નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય

MNRE કોવિડ-19ના કારણે લોકડાઉનના પગલે થયેલા વિક્ષેપને ધ્યાને રાખી લોકડાઉન પછી પણ ૩૦ દિવસના સમયગાળા માટે RE પ્રોજેક્ટ્સને વિસ્તારિત કરવાની મંજૂરી આપી


કોવિડ-19ના કારણે થયેલ લોકડાઉનને કુદરતી આપત્તિ ગણવામાં આવશે

Posted On: 21 APR 2020 3:11PM by PIB Ahmedabad

નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય (MNRE) જણાવ્યું છે કે પુનઃપ્રાપ્ય ઉર્જાનું અમલીકરણ કરતી સંસ્થાઓ કોવિડ-19ના લીધે થયેલા લોકડાઉનના કારણે તેમના RE પ્રોજેક્ટ્સ માટે પ્રકારનું લોકડાઉન પૂર્ણ થાય પછી પરિસ્થિતિ સામાન્ય કરવા માટે લોકડાઉનના સમયગાળાને સમકક્ષ અને વધારાના ૩૦ (ત્રીસ) દિવસનો થોડો વધુ સમય લંબાવી શકે છે. 17-4-2020ના રોજ જાહેર કરવામાં આવેલ એક આદેશમાં મંત્રાલયે નોંધ્યું છે કે, રીતે લંબાવવામાં આવેલ સમયગાળો લોકડાઉન વત્તા વધારાના ૩૦ (ત્રીસ) દિવસનો થશે. એક બ્લેન્કેટ એક્સ્ટેન્શન હશેતેમાં પ્રત્યેક કેસ માટે જુદી જુદી તપાસની કોઈ જરૂરિયાત નહી રહે. લોકડાઉનના કારણે એક્સ્ટેન્શન માટે કોઈ પુરાવા આપવાની પણ જરૂર નહી રહે.

મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય (MNRE)ની તમામ પુનઃપ્રાપ્ય ઉર્જા અમલીકરણ કરતી સંસ્થાઓ કોવિડ-19ના કારણે થયેલા લોકડાઉનને કુદરતી આપત્તિ તરીકે ગણશે.

પુનઃપ્રાપ્ય ઉર્જા વિભાગ (રાજ્યોના ઉર્જા/ વીજળી મંત્રાલય અંતર્ગત આવતી પરંતુ પુનઃપ્રાપ્ય ઉર્જામાં કામ કરતી સંસ્થાઓ સહીત)નો ઉલ્લેખ કરીને મંત્રાલયે તેમને પણ જણાવ્યું છે કે તેઓ પણ કોવિડ-19ના કારણે થયેલા લોકડાઉનને કુદરતી આપત્તિ તરીકે ગણે અને પ્રકારના લોકડાઉનના લીધે જરૂરી સમયગાળાને લંબાવવાની મંજૂરી આપે.

RE ડેવલપર્સ દ્વારા મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે લોકડાઉન (કોવિડ-19ના કારણે)ના લીધે એક સામાન્ય રીતે વિલંબિત સમયની અને પ્રકારના લોકડાઉન બાદ પરિસ્થિતિને સામાન્ય કરવા માટે જરૂરી વધારાના સમયની પણ મંજૂરી આપવામાં આવે.

MNRE અગાઉ 20.૦૩.2020ના રોજ SECI, NTPC અને અધિક મુખ્ય સચિવો/ મુખ્ય સચિવો/ ઉર્જા/ વીજળી/ રાજ્ય સરકારના પુનઃપ્રાપ્ય ઉર્જા (RE) વિભાગના સચિવો/ કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો/ વહીવટીતંત્રોને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી કે ચીન અથવા અન્ય કોઇપણ દેશમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે પુરવઠા શ્રુંખલામાં ઉભા થયેલા વિચ્છેદના કારણે થયેલ વિલંબને એક કુદરતી આપત્તિ તરીકે ગણવામાં આવે અને તેઓ કોરોના વાયરસના કારણે પ્રોજેક્ટ્સને વધારાનો સમયગાળો ફાળવવાની મંજૂરી આપે. તેઓ ડેવલપર્સ દ્વારા ચીન અથવા અન્ય કોઈ દેશમાં કોરોના વાયરસના ફેલાવાના કારણે પુરવઠા શ્રુંખલામાં ઉભા થયેલ પ્રકારના ભંગાણના તેમના પોતાના સંલગ્ન દાવાને ટેકો આપતા પુરાવાઓ/ દસ્તાવેજોના આધાર પર આમ કરી શકે છે.

 

GP/DS



(Release ID: 1616732) Visitor Counter : 217