કૃષિ મંત્રાલય

કૃષિ મંત્રીએ લૉકડાઉન દરમ્યાન ખેતીની પ્રવૃત્તિઓ આસાન બનાવવાનું કામકાજ ચાલુ રહે તે અંગેના ઉપાયો બાબતે વિચાર-વિમર્શ કર્યો


સરકારે ટ્રેક્ટર, ટિલ્લર, હાર્વેસ્ટર અને 51 ખેતીના યંત્રોના નમૂનાઓનું પરિક્ષણ તથા તેની સ્વીકૃતિ અંગેનો નિર્ણય વર્ષના અંત સુધી મુલત્વી રાખ્યો છે, બિયારણનાં વિતરકોના લાયસન્સની માન્યતા તથા આયાતો સ્વીકારવાની બાબત સપ્ટેમ્બર, 2020 સુધી વધારવા ઉપરાંત 30 જૂનના રોજ પૂરા થતી સંગ્રહ એકમો અને પ્રોસેસીંગ એકમો તેમજ ટ્રીટમેન્ટ એકમોની માન્યતાને પણ એક વર્ષ માટે વધારી આપવામાં આવી છે.


શ્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેત પેદાશોના પરિવહનને આસાન બનાવવા માટે કિસાન રથ મોબાઈલ એપનો પણ શુભ આરંભ કર્યો.

Posted On: 17 APR 2020 8:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર તથા રાજ્યકક્ષાના મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા અને શ્રી કૈલાસ ચૌધરીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને હાલના મુશ્કેલ સમયમાં ખેડૂતોનું કામકાજ કઈ રીતે ચાલુ રાખી શકાય અને ખેત પેદાશોનું અવરોધ વગર પરિવહન થાય તેની ખાત્રી રાખવા માટે ખેતી, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાં અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં નીચે મુજબના નિર્ણયો લેવામાં આવ્યા હતાઃ

 

  • લૉકડાઉનના ગાળા દરમ્યાન બિયારણ ક્ષેત્રને સુવિધાઓ પૂરી પાડવાની કામગીરી અંગે સરકાર બિયારણના વિતરકોની માન્યતા લંબાવવા બાબતે સંમત થઈ છે અને તા.30-09-2020ના રોજ પૂરી થતી માન્યતા લંબાવવામાં આવશે.

 

  • આયાત કરનાર સમુદાય તરફથી બિયારણ/ વૃક્ષારોપણની સામગ્રી અંગે વિચાર કર્યા પછી આયાતની જરૂરિયાતો માન્ય રાખીને તેને સપ્ટેમ્બર 2020 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

  • ક્વોરેન્ટાઈનની વ્યવસ્થા હેઠળ તમામ પેક-હાઉસ (જ્યાં ફળ અને શાકભાજી આવે છે અને બજારમાં તેનું વિતરણ કરતાં પહેલા તેની પ્રક્રિયા કરવામાં આવે છે) તથા પ્રોસેસ એકમો તેમજ ટ્રીટમેન્ટ એકમોની માન્યતા કોઈપણ પ્રકારની મુદત નક્કી કર્યા વગર એક સામાન્ય પ્રક્રિયા તરીકે એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માન્યતા તા.30 જૂન, 2020ના રોજ પૂરી થતી હતી. નિર્ણયનો ઉદ્દેશ ખેત ઉત્પાદનોની આયાત આસાન બનાવવાનો છે.

 

ઉપરાંત કૃષિ વિભાગે લૉકડાઉનના ગાળા દરમ્યાન પ્રાદેશિક સ્તરે ખેડૂત અને ખેડૂતોની કામગીરી આસાન બનાવવા માટે અન્ય કદમ પણ ઉઠાવ્યા છે. તેની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છેઃ

 

કૃષિમંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે અનાજ (અનાજ, મોટું અનાજ અને દાળ વગેરે), ફળ તથા શાકભાજીઓ, તેલિબીયાં, મસાલા, ફાયબર પેદાશો, ફૂલ, માંસ, મોટા અને નાના ઉત્પાદનો, નાળિયેર વગેરે જેવી ખેત પેદાશાના પરિવહન માટે સાચા માધ્યમો ઓળખવાનું આસાન બને તે માટે તેમણે આજે ખેડૂતો અને વેપારીઓ માટેકિસાન રથએપ્લિકેશનનો શુભારંભ કર્યો છે.

 

રેલવેએ ઝડપી ગતિ દાખવીને આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા માટે 567 સ્પેશ્યલ (આમાં 503 ટાઈમ ટેબલ પાર્સલ ટ્રેનો હશે) ટ્રેન ચલાવવા માટે 65 રૂટ રજૂ કર્યાહતા. ટ્રેનો મારફતે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી 20563 ટન માલ સામાનની હેરફેર કરવામાં આવી છે.

 

 

 લૉકડાઉનના ગાળા દરમ્યાન તા. 24 -03-2020 સુધીમાં પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ (પી એમ કિસાન) યોજના હેઠળ આશરે 9.78 કરોડ કિસાન પરિવારોને લાભ પહોંચાડવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં 17551 કરોડ રૂપિયાની રકમ ફાળવી દેવામાં આવી છે.

 

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના (પી.એમ.જીકે.વાય) હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આશરે 88,234 મે. ટન દાળનો પુરવઠો આપવામાં આવ્યો છે.

 

 

GP/DS



(Release ID: 1615882) Visitor Counter : 237