નાણા મંત્રાલય

ઝડપથી રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવા માટે મોકલવામાં આવેલા ઇમેલને સતામણી તરીકે ખોટું અર્થઘટન ન કરી શકાયઃ સીબીડીટી

Posted On: 21 APR 2020 11:45AM by PIB Ahmedabad

સોશિયલ મીડિયા પર કેટલાંક આરોપો મૂકવામાં આવ્યાં છે કે, આવકવેરા વિભાગે સ્ટાર્ટઅપ્સની બાકી નીકળતી માગોને એડજસ્ટ કરીને વસૂલાતની પ્રક્રિયા હાથ ધરી છે અને માટે વિભાગ દબાણ કરી રહ્યો છે. પ્રકારનાં આરોપોને હકીકતોની ખોટી રજૂઆત ગણાવી આજે કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા મંડળ (સીબીડીટી) જવાબ આપ્યો  હતો કે, સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી પ્રકારની વાતો હકીકતોની સંપૂર્ણપણે ખોટી રજૂઆત છે.

સીબીડીટીએ જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગના ઇમેલમાં ટેક્ષ રિફંડની પાત્રતા ધરાવતા તમામ લોકો પાસેથી બાકી નીકળતા કરવેરાની ચુકવણી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે અને પ્રકારની માંગણીને સતામણી તરીકે ખોટું અર્થઘટન કરી શકાય. કમ્પ્યુટર જનરેટેડ ઇમેલ લગભગ 1.72 લાખ કરદાતાઓને મોકલવામાં આવ્યાં છે, જેમાં તમામ પ્રકારનાં કરદાતાઓ સામેલ છેવ્યક્તિગત કરદાતાઓથી લઈને એચયુએફ (હિંદુ સંયુક્ત પરિવાર) કરાદાતો, નાની કે મોટી કંપનીઓ, જેમાં સ્ટાર્ટઅપ્સ. એટલે પ્રકારનાં ઇમેલ સ્ટાર્ટઅપ્સને મોકલવામાં આવ્યાં છે અને તેમને સતામણી કરવામાં આવે છે પ્રકારનો આરોપ હકીકતોની ખોટી રજૂઆત છે.

સીબીડીટીએ એવું પણ જણાવ્યું હતું કે, ઇમેલ ફેસલેસ કમ્યુનિકેશનનો ભાગ છે, જે જો કરવેરાની ચુકવણી માટે કોઈ રકમ બાકી નીકળતી હોય, તો એને એડજસ્ટ કર્યા વિના રિફંડ આપવામાં આવે સુનિશ્ચિત કરીને સરકારી નાણાનું રક્ષણ કરે છે. તમામ ઇમેલ આવકવેરા ધારાની કલમ 245 અંતર્ગત ઓટો-જનરેટ થયેલા છે, જે એવા કરદાતાઓને મળ્યાં છે, જેમની કરવેરાની ચુકવણી બાકી છે. જો કરદાતાએ બાકી નીકળતી રકમની ચુકવણી કરી હશે અથવા ઉચ્ચ કરવેરા સત્તામંડળ દ્વારા એના પર સ્ટે મૂકવામાં આવ્યો હશે, તો કરદાતાઓને મેઇલ દ્વારા જે તે સ્થિતિની જાણકાર આપવાની વિનંતી કરવામાં આવી છે, જેથી રિફંડ આપતા જે તે રકમને રોકી રાખવામાં આવે અને તેમનું રિફંડ મળે.

સીબીડીટીએ ઉમેર્યું હતું કે, પ્રકારના ઇમેલ બાકી નીકળતી રકમ સાથે રિફંડના સૂચિત એડજસ્ટમેન્ટ માટે કરદાતા પાસેથી પ્રતિસાદ મેળવવાની માત્ર રિક્વેસ્ટ છે અને એને વસૂલાતની નોટિસ ગણી શકાય અથવા આવકવેરા વિભાગ દ્વારા કથિત દબાણ ગણી શકાય, કારણ કે વિભાગને રિફંડ આપતા અગાઉ બાકી નીકળતી રકમ એડજસ્ટ કરીને સરકારી નાણાં બચાવવાની ફરજ છે.

સીબીડીટીએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટાર્ટઅપ્સને કરવેરાનું અવરોધમુક્ત અને દબાણમુક્ત વાતાવરણ પ્રદાન કરવા સીબીડીટીએ 30 ઓગસ્ટ, 2019ના રોજ જાહેર થયેલા પરિપત્ર નંબર 22/2019 બહાર પાડ્યો હતો. સ્ટાર્ટઅપ્સની આકારણી માટે પદ્ધતિઓ નક્કી કરવા ઉપરાંત પણ નક્કી કરવામાં આવ્યું છે કે, કલમ 56(2) (7બી) અંતર્ગત વધારાની જોગવાઈ સાથે સંબંધિત આવકવેરાની બાકી નીકળતી માંગણી નહીં કરવામાં આવે. જ્યાં સુધી આઇટીએટી દ્વારા પુષ્ટિ નહીં થાય, ત્યાં સુધી પ્રકારનાં સ્ટાર્ટ-અપ્સની અન્ય કોઈ પણ પ્રકારની આવકવેરાની માંગણી કરવામાં નહીં આવે. ઉપરાંત સ્ટાર્ટ-અપ સેલ સેલની રચના સ્ટાર્ટઅપ્સની ફરિયાદો અને પ્રકારની અન્ય કરવેરાની જોગવાઈ સાથે સંબંધિત સમસ્યાનું સમાધાન કરવા માટે થઈ છે.

કોઈ પણ કરદાતા પાસેથી બાકી નીકળતા કરવેરાની માંગણી સાથે સંબંધિત પ્રચલિત પ્રક્રિયાને સમજાવીને સીબીડીટીએ જણાવ્યું હતું કે, વિભાગે કરદાતાઓને માંગણી પૂર્ણ કરવા અથવા આવકવેરા વિભાગની કથિત માગની સ્થિતિની જાણકારી આપવાની તક પૂરી પાડી છે. એટલે રીતે વિભાગે પ્રકારના ઇમેલ મોકલીને કરદાતાઓને બાકી નીકળતી રકમની જાણકારી આપી છે અને એન ચુકવણી કરવા તક પૂરી પાડી છે અથવા જો કરદાતાએ કરવેરાની ચુકવણી કરી દીધી હોય તો પુરાવા સાથે જવાબ આપવાની અથવા અન્ય કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય તો અંગે સ્થિતિ જણાવવાની તક પૂરી પાડી છે.

સીબીડીટીએ જણાવ્યું હતું કે, કરદાતાએ બાકી નીકળતી ચુકવણીની વિગત આપવી જરૂરી છે, પછી એની ચુકવણી થઈ ગઈ હોય કે કોઈ અપીલેટ/સક્ષમ સત્તામંડળ દ્વારા એના પર સ્ટે મૂકાયો હોય તો એની જાણકારી આપવી જરૂરી છે, જેથી વિભાગ રિફંડમાંથી કરવેરાની વસૂલાતને મોકૂફ રાખી શકશે અને રિફંડમાંથી પ્રકારની રકમને કાપશે નહીં.

રીતે બાકી નીકળતી રકમની વસૂલાતની હાલની પ્રક્રિયાને અનુસરીને પ્રકારનાં મેઇલ સ્ટાર્ટ-અપ્સ સહિત 1.72 લાખ કરદાતાઓને મોકલવામાં આવ્યાં છે, જેથી આવકવેરા વિભાગને તેઓ બાકી નીકળતી રકમ વિશેની જાણકારી આપી શકે અને સક્ષમ સત્તામંડળે સ્ટે મૂક્યો છે કે નહીં જણાવી શકે. એનાથી સ્ટાર્ટઅપને વિના વિલંબે રિફંડ આપવા માટે ઉચિત કામગીરી શરૂ કરી શકાશે. જોકે આવકવેરા વિભાગના ઇમેલને પ્રકારનાં જવાબો આપવાથી અને સીબીડીટીના પરિપત્ર 22/2019ની ભાવનાથી વિપરીત કામગીરી કરવું સંપૂર્ણપણે અનુચિત છે.

ઉપરાંત સીબીડીટીએ શક્ય એટલી વહેલી તકે જવાબ આપવા સ્ટાર્ટઅપ્સને વિનંતી કરી છે, જેથી આવકવેરા વિભાગ પ્રચલિત પ્રક્રિયાને અનુસરીને રિફંડ આપવા માટે જરૂરી પગલાં હાથ ધરી શકશે.

સીબીડીટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે 8 એપ્રિલ, 2020નાં રોજ આપેલી અખબારી યાદીના સંબંધમાં સીબીડીટીએ અત્યાર સુધી વિવિધ કરદાતાઓને રૂ. 9,000 કરોડથી વધારે રકમના આશરે 14 લાખથી વધારે રિફંડ ઇશ્યૂ કર્યા છે, જેમાં વ્યક્તિઓ, એચયુએફ, પ્રોપ્રાઇટર્સ, કંપનીઓ, કોર્પોરેટ, સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઈ સામેલ છે, જેનો આશય કોવિડ-19 રોગચાળાની સ્થિતિનો સામનો કરવામાં કરદાતાઓને મદદ કરવાનો છે. કરદાતાઓ પાસેથી જવાબ મળ્યાં હોવાથી ઘણા રિફંડ પેન્ડિંગ છે અને એકવાર માહિતી મળશે એટલે શક્ય એટલી વહેલી તકે રિફંડ ઇશ્યૂ થશે.

 

GP/DS



(Release ID: 1616702) Visitor Counter : 217