PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 23 APR 2020 7:04PM by PIB Ahmedabad

 

Coat of arms of India PNG images free download

 

 

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

                           

Date: 23.4.2020

 

 

Released at 1900 Hrs

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 4,257 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 19.89% નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1409 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 21,393 થઇ છે. તેમજ 23 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશના 78 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસના નવા દર્દીના કેસ નોંધાયા નથી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617636

 

કોવિડ-19 મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહામારી બીમારી અધિનિયમ, 1897માં સુધારો કરવા માટે વટહુકમ લાવવાની જાહેરાત

કેન્દ્રીય મંત્રીમંડળે 22 એપ્રિલ 2020ના રોજ તેમની બેઠકમાં મહામારી બીમારી અધિનિયમ, 1897માં સુધારો કરવા માટે વટહુકમ લાવવાની જાહેરાત કરી હતી જેથી આરોગ્ય સંભાળ સેવાઓના કર્મચારીઓ અને તેમની મિલકતોને તેઓ રહેતા હોય/ કામ કરતા હોય તે પરિસરમાં મહામારી દરમિયાન થતા હુમલા સહિત તમામ પ્રકારે સુરક્ષા પૂરી પાડી શકાય. આ વટહુકમ બહાર પાડવા માટે રાષ્ટ્રપતિએ સંમતિ આપી દીધી છે. આ વટહુકમમાં આવા કોઇપણ કૃત્યને દેખીતો અને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે અને આ મહામારીના સંદર્ભમાં આરોગ્ય સંભાળ સેવા કર્મચારી સીધા સંકળાયેલા હોય તેવી સ્થિતિમાં આરોગ્ય સંભાળ સેવા કર્મચારી પર થતા હુમલામાં તેમને થયેલી ઇજા અથવા તેમની મિલકતને થયેલા નુકાસાન અને હાનિ બદલ વળતરની જોગવાઇ કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617488

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજઃ અત્યાર સુધીની પ્રગતિ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 33 કરોડથી વધારે ગરીબોને રૂ. 31,235 કરોડની સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે; 2002 મહિલા જનધન ખાતાધારકોને રૂ. 10,025 કરોડ આપવામાં આવ્યા; અંદાજે 2.82 કરોડ વૃદ્ધો, વિધાવા અને વિકલાંગ નાગરિકોને રૂ. 1405 કરોડ આપવામાં આવ્યા; PM-KISANનો પહેલો હપતો ચુકવાયો: 8 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 16,146 કરોડ જમા કરાવ્યા; 68,775 કંપનીઓને EPF યોગદાન પેટે રૂ. 162 કરોડ ચુકવાયા જેનાથી 10.6 લાખ કર્મચારીને ફાયદો થયો; ઇમારત અને બાંધકામના 2.17 કરોડ શ્રમિકોને રૂ. 3497 કરોડની આર્થિક સહાય; પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: 39.27 કરોડ લાભાર્થીઓને મફત ખાદ્યાન્ન આપવામાં આવ્યું; 1,09,227 મેટ્રિક ટન કઠોળ વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મોકલવામાં આવ્યું; પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના: 2.66 કરોડ ગ્રાહકોને મફત LPG સિલિન્ડરનું વિતરણ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617472

 

પ્રધાનમંત્રી 24 એપ્રિલ 2020ના રોજ દેશભરની ગ્રામ પંચાયતો સાથે વાર્તાલાપ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલ 2020ને શુક્રવારના રોજ સમગ્ર દેશની વિવિધ ગ્રામ પંચાયતોને સંબોધશે. આ દિવસ દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન દ્વારા સામાજિક અંતરનું પાલન થઇ રહ્યું હોવાથી પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617304

 

પ્રધાનમંત્રી મોદી અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઈ

આજે આયર્લેન્ડનાં પ્રધાનમંત્રી શ્રી ડો. લીઓ વરાડકર સાથે ટેલીફોન પર વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી મોદીએ કોવિડ-19 રોગચાળાની સ્થિતિ અને બંને દેશોમાં એની આરોગ્ય અને આર્થિક ક્ષેત્રમાં અસરને નિયંત્રણમાં લેવા માટે હાથ ધરવામાં આવેલા પગલાં ઉપર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી વરાડકરે આયર્લેન્ડમાં રોગચાળા સામે લડવા ભારતીય મૂળના ડૉક્ટરો અને નર્સોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617294

 

રવી મોસમ 2020 દરમિયાન, હાલમાં વીસ (20) રાજ્યમાં લઘુતમ ટેકાના ભાવે દાળ અને તલની ખરીદી કરવામાં આવી રહી છે

નાફેડ અને FCI દ્વારા 1,67,570.95 મેટ્રિક ટન દાળ અને 1,11,638.52 મેટ્રિક ટન તલની ખરીદી થઇ ગઇ છે જેની કિંમત રૂ. 1313 કરોડ છે અને તેના કારણે 1,74,284 ખેડૂતોને ફાયદો થયો છે. પૂર્વોત્તરના પ્રદેશોમાં આંતરરાજ્ય આવનજાવનની સાથે સાથે આવશ્યક ચીજવસ્તુઓ, ફળ અને શાકભાજીનો પૂરવઠો પહોંચાડવા તેમજ ભાવો પર દેખરેખ રાખવા માટે અલગ સેલની રચના કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617484

 

રક્ષામંત્રી શ્રી રાજનાથ સિંહે કોવિડ-19ના નમૂનાના પરીક્ષણ માટે DRDOએ વિકસાવેલી મોબાઇલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યુ

મોબાઇલ લેબનો ઉપયગો કોવિડ-19નું નિદાન હાથ ધરવા માટે જરૂરી વિવિધ પ્રવૃતિઓ માટે કરવામાં આવશે, જેમાં દવાના પરીક્ષણ માટે વાયરસનો ઉછેર, કોન્વાલેશન્ટ પ્લાઝમા આધારિત ઉપચાર પદ્ધતિ, ભારતીય વસ્તીને વિશેષ ધ્યાનમાં રાખતાં વહેલા તબીબી પરીક્ષણ હાથ ધરીને વેક્સિન વિકસાવવા કોવિડ-19 દર્દીઓની સર્વગ્રાહી ઇમ્યુન પ્રોફાઇલિંગ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. લેબ પ્રતિ દિન 1000-2000 સેમ્પલનું પરીક્ષણ હાથ ધરે છે. લેબને જરૂરિયાત અનુસાર દેશમાં કોઇપણ સ્થાને ઊભી કરી શકાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617496

 

કેન્દ્રીય ઉર્જા મંત્રીએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન મ્યુનિસિપલ હદની બહાર ઉર્જા પરિયોજનાઓમાં બાંધકામને મંજૂરીની સલાહ આપી

કેન્દ્રીય ઉર્જા મંત્રીએ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19ના કારણે દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન મ્યુનિસિપલ હદની બહાર 15.04.2020ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરીને ઉર્જા પરિયોજનાઓમાં બાંધકામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવાની સલાહ આપી છે. કોવિડ-19ને ખતમ કરવા માટે નિર્ધારિત જરૂરી આરોગ્ય પ્રોટોકોલનું ધ્યાન રાખીને આ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની મંજૂરી આપી શકાય છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617460

 

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રીએ આજે ઉચ્ચતર પ્રાથમિક તબક્કા માટે વૈકલ્પિક શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડ્યું

કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ તેમના માતાપિતા અને શિક્ષકોની મદદથી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જોડાઇને અર્થપૂર્ણ રીતે તેમને ઘરમાં જ રોકાયેલા રાખવા માટે, પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક (ધોરણ Vi થી VIII) માટે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ NCERT દ્વારા વૈકલ્પિ શૈક્ષણિક કૅલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617465

 

કેન્દ્રીય ફાર્મા સચિવે સ્ટેટ ડ્રગ કંટ્રોલર્સને દેશમાં દવાઓના ઉત્પાદનમાં વધારો કરવા માટે ફાર્માસ્યુટિકલ એકમોને મદદ કરવા જણાવ્યું

DOPના સચિવ દ્વારા તમામ SDCને વિનંતી કરવામાં આવી કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર અને સંલગ્ન સત્તાધીશોની મદદથી નિયમિત સંપર્કમાં રહીને ઉત્પાદન એકમોને જરૂરી તમામ સહાયતા પૂરી પાડે જેથી કરીને દવાઓ અને મેડીકલ સાધનોની કોઈ અછત ના સર્જાય. દેશમાં ઉત્પાદનનું સ્તર, ઉત્પાદનની ટકાવારી (કોવિડની પહેલા અને પછી) અને દવાઓની તથા મેડીકલ સાધનોની ઉપલબ્ધતાની પણ વિનંતી કરાવામાં આવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617298

 

22 એપ્રિલ 2020ના રોજ ભારતીય રેલવેએ 112 રેકમાં 3.13 લાખ ટન ખાદ્યાન્નનું લોડિંગ કરી વિક્રમ રચ્યો

ભારતીય રેલવે સમગ્ર દેશમાં ખાદ્યાન્ન જેવી કૃષિ પેદાશોનો પૂરવઠો સમયસર ઉપાડવામાં આવે અને તેનું પરિવહન કરવામાં આવે સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરે છે. 01.04.2020થી 22.04.2020 સુધીમાં ભારતીય રેલવે દ્વારા કુલ 4.58 મિલિયન ટન ખાદ્યાન્નનું વહન કરવામાં આવ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં જ 1.82 મિલિયન ટન ખાદ્યાન્નના પરિવહન કરતા ઘણું વધારે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617495

 

કોવિડ-19 સામે ભારતની લડાઇમાં સહકાર આપવા લાઇફલાઇન ઉડાનના કોરોના યોદ્ધાઓ અનંત ઉર્જા સાથે અવિરત કામ કરી રહ્યા છે

એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 330 ફ્લાઇટ્સ ચલાવવામાં આવી છે. આમાંથી 200 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 551.79 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા અત્યાર સુધીમાં 3,27,623 કિલોમીટર હવાઇ અંતર કાપવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617300

 

પર્યટન મંત્રાલયે દેખો અપના દેશ શ્રેણી અંતર્ગત ભારતને સૌના માટે સહિયારું પર્યટન સ્થળ બનાવીએવિષય પર છઠ્ઠા વેબિનારનું આયોજન કર્યું

આ વેબિનારના આયોજનનો મૂળ ઉદ્દેશ્ય ભારતમાં વિવિધ પર્યટનના સ્થળો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને તેનો પ્રચાર કરવાનો છે આમાં ઓછા જાણીતા પર્યટન સ્થળો અને લોકપ્રિય સ્થળોના બહુ ઓછા જાણીતા પરિબળોને પણ સમાવી લેવામાં આવ્યા છે. વધુમાં, પહોંચપાત્ર પર્યટન જેવા ચોક્કસ વિષયો પર થીમેટિક વેબિનારનું પણ આયોજન કરવામાં આવે છે. 22 એપ્રિલ 2020ના રોજ ભારતને સૌના માટે સહિયારું પર્યટન સ્થળ બનાવીએવિષય પર આ શ્રેણીના છઠ્ઠા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617476

 

પ્રવાસન મંત્રાલય દ્વારા દેખો અપના દેશવેબીનાર સિરીઝના 7મા વેબીનારનું આયોજન; ‘Photowalking® Varanasi: વારસો,સંસ્કૃતિ અને વાનગીઓ

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617508

 

ટેલિકોમ વિભાગ દ્વારા વિનામૂલ્યે ઇન્ટરનેટ આપવાની કોઇ જોગવાઇ નથી

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના ફેક્ટચેક એકમ દ્વારા આજે ટ્વીટના માધ્યમથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ટેલિકોમ વિભાગ 3 મે 2020 સુધી વપરાશકર્તાઓને વિનામૂલ્યે ઇન્ટરનેટ સેવા આપવાની કોઇ યોજનામાં નથી. ફરતી થયેલી ખોટી માહિતીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લોકો ઘરમાં જ રહે તે માટે વિભાગ દ્વારા તમામ લોકોને વિનામૂલ્યે ઇન્ટરનેટ આપવામાં આવશે અને તેઓ આપેલી લિંક પર ક્લિક કરીને તેનો લાભ ઉઠાવી શકે છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617483

 

IIFPTએ કોવિડ-19ના દર્દીઓ માટે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થો બનાવીને અને તેનો પુરવઠો પૂરો પાડીને કોવિડ-19 સામે લડાઈમાં ટેકો આપ્યો

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય (એમઓએફપીઆઈ) હેઠળ કાર્યરત પથપ્રદર્શક રિસર્ચ એન્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (આઇઆઇએફપીટી)એ કોવિડ-19 સામે ભારતની લડાઈને ટેકો આપ્યો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617515

 

KVIC તામિલનાડુના કોકૂનના ખેડૂતોની વ્હારે આવ્યું

સમગ્ર દેશ જ્યારે કોરોના વાયરસ સામે આકરી લડાઇ આપી રહ્યો છે ત્યારે MSME મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ પંચ (KVIC)એ તામિલનાડુમાં ખાદી સંસ્થાઓ (KI) સાથે જોડાણ કરીને કોકૂનના ખેડૂતો પાસેથી કોકૂન ખરીદીને પોતાની જવાબદારી નિભાવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617637

 

ફરિદાબાદ જિલ્લા વહીવટીતંત્રે કોવિડ-19 સામે લડવા વિવિધ પહેલો હાથ ધરી; નજર રાખવા અને જાગૃતિ લાવવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617296

 

વૈજ્ઞાનિકો લસણના આવશ્યક તેલનો ઉપયોગ કરીને કોવિડવિરોધી દવા પર કામ કરશે

મોહાલીમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીસ સેન્ટર ઓફ ઇનોવેટિવ એન્ડ એપ્લાયડ બાયોપ્રોસેસિંગ (ડીબીટી-સીઆઇએબી)એ વિવિધ સંશોધન પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના બનાવી છે, જેનો ઉદ્દેશ અત્યારે સંપૂર્ણ દુનિયામાં ફેલાયેલા રોગચાળા કોવિડ-19ના જીવલેણ ઇન્ફેક્શન માટે નિવારણ, નિદાન કે સારવાર માટે ઉપયોગી થઈ શકે એવા ઉત્પાદનો બનાવવાનો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617463

 

કોવિડ-19નો ફેલાવો રોકવા માટે અને કોવિડ-19 દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે શરીરની આંતરિક પ્રતિકારકતા વધારવા CSIRએ માન્યતા પ્રાપ્ત ઇમ્યુનોમોડ્યૂલેટર Sepsivac® વિકસાવવા/ફરી ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617478

 

 

 

 

 

 

 

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • કેરળ: યુએસ. યુકે અને અખાતી દેશોમાં કેરળના ત્રણ નાગરિકો કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં મહામારીના કારણે 40થી વધુ કેરળ નાગરિકોનાં મોત નીપજ્યાં છે. કોલ્લમના કુલાથુપુઝા ગામમાં બીમારીના સામુદાયિક ફેલાવાની કોઇ શક્યતા નથી કારણ કે તમામ 36 સંપર્કો ચુસ્ત ક્વૉરેન્ટાઇનમાં છે. 11 નવા કેસો ગઇકાલે નોંધાયા. કુલ કેસની સંખ્યા 437 જ્યારે સક્રિય કેસ 127 છે.
  • તામિલનાડુ: પુડુચેરીમાં છેલ્લા 10 દિવસમાં કોવિડ-19ના કોઇ નવા કેસ નોંધાયા નથી. ધરમપુરીમાં પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો. ચેન્નઇથી સેંકડો વિદેશી નાગરિકો 30 બચાવ ફ્લાઇટ્સમાં તેમના વતન પરત ફર્યા. ચેન્નઇના કોર્પોરેશનના ટેલિ-કાઉન્સિલિંગ સર્વિસને દરરોજ 300 કૉલ મળે છે. ગઇકાલે 33 નવા કેસ નોંધાયા. કુલ કેસ: 1629, મૃત્યુ : 18, સાજા થતા રજા આપવામાં આવી: 662
  • કર્ણાટક: રાજ્યએ કોવિડ-19ના પગલે ડૉક્ટરોનો પગાર વધારવાનો નિર્ણય લીધો. આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે રાજ્યમાં વટહુકમ બહાર પાડવામાં આવ્યો. લૉકડાઉનના પ્રતિબંધો હળવા કરાયા: ક્લિનિક્સ, આઇટી કંપનીઓ આવશ્યક સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે. આજે 16 નવા કેસોની પુષ્ટિ થઇ. બેંગલુરુમાં 9, માંડ્યામાં 2, વિજયપુરામાં 2, કુલ કેસ -443, સાજા થયા -141, મૃત્યુ- 17
  • આંધ્રપ્રદેશ: રાજ્યપાલે મુસ્લિમોને અપીલ કરી કે પવિત્ર રમજાન મહિના દરમિયાન ઘરમાં રહીને નમાઝ અદા કરો. પરીક્ષણ દરમિયાન છેલ્લા 24 કલાકમાં નવા 80 કેસ મળી આવ્યા. કુલ પોઝિટીવ કેસની સંખ્યા : 893, સક્રિય કેસ: 725, સાજા થયા: 141, મૃત્યુ: 27. પોઝિટીવ કેસો ધરાવતા મુખ્ય જિલ્લા: કુર્નૂલ (234), ગુંતૂર (195), ક્રિશ્ના (88), ચિત્તૂર (73), નેલ્લોર (67), કડાપા (51), પ્રકાશમ (50).
  • તેલંગાણા: તમામ જિલ્લામાં નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો, માત્ર જુના હૈદરાબાદ શહેરમાં કેસોની સંખ્યામાં વૃદ્ધિનો ટ્રેન્ડ. 5 લાખથી વધુ સફેદ રેશનકાર્ડ ધારકોને રૂ. 1,500ની આર્થિક સહાય મળવાની બાકી; 5.26 લાખ કાર્ડ ધારકોના બેંક ખાતા નંબરો સંબંધિત પ્રશ્નો; રાજ્ય પોસ્ટ વિભાગ દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. કુલ કેસોની સંખ્યા 943; સક્રિય કેસ – 725.
  • અરુણાચલ પ્રદેશ: રાજ્ય સરકારે જાહેરાત કરી કે બહારમાં રહેલા રાજ્યના લોકો જ્યારે પણ મંજૂરી આપવામાં આવે ત્યારે પરત ફરશે તેમના માટે ક્વૉરેન્ટાઇન સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે.
  • આસામ: ઉચ્ચતર માધ્યમમિક શિક્ષણ પરિષદ દ્વારા જાહેરાત કરવામાં આવી કે શૈક્ષણિક વર્ષ 2019-2020માં ઉચ્ચતર માધ્યમિક પહેલા વર્ષના વિદ્યાર્થીઓને પાસ કરીને શૈક્ષણિક વર્ષ 2020-2021માં બીજા વર્ષમાં મોકલવામાં આવ્યા છે.
  • મણીપૂર: મણીપૂરમાં, કોવિડ-19ના પગલે ઇન્ડો- મ્યાનમાર સરહદે ફેન્સિંગ વધારવામાં આવી અને સઘન દેખરેખ રાખવામાં આવે છે.
  • મિઝોરમ: પોલીસ જવાનોની પત્નીઓના સંગઠને કોવિડ-19 માટે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂ. 5 કરોડની સહાય કરી અને ઐઝવાલમાં ફરજ પરના જવાનોને 600 માસ્ક આપ્યા.
  • નાગાલેન્ડ: રાજ્યના ગૃહ આયુક્તે કહ્યું કે, રાજ્યમાં તમામ જિલ્લામાં ખાદ્યન્ન, ઇંધણ અને દવાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ છે.
  • નાગાલેન્ડ: કોહીમામાં બાયો સેફ્ટી લેબ (BSL-3) શરૂ કરાશે.
  • સિક્કીમ: રાજ્ય સરકાર રાજ્યમાં રહેલા દરેક નાગરિકને અને રાજ્યમાં મુસાફરી કરી રહેલા તમામ લોકોને આરોગ્ય સેતૂ એપ ફરજિયાત ડાઉનલોડ કરવા માટે કવાયત કરશે.
  • ત્રિપૂરા: મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવે કરાથી અસરગ્રસ્ત લોકોની રાહત શિબિરની મુલાકાત લીધી અને વહેલામાં વહેલી તકે શક્ય હોય તેવી તમામ સહાય કરવાની ખાતરી આપી.
  • ચંદીગઢ: મેડિકલ કોલેજમાં દરરોજ રૂ. 300 સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે તે વધારીને દૈનિક રૂ. 600 કરવાનો નિર્ણય લેવાયો. આમ, જે વિદ્યાર્થીઓ હાલમાં કોવિડ-19 સામે લડત આપી રહ્યા છે તેમને દર મહિને 18,000/- સ્ટાઇપેન્ડ મળશે જે 1 એપ્રિલ 2020થી અમલી ગણાશે. PMGKAY 24,000 પરિવારોને અત્યાર સુધીમાં ઘઉં અને કઠોળનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ ભાગોમાં નિરાધારો અને જરૂરિયાતમંદ લોકોમાં 1,43,694 રાંધેલા ભોજનના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશમાં કુલ 1.77 લાખ લોકોએ આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરી છે.
  • પંજાબ: પંજાબમાંથી 1.25 લાખ મેટ્રિક ટન ચોખા અને ઘઉંનો જથ્થો અન્ય રાજ્યોમાં 50 વિશેષ ટ્રેન મારફતે મોકલવામાં આવ્યો. સરકારી એજન્સીઓ અને ખાનગી વેપારીઓએ પંજાબમાં ખરીદીના સાતમા દિવસે 4,36,406 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરી. 1,797 મેટ્રિક ટન ખાનગી વેપારીઓ (અરહતિયા) દ્વારા ખરીદવામાં આવ્યો. પંજાબ દ્વારા લેવામાં આવેલા લૉકડાઉનના ચુસ્ત પગલાંનો ઉલ્લેખ કરીને અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગની કોવિડ-19ને અંકુશમાં લેવા માટે આક્રમક કામગીરી, ત્વરિત ઓળખ, પરીક્ષણ અને નિયંત્રણની વ્યૂહનીતિની પ્રશંસા કરી.
  • હરિયાણા: હરિયાણામાં કૃષિના ઉપકરણોને લગતા વર્કશોપ ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી કારણ કે લણણીની કામગીરી સરળતાથી થાય તે માટે સરકાર દ્વારા વધુ છુટછાટ આપવામાં આવી છે. હરિયાણના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે બેંકના ગ્રાહકો સામાજિક અંતરના માપદંડો જાળવી રાખીને સેવાઓ મેળવી શકે તે માટે વેબસાઇટ શરૂ કરી.
  • હિમાચલ પ્રદેશ: મુખ્યમંત્રીએ નાયબ આયુક્તોને વિનંતી કરી કે, તેઓ ખેડૂતો પાક લણતા હોય ત્યારે સામાજિક અંતરનું પાલન કરે તે અંગે જાગૃતિ ફેલાવે. તેમણે અધિકારીઓને એવી પણ સૂચના આપી કે, કોરોના મહામારીનો સામનો કરવાની બાબતોને પ્રાથમિકતા આપવામાં આવે અને લોકોની સગવડો સુનિશ્ચિત કરવામાં આવે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા 431 પોઝિટીવ કેસ નોંધાયા જેથી કુલ પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની સંખ્યા આજે વધીને 5,652 સુધી પહોંચી. અત્યાર સધીમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓમાંથી 789 સાજા થયા જ્યારે 269 દર્દીના મૃત્યુ થયા. મહારાષ્ટ્ર આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ હોટસ્પોટ 14થી ઘટીને 5 થઇ ગયા છે અને રાજ્યમાં કેસ બમણા થવાનો દર પણ મહિને 3.1 દિવસથી સુધરીને 7.01 દિવસ થઇ ગયો છે.
  • ગુજરાત: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 135 દર્દી નોંધાતા રાજ્યમાં કુલ દર્દીઓનો આંકડો વધીને 2,407 થયો. દેશમાં કોવિડ-19ના સાજા થતા દર્દીઓનો દર 19 ટકા છે તેની તુલનાએ ગુજરાતમાં સાજા થતા દર્દીઓનો દર 6.3 ટકા છે જે સૌથી ઓછો છે. મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં પણ મૃત્યુ દર વધુ છે.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં આજે 47 નવા કેસો નોંધાયા હોવાથી કોવિડ-19ના કુલ દર્દીઓની સંખ્યા વધીને 1,935 થઇ. નવા નોંધાયેલા કેસોમાંથી 20 કેસો જોધપુરમાં, 12 જયપુરમાં અને 10 નાગૌરમાં છે.

 



(Release ID: 1617665) Visitor Counter : 385