માહિતી અને પ્રસારણ મંત્રાલય

PIB FactCheckમાં સત્તાવાર સંસ્કરણ સાથે આજે પાંચ ટ્વીટ કરવામાં આવી


પર્દાફાશ કર્યો: ‘જેહાનાબાદમાં ભુખ્યા બાળકો દેડકા ખાઇ રહ્યા છે’

સ્પષ્ટતા: ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા વોટ્સએપ ગ્રૂપ માટે કોઇ કાયદા અને નિયમનો નથી

Posted On: 20 APR 2020 8:56PM by PIB Ahmedabad

સોશિયલ મીડિયામાં ફેલાતા ખોટા સમાચારને રોકવા માટે અને નામદાર સર્વોચ્ચ અદાલતના અવલોકનના પગલે, PIB દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી અફવાનો પર્દાફાશ કરવા માટે એક સમર્પિત એકમ તૈયાર કરવામાં આવ્યું છે. ‘PIBFactCheck’ ટ્વીટર પર પ્રમાણિત હેન્ડલ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટ્રેન્ડિંગ સંદેશાઓ પર દેખરેખ રાખે છે અને ખોટા સમાચારોનો પર્દાફાશ કરવા માટે તેની સામગ્રીની વ્યાપક સમીક્ષા કરે છે. ઉપરાંત, ટ્વીટર પર PIB ઇન્ડિયા હેન્ડલ અને વિવિધ PIB પ્રાદેશિક એકમોના હેન્ડ્લ પણ કોઇપણ બાબતે ટ્વીટર પર #PIBFactCheck હૅશટૅગનો ઉપયોગ કરીને સત્તાવાર અને પ્રમાણભૂત સંસ્કરણ મૂકે છે જેથી વ્યાપકપણે ટ્વીટર સમુદાય માટે તે લાભદાયી રહે.

 

કોઇપણ વ્યક્તિ ટેક્સ્ટ મેસેજ, ઓડિયો અને વીડિયો સહિત કોઇપણ સોશિયલ મીડિયા સંદેશની પ્રમાણભૂતતા તપાસવા માટે PIBFactCheckને મોકલી શકે છે. આવા સંદેશા https://factcheck.pib.gov.in/ લિંક પર અથવા +918799711259 વોટ્સએપ નંબર પર pibfactcheck[at]gmail[dot]com ઇમેલ પર મોકલી શકાય છે. આની વિગતો PIBની વેબસાઇટ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.

 

PIBFactCheck દ્વારા આજે પાંચ ચીજોના સત્તાવાર સંસ્કરણની ટ્વીટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક અફવા ખૂબ વ્યાપક રીતે ટ્રેન્ડિંગ થઇ રહી છે કે, “અગ્રણી મીડિયા પોર્ટલનો દાવો છે કે, બિહારના જેહાનાબાદમાં બાળકો પાસે ઘરમાં ભોજન હોવાથી દેડકા ખાઇ રહાય છે. વીડિયો વાયરલ થયો છે”. દાવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. જેહાનાબાદના DM જણાવ્યું હતું કે, ઘરોમાં બાળકો માટે પૂરતા પ્રમાણમાં અન્નની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

PIBFactCheck દ્વારા હિન્દીમાં એક ટ્વીટ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લોકો પર સોડિયમ ક્લોરાઇડ જેવા જંતુનાશકો છાંટી શકાય તેવી ખોટી માન્યતાનો પર્દાફાશ કરીને ટાંકવામાં આવ્યું છે કે, આનો ઉપયોગ વારંવાર લોકો દ્વારા સ્પર્શ કરવામાં આવતી ચીજોને જંતુમુક્ત કરવા માટે થાય છે અને લોકો માટે તે હાનિકારક છે. આવી સ્પષ્ટતા PIB મુંબઇ દ્વારા અંગ્રેજીમાં પણ કરવામાં આવી છે.

 

દરમિયાન PIB લખનઉ દ્વારા UP પોલીસ વિશેની અફવાનો એવી પર્દાફાશ કરવામાં આવ્યો હતો, કે UP ડાયલ 112 દ્વારા વોટ્સએપ ગ્રૂપના સંચાલન માટે કાયદા અને નિયમનો બહાર પાડવામાં આવ્યા છે. આમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવી કોઇ એડવાઇઝરી બહાર પાડવામાં આવી નથી. PIB લખનઉએ ખોટા મીડિયા અહેવાલનો પણ પર્દાફાશ કર્યો હતો. ખોટા અહેવાલમાં કહેવાયું હતું કે, આંબેડકરનગરનો રીઝવાન નામનો યુવાન પેરીકાર્ડિયલ ઇન્ફ્યુઝનના કારણે મૃત્યુ પામ્યો છે અને તેના પોસ્ટ મોર્ટમ રીપોર્ટના ચાર પેજ પણ પણ સાથે મુકવામાં આવ્યા હતા.

 

 

GP/DS


(Release ID: 1616714) Visitor Counter : 216