફિકના કારણે રાજ્યના રેડ ઝોન કન્નુરમાં આજથી ત્રિસ્તરીય લૉકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. બે ગ્રીન ઝોન વિસ્તાર કોટ્ટાયમ અને ઇડુક્કી વિસ્તારોમાં લૉકડાઉનમાં આપવામાં આવેલી કેટલીક છૂટછાટો પાછી ખેંચી લેવામાં આવી છે. પાથનામથિટ્ટામાં 62 વર્ષીય એક મહિલા 42 દિવસ પછી પણ સાજી થયા નથી, અત્યાર સુધી તેમની ઉપર કરવામાં આવેલા 19 ટેસ્ટ પોઝિટીવ આવ્યાં છે.
  • તામિલનાડુઃ ચેન્નાઇમાં કોવિડના કારણે મૃત્યુ પામેલા ડૉક્ટરની દફનવિધીનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા હિંસક વિરોધ બાદ, મખ્યમંત્રીએ મહામારી સામે લડી રહેલા તમામ અગ્ર હરોળના કર્મચારીઓને તમામ સરકારી સહાયતા પૂરી પાડવાની ખાતરી આપી છે. ગઇકાલ સુધી કુલ 1,520 કેસ નોંધાયા છે, 17 લોકોના મૃત્યુ પામ્યાં છે, જ્યારે 457 લોકોને રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં 1,043 સક્રીય કેસો છે. સૌથી વધારે ચેન્નાઇમાં 290 અને કોઇમ્બતુરમાં 133 કેસો છે.
  • કર્ણાટકઃ આજે કુલ 7 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા, જેમાંથી વિજયપુરામાંથી 3, કલબુર્ગીમાંથી 3 અને દક્ષિણ કન્નડમાંથી 1 કેસ નોંધાયો હતો. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 415 છે, જેમાંથી 117 લોકો સાજા થઇ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 757 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં અત્યાર સુધી 22 મૃત્યુ નીપજ્યાં છે, 96 લોકો સાજા થયા છે અને હાલ 639 સક્રિય કેસો છે. કુર્નૂલ, ગુંતૂર, ક્રિષ્ના અને નેલ્લોર જિલ્લાઓમાં પોઝિટીવ કેસોમાં ઝડપથી થઇ રહેલા વધારાના કારણે રાજ્ય હાઇએલર્ટ પર છે. મુખ્યમંત્રીએ મંદિરના પૂજારીઓ, ઇમામ અને પાદરીઓને રૂ. 5,000ની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતાં ક્ષેત્રોમાં કુર્નૂલ (184), ગુંતૂર (158), ક્રિષ્ના (83), નેલ્લોર (67), ચિત્તુર (53)નો સમાવેશ થાય છે.
  • તેલંગાણા: તેલંગાણામાંથી બે રોહિંગ્યા રેફ્યુજી કે જેમણે દિલ્હીમાં તબલીગી જમાતની બેઠકમાં હાજરી આપી હતી તેમનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 874 થઇ છે. આરોગ્ય સત્તાધીશોએ રાજ્યમાં કોવિડ-19ના શંકાસ્પદ હોય તેવા મૃત્યુ પામેલા દર્દીઓના નમૂના ન લેવાનો નિર્ણય લીધો છે. NIT, વારાંગલ એકેડમી તરફથી કોરોના વાયરસ પર તાપમાન અને ભેજની અસરનો અભ્યાસ કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં કહેવાયું છે કે, વિજ્ઞાન અને ટેકનોલોજી નીતિ (OSTP)ની વ્હાઇટ હાઉસ કચેરીના નેતૃત્વમાં પબ્લિક પ્રાઇવેટ પ્રયાસ કરવામાં આવશે. આ અભ્યાસ વાયરસને સમજવામાં અને તેની રસી તૈયાર કરવામાં મદદરૂપ થશે.
  • અરુણાચલ પ્રદેશ: ઇટાનગરના DCએ રાજ્યમાં રેડ અને ઓરેન્જ ઝોમાંથી શાકભાજી લાવવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે.
  • આસામ: આરોગ્ય મંત્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરી હતી કે, રાજ્ય ટૂંક સમયમાં રેપીડ એન્ટીબોડી પરીક્ષણો શરૂ કરશે જે 22 એપ્રિલથી સ્પેનિશ ગાર્ડન- ગુવાહાટીમાં કેન્ટોન્મેન્ટ ઝોનથી શરૂ થશે.
  • મણીપૂર: સરકારે અન્ડર સેક્રેટરી સ્તર સુધીની રેન્ક માટે મહત્તમ 33 ટકા સ્ટાફની હાજરીનો આદેશ બહાર પાડ્યો છે.
  • મિઝોરમ: મિઝોરમ બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદારો કલ્યાણ બોર્ડના 40,000થી વધુ લાભાર્થીને લૉકડાઉન દરમિયાન DBT સિસ્ટમથી રૂ. 3000 પ્રાપ્ત થયા છે.
  • નાગાલેન્ડ: DHEPના દોયાંગના CISF જવાનોએ વોખા જિલ્લામાં આવતા દોયાંગ ગામમાં જરૂરિયાતમંદ લોકોને આવશ્યક ચીજો અને રેશનનું વિતરણ કર્યું.
  • સિક્કીમ: રાજ્ય સહકારી પૂરવઠો અને માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (SIMFED) દ્વારા ગંગટોકમાં લૉકડાઉન દરમિયાન દરેક પરિવારને આવસ્યક ચીજોના જથ્થાની ડિલિવરી કરવા માટે મોબાઇલ રેશન વાન શરૂ કરવામાં આવી છે.
  • ત્રિપૂરા: ત્રિપૂરામાં, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન 24 એપ્રિલથી શરૂ કરવામાં આવશે.
  • મહારાષ્ટ્ર: મહારારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં 472 નવા કેસ ઉમેરાતા રાજ્યમાં કુલ આંકડો 4,676 થયો છે. પરિસ્થિતિનું ઓન-સ્પોટ મૂલ્યાંકન કરવા અને રાજ્ય સરકારને વિવિધ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશ આપવા માટે બે આંતર મંત્રાલય કેન્દ્રીય ટીમ રાજ્યની મુલાકાતે આવી છે. દરમિયાન, મુંબઇમાં પોઝિટીવ રીપોર્ટ આવ્યા હતા તેવા 53 પત્રકારોને એક ઉપનગરીય હોટેલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
  • ગુજરાત: ગુજરાતમાં, અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટિટ્યુટે દર્દીમાં કોરોના વાયરસ સંબંધિત જટીલતાઓને મર્યાદિત કરવા માટે સલામતી અને કોવલેન્સેટની કાર્યદક્ષતાનો અભ્યાસ કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
  • રાજસ્થાન: રાજસ્થાન સરકારે કોરોના વાયરસ માટે ચીની બનાવટની ઝડપી પરીક્ષણ કીટ્સના અચોક્કસ પરિણામો આવ્યા પછી તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. રાજ્યના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કીટ્સમાં માત્ર 5.4 ટકા સાચા પરિણામો મળે છે જ્યારે તેની ચોક્કસાઇમાં 90 ટકા અપેક્ષા રાખવામાં આવી હતી. રાજસ્થાનમાં 83 નવા કોવિડ-19ના કેસો આજે નોંધાયા છે જેથી રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 1659 થઇ ગઇ છે.

 

Fact Check on #Covid19

 

 


(Release ID: 1616898) Visitor Counter : 345