વિદ્યુત મંત્રાલય
કોવિડ-19 મહામારી ખતમ કરવા માટે લાગુ લૉકડાઉન વચ્ચે ઉર્જા મંત્રાલયના કેન્દ્રીય જાહેર ક્ષેત્રના એકમ RECએ રાહતકાર્ય હાથ ધર્યું
PSUએ 76,000થી વધુ જરૂરિયાતમંદ લોકોને ભોજન અને રાશન આપ્યું
દૈનિક ધોરણે 500 ફુટ પેકેટ પૂરા પાડવા માટે નવરત્ન NBFCએ દિલ્હી પોલીસ સાથે જોડાણ કર્યું
અગાઉ PM CARES ભંડોળમાં રૂપિયા 150 કરોડનું યોગદાન આપ્યું છે
Posted On:
21 APR 2020 11:18AM by PIB Ahmedabad
શ્રીનગરથી કન્યાકુમારી, જામનગરથી શિલોંગ સુધી દૈનિક વેતનદાર શ્રમજીવીઓ માટે કોવિડ-19 જેટલું જ જોખમ ભૂખમરાનું પણ છે. તેમાંથી કેટલાક વિસ્થાપિત શ્રમિકો ભારતના વિવિધ ભાગોમાં અટકાઇ ગયા છે. તેમની વેદનાને ધ્યાનમાં રાખીને, નવરત્ન CPSE અને ઉર્જા મંત્રાલયના વહીવટી નિયંત્રણ સાથેની દેશની ઉર્જા ક્ષેત્રની પરિયોજનાઓની અગ્રણી ફાઇનાન્સર કંપની REC લિમિટેડની CSR શાખા REC ફાઉન્ડેશન દ્વારા લૉકડાઉનના આ સમય દરમિયાન અત્યાર સુધીમાં 76,000 જેટલા દૈનિક વેતનદાર શ્રમજીવીઓ અને તેમના પરિવારોના સભ્યોને રાંધેલા ભોજન, રેશન, ઉપયોગીતા પેકેટ્સ, માસ્ક, સેનિટાઇઝર અને આશ્રય જેવી સુવિધાઓ આપવામાં આવી છે. REC ફાઉન્ડેશને આવી પ્રવૃત્તિઓ માટે પહેલાંથી જ રૂપિયા 7 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે અને હજુ પણ વધુ ભંડોળ ફાળવવાની કામગીરી ચાલી રહી છે.
કેન્દ્રીય ઉર્જા અને અક્ષય ઉર્જા મંત્રી શ્રી આર.કે. સિંહે કરેલા અનુરોધનાં પગલે, RECએ પહેલાંથી જ કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રીના નાગરિક સહાય અને રાહત ભંડોળ (PM CARES)માં દેશની કોરોના વાયરસ સામેની લડાઇ માટે રૂપિયા 150 કરોડનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત, RECના તમામ કર્મચારીઓએ સ્વેચ્છાએ તેમનો એક દિવસનો પગાર પ્રધાનંમત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં આપ્યો છે.
REC ફાઉન્ડેશન સંબંધિત સરકારી માલિકીની વીજ વિતરણ યુટિલિટી સાથે મળીને ખાદ્યાન્નના પેકેટ્સ અને માસ્ક તેમજ સેનિટાઇઝર જેવી ચીજોના અન્ય ઉપયોગીતા પેકેટ્સ પૂરાં પાડે છે. દૈનિક ધોરણે 4 સભ્યોના પરિવારને પૂરું પડે એટલા ભોજનના 500 ફુડ પેકેટ્સ પૂરાં પાડવા માટે RECએ દિલ્હી પોલીસ સાથે જોડાણ કર્યું છે. RECએ પહેલાંથી જ સમગ્ર દેશના વિવિધ જિલ્લાઓમાં 10થી 30 દિવસ સુધી દિવસમાં બે વખત તૈયાર રાંધેલા ભોજનના વિતરણ માટે જિલ્લા વિતરણ કંપનીઓની કચેરીઓ, કલેક્ટર અને/અથવા જિલ્લા મેજિસ્ટ્રેટને ભંડોળ આપ્યું છે. અન્ય ઘણા જિલ્લાઓમાં તેમના વિસ્તારોમાં વિતરણ માટે ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત, જ્યાં ઘરે રાંધવાની વ્યવસ્થા હોય તેવા જિલ્લાઓમાં લોકોને ખાદ્યાન્નની કીટ્સનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
અંદાજે 300 કામદારો અને દૈનિક વેતનદાર શ્રમજીવીઓ ગુરુગ્રામમાં RECના વર્લ્ડ હેડ ક્વાર્ટરના બાંધકામમાં જોડાયેલા છે જેઓ બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યો સહિત વિવિધ રાજ્યોના મૂળ વતની છે તેમને અને આસપાસના વિસ્તારોમાં પણ ઘણા જરૂરિયાતમંદ લોકોને લોટ, ચોખા, દાળ, ખાદ્યતેલ, સાબુ, સેનિટાઇઝર વેગેરે ચીજો પખવાડિયામાં એકવાર પૂરી પાડવામાં આવે છે.
GP/DS
(Release ID: 1616698)
Visitor Counter : 279
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada