PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 20 JUN 2020 7:00PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 20.06.2020

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી કુલ 2,13,830 દર્દીઓ સાજા થયા; દર્દીઓનો સાજા થવાનો દર વધીને 54.13% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 9,120 લોકો સાજા થઇ ગયા છે. આ સાથે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ચેપમાંથી કુલ 2,13,830 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર સતત વધીને 54.13% સુધી પહોંચી ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,68,269 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે. સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 715 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 259 (કુલ 974 લેબોરેટરી) કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,89,869 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 66,16,496 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632909

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગારીને વેગવાન બનાવવા અને કોવિડ-19 મહામારીના ઉપદ્રવના પગલે, ગામડાંઓમાં પરત ફરી રહેલા વિસ્થાપિત શ્રમિકોને આજીવિકાની તકો પૂરી પાડવા માટે 20 જૂન 2020ના રોજ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિનાશક કોવિડ-19 મહામારીના કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્થાપિત શ્રમિકો દેશના જે વિસ્તારો/ ગામડાંઓમાં ખૂબ મોટી સંખ્યામાં પરત ફર્યા છે ત્યાં તેમને આજીવિકાની તકો પૂરી પાડવા અને તેમને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનામથી મોટાપાયે રોજગારી અને ગ્રામીણ જાહેર કાર્યોના અભિયાનનો આરંભ કરાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ અભિયાન ગામડાંઓમાં રહેલા આપણા શ્રમિક ભાઇઓ અને બહેનો, યુવાનો, બહેનો અને દીકરીઓને સમર્પિત છે. આ અભિયાન દ્વારા કામદારોને તેમના ઘરની નજીકમાં જ કામ મળી રહે તેવો અમારો પ્રયાસ છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત રૂ. 50,000 કરોડ જેટલી માતબર રકમ ટકાઉક્ષમ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ખર્ચવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ગામડાંઓમાં રોજગારી માટે 25 કાર્યક્ષેત્રો ઓળખી કાઢવામાં આવ્યા છે જે વિવિધ કાર્યોના વિકાસ માટે છે. આ 25 કાર્યો અથવા પરિયોજનાઓમાં ગામડાંઓની જરૂરિયાતો જેમકે, ગરીબો માટે ગ્રામીણ આવાસ, વૃક્ષારોપણ, જળ જીવન મિશન અંતર્ગત પીવાનું પાણી ઉપલબ્ધ કરવાની જોગવાઇ, પંચાયત ભવનો, સામુદાયિક શૌચાલયો, ગ્રામીણ મંડી, ગ્રામીણ રસ્તાઓ, અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે, પશુધન માટેના શેડ, આંગણવાડી ભવનો વગેરે સામેલ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન ગ્રામીણ વિસ્તારોમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632920

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632864

 

અન્ય રાજ્યોમાંથી પોતાના વતન પરત ફરેલા વિસ્થાપિત શ્રમિકોને રોજગારી આપવા માટે સરકાર મિશન મોડના ધોરણે કામ પગલાં લઇ રહી છે: શ્રી નરેન્દ્રસિંહ તોમર

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ભારત અને સમગ્ર વિશ્વ અત્યારે કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. દેશમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ગ્રામીણ લોકો, ગરીબો, ખેડૂતો અને શ્રમિકોને પડતી સમસ્યાઓનો ઉકેલ લાવવા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પ્રાથમિકતાના ધોરણે ધ્યાન આપી રહ્યા છે. આ બાબતે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન 6 રાજ્યોના 116 જિલ્લામાં હાથ ધરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના 11 મંત્રાલયો સાથે સક્રિય સંકલન સાથે આ અભિયાનનો અમલ પાયાના સ્તરેથી કરવામાં આવશે. આ અભિયાન 125 દિવસ સુધી ચાલુ રહેશે અને તેમાં 25 કાર્યો પૂર્ણ કરવા માટે તેમને ઓળખી કાઢવામાં આવ્યા છે. પરિણામરૂપે ઝડપથી રોજગારીનું સર્જન થશે. લોકોનો મિશન મોડ ધોરણે રોજગારીની તકો પૂરી પાડવાની દિશામાં એક ખૂબ જ મહત્વનું પગલું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632878

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ - અત્યાર સુધીની પ્રગતિ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધુ ગરીબ લોકોએ રૂ. 65,454 કરોડની નાણાકીય સહાયતા પ્રાપ્ત કરી છે. 8.94 કરોડ લાભાર્થીઓને PM-KISANના પ્રથમ હપ્તાની ચૂકવણી પેટે રૂ. 17,891 કરોડની આગોતરી ચૂકવણી કરવામાં આવી છે. પ્રથમ હપ્તા તરીકે 20.65 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ. 10,325 કરોડ જમા કરવામાં આવ્યાં. બીજા હપ્તા સાથે 20.62 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ. 10,315 કરોડ જમા કરવામાં આવ્યાં. ત્રીજા હપ્તા સાથે 20.62 કરોડ (100%) મહિલા જન ધન ખાતાધારકોના ખાતામાં રૂ.10,312 કરોડ જમા કરવામાં આવ્યાં. બે હપ્તાઓમાં 2.81 કરોડ વૃદ્ધ વ્યક્તિઓ, વિધવાઓ અને દિવ્યાંગોને કુલ રૂ. 2814.5 કરોડનું વિતરણ કરવામાં આવ્યું. તમામ 2.81 કરોડ લાભાર્થીઓને બે હપ્તાઓમાં લાભોનું હસ્તાંતરણ કરવામાં આવ્યું. ભવન નિર્માણ અને બાંધકામ ક્ષેત્રના 2.3 કરોડ શ્રમિકોએ રૂ. 4312.82 કરોડ જેટલી રકમની નાણાકીય સહાયતા પ્રાપ્ત કરી. PMUY યોજના અંતર્ગત અત્યાર સુધી એપ્રિલ અને મે 2020 માટે કુલ 8.52 કરોડ PMUY સિલિન્ડર નોંધાવવામાં આવ્યાં છે અને તેની આપૂર્તિ કરવામાં આવી છે અને જૂન 2020 માટે 2.1 કરોડ PMUY સિલિન્ડર નોંધાવવામાં આવ્યાં છે. EPFOના 20.22 લાખ સભ્યોએ EPFO ખાતાંમાંથી રૂ. 5,767 કરોડ રકમ નોન-રિફંડેબલ એડવાન્સ પેટે ઑનલાઇન ઉપાડવાનો લાભ મેળવ્યો છે. એપ્રિલ મહિના માટે અત્યાર સુધી 36 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 113 લાખ મેટ્રિક ટ્રન અનાજનો જથ્થો ઉપાડવામાં આવ્યો છે. જેમાંથી 74.03 કરોડ લાભાર્થીઓને આવરી લઇને 37.01 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. મે 2020 માટે 72.83 કરોડ લાભાર્થીઓને આવરી લઇને 36.42 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે. જૂન 2020 માટે 27.18 કરોડ લાભાર્થીઓને આવરી લઇને 13.59 લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632903

 

કેન્દ્રએ રાજ્ય સરકારોને હોમ આઇસોલેશનની માર્ગદર્શિકાઓ અસરકારક રીતે અનુસરવા અંગે પત્ર લખ્યો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 10 મે 2020ના રોજ બહાર પાડવામાં આવેલી હોમ આઇસોલેશનની માર્ગદર્શિકા સંબંધિત સુધારા કરીને નવું પરિશિષ્ટ બહાર પાડ્યું છે. માર્ગદર્શિકા અનુસાર, અત્યંત હળવા અથવા પ્રિ-સિમ્પ્ટોમ્ટિક કોવિડ-19ના દર્દીઓ હોમ આઇસોલેશનનો વિકલ્પ પસંદ કરી શકે છે જેમાં તેના/તેણીના માટે શૌચલયની સુવિધા સાથે અલગ રૂમની વ્યવસ્થા હોવી જોઇએ અને તેમની સંભાળ લેવા માટે એક પુખ્યવયની વ્યક્તિ હોવી જોઇએ. ઉપરાંત, દર્દીએ સંમતિ આપવાની રહેશે કે તેઓ તેના/તેણીના આરોગ્ય પર સતત દેખરેખ રાખશે અને સર્વેલન્સ ટીમ દ્વારા વધુ ફોલોઅપ લેવા માટે નિયમિત રૂપે પોતાના આરોગ્યની સ્થિતિ અંગે જિલ્લા સર્વેલન્સ અધિકારીને જાણ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યોને વિનંતી કરી છે કે, કોવિડ-19 મહામારીનો ફેલાવો રોકવા માટે ફિલ્ડ સ્તરે હોમ આઇસોલેશનની માર્ગદર્શિકાઓનું અસરકારક અને ચુસ્ત રીતે પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632764

 

સરકાર બેન્કિંગ ક્ષેત્ર દ્વારા રેપો રેટમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા ઉપર બારિકાઇથી નજર રાખી રહી છે અને ભારતની વિકાસ ગાથા લખવામાં સંપતિ સર્જનોના પ્રયત્નોને સ્વીકારે છેઃ નાણાં મંત્રી

વીડિયો કોન્ફરન્સિંગ મારફતે PHD ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના સંચાલન સમિતિના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન કેન્દ્રીય નાણાં અને વાણિજ્ય બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે, સરકારે સંપતિના સર્જકોના મહત્ત્વને હંમેશા સ્વીકૃતિ આપી છે, કારણ કે તેઓ રોજગારીની તકોનું સર્જન કરે છે અને દેશના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા ઇષ્ટતમ રીતે સંશાધનોનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું હતું કે બેન્કો સાથે પરામર્શમાં અમે પરિસ્થિતિ ઉપર ખૂબ જ બારિકાઇપૂર્વક નજર રાખી રહ્યાં છે જેથી સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પગલાઓ જમીની સ્તર સુધી અસરકારક રીતે પહોંચી શકે ખાસ કરીને ઘટાડેલા વ્યાજ દરોના સંદર્ભમાં ગ્રાહકોને રેપો રેટમાં ઘટાડાનો લાભ મળી શકે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વેપાર અને ઉદ્યોગ ઉપર કોવિડ-19 મહામારીના ભયાવહ પ્રભાવને દૂર કરવા વ્યવસાય માટે રૂ. 3 લાખ કરોડના જામીન મુક્ત સ્વયંસંચાલિત ઋણની જોગવાઇ અંતર્ગત લોનના વિતરણમાં આગળ વધી રહેલી કામગીરી ઉપર પણ નજર રાખી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632738

 

ભારત સરકાર અને AIIB કોવિડ-19 સામેની લડાઇમાં ભારતને $750 મિલિયનની મદદ માટે કરાર કર્યો

ભારત સરકાર અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)કોવિડ-19 સક્રિય પ્રતિભાવ અને ખર્ચ સહાય કાર્યક્રમઅંતર્ગત ભારતને કોવિડ-19 મહામારીના કારણે ગરીબ અને નિઃસહાય પરિવારો પર થતા વિપરિત પ્રભાવો સામે પ્રતિક્રિયા આપવા માટે વધુ મજબૂત બનાવવાના આશયથી 750 મિલિયન ડૉલરની આર્થિક મદદ માટે સમજૂતી કરાર કર્યો છે. AIIB તરફથી ભારતને આ પ્રકારની પ્રથમ અંદાજપત્રીય સહકાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ભારત સરકારને કોવિડ-19ના કારણે ઉભી થયેલી ગંભીર સામાજિક અને આર્થિક વિપરિત અસરો ઓછી કરવામાં મદદરૂપ થશે. પ્રાથમિક કાર્યક્રમ લાભાર્થીઓ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો, ખેડૂતો, આરોગ્ય સંભાળ કામદારો, મહિલાઓ, મહિલાઓના સ્વ સહાય સમૂહો, વિધાવાઓ, દિવ્યાંગ લોકો, વરિષ્ઠ નાગરિકો, ઓછી આવક ધરાવતા વેતનદારો, બાંધકામના શ્રમિકો અને અન્ય નિઃસહાય સમૂહો રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632736

 

બોલિવૂડની સંખ્યાબંધ હસ્તીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020ના સમર્થનમાં આગળ આવી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020ને હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. વર્તમાન સંજોગોના કારણે મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવું શક્ય નથી તેથી આયુષ મંત્રાલય દ્વારા 6ઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 લોકો પોતાના પરિવાર સાથે જ ઉજવે તે માટે આ વર્ષે ઘરે યોગ, પરિવાર સાથે યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. લાખો લોકોએ પહેલાંથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2020માં ભાગ લેવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે અને આયુષ મંત્રાલયનું એક લક્ષ્ય યોગ પ્રદર્શનમાં સૌહાર્દ હાંસલ થઇ ગયું છે. સંખ્યાબંધ હસ્તીઓ અને પ્રભાવશાળી લોકોએ પ્રેરણાદાયી સંદેશા અને વિચારો શેર કરીને લોકોને છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમાં સીનેજગતની કેટલીક જાણીતી હસ્તીઓ જેમકે, અક્ષયકુમાર, અનુષ્કા શર્મા, મિલિંગ સોમણ અને શિલ્પા શેટ્ટી કુન્દ્રા પણ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632913

 

ડૉ. જીતેન્દ્રસિંહે સમગ્ર દેશના ખાનગી મેડિકલ પ્રેક્ટિશનરો પાસેથી કોવિડ-19 અંગે પ્રતિભાવો મેળવ્યા

લગભગ દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલા વેબિનારમાં, દેશના વિવિધ શહેરો જેમકે, ચેન્નઇ, નવી દિલ્હી, મુંબઇ, નાગપુર, પટણા, કોટા, ઇરોડ વગેરેમાંથી અગ્રણી ફિઝિશિયન અને તબીબી વિજ્ઞાનના અલગ અલગ પ્રવાહના નિષ્ણાતોએ તેમના ઇનપુટ્સ આપ્યા હતા. બેઠકમાં, ડૉ. જીતેન્દ્રસિંહે કોરોના વાયરસ સામેની લડાઇમાં પ્રશંસાપૂર્ણ યોગદાન આપીને તેની સામે સફળતાપૂર્વક લડનારા સમગ્ર ભારતના તબીબી સમુદાયની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કટોકટીના આ સમયમાં ભારતના તબીબી સમુદાય તેમજ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે દુનિયા સમક્ષ પોતાનામાં રહેલી શક્તિ અને સંભાવનાઓ તેમજ ટૂંકા સમયગાળામાં જ ફરી બેઠાં થવાની ક્ષમતા અને સફળતાપૂર્વક પોતાની સેવાઓ સમગ્ર સમુદાયને પૂરી પાડવાનું સામર્થ્ય પૂરવાર કરી બતાવ્યું છે

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632686

 

DARPGના સચિવ ડૉ. કે. શિવાજીએ ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન (ITEC) – નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (NCGG)ના ઉપક્રમે યોજાયેલા બે દિવસીય કોવિડ-19 વર્કશોપ- આંતરરાષ્ટ્રીય નાગરિક સેવકો માટે મહામારીના સમયમાં ગુડ ગવર્નન્સના આચરણો -માં સમાપન સંબોધન આપ્યું

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632778

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

 • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં કોવિડ-19ના નવા 32 કેસ પોઝિટીવ નોંધાયા છે. 13 કેસ રાજ્યના પાટનગરમાં નોંધાયા છે જ્યારે 10 કેસ ચાંગલાંગ, 8 કેસ પશ્ચિમ કામેંગ અને 1 કેસ લોહિત જિલ્લામાં નોંધાયો છે.
 • મણીપૂર: રાજ્યમાં કોવિડ-19ના સૌથી વધુ ઉખરુલમાં નોંધાયા છે જ્યાં 30 કેસ જ્યારે બીજા ક્રમે 29 કેસ તામેંલોંગમાં નોંધાયા છે. ચુરાચંદપુર જિલ્લો સૌથી વધુ કેસ ધરાવતો જિલ્લો છે જ્યાં કુલ 94 કેસ નોંધાયા છે. મોટાભાગના કેસ બહારથી પરત આવેલા લોકોમાં નોંધાયા છે.
 • મિઝોરમ: મિઝોરમમાં પરીક્ષણ માટે મોકલાયેલા 184 સેમ્પલના પરિણામોની હાલમાં રાહ જોવાઇ રહી છે. રાજ્યમાં કુલ 140 કેસ કોવિડ-19ના નોંધાયા છે જેમાંથી 131 સક્રિય કેસ હાલમાં સારવાર હેઠળ છે.
 • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં બહારથી પરત આવી રહેલા લોકો માટે વિશેષ શ્રેણી SOP બહાર પાડવામાં આવ્યા છે. નવા SOPમાં ફરજના ભાગરૂપે આવતા રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેના કર્મચારીઓ, કૌશલ્યપૂર્ણ શ્રમિકો, મિકેનિક્સ, ટેકનિશિયનો અને એન્જિનિયરોને આવરી લેવામાં આવ્યા છે. નાગાલેન્ડમાં અત્યાર સુધીમાં કુલ 8174 સેમ્પલના કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે. તેમાંથી 6989ના રિપોર્ટ આવી ગયા છે જ્યારે 1185 સેમ્પલના પરિણામોની રાહ જોવાઇ રહી છે.
 • સિક્કિમ: સિક્કિમના મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે પોતાના સંદેશામાં લોકોને અપીલ કરી છે કે, તેઓ પોતાની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે યોગ અપનાવે અને આ પ્રકારે આરોગ્યપ્રદ, સમૃદ્ધ અને સૌહાર્દપૂર્ણ સમાજનું નિર્માણ થશે.
 • ચંદીગઢ: આયુષના નિયામક, આરોગ્ય વિભાગ, 21 જૂન 2020ના રોજ ગવર્નમેન્ટ કોલેજ ઓફ યોગ એજ્યુકેશન એન્ડ હેલ્થના સહયોગથી ઑનલાઇન માધ્યમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. કોવિડ-19 મહામારીના કારણે, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી લોકો પોતાના ઘરમાં જ કરશે અને ક્યાંય પણ મોટી સંખ્યામાં લોકોને એકત્ર થવા પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. આથી, આ વર્ષે મંત્રાલય લોકોને તેમના ઘરે જ રહીને, પોતાના સમગ્ર પરિવાર સાથે મળીને આ ઉજવણીમાં સહભાગી થવા માટે પ્રોત્સાહન આપે છે.
 • પંજાબ: કોવિડ-19ના દર્દીઓની સંભાળ લેવાની દિશામાં સારવારના પ્રયાસોમાં વૃદ્ધિ કરવા માટે અને તબીબી સમુદાયને અદ્યતન ટેકનિકોથી સજ્જ કરવા માટે, પંજાબના તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગે PGI સાથે સંકલન કર્યું છે અને દર્દીઓમાં સ્ટીરોઇડ્સ તેમજ પ્લાઝ્મા થેરાપીની ભૂમિકા અંગે બહુ કેન્દ્રિત અભ્યાસની શરૂઆત કરી છે. પંજાબમાં એક નિષ્ણાતોના સમૂહની રચના કરવામાં આવી છે જેમાં કોવિડ-19ના દર્દીઓના મેપિંગમાં સંકળાયેલા નિષ્ણાતો નિયમિત ધોરણે ફોન પર અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી રહ્યા છે. નિષ્ણાતોના આ સમૂહમાં PGIMER, AIIMS, USA, UK, કેનેડા, DMC, લુધિયાણા અને પંજાબની તમામ ત્રણેય મેડિકલ કોલેજોના ડૉક્ટરોના સમાવી લેવામાં આવ્યા છે.
 • હરિયાણા: છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વે હરિયાણાના મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને અપીલ કરી છે કે, કોવિડ-19 મહામારીના કારણે આવે વર્ષે તેઓ ઘરમાં જ રહીને, પરિવાર સાથે મળીને યોગ કરે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ તેમ કોવિડ-19 મહામારીના કારણે, દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં જ રહીને પરિવાર સાથે યોગ દિવસની ઉજવણી કરવાની છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, યોગ માત્ર એક આચરણ નથી પરંતુ તે આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે અને દરેક વ્યક્તિએ આજીવન ભારતની આ પ્રાચીન શિસ્તનું આચરણ કરવું જોઇએ.
 • કેરળ: ચેપ લાગવાનો કોઇ સ્રોત જાણમાં ન હોય તેવા કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે- હવે 60થી વધુ આવા કેસ નોંધાયા છે – જેના કારણે રાજ્ય સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ છે. અત્યાર સુધીમાં મલ્લપુરમમાં આઠ દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાંથી મોટાભાગના કેસમાં ચેપ લાગવાનો કોઇપણ ચોક્કસ સ્રોત જાણી શકાયો નથી. ગઇકાલે રાજ્યના પાટનગરમાં એક ઓટો રીક્ષાચાલક અને તેમના પરિવારના બે સભ્યોને ચેપ લાગવાના કોઇ સ્રોતની જાણ વગર અથવા કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી વગર કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે જેના કારણે આરોગ્ય વિભાગ વધુ સતર્ક થઇ ગયો છે. કોચીમાં એક પોલીસ અધિકારીને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોવાથી, તેમના સંપર્કમાં ઉચ્ચ અદાલતના ન્યાયધીશ સેલ્ફ ક્વૉરેન્ટાઇન થઇ ગયા છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના અત્યાર સુધીમાં એક દિવસમાં સર્વાધિક કેસ એટલે કે 118 નવા કેસ નોંધાયા હતા તેમજ 96 દર્દી સાજા થતા અત્યાર સુધીમાં એક દિવસમાં સર્વાધિક દર્દી સાજા થયા હતા. હાલમાં રાજ્યમાં કોરોનાના 1380 દર્દીઓ તબીબી સારવાર હેઠળ છે જ્યારે રાજ્યના વિવિધ જિલ્લામાં 1,32,569 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
 • તામિલનાડુ: પુડુચેરીમાં માસ્કનું ઉત્પાદન કરતી કંપનીમાં 16 કર્મચારીઓને કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે; કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કુલ 338 દર્દીઓ નોંધાયા છે. JIPMERની પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે; PG પ્રવેશ પરીક્ષા માટે 21 જૂનના રોજ અન્ય જિલ્લામાંથી ચેન્નઇ આવી રહેલા વિદ્યાર્થીઓને ઇ-પાસ લેવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે; સંખ્યાબંધ લોકોને કોરોનાનું સંક્રમણ લાગવાનો ભય છે. તામિલનાડુએ કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્ય સાથે ભોજનાલયો અને રેસ્ટોરન્ટ્સમાં જમવાની મુક્તિ પાછી ખેંચી 30 જૂન સુધી માત્ર ટેક-અવે સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપી છે. DGE દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે દસમા ધોરણના તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં મોકલવામાં આવ્યા છે; શાળા મંત્રીએ ચેતવણી આપી હતી કે, શાળાઓ માર્ક્સ સાથે કોઇ ચેડાં ના કરે. ગઇકાલે રાજ્યમાં 2115 નવા કેસ નોંધાયા છે જ્યારે, 1630 દર્દીઓ સાજા થયા છે અને 41 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો વધીને: 54449 થયો છે, સક્રિય કેસ: 23509, મૃત્યુ થયા: 666, ચેન્નઇમાં સક્રિય કેસ: 16699.  
 • કર્ણાટક: રાજ્ય સરકારે કોવિડ સંભાળ કેન્દ્રોમાં એસિમ્પ્ટોમેટિક દર્દીઓના તબીબી આકલન અને દાખલ કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 8281 કેસમાંથી માત્ર 36 દર્દીને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી છે. 24 માર્ચથી અત્યાર સુધીમાં રાજ્યમાં, લૉકડાઉનના 1.2 લાખ ગુના નોંધાયા હોવાનું રાજ્ય સરકારે કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયમાં જણાવ્યું હતું. કર્ણાટકમાં પૂરની તૈયારીઓ વધારવામાં આવી છે જેથી સંવેદનશીલ જગ્યાઓમાં આવતી તમામ ગ્રામ પંચાયતોને આવરી શકાય. કોવિડ કેસની સંખ્યા વધીને 8281 થઇ ગઇ છે. બેંગલુરુમાં ખૂબ મોટી સંખ્યામાં પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. ગઇકાલે રાજ્યમાં 337 નવા કેસ નોંધાયા, 230 દર્દીઓને રજા આપવામાં આવી અને 10 દર્દીઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 2943, મૃત્યુ થયા: 124, સાજા થયા: 5210.
 • આંધ્રપ્રદેશ: રાજ્યના રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદને લોકોને પરમ શાંતિ અને ઉત્તમ આરોગ્ય લાભો માટે યોગ કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ “YSR નેથાન્નાનેસ્થમના બીજા તબક્કાના અમલ માટે ભંડોળ રિલીઝ કર્યું છે. રાજ્યમાં વણકરો આર્થિક મદદ કરવાના ઉદ્દેશ્યથી આની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત દરેક વણકર પરિવારને દર વર્ષે રૂપિયા 24,000ની આર્થિક સહાય મળશે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 376 કેસ નોંધાયા છે જ્યારે, 82 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે અને ચાર વ્યક્તિ મૃત્યુ પામી છે. અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કેસ: 6230, સક્રિય કેસ: 3069, સાજા થયા: 3065, મૃત્યુ પામ્યા: 96.
 • તેલંગાણા: તેલંગાણાના આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19ના પરીક્ષણોની સંખ્યા વધારવાના નિર્ણયને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે લોકો પરીક્ષણ માટે પોતાના સેમ્પલ આપવા તૈયાર થતા નથી. એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પાંચ જિલ્લામાં 50,000 પરીક્ષણો કરવામાં આવસે જેમાંથી ત્રણ જિલ્લા GHMCની મર્યાદામાં આવે છે. 19 જૂન સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ6526, સક્રિય કેસ: 2976, મૃત્યુ થયા: 198, સાજા થયા: 3352.
 • મહારાષ્ટ્ર: હાલમાં રાજ્યમાં કોવિડ-19ના નોંધાયેલા કુલ કેસનો આંકડો 1,24,331 સુધી પહોંચી ગયો છે. શુક્રવારે સાંજે મળેતા છેલ્લા અહેવાલ અનુસાર રાજ્યમાં નવા 3827 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 55,651 છે. હોટસ્પોટ મુંબઇમાં નવા 1269 કેસ નોંધાયા છે જ્યારે વધુ 114 દર્દી કોરોનામાં મૃત્યુ પામ્યા છે. સતત વધતા કેસોની સંખ્યા ધ્યાનમાં રાખતા દર્દીઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાયખલ્લામાં રિચર્ડસન એન્ડ કુર્દાસ ખાતે 1000 બેડ (જેમાંથી 300 ICU બેડ છે) સાથેની કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ હોસ્પિટલ મહિનાના અંત સુધીમાં કાર્યાન્વિત થઇ જશે.
 • ગુજરાત: છેલ્લા અહેવાલો અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 વર્ષમાં કોવિડ-19ના વધુ 540 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ નોંધાયેલા કેસનો આંકડો વધીને 26,198 સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, વધુ 27 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોવાથી રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક 1619 થઇ ગયો છે.
 • રાજસ્થાન: આજે સવારે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત નવા 158 દર્દીઓના નોંધાયા છે. આથી રાજ્યમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 14,314 થઇ છે જેમાંથી હાલમાં 2860 સક્રિય કેસ છે. જોકે, 11,121 દર્દીઓ રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થઇ ગયા છે જ્યારે 333 દર્દીઓ આજદિન સુધીમાં કોરોનાથી મૃત્યુ પામ્યા છે. નવા નોંધાયેલા મોટાભાગના કેસ ધોલપુર જિલ્લામાંથી જ્યારે ત્યારબાદ જયપુર અને ભરતપુર છે.
 • મધ્યપ્રદેશ: રાજ્યમાં કોવિડ-19ના નવા 156 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી અત્યાર સુધીમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત નોંધાયેલા કુલ કેસની સંખ્યા 11,582 થઇ છે. રાજ્યમાં વધુ નવ વ્યક્તિનાં કોવિડ-19માં મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક વધીને 495 થયો છે. ભોપાલ અને ઇન્દોર બને જિલ્લામાં 55 કેસ નોંધાયા છે. ભોપાલમાં વિકએન્ડ લૉકડાઉનનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને અન્ય સંસ્થાઓ શનિવાર અને રવિવારે બંધ રાખવામાં આવી છે.
 • છત્તીસગઢ: છત્તીસગઢમાં શુક્રવારે કોવિડ-19ના નવા 70 કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2018 પોઝિટીવ કેસ નોંધાયા છે. આમાંથી 703 સક્રિય કેસ હાલમાં સારવાર હેઠળ છે.
 • ગોવા: ગોવામાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 20 કેસ પોઝિટીવ નોંધાયા છે જેથી રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 725 થઇ છે. હાલમાં રાજ્યમાં 607 સક્રિય કેસ સારવાર હેઠળ છે.

 

 

 

 

Image

 

 

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 20.06.2020

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્