પ્રવાસન મંત્રાલય

પ્રવાસન મંત્રાલયે ‘દેખો અપના દેશ’ પર વેબિનાર સીરિઝ દ્વારા આજે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરી


આપણી સંસ્કૃતિની માનવતા અને આતિથ્યસત્કારનાં મૂલ્યો આપણા દેશની ઓળખ છેઃ શ્રી પ્રહલાદ સિંહ પટેલ

Posted On: 18 APR 2020 5:34PM by PIB Ahmedabad

પ્રવાસન મંત્રાલયે વેબિનાર સીરિઝ દ્વારા આજે વર્લ્ડ હેરિટેડ ડે 2020ની ઉજવણી કરી હતી. કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદ સિંહ પટેલે એક વેબિનાર દ્વારા પ્રાચીન મંદિરના શહેર મમલ્લપુરમ પર  દુનિયાભરમાંથી એકત્ર થયેલા સહભાગીઓને સંબોધન કર્યું હતું.

પ્રાચીન મંદિરના શહેર મમલ્લપુરમ પર આયોજિત પ્રથમ વેબિનાર દરમિયાન પેનલિસ્ટોએ મંદિરોનું સ્થાપત્યની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વ સૂચવ્યું હતું. બીજો વેબિનાર શીર્ષક વર્લ્ડ હેરિટેજ એન્ડ સસ્ટેઇનેબેલ ટૂરિઝમ એટ હુમાયુસ ટોમ્બ (હુમાયુનાં મકબરા પર વિશ્વ સંસ્કૃતિ અને સ્થાયી પ્રવાસન) પર યોજાયો હતો. વેબિનારમાં વિશ્વનાં સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સ્થળોના મહત્ત્વ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો તથા સહભાગીઓને હુમાયુના મકબરા અને સંકુલમાં અન્ય સ્મારકો પર હાથ ધરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી આપવામાં આવી હતી.

પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે, આપણી પરંપરા અને સંસ્કૃતિક પ્રાચીન હોવાની સાથે અમૂલ્ય કેવી રીતે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયા અને આપણા દેશમાં કોવિડ-19નો સામનો કરવા માટે ઊભી થયેલી વર્તમાન કટોકટીમાં આપણી સંસ્કૃતિના માનવતાનાં મૂલ્યો અને આતિથ્યસત્કારની પરંપરાએ આપણા અસ્તિત્વને હજારો વર્ષો પછી પણ જાળવી રાખવામાં મદદ કરી છે. તેમણે મહા ઉપનિષદમાંથી વસુધૈવ કુટુંબકમ શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું, જેમાં ભારતમાં કટોકટી દરમિયાન મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા તમામ પ્રવાસીઓને મદદ કરીને ભારતે માનવતા અને સમગ્ર વિશ્વને એક કુટુંબ માનવાની ભાવના પ્રદર્શિત કરી હોવાનું જણાવ્યું હતું.

પ્રાચીન ભારતમાં જીવનનાં આપણા સિદ્ધાંતો કેવી રીતે વૈજ્ઞાનિક હતા અને આપણા જીવનનું અભિન્ન અંગ હતા એનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, પ્રાચીન પદ્ધતિઓ હતી, જેણે માનવજાત સમક્ષ ઊભી થયેલી કટોકટીના સમયમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાને મજબૂત રાખી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આપણા સંકલ્પ અને એકતાના મૂલ્યોએ આપણને એકતાંતણે બાંધી રાખ્યા છે.

તેમણે સહભાગીઓને યાદ અપાવ્યું હતું કે, પ્રાચીન ભારતમાં ધર્મના સિદ્ધાંતો વિજ્ઞાન પર આધારિત હતા. તેમણે મુદ્દા માટે ગુજરાતનાં મોઢેરામાં સૂર્ય મંદિરના 52 સ્તંભોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં દરેક પિલર વર્ષમાં દરેક અઠવાડિયાને દર્શાવે છે. ભારતની ફિલોસોફીની ઊંડી સમજણ અને પરંપરા આડે આપણી અજ્ઞાનતા છે. મોઢેરા અને મમલ્લપુરમ એમ બંને નગરોનાં સૂર્યમંદિરોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યા છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને મળીએ ત્યારે બે હાથ જોડીને નમસ્તે કરવાની પરંપરા, શૂ વિના ઘરમાં પ્રવેશ કરવાની પરંપરા, ઘરમાં પ્રવેશ કરતા અગાઉ સ્નાન કરવાની પરંપરા તમામ ઓછી મહત્ત્વની જણાય છે, પણ એમાં ઊંડી સમજણ રહેલી છે અને તેની સાથે વિજ્ઞાન જોડાયેલું છે. ભાષા અલગ હોઈ શકે છે, પણ આપણા મહાન દેશનું હાર્દ એની ઊંડી પરંપરાઓમાં રહેલું છે.

તેમણે શ્રોતાઓને જણાવ્યું હતું કે, ભારતનાં પ્રધાનમંત્રીએ વિઝન 2024ને ટાઇમલાઇન તરીકે રજૂ કર્યું છે. અમે સમયરેખા સુધીમાં આપણા મહાન દેશના સ્મારકો અને પરંપરાઓના ઊંડા અને અમૂલ્ય વારસા અને સંસ્કૃતિને દર્શાવવા અને જાળવવા સજ્જ થવું જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આપણી પ્રાચીન સભ્યતાનું ઊંડાણ અને એની વિશાળતા પ્રસ્તુત કરતી યાદીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. માટે મંત્રીએ ટેકનોલોજી દ્વારા નેશનલ લિસ્ટ ઓફ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયાનું લોકાર્પણ કર્યું હતું તથા એને દેશના નાગરિકો માટે સમર્પિત કરી હતી. યાદી સાંસ્કૃતિક મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, આપણી પ્રાચીન સભ્યતાનાં ઊંડાણ અને વિશાળતામાં વધારો થયો છે, જેમાં કળા, હસ્તકળાઓ અને અન્ય સ્થાનિક વિવિધ પરંપરાઓ સામેલ છે.

 

GP/DS



(Release ID: 1615870) Visitor Counter : 229