નાણા મંત્રાલય

શ્રીમતી નિર્મલા સિતારમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ન્યુ ડેવલપમેન્ટ બેંકના સંચાલક મંડળની પાંચમી વાર્ષિક બેઠકમાં ભાગ લીધો

શ્રીમતી સિતારમણે બ્રિકસ દેશોને 5 અરબ ડોલરની નાણાકીય સહાયતા ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે ‘NDB’ દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરી

બ્રાઝીલના નાણામંત્રીએ જરૂરી દવાઓના રૂપમાં સમય પર મળેલ મદદ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો

Posted On: 20 APR 2020 9:20PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાંવીડિયો કોન્ફરન્સના માધ્યમથી ન્યુ ડેવલપમેન્ટ બેંકના સંચાલક મંડળ (બોર્ડ ઓફ ગવર્નર્સ)ની પાંચમી વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો.

ન્યુ ડેવલપમેન્ટ બેંક (એનડીબી)ને બ્રિકસના સભ્ય દેશો (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષીણ આફ્રિકા) દ્વારા વર્ષ 2014માં સ્થાપિત કરવામાં આવી હતી. એનડીબીનો ઉદ્દેશ્ય બ્રિકસ અને અન્ય ઉભરી રહેલ બજાર અર્થવ્યવસ્થાઓ અને વિકાસશીલ દેશોમાં પાયાગત માળખામાં અને સતત વિકાસ પરિયોજનાઓની માટે વ્યાપક સંસાધનો એકત્રિત કરવાનો  છે જેથી કરીને વૈશ્વિક પ્રગતિ અને વિકાસ માટે બહુપક્ષીય તથા ક્ષેત્રીય નાણાકીય સંસ્થાનો દ્વારા વર્તમાન સમયમાં કરવામાં આવી રહેલા પ્રયાસોમાં ઝડપ લાવી શકાય. એનડીબીએ અત્યાર સુધી ભારતની 14 પરિયોજનાઓને મંજૂરી આપી છે જેમાં 418 મીલીયન ડોલરની રકમ સમાવિષ્ટ છે.

બેઠકમાં પોતાના પ્રારંભિક પ્રવચનમાં નાણા મંત્રીએ એક વિશ્વસનીય વૈશ્વિક નાણાકીય સંસ્થાનના રૂપમાં પોતાની જાતને સ્થાપિત કરવા માટે એનડીબી દ્વારા કરવામાં આવેલ મજબુત પ્રયાસોની માટે તેની પ્રશંસા કરવામાં આવી હતી કે જે હજુ પણ વધારે સતત અને સમાવેશી દ્રષ્ટિકોણને સ્વીકારીને પોતાના નિર્દિષ્ટ હેતુઓને સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે.

કોવિડ-19ની ચર્ચા કરતા શ્રીમતી સીતારમણે બ્રિકસ દેશોને લગભગ 5 અરબ ડોલરની નાણાકીય સહાયતા ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે એનડીબી દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની પ્રશંસા કરી હતી જેમાં કોવિડ-19 મહામારી સામે લડવા માટે ભારતને 1 અરબ ડોલરની આકસ્મિક સહાયતા આપવાનો પણ સમાવેશ થાય છે. તેમણે એવું સૂચન પણ આપ્યું હતું કે સુવિધા અંતર્ગત સહાયતાની રકમ વધારીને 10 અરબ ડોલર કરી દેવી જોઈએ. તેમણે કોવિડ-19 સામે લડવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારાકોવિડ-19 આકસ્મિક ભંડોળબનાવવા માટે કરવામાં આવેલ પહેલ અને જરૂરીયાતમંદ દેશોને મહત્વપૂર્ણ દવાઓનો જથ્થો પૂરો પાડવા માટે ભારત દ્વારા કરવામાં આવેલ પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો હતો. બ્રાઝીલના નાણા મંત્રીએ જરૂરી દવાઓના રૂપમાં ભારત પાસેથી સમય પર મળેલી મદદ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રીમતી સીતારમણે કોવિડ-19 સામે લડવા માટે ભારતમાં કરવામાં આવેલ જુદા જુદા મહત્વપૂર્ણ ઉપાયોને પણ રેખાંકિત કર્યા જેમાં સ્વાસ્થ્ય પદ્ધતિઓને મજબુત કવા માટે ભારત સરકાર દ્વારા 2 અરબ ડોલર (15,૦૦૦ કરોડ રૂપિયા)ની ફાળવણી કરવી, ગરીબો અને નબળા વર્ગોના લોકોની મુશ્કેલીઓને ઓછી કરવા માટે 25 અરબ ડોલરની રકમને સામાજિક સહાયતા ઉપાયો માટે એક યોજનાની જાહેરાત કરવી, 22 લાખથી વધુ આગળની હરોળના આરોગ્ય કર્મચારીઓને વ્યક્તિ દીઠ 67,૦૦૦ ડોલર (50 લાખ રૂપિયા)નું વીમા કવરેજ આપવું અને બંધારણીય અને નિયામક શિસ્તમાં કંપનીઓને રાહત આપવાની અન્ય જોગવાઈઓ તથા ભારતીય રીઝર્વ બેંક દ્વારા મુદ્રા નીતિને ઉદાર બનાવવી વગેરેનો સમાવેશ થાય છે.

સાથે તેમણે અન્ય બહુપક્ષીય વિકાસ બેંક (એમડીબી/આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનો – IFI)ની સાથે જી-20 ફોરમને જોડવા માટે યથાયોગ્ય પગલાઓ ભરવા માટે એનડીબીને દ્રઢતાપૂર્વક પ્રોત્સાહિત કરી. અને અંતમાં બ્રિકસ રાષ્ટ્રોએ જરૂરી સહયોગ આપવા માટે એનડીબીને નવીન પદ્ધતિઓ અથવા રીતભાતોનું પાલન કરવાની વિનંતી કરી હતી જેથી તે સતત વિકાસશીલ લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે.

 

GP/DS(Release ID: 1616888) Visitor Counter : 26