સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

શ્રી રવિશંકર પ્રસાદે પોસ્ટલ વિભાગને ભોજનની તાતી જરૂરિયાત ધરાવતા લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યા


ભારતીય પોસ્ટ દૂર સુદૂરના વિસ્તારોમાં આશા અને જરૂરી વસ્તુઓ પહોંચાડે છે

Posted On: 18 APR 2020 5:02PM by PIB Ahmedabad

કોવિડ-19ના સંકટના સમયગાળા દરમિયાન પોસ્ટલ વિભાગ સમગ્ર દેશમાં પોતાની પોસ્ટ ઓફીસના વિશાળ નેટવર્કના માધ્યમથી દેશના લોકોની મદદે આવી પહોંચ્યું છે. દૂરસંચાર, કાયદો અને ન્યાય તથા ઇલેક્ટ્રોનીક્સ અને આઈટી મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદે પ્રત્યેક રાજ્ય સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી જેમાં ચીફ પોસ્ટ માસ્ટર જનરલ અને ચીફ જનરલ મેનેજરોને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ સમગ્ર દેશમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પોતાનું પોસ્ટલ નેટવર્ક સક્રિય અને ગતિશીલ રાખે. ભારતીય પોસ્ટ સાચા કોરોના યોદ્ધા તરીકે દુર સુદૂરના વિસ્તારોમાં લાખો લોકોને આશા અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવાનું કાર્ય કરી રહી છે.

ખાદ્યાન્ન અને સૂકા કરિયાણાનું વિતરણ

વીડિયો કોન્ફરન્સમાં શ્રી રવિ શંકર પ્રસાદે ખાસ કરીને ખાદ્યાન્ન સામગ્રીની તાતી જરૂરિયાત ધરાવતા જરૂરિયાતમંદ અને પછાત વર્ગના લોકોને મદદ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના આદેશ જાહેર કર્યા હતા. પોસ્ટલ વિભાગના કર્મચારીઓએ ઝુંપડપટ્ટીઓમાં રહેતા જરૂરિયાતમંદો, સ્થળાંતર કરતા શ્રમિકો અને દૈનિક વેતન પર નિર્ભર કરતા લોકોને ખાદ્યાન્ન સામગ્રી, સુકી કરિયાણાની વસ્તુઓ અને માસ્કનું પણ વિતરણ કરવા માટે તેમની બચતની રકમ એકત્રિત કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આશરે 1 લાખ ખાદ્યાન્ન સામગ્રી/ સુકા કરિયાણાના પેકેટનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે. એકમાત્ર ઉત્તરપ્રદેશમાં નોઇડા, લખનઉં, ગાઝીયાબાદ, પ્રયાગરાજ અને ફૈઝાબાદની અંદર સ્થળાંતર કરનારા શ્રમિકો, જરૂરિયાતમંદો અને બાંધકામ કરતા મજૂરોની વચ્ચે 50,૦૦૦ ખાદ્યાન્ન સામગ્રી/ સુકા કરિયાણાના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. રીતે બિહારમાં સ્વૈચ્છિક રીતે આશરે 16,૦૦૦ ખાદ્યાન્ન સામગ્રીના પેકેટ્સ અને 11,500 પેકેટ્સ સાબુ, માસ્ક, સેનિટાઈઝર્સ અને હાથ મોજાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે તેલંગાણામાં લોકડાઉનના સમયગાળા દરમિયાન પોસ્ટલ મેલ વાન દ્વારા આશરે 1800 ભોજનના પેકેટની હેરફેર કરવામાં આવી હતી જ્યારે પોસ્ટના કર્મચારીઓ દ્વારા હૈદરાબાદ શહેરમાં આશરે 1750 પરિવારોને ખાદ્યાન્ન સામગ્રી અને સુકા કરિયાણાનું વિતરણ અને હેરફેર કરવામાં આવ્યું હતું. રીતે નાગપુરમાં પણ પોસ્ટલ સ્ટાફ દ્વારા અંદાજે 1500 સ્થળાંતર કરનારા શ્રમિકોને ભોજનના પેકેટ્સ અને સૂકી કરિયાણાની સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. પંજાબ પોસ્ટલ સર્કલ દ્વારા બાંધકામ કરતા મજૂરો, ફેરિયાઓ, રીક્ષા ખેંચનારા, PGIના દર્દીઓની સારવાર કરનારા અને ચંદીગઢના જુદા જુદા ભાગોમાં અટવાઈ ગયેલા સ્થળાંતર કરનારા શ્રમિકો માટેફૂડ ઓન વ્હીલશરુ કર્યું છે.

ખોરાક અને પુરવઠા વિભાગ સાથે સંકલન સાધીને ચંડીગઢ પોસ્ટલ અધિકારીઓ ડીપાર્ટમેન્ટ મેલ મોટર વાનની અંદર ખોરાકના પાર્સલ લઇ જાય છે અને જુદા જુદા વિસ્તારોમાં દિવસમાં બે વખત વિતરણ કરે છે. સામાજિક અંતરનું પાલન કરીનેફૂડ ઓન વ્હીલના માધ્યમથી દરરોજ દિવસમાં બે વાર આશરે 2000થી 3500 જરૂરિયાત મંદ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. રેડ પોસ્ટલ મેલ મોટર હવે આવા નિરાશ્રિત, ભૂખ્યા લોકોની માટે એક આશાનું કિરણ છે અને તે તેના આગમનની આતુરતાથી પ્રતીક્ષા કરે છે. મુંબઈમાં પોસ્ટલ કર્મચારીઓ માત્ર સ્થળાંતર કરનારા શ્રમિકો અને ગરીબોને ભોજન પૂરું નથી પાડી રહ્યા પરંતુ તેઓ ધરાવી વેગેરે જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં માસ્ક અને સેનિટાઈઝર્સ પણ પુરા પાડી રહ્યા છે.

દવાની ઉપલબ્ધતા પૂરી પાડવી

લોકડાઉન દરમિયાન જ્યારે રોજીંદી દવાઓ ઉપલબ્ધ હતી પરંતુ કેન્સર, કીડનીના ઈલાજ અને અન્ય જીવલેણ રોગો માટેની દવાઓ ખાસ દવાઓ કે જે સામાન્ય રીતે મોટા શહેરોમાં રહેતા સગાસંબંધીઓ અને દર્દીના બાળકો દ્વારા મેળવવામાં આવતી હતી તે ઉપલબ્ધ નહોતી. ટ્વીટર અને અન્ય માધ્યમો દ્વારા દુરસંચાર મંત્રીને અનેક સૂચનો આપવામાં આવ્યા હતા. તે અનુસાર મંત્રીએ પોસ્ટ વિભાગને જીવન રક્ષક દવાઓ પહોંચાડવા માટે છેક છેવાડાના સંપર્ક તરીકે પોસ્ટ ઓફીસ અને પોસ્ટમેનના માધ્યમથી સ્પીડ પોસ્ટનો ઉપયોગ કરવાના નિર્દેશો જાહેર કર્યા હતા. કેટલાક ઉદાહરણોને લેવામાં આવે તો શ્રી સુશીલ જોશી કે જેઓ ઉત્તરાખંડના સીમાંત ભાગમાં ગૌચર ખાતે રહેતા ભારતીય આર્મીના સેવા નિવૃત્ત અધિકારી છે તેમના પિતા શ્રી એમ પી જોશીને જીવન બચાવતી દવાઓ પહોંચાડવામાં આવી હતી. રીતે માય લેબની વિનંતી ઉપર 13 એપ્રિલ 2020ના રોજ સવારે 11 વાગ્યે MMS પુણે દ્વારા કોવિડ ટેસ્ટીંગ કીટનું એક કન્સાઈન્મેન્ટ ઉપાડી લેવામાં આવ્યું હતું અને 14 એપ્રિલ 2020ના રોજ સવારે અંકલેશ્વર, ગુજરાત ખાતે પહોંચાડવામાં આવ્યું હતું. રીતે અંદાજે 40 ડેફીબ્રીલીએટર્સને ચેન્નાઈથી ઉત્તર પ્રદેશ મેડીકલ પુરવઠા કોર્પોરેશન લીમીટેડ, લખનઉંમાં 36 કલાકની અંદર પહોંચાડવામાં આવ્યા હતા. પુડુચેરીથી ઓડીશા અને ગુજરાતમાં વેન્ટીલેટર્સ પહોંચાડવામાં આવ્યા છે અને ઉપરાંત કોલકાતાથી રાંચી અને સિલીગુડી સુધી રોડ ટ્રાન્સપોર્ટ નેટવર્ક દ્વારા જથ્થાબંધ દવાઓ અને સાધનો પણ પહોંચાડવામાં આવ્યા છે.

નાણાકીય સેવાઓની ઘર આંગણે પહોંચ

પોસ્ટલ નેટવર્ક બેંક ખાતા ખોલવા માટે અને સૌથી અગત્યનું ગરીબ લોકોના ઘર આંગણે આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS)નો ઉપયોગ કરીને રોકડ નાણા ઉપાડવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. તેનાથી લોકોને જુદી જુદી પેન્શન યોજનાઓ, MNREGA અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત તાજેતરમાં જાહેર કરવામાં આવેલ રાહત પગલાઓ અંતર્ગત તેમને મોકલવામાં આવેલ સીધા લાભ હસ્તાંતરણની રોકડ રકમનો ઉપાડ કરવામાં ઘણી મદદ મળી છે. સુવિધાને સામાન્ય જનતા દ્વારા એટલી સારી રીતે સ્વીકારવામાં આવી છે કે 13 એપ્રિલના રોજ ઇન્ડીયન પોસ્ટલ પેમેન્ટ બેંકે 22.82 કરોડ રૂપિયાની કિંમતના અત્યાર સુધીના સૌથી વધુ 1.09 લાખ ટ્રાન્ઝેક્શન નોંધ્યા છે.

કેટલાક ઉદાહરણોને ટાંકવામાં આવે તો જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, શિલોંગ ખાતે ખાતા ખોલવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં તમામ સ્થળાંતર કરનારા શ્રમિકો કે જેઓ નજીકના ગામડાઓ અને ટેકરીઓમાંથી આવતા હતા તેમને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવ્યા હતા. પ્રક્રિયા તમામ જરૂરી સાવચેતીના પગલાઓ જેવા કે માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવા વગેરે જાળવીને કરવામાં આવી હતી. IPPB ખાતાઓની સહાયતા વડે સ્થળાંતર કરનારા શ્રમિકો કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના માધ્યમથી રાહત મેળવવા માટે સક્ષમ હતા. રીતે સમગ્ર દેશમાં ખાસ કરીને જમ્મુ, કાશ્મીર, લેહ, ગુજરાત, તેલંગાણા, કર્ણાટક, ઝારખંડના આદિવાસી વિસ્તારો, બિહાર અને મધ્ય પ્રદેશ વગેરેના દુરના પ્રદેશોમાં ઘર આંગણે પેન્શન ચુકવણી મોટા પાયે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રકારની ચૂકવણીઓ દ્વારા વિધવાઓ, દિવ્યાંગ લોકો અને વૃદ્ધ પેન્શન ધરાવતા લોકોને તેમના ઘર આંગણે સુવિધા મળતા તેમને વિશેષ લાભ થયો છે.

 

GP/DS



(Release ID: 1615875) Visitor Counter : 217