PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 18 APR 2020 6:48PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 18.4.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં કોવિડ-19ના કુલ 14,378 કેસની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 1992 એટલે કે 13.82% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 23 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના 47 જિલ્લામાં લાગુ કરવામાં આવેલા એક્શન પ્લાનના સારી પરિણામો મળી રહ્યા છે. કોડગ્ગુ (કર્ણાટક)માં આ યાદીમાં ઉમેરાયેલો નવો જિલ્લો છે. અન્ય જિલ્લો માહે (પુડુચેરી) પણ એવો છે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોઇ નવો કેસ નોંધાયો નથી. 12 રાજ્યોમાં 22 નવા જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોઇ જ નવા કેસ નોંધાયા નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615868

 

ડૉ. હર્ષવર્ધને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર, દિલ્હીના આરોગ્ય મંત્રી, દિલ્હીમાં જુદા જુદા દવાખાનાઓના મેડીકલ સુપરીન્ટેન્ડન્ટસ અને કેન્દ્ર તથા દિલ્હી સરકારના આરોગ્ય અધિકારીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજી

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ દવાખાનાઓને વિનંતી કરી કે તેઓ બીમારી વિરુદ્ધના અડગ યુદ્ધમાં કોવિડ-19 સિવાયના ગંભીર દર્દીઓની પણ સમાન સહાનુભૂતિ વડે સારવાર કરવામાં આવે. તેમણે કહ્યું કે, સ્વૈચ્છિક રક્ત દાતાઓને પ્રોત્સાહન આપીને અને ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહાયતા વડે મોબાઇલ બ્લડ કલેક્શન વાન જેવી જુદી જુદી સેવાઓનો ઉપયોગ કરીને દર્દીઓને લોહી ચડાવવા માટે લોહીનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવે. તેમણે કહ્યું કે, જો કોઈપણ તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતો દર્દી દવાખાનામાંથી ઈલાજ કરાવ્યા વિના ચાલ્યો જશે તો ભૂલ કરનારા આરોગ્ય કાળજી કર્મચારી ઉપર પગલા લેવામાં આવશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615730

 

વિદેશીઓને અને ઇમીગ્રેશન ચેકપોસ્ટ્સ દ્વારા ભારતમાં આવી રહેલા મુસાફર ટ્રાફિકને મંજૂર કરવામાં આવેલા હાલના તમામ વીઝા 3 મે 2020 સુધી રદ રહેશે, ચોક્કસ શ્રેણીઓ બાકાત

દેશમાં કોવિડ-19 મહામારીના ઉપદ્રવને અનુલક્ષીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિદેશીઓનો આપવામાં આવેલા હાલના તમામ વીઝા 3 મે 2020 સુધી રદબાતલ ગણવામાં આવશે જેમાંથી રાજદ્વારી, અધિકારીઓ, UN/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, કર્મચારી અને પરિયોજના શ્રેણી અંતર્ગત આપેલા વીઝાને બાકાત રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે વધુમાં નિર્દેશ આપ્યા છે કે, 107માંથી કોઇપણ ઇમીગ્રેશન ચેક પોસ્ટ મારફતે ભારતમાં આવી રહેલા તમામ મુસાફર ટ્રાફિકને 3 મે 2020 સુધી રદ રાખવામાં આવશે. જોકે, આવશ્યક અથવા બિન આવશ્યક ચીજવસ્તુઓ અને પૂરવઠાનું પરિવહન કરી રહેલા વાહનો, વિમાનો, જહાજો, પરિવાહકો અને ટ્રેનો વગેરેને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615733

 

કોવિડ-19ના સંદર્ભમાં લાગુ કરવામાં પ્રવાસન પ્રતિબંધોના કારણે હાલમાં ભારતમાં રહેતા હોય તેવા વિદેશીઓને 3 મે 2020 સુધી કોન્સ્યુલર સેવાઓની મંજૂરી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 08.03.2020ના રોજ કોવિડ-19ના સંદર્ભમાં લાગુ કરવામાં આવેલા પ્રવાસન પ્રતિબંધોના કારણે ભારતમાં રહેતા હોય તેવા વિદેશીઓને કોન્સ્યુલર સેવાઓ વિનામૂલ્ય ધોરણે 30 એપ્રિલ 2020 મંજૂરી આપવામાં આવી હતી. આ બાબતે વિચાર કર્યા પછી, હાલમાં ભારતમાં ફસાયેલા લોકોને વિદેશી પ્રાદેશિક નોંધણી અધિકારીઓ/ વિદેશીઓ માટે વિદેશી નોંધણી અધિકારીઓ દ્વારા આપવામાં આવતી નીચે ઉલ્લેખ કરેલી કોન્સ્યુલર સેવાઓનો સમયગાળો લંબાવવામાંનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615728

 

પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને રૂ. 10 લાખનું વળતર

કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગ્રામીણ પોસ્ટ સેવક (GDS) સહિત તમામ પોસ્ટ કર્મચારીઓને તેમની ફરજ નિભાવતી વખતે બીમારીના શિકાર થાય તો તેમને રૂપિયા 10 લાખ વળતર પેટે આપવામાં આવશે. આ દિશાનિર્દેશનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે અને કોવિડ-19નું સંકટ પૂરું થઇ જાય ત્યાં સુધીમાં તે અમલમાં રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615716

 

કોવિડ-19ની સ્થિતિમાં GST કરદાતાઓની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએઃ CBIC

30 માર્ચ, 2020થી, CBICએ રૂપિયા 5,575 કરોડના દાવાઓને લગતી 12,923 રિફન્ડ અરજીઓનો નિકાલ કર્યો છે, જ્યારે માત્ર ગત સપ્તાહમાં જ, CBICએ રૂપિયા 3854 કરોડના 7,873 દાવાનો નિકાલ કર્યો છે. CBICએ જણાવ્યું હતું કે, CBIC દ્વારા તેના તારીખ 31.03.2020ના રોજ પ્રસિદ્ધ થયેલા પરિપત્ર ક્રમાંક 133ના રોજ વેપાર અને વ્યવસાયને અનુકૂળ પગલાં ભરવામાં આવ્યા હતા જેથી કરીને GST રિટર્ન ફાઇલ કરતા લોકોને વહેલી તકે  ITC મળવાનો માર્ગ સુલભ બને અને સુનિશ્ચત કર્યુ હતું કે સંબંધિત માહિતીની ગેરહાજરીમાં ખોટા ITC દાવાઓની પ્રક્રિયા ન થાય. સોશિયલ મીડિયા અને અન્ય મીડિયાના કેટલાક વર્ગમાં વહેતા થયેલા અહેવાલોમાં આને કોવિડ-19 જેવી પરિસ્થિતિમાં કરદાતાઓને હેરાન કરાતા હોવાની ખોટી માહિતી ફેલાવાઇ હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615731

 

MSMEને રાહત આપવાના ભાગરૂપે, છેલ્લા 10 દિવસમાં 5204 કરોડ રૂપિયાની કિંમતના I-T રીફંડ જાહેર કરવામાં આવ્યા: CBDT

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ આજે જણાવ્યું હતું કે 8 એપ્રિલ 2020થી લઈને અત્યાર સુધી અંદાજે 8.2 લાખ નાના ઉદ્યોગો (માલિક, એકમો અને ટ્રસ્ટો)ને 5204 કરોડ રૂપિયાની કિંમતના આવકવેરા રીફંડ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ આવકવેરા રીફંડ MSMEને કોવિડ-19 રોગચાળાની સ્થિતિમાં કોઇપણ પ્રકારના પગાર કપાત કે છટણી વિના તેમની ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ચાલુ રાખવામાં સહાયક બનશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615732

 

વર્તમાન કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિમાં તકનો લાભ લઇને ભારતીય કંપનીઓની માલિકીફેર/હસ્તાંતરણની શક્યતાઓ ટાળવા સરકારે વર્તમાન FDI નીતિમાં સુધારો કર્યો

કોવિડ-19 મહામારીના કારણે હાલમાં દેશમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તકનો લાભ લઇને વિદેશી કંપનીઓ દ્વારા ભારતીય કંપનીઓની માલિકીફેર/હસ્તાંતરણની શક્યતાઓને ટાળવા માટે ભારત સરકારે વર્તમાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) નીતિની સમીક્ષા કરી છે અને સંકલિત FDI નીતિ, 2017માં સમાવ્યા અનુસાર વર્તમાન FDIમાં સુધારો કર્યો છે. હવે, ભારત સાથે જમીન સરહદથી જોડાયેલા કોઇપણ દેશમાં રહેલી કંપની અથવા ભારતમાં રોકાણના લાભાર્થી માલિક આવા કોઇપણ દેશમાં રહેતા હોય તો, તેઓ માત્ર સરકારી રૂટ હેઠળ રોકાણ કરી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615750

 

પ્રધાનમંત્રી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ શ્રી સિરિલ રામફોસા સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને મહાનુભવોએ કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા સ્થાનિક, પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો વિશે પોતાના મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે, આ પડકારજનક સમયમાં આવશ્યક દવાઓનો પૂરવઠો પૂરો પાડવામાં ભારત તરફથી દક્ષિણ આફ્રિકાને શક્ય હોય તેવો તમામ સહકાર આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615523

 

પ્રધાનમંત્રી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઇ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સિસિ વચ્ચે આજે ટેલીફોન પર ચર્ચા થઇ હતી. બંને નેતાએ કોવિડ-1 મહામારીના કારણે ઉભી થયેલી વૈશ્વિક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને પોતાના દેશમાં લોકોની સુરક્ષા માટે તેમની સરકારોએ લીધા પગલાં અંગે માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, મુશ્કેલીના આ સમયમાં ભારત દવાઓનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે પોતાના તરફથી શક્ય એવા તમામ પ્રયાસો કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615524

 

કૃષિ મંત્રીએ લૉકડાઉન દરમિયાન ખેતીવાડીની પ્રવૃત્તિઓને સુવિધા આપવા માટે વિવિધ વ્યવસાયો ચાલુ રાખવા અંગેના પગલાંની ચર્ચા કરી

સરકારે ટ્રેક્ટર, ટ્રીલર, હાર્વેસ્ટર અને કૃષિ સંબંધિત 51 મશીનરીના નમૂનાના પરીક્ષણ અને અપડેટ કરવાની મંજૂરીની આવશ્યકતા વર્ષાંત સુધી લંબાવી; બીજ વિક્રેતાઓના લાઇસન્સ અને આયાત મંજૂરીઓની મુદત સપ્ટેમ્બર 2020 સુધી લંબાવાઇ, 30 જૂને પૂરી થતી પેક-હાઉસ, પ્રસંસ્કરણ એકમો અને ટ્રીટમેન્ટ સુવિધાઓની માન્યતા એક વર્ષ લંબાવાઇ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615882

 

લઘુતમ ટેકાના ભાગ સીધા ખેડૂતો પાસેથી કઠોળ અને તેલીબિયાની ખરીદી શરૂ

ભારત સરકાર NAFED અને FCI જેવી કેન્દ્રીય નોડલ એજન્સીઓ મારફતે ખેડૂતોને બહેતર વળતર સુનિશ્ચિત કરાવવા માટે પ્રયાસરત છે. રવી 2020-21ની મોસમમાં  સૂચિત ચીજવસ્તુઓની લઘુતમ ટેકાના ભાવે (MSP) સીધી ખેડૂતો પાસેથી ખરીદીની કામગીરી કેટલાક રાજ્યોમાં શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોને લૉકડાઉનના સમયમાં પૂરતા પ્રમાણમાં સમયસર માર્કેટિંગ સહાય આપવામાં આવે છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીને મહત્તમ સંખ્યામાં ખેડૂતોની સંભાળવામાં આવે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615865

 

શ્રી સંતોષ ગંગવારે દેશમાં કામદારોની ફરિયાદોના નિવારણ માટે સંકલિત પ્રયાસો કરવા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને નોડલ અધિકારીઓની નિયુક્તિ કરવા કહ્યું

કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી સંતોષ ગંગવારે વિવિધ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને વિનંતી કરી છે કે, કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે શ્રમિકો/ કામદારોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉભા કરવામાં આવેલા કંટ્રોલરૂમ સાથે સંકલન કરવા માટે શ્રમ વિભાગમાંથી નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615725

 

કોવિડ-19 સામેની લડાઇ માટે PPE અને અન્ય ચીજોના ઉત્પાદન અંગે વેબિનાર યોજાયો

કોવિડ-19 સામેની લડાઇ માટે સરકારી અને બિન સરકારી બંને ક્ષેત્રોમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉદ્યોગોએ તેમની ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર છે. આ સંદર્ભે સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (SDIM) દ્વારા DRDOના સહયોગથી આજે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615505

 

શ્રી ગડકરીએ ઉદ્યોગને આયાતી ચીજવસ્તુઓનું સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનવા નવીન ટેકનોલોજી સ્વીકારવા અપીલ કરી

કેટલાંક વિસ્તારોમાં 20 એપ્રિલથી લોકડાઉનમાં છૂટછાટો મળશે એટલે મંત્રીશ્રીએ ઉદ્યોગનાં વિવિધ સંગઠનોનાં પ્રતિનિધિઓ સાથે આર્થિક પ્રવૃત્તિઓને ફરી ધમધમતી કરવા ચર્ચા કરી. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રને બેઠું કરવાના સંબંધમાં ગડકરીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉદ્યોગે નિકાસ વધારવા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનવા વીજળીનો ખર્ચ, લોજિસ્ટિક્સ ખર્ચ અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા જરૂરી પદ્ધતિઓ અપનાવવી પડશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615499

 

સમગ્ર દેશમાં આવશ્યક તબીબી પૂરવઠાનું પરિવહન કરવા માટે લાઇફલાઇન ઉડાન હેઠળ 274 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું

કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને છેવાડાના પ્રદેશો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા લાઇફલાઇન ઉડાનઅંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. લાઇફલાઇન ઉડાન અંતર્ગત એર ઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 274 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આમાંથી 175 ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 463.15 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા આજની તારીખ સુધીમાં કુલ 2,73,275 કિમી થી વધુ અંતર કાપવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615720

 

કોવિડ-19 લોકડાઉન દરમિયાન ભારતીય રેલવેએ નવીન વિચારો પ્રસ્તુત કર્યા અને ખાદ્યાન્નનું રેકોર્ડ સીમાચિહ્નરૂપ પરિવહન કર્યું

ઉત્તરમાં અન્નપૂર્ણા ટ્રેનો અને દક્ષિણમાંથી જય કિસાન સ્પેશ્યલ ટ્રેનોએ લાંબા અંતરની અતિ ભારે ઝડપી સ્પેશ્યલ ફ્રેઇટ ટ્રેનો શરૂ કરી. લગભગ 5000 ટન અને 80થી વધારે રેક ધરાવતી લોંગ હોલ લોડેડ ખાદ્યાન્ન ટ્રેનો દેશને જોડવા ઝડપથી દોડે છે. જ્યારે ચાલુ વર્ષે 1 એપ્રિલથી 16 એપ્રિલ વચ્ચે 3.2 મિલિયન ટનથી વધારે ખાદ્યાન્નનું વહન થયું હતું, ત્યારે ગયા વર્ષનાં સમાન ગાળામાં 1.29 મિલિયન ટનનું વહન થયું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615503

 

જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખાદ્યાન્નની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રેલવેએ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ડબલ ખાદ્યાન્નનું લોડિંગ કર્યું

લૉકડાઉન દરમિયાન 25 માર્ચથી 17 એપ્રિલ, 2020 માં 1500થી વધારે રેક અને 4.2 મિલિયન ટન ખાદ્યાન્નનું લોડિંગ થયું, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 2.31 મિલિયન ટન હતું. ભારતીય રેલવે ખાદ્યાન્ન જેવા કૃષિલક્ષી ઉત્પાદનોનો સમયસર ઉપાડ સુનિશ્ચિત કરવા અને સાથે સાથે પુરવઠાની સાંકળમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય એ સુનિશ્ચિત કરવા શક્ય તમામ કામગીરી કરે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615772

 

શ્રી રવિશંકર પ્રસાદે જેમને તાકીદે અન્નની જરૂરિયાતમાં હોય તેવા લોકો પર ધ્યાન આપવા પોસ્ટલ વિભાગને કહ્યું

કોવિડ-19ના કારણે ઉભા થયેલા આ કટોકટીના સમયમાં પોસ્ટલ વિભાગ દેશભરમાં પોતાના પોસ્ટ ઓફિસના વિરાટ નેટવર્ક દ્વારા લોકોની મદદ માટે આગળ આવ્યો છે. શ્રી રવિશંકર પ્રસાદે સૂચનાઓ બહાર પાડીને ખાસ કરીને તાકીદે અન્નની જરૂરિયાત હોય તેવા દબાયેલા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા પર વિશેષ ધ્યાન આપવા કહ્યું છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓએ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો, વિસ્થાપિત શ્રમિકો અને દૈનિક કમાઇને ગુજરાન ચલાવતા જરૂરિયાતમંદ લોકોને અન્ન, સુકું રેશન અને માસ્કનું વિતરણ કરવા માટે પોતાની બચત પણ ખર્ચી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં અન્ન/ સુકા રેશનના 1 લાખ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615875

 

રોટરી ક્લબ દિલ્હીએ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા 50,000 ફેસ માસ્ક પૂરાં પાડ્યા

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615493

 

કોવિડ-19 મહામારી સામે લડવા માટે સંરક્ષણ PSU, OFBએ તેમના સંસાધનો કામે લગાડ્યા

કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો (DPSU) અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)એ નાગરિક વહીવટીતંત્રને મદદ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ મહત્વપૂર્ણ સંસ્થાઓએ આ પ્રાણઘાતક વાયરસને દેશમાંથી ખતમ કરવા માટે પોતાના સંસાધનો, ટેકનિકલ જ્ઞાન અને માનવીય કાર્યબળને સંપૂર્ણ કામે લગાડી દીધું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615724

 

CSIR – NAL દ્વારા કોવિડ-19 સામે લડવા માટે પર્સનલ પ્રોટેક્ટીવ કવરઓલ વિકસિત કરાયા

બેંગલુરુમાં CSIRની ઘટક લેબ, CSIR – નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ (CSIR – NAL)MAF ક્લોથીંગ પ્રાઇવેટ લીમીટેડ, બેંગલુરુ સાથે મળીને એક ઓવરઓલ પ્રોટેક્ટીવ કવરઓલ સૂટ વિકસિત કર્યું છે અને તેને પ્રમાણિત કર્યું છે. પોલીપ્રોપ્લીલેનના વણાટનું લેમિનેટ કરેલ, વધારે આવરણ ધરાવતા નોન વોવન ફેબ્રિક આધારિત કવરઓલનો ઉપયોગ ડોક્ટર્સ, નર્સ, પેરામેડીકલ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓ કે જેઓ કોવિડ-19ને પહોંચી વળવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે તેમની સુરક્ષાની ખાતરી કરવા માટે ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615723

 

નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ કોવિડ-19 સામેની લડાઇના સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અન્ન અને દવાઓ જેવી આવશ્યક ચીજોના વિતરણમાં સક્રીય ભાગ લઇ રહી છે

ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના કેન્દ્રીય ખાતર વિભાગ હેઠળ આવતી અગ્રણી ખાતર કંપની, નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (NFL) કોવિડ-19 સામેની લડાઇમાં સરકારના પ્રયાસોમાં સહકાર આપવા માટે અન્ન અને દવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં સક્રીય ભાગ લઇ રહી છે. NFL એકમે ભટિંડાના જિલ્લા વહીવટીતંત્રને કોરોના મહામારી સામે લડવા માટે 3,000 માસ્ક પૂરા પાડ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615770

 

પર્યટન મંત્રાલયે 'દેખો અપના દેશ' વેબિનાર શ્રેણી દ્વારા આજે વિશ્વ ધરોહર દિવસ ઉજવ્યો

પર્યટન મંત્રાલયે આજે વેબિનાર શ્રેણી દ્વારા વિશ્વ ધરોહર દિવસ 2020ની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પર્યટન અને સંસ્કૃતિ મંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી પ્રહલાદસિંહ પટેલે કેવી રીતે આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ માત્ર પ્રાચીન નહીં પરંતુ મૂલ્યવાન પણ છે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્તમાન કટોકટીમાં આખી દુનિયા અને આપણો દેશ પણ કોવિડ-19નો સામનો કરે છે ત્યારે, આપણા વારસાના માનવતા અને ઉષ્માભર્યા આતિથ્યના મૂલ્યો આપણને પરિભાષિત કરે છે અને આપણે અત્યારે જે છીએ એ તેના કારણે છીએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615870

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 3,323 થઇ છે. ચેપ અને મૃત્યુ બંને બાબતે સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. મુંબઇમાં ઓછામાં ઓછા 20 નૌસેનાના કર્મચારીઓને વાયરલ ચેપનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. કર્મચારીઓ INS આંગ્રે પર કામ કરતા હતા જે પશ્ચિમ નવલ કમાન્ડમાં લોજિસ્ટિક અને સહાયક સુવિધા પૂરી પાડે છે.
 • ગુજરાત: રાજ્ય આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં શનિવારે 176 નવા કેસો નોંધાતા કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 1,273 થઇ છે. અમદાવાદમાં કોવિડ-19ના નવા 142 કેસ નોંધાતા કુલ આંકડો 765 થયો છે. કુલ 48 દર્દીઓ ચેપના કારણે મૃત્યુ પામ્યા છે.
 • રાજસ્થાન: રાજસ્થાનમાં કોરોના વાયરસના 98 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ આંકડો 1229 થયો છે. કુલ ચેપગ્રસ્ત દર્દીઓમાંથી કુલ 183 સાજા થયા છે અને 11ના મોત નીપજ્યાં છે.
 • કેરળ: રાજ્ય આરોગ્ય મંત્રી કે. કે. શૈલેજાએ જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલી મલપ્પુરમની વ્યક્તિ ઓબ્ઝર્વેશન હેઠળ હતી અને તેને કોવિડ-19 નહોતો; છેલ્લા 3 પરીક્ષણમાં તેનું પરીક્ષણ નેગેટિવ આવ્યું છે. ગઇકાલે, રાજ્યમાં કોવિડ-19નો માત્ર એક કેસ નોંધાયો છે અને 10 દર્દી બીમારીમાંથી સાજા થયા છે.
 • તામિલનાડુ: સમગ્ર તામિલનાડુમાં હોટસ્પોટ્સમાં ઉપયોગમાં લેવા માટે 36,000 ઝડપી પરીક્ષણ કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. હ્યુન્ડાઇએ તામિલનાડુ અને અન્ય રાજ્યોમાં ICU વેન્ટિલેટર્સનું ઉત્પાદન કરવા માટે એર લિક્વિડ મેડિકલ સિસ્ટમ્સ સાથે જોડાણ કર્યું છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1323 થઇ છે; 15 મોત; 283ને રજા આપી.
 • કર્ણાટક: મુખ્યમંત્રીએ રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિ અને 20 એપ્રિલ પછી લેવાનારા પગલાંની સમીક્ષા અને ચર્ચા માટે વરિષ્ઠ મંત્રીઓ સાથે બેઠક યોજી. કુલ પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 371. આજે નવા 12 કેસ ઉમેરાયા. કુલ 13 દર્દીના મૃત્યુ થયા અને 92ને સાજા થતા રજા આપવામાં આવી.
 • આંધ્રપ્રદેશ: છેલ્લા 24 કલાકમાં નવા 31 કેસ નોંધાયા; ક્રિશ્ના જિલ્લામાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયા કુલ મૃતકોની સંખ્યા 15 થઇ. અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 603; 42ને રજા આપવામાં આવી. રેડ ઝોનમાં ઘરે ઘરે સર્વેક્ષણ અને પરીક્ષણો થઇ રહ્યા છે. સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતા જિલ્લામાં કુર્નૂલ (129), ગુંતૂર (126), ક્રિશ્ના (70), નેલ્લોર (67) છે.
 • તેલંગાણા: હૈદરાબાદમાં વધુ એક પોલીસ જવાન અને નારાયણપેટમાં એક શિશુને કોઇપણ સંપર્ક હિસ્ટ્રી વગર પોઝિટીવ રીપોર્ટ આવ્યો. હોટસ્પોટ તેલંગાણામાં લૉકડાઉનમાંથી કદાચ રાહત આપવામાં આવશે નહીં; રવિવારે રાજ્ય દ્વારા અંગે અંતિમ નિર્ણય લેવાશે. અત્યાર સુધીમાં કુલ પોઝિટીવ કેસ 766; મૃત્યુ 18. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ ઇટાનગર નજીક આસામ-અરુણાચલ સરહદે આવેલા બંદરદેવા ચેક ગેટની મુલાકાત લીધી અને રાજ્યમાં પ્રવેશી રહેલા લોકોના સ્ક્રિનિંગના પગલાંની સમીક્ષા કરી.
 • આસામ: આરોગ્ય મંત્રી હિમાંતા વિશ્વ શર્માએ ટ્વીટ કરી કે, કોવિડ-19ના વધુ એક દર્દીને સિલ્ચર કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી; રાજ્યમાં કુલ 12 દર્દી સાજા થયા.
 • મેઘાલય: NIC મેઘાલયે NICના આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ રિસોર્સ ડિવિઝનના સહયોગથી 'VANI-COVID19' તૈયાર કર્યું જે બહુભાષીય ચેટબોટ છે. મેઘાલયમાં લોકોના કોવિડ સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે તે તૈયાર કરાયું. અંગ્રેજી, ખાસી અને ગારો ભાષામાં તે કામ કરે છે.
 • મણીપૂર: બાળકોને ઘરેથી અભ્યાસ કરવામાં મદદરૂપ થવા માટે શિક્ષણ વિભાગે કોમિક પુસ્તકોનું ઇલેક્ટ્રોનિક ફોર્મેટ લોન્ચ કર્યું જે વેબસાઇટ - manipureducation.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે.
 • મિઝોરમ: બેંગલુરુમાં ફસાયેલા મિઝો લોકોને રાહત પૂરી પાડવા બદલ મુખ્યમંત્રીએ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી શ્રી ગોવિંદ એમ. કજરોલનો આભાર વ્યક્ત કર્યો.
 • ચંદીગઢ: શહેરમાં વિવિધ ભાગોમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોમાં તૈયાર ભોજનના 68,525 ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. 20,000માંથી 17,000 કામદારોને તેમના સંબંધિત ઉદ્યોગો દ્વારા માર્ચ 2020નો પગાર ચુકવવામાં આવ્યો.
 • પંજાબ: રાજ્યમાં પંજાબ અન્ન, નાગરિક પૂરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી. યોજના હેઠળ સ્માર્ટ કાર્ડ યોજનાના તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે ઘઉં અને કઠોળ આપવામાં આવશે. કેબિનેટ મંત્રીએ એવી પણ ખાતરી આપી કે, ખેડૂતોના દરેક દાણાની ખરીદી કરવામાં આવશે.

 

 •  

Fact Check on #Covid19

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

 

 

 (Release ID: 1615892) Visitor Counter : 107