રેલવે મંત્રાલય

દિલ્હી પોલીસને સાથસહકાર આપીને રેલવેએ કોવિડ રોગચાળાને નિયંત્રણમાં લેવા ફરજ બજાવતા દિલ્હીનાં પોલીસ કર્મચારીઓને દરરોજ પાણીની 10000 બોટલ પૂરું પાડવાની વ્યવસ્થા કરી


ઉનાળામાં તાપમાનમાં વધારો થવાની સાથે ભારતીય રેલવેએ સરકારી એકમ આઇઆરસીટીસીની મદદ સાથે કોવિડ સામેની લડાઈમાં રોડ નાકા અને અન્ય સ્થળો પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પાણીની રેલ નીર બોટલ પૂરી પાડવાનું શરૂ કર્યું

અત્યાર સુધી 50000થી વધારે બોટલનું વિતરણ થયું; 3 મે સુધી વ્યવસ્થા જળવાઈ રહેશે

Posted On: 21 APR 2020 3:31PM by PIB Ahmedabad

આઇઆરસીટીસી, આરપીએફ, ઝોનલ રેલવે અને અન્ય રેલવે સંસ્થાઓની મદદ સાથે સંકલન સ્થાપિત કરીને ભારતીય રેલવે કોવિડ સામેના સંઘર્ષમાં રેલવેની કટિબદ્ધતાને જાળવીને અવિરતપણે કામ કરી રહી છે.

તાજેતરમાં રેલવેએ દિલ્હી પોલીસ કર્મચારીઓને દરરોજ પાણીની 10000 બોટલ પૂરી પાડવાનું કામ શરૂ કર્યું છે, જેઓ કોવિડ 19 સામેની લડાઈમાં શેરીઓમાં ફરજ બજાવી રહ્યાં છે. અત્યાર સુધી પાણીની 50000 બોટલનું વિતરણ થયું છે.

ઉનાળાની બળબળતી બપોર અને વ્યક્તિની સહનક્ષમતાની કસોટી કરે એવા તાપમાં પોલીસ કર્મચારીઓ રાતદિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સુનિશ્ચિત કરી રહ્યાં છે કે, લોકડાઉનનો અમલ પર્યાપ્ત રીતે થાય તેમજ હાલના પડકારજનક સ્થિતિસંજોગોમાં વિવિધ સ્થળોમાં ડૉક્ટરો અને પેરામેડિક્સને કોઈ મુશ્કેલી પડે.

પોલીસ કર્મચારીઓ જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સને સપોર્ટ કરવો સતત કાર્યરત કર્મચારીઓને બિરદાવવા સમાન હોવાની સાથે ભારતીય રેલવેના કોવિડ 19 સામે લડાઈમાં રાષ્ટ્રીય પ્રયાસોમાં પૂરક બનવાના પ્રયાસોનો એક ભાગ છે.

પહેલ અંતર્ગત પોતાના સરકારી એકમ આઇઆરસીટીસીની મદદ સાથે ભારતીય રેલવેએ 16.04.2020થી નવી દિલ્હીમાં દરરોજ પાણીની 10000 રેલ નીર  બોટલનું વિતરણ શરૂ કર્યું છે. પાણીની 10000 રેલનીર બોટલમાં દરેક બોટલમાં 1 લિટર પાણી હોય છે. તેમને નાંગ્લોઈમાં રેલનીર પ્લાન્ટમાંથી લેવામાં આવે છે. અત્યાર સુધી 50,000થી વધારે બોટલનું વિતરણ થયું છે.

બાબત પણ નોંધી શકાય છે કે, ભારતીય રેલવે કોવિડ 19ને કારણે લોકડાઉન પછી જરૂરિયાતમંદ લોકોને ગરમાગરમ રાંધેલુ ભોજન નિઃસ્વાર્થપણે અને સ્વૈચ્છિક રીતે પૂરું પાડે છે. રેલવે આઇઆરસીટીસીના રસોડા, આરપીએફના સંસાધનો અને બિનસરકારી સંસ્થાઓના પ્રદાન દ્વારા લંચ માટે પેપર પ્લેટ સાથે રાંધેલું ભોજન અને ડિનર માટે ફૂટ પેકેટ પૂરાં પાડે છે. કોવિડ 19ને કારણે રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન ભારતીય રેલવે દ્વારા ગરમાગરમ રાંધેલા ભોજનનું વિતરણ ગઈ કાલે બે મિલિયનને આંબી ગયું હતું.

 

GP/DS(Release ID: 1616720) Visitor Counter : 144