સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 પર અપડેટ્સ
Posted On:
18 APR 2020 6:19PM by PIB Ahmedabad
દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
23 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના 47 જિલ્લામાં લાગુ કરવામાં આવેલા એક્શન પ્લાનના સારી પરિણામો મળી રહ્યા છે. કોડગ્ગુ (કર્ણાટક)માં આ યાદીમાં ઉમેરાયેલો નવો જિલ્લો છે. અન્ય જિલ્લો માહે (પુડુચેરી) પણ એવો છે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોઇ નવો કેસ નોંધાયો નથી. 12 રાજ્યોમાં 22 નવા જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોઇ જ નવા કેસ નોંધાયા નથી, જેમાં સામેલ છે:
- બિહારમાં લખીસરાઇ, ગોપાલગંજ, ભાગલપુર
- રાજસ્થાનમાં ધોલપુર અને ઉદયપુર
- જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા
- મણીપૂરમાં થૌબલ
- કર્ણાટકમાં ચિત્રદુર્ગ
- પંજાબમાં હોંશિયારપુર
- હરિયાણામાં રોહતાક અને ચરખી દાદરી
- અરુણાચલ પ્રદેશમાં લોહિત
- ઓડિશામાં ભદ્રક, પુરી
- આસામમાં કરીમગંજ, ગોલાઘ્તા, કામરૂપ ગ્રામ્ય, નાલબરી અને દક્ષિણ સાલમરા
- પશ્ચિમ બંગાળમાં જલપાઇગુડી અને કાલીમપોંગ
- આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ
અત્યાર સુધીમાં, કોવિડ-19ના કારણે મૃત્યુદર 3.3% નોંધાયો છે. મૃતકોના ડેટાનું વધુ વિશ્લેષણ નીચે મુજબ છે:
- 14.4% લોકો 0-45 વર્ષની વય જૂથના હતા
- 10.3% લોકો 45 -60 વર્ષની વય જૂથના હતા
- 33.1% લોકો 60-75 વર્ષની વય જૂથના હતા
- 42.2% લોકો 75 વર્ષ કે તેથી વધુ વયના હતા
ડેટા દર્શાવે છે કે, કુલ કેસોમાંથી 75.3% કેસો 60 વર્ષથી વધુ વય જૂથના છે. એવું પણ જોવા મળ્યું છે કે, 83% કેસોને અન્ય બીમારીઓ પણ હતી. અગાઉ પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અન્ય બીમારી ધરાવતા વૃદ્ધ લોકોને વધુ જોખમ હોય છે.
વિશ્વવ્યાપી પરીક્ષણ પદ્ધતિની સમીક્ષા કર્યા પછી, ICMRની નેશનલ ટાસ્ક ફોર્સ દ્વારા તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. વિગતવાર માર્ગદર્શિકા અહીં જોઇ શકાય છે:
https://www.mohfw.gov.in/pdf/ProtocolRapidAntibodytest.pdf
વધુમાં, કોઇપણ ઝડપી પરીક્ષણ શરૂ કરતા પહેલાં, રાજ્યોએ કોવિડ-19ના પરીક્ષણો સંબંધિત કોઇપણ ડેટા ICMRની વેબસાઇટ (covid19cc.nic.in/ICMR) પર નોંધવવો જોઇએ.
દેશમાં કોવિડ-19ના કુલ 14,378 કેસની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 1992 એટલે કે 13.82% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1615868)
Visitor Counter : 297
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam