ગૃહ મંત્રાલય
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારને કોવિડ-19 સામે લડવા માટે રાજ્યમાં લોકડાઉનના ઉપાયોના અમલીકરણની સમીક્ષા અને સ્થળ પર આકલન કરવા ગયેલી સંબંધિત કેન્દ્રીય ટીમોના કામમાં અવરોધ ઊભો ન કરવાની સૂચના આપી
Posted On:
21 APR 2020 5:49PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળાની સરકારને કોવિડ-19 સામે લડવા માટે રાજ્યમાં લોકડાઉનના ઉપાયોના અમલીકરણની સમીક્ષા કરવા અને સ્થળ પર આકલન કરવા સાથે સંબંધિત કેન્દ્રીય ટીમોના કામમાં અવરોધ પેદા ન કરવાની સૂચના આપી છે.
આ બાબત ગૃહ મંત્રાલયની ધ્યાનમાં લાવવામાં આવી હતી કે, કોલકાતા અને જલપાઈગુડી એમ બંને જગ્યાએ આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમો (આઇએમસીટી)ને રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી અપેક્ષિત સાથસહકાર મળતો નથી. એવું જણાવવામાં આવ્યું છે કે, આ ટીમોને, ખાસ કરીને કોઈ પણ સ્થળની મુલાકાત લેવા, સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે વાતચીત કરવા અને વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવાથી અટકાવવામાં આવી છે. એટલે આ પ્રવૃત્તિ દ્વારા કટોકટી વ્યવસ્થાપન ધારા, 2005 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલા આદેશો અને ભારતની સર્વોચ્ચ અદાલતના સમાન રીતે બાધ્યકારી સૂચનાનો અમલમાં અવરોધ નાંખવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ ઓળખ કરેલા કેટલાંક જિલ્લાઓમાં પ્રવર્તમાન સ્થિતિનું સ્થાન પર મૂલ્યાંકન કર્યા પછી લોકડાઉનના ઉપાયોના અમલીકરણની સમીક્ષા કરવા માટે 19 એપ્રિલ, 2020ના રોજ પશ્ચિમ બંગાળમાં રાજ્યોમાં બે આઇએમસીટીની નિમણૂક કરવામાં આવી હતી. આ ટીમોમાં સરકારી સ્વાસ્થ્ય નિષ્ણાતો અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ)ના અધિકારી પણ સામેલ છે, જેની કુશળતાનો ઉપયોગ કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરી શકાશે.
આ ટીમોની નિમણૂક આપત્તિ વ્યવસ્થાપન ધારા, 2005ની કલમ 35 અંતર્ગત કેન્દ્ર સરકારને સુપરત કરાયેલા અધિકારો હેઠળ થઈ છે. આ ધારો અને કલમ કેન્દ્ર સરકારને આ પ્રકારનાં તમામ ઉપાયો અજમાવવા માટે અધિકૃત કરે છે, જે આપત્તિ નિવારણ માટે જરૂરી કે આવશ્યક છે. સર્વોચ્ચ અદાલતે પણ 31 માર્ચ, 2020ના રોજ પોતાના આદેશમાં આ વાત પર ભાર મૂક્યો હતો કે, રાજ્ય સરકારો જાહેર સુરક્ષાના હિતમાં ભારત સરકાર દ્વારા જાહેર થયેલા સૂચનો અને આદેશોનું પ્રમાણિકપણે અક્ષરશઃ પાલન કરશે. એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારો પર કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લેવાની બાધ્યતા લાગુ કરવામાં આવી છે, જેનું નિશ્ચિત રીતે કડક પાલન કરવું પડશે.
એટલે ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળની સરકારને સૂચના આપી છે કે, ગૃહ મંત્રાલયના 19 એપ્રિલ, 2020ના આદેશોનું પાલન કરે અને આઈએમસીટીને સુપરત કરવામાં આવેલી જવાબદારી અદા કરવા તમામ જરૂરી વ્યવસ્થાપન કરે, જેમ એમને અગાઉનાં આદેશમાં સુપરત કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળને મોકલેલા અધિકૃત પત્રને જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(Release ID: 1616894)
Visitor Counter : 275