પંચાયતી રાજ મંત્રાલય

પ્રધાનમંત્રી 24 એપ્રિલ 2020ના રોજ દેશભરની ગ્રામ પંચાયતો સાથે વાર્તાલાપ કરશે


વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસમાં ભાગ લેશે

Posted On: 22 APR 2020 7:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 એપ્રિલ 2020ને શુક્રવારના રોજ સમગ્ર દેશની વિવિધ ગ્રામ પંચાયતોને સંબોધશે. દિવસ દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

હાલમાં કોવિડ-19 મહામારીના કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન દ્વારા સામાજિક અંતરનું પાલન થઇ રહ્યું હોવાથી પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે.

શ્રી નરેન્દ્ર મોદી પ્રસંગે -ગ્રામસ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનો પણ શુભારંભ કરાવશે.

એકીકૃત પોર્ટલ પંચાયતી રાજ મંત્રાલયની નવી પહેલ છે જે ગ્રામ પંચાયતોને તેમની ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવા અને તેનું અમલીકરણ કરવા માટે એક ઇન્ટરફેસ પૂરું પાડશે.

પ્રધાનમંત્રી પ્રસંગે સ્વામીત્વ યોજનાનો પણ આરંભ કરશે. યોજના ગ્રામીણ ભારતમાં એકીકૃત મિલકત માન્યતા ઉકેલ પૂરો પાડે છે; ગ્રામીણ વિસ્તારોમાં વારસાગત જમીનનું સીમાંકન અદ્યતન સર્વે સાધનો દ્વારા કરવામાં આવશેપંચાયતી રાજ મંત્રાલય, રાજ્ય પંચાયતી રાજ વિભાગો, રાજ્ય મહેસૂલ વિભાગ અને સર્વે ઓફ ઇન્ડિયાના સહિયારા પ્રયાસો સાથે ટ્રોનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

દર વર્ષે, પ્રસંગે, પંચાયતી રાજ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતી પંચાયતો/ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પંચાયતોના ઇન્સેન્ટિવાઇઝેશન હેઠળ ઇનામ આપીને સેવાઓ અને જાહેર સામાનની ડિલિવરીમાં સુધારો કરવા માટે તેમની સારી કામગીરીની કદર કરવામાં આવે છે. વર્ષે આવા ત્રણ પુરસ્કારો એટલે કે નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (NDRGGSP), બાળ-મિત્ર ગ્રામ પંચાયત એવોર્ડ (CFGPA) અને ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) પુરસ્કારો નક્કી કરવામાં આવ્યા છે જે સંબંધિત રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને શેર કરવામાં આવશે.

 

પૃષ્ઠભૂમિ:

24 એપ્રિલ 1993, બંધારણ (73મો સુધારો) અધિનિયમ, 1992 દ્વારા પંચાયતી રાજની રચના કરીને પાયાના સ્તરેથી સત્તાનું વિક્રેન્દ્રીકરણ કરવાની ઐતિહાસિક ઘડી હતી જેનો અમલ તે દિવસથી કરવામાં આવ્યો હતો. દર વર્ષે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ (NPRD)ની ઉજવણી કરવામાં આવે છે, કારણ કે તારીખે 73મો બંધારણીય સુધારો અમલમાં આવ્યો હતો. પ્રસંગ સમગ્ર દેશમાં પંચાયતના પ્રતિનિધિઓ સાથે સીધા સંવાદની તક આપે છે તેમજ તેમને સશક્ત કરવા અને વધુ પ્રોત્સાહિત કરવા માટે તેમની સિદ્ધિઓની કદર કરવાની પણ તક આપે છે.

 

2. સામાન્યપણે, રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ઘણા મોટાપાયે કરવામાં આવે છે દિલ્હીની બહાર તેનું આયોજન કરવામાં આવે છે. ઘણા પ્રસંગોમાં આદરણીય પ્રધાનમંત્રીએ પ્રસંગમાં હાજરી આપી છે. વર્ષે, ઉત્તરપ્રદેશના ઝાંસીમાં કાર્યક્રમનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને આદરણીય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કાર્યક્રમનું ઉદઘાટન કરવાની તેમજ દેશભરમાં તમામ ગ્રામ સભાઓ અને પંચાયતી રાજ સંસ્થાઓને સંબોધન કરવાની સંમતિ આપી હતી. પરંતુ, કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિમાં 24 એપ્રિલ 2020 (શુક્રવાર)ના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી ડિજિટલ માધ્યમથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

3. દર વર્ષે, પ્રસંગે, પંચાયતી રાજ મંત્રાલય સમગ્ર દેશમાં સેવાઓ અને જાહેર માલ-સામાન પૂરો પાડવા માટે સારી કામગીરી કરનારી પંચાયતોને સન્માનમાં તેમને પ્રોત્સાહન આપવા શ્રેષ્ઠ કામગીરી કરતી પંચાયતો / રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોનું સન્માન કરે છે. પુરસ્કાર દિન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (DDUPSP), નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (NDRGGSP), બાળ-મિત્ર ગ્રામ પંચાયત પુરસ્કાર (CFGPA), ગ્રામ પંચાયત વિકાસ કાર્યક્રમ (GPDP) પુરસ્કાર અને -પંચાયત પુરસ્કાર (માત્ર રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં ) જેવી વિવિધ શ્રેણી અંતર્ગત આપવામાં આવે છે. વર્ષે લૉકડાઉનના કારણે માત્ર નાનજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (NDRGGSP), બાળ-મિત્ર ગ્રામ પંચાયત પુરસ્કાર (CFGPA) અને ગ્રામ પંચાયત વિકાસ કાર્યક્રમ (GPDP) પુરસ્કાર અંતર્ગત માત્ર ત્રણ શ્રેણીના પુરસ્કારો નિર્ધારિત કરવામાં આવ્યાં છે અને સંબંધિત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવશે. અન્ય બે શ્રેણીઓમાં પુરસ્કાર આગામી સમયમાં નિર્ધારિત કરવામાં આવશે અને કોવિડ-19 મહામારીના કારણે વિલંબિત થયેલી યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કરીને અલગથી રાજ્યોને તેની જાણ કરવામાં આવશે.

4. NPRD કાર્યક્રમ DD-ન્યૂઝ ઉપર પ્રસારિત/વેબકાસ્ટ કરવામાં આવશે અને -ઇવેન્ટમાં લૉકડાઉનના નિયમો અને સામાજિક અંતરના પગલાંઓ સાથે બાંધછોડ કર્યા વગર પંચાયત રાજ વિભાગોના અધિકારીઓ અને રાજ્ય / જિલ્લા / એકમ / પંચાયત એમ તમામ સ્તરના અન્ય હિતધારકો હાજરી આપશે.

 

 

GP/DS


(Release ID: 1617304) Visitor Counter : 1833