સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

KVIC તામિલનાડુના કોકૂનના ખેડૂતોની વ્હારે આવ્યું

Posted On: 23 APR 2020 4:55PM by PIB Ahmedabad

સમગ્ર દેશ જ્યારે કોરોના વાયરસ સામે આકરી લડાઇ આપી રહ્યો છે ત્યારે MSME મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ પંચ (KVIC) તામિલનાડુમાં ખાદી સંસ્થાઓ (KI) સાથે જોડાણ કરીને કોકૂનના ખેડૂતો પાસેથી કોકૂન ખરીદીને પોતાની જવાબદારી નિભાવી છે.

આની પાછળ KVICનો મુખ્ય ઉદ્દેશ્ય સંઘર્ષ કરી રહેલા કોકૂનના ખેડૂતોને મહામારીના ઉપદ્રવના કારણે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે તેમનો પાક વેચવામાં મદદ કરવાનો અને રેશમના ઉત્પાદનમાં સંકળાયેલી ખાદી સંસ્થાઓને પૂરતા પ્રમાણમાં એકધારો કોકૂનનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો છે.

બાબતે પ્રકાશ પાડતા KVICના ચેરમેન શ્રી વિનય સક્સેનાએ જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખેડૂતો આપણા દેશની કરોડરજ્જૂ છે. તેમના કલ્યાણને ધ્યાનમાં રાખીને, ખરીદી દેખાય છે એટલી સહેલી નહોતી. અમલમાં મૂકાયેલી પ્રક્રિયા અનુસાર, રેશમનું ઉત્પાદન કરતી ખાદી સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા નિયમન કરવામાં આવતા રેશમ ઉત્પાદન બજારોમાંથી રેશમના કોકૂનની ખરીદી કરવાની હોય છે. આથી, ખેડૂતો પાસેથી સીધી કોકૂનની ખરીદી માટે જિલ્લા વહીવટીતંત્ર અને રેશમ ઉત્પાદન વિભાગ પાસેથી મંજૂરી મેળવવી જરૂરી હતી.” શ્રી સક્સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, “સતત પ્રયાસો અને કોકૂનના ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચેન્નઇમાં KVICના અધિકારીઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર અને રેશમ ઉત્પાદન વિભાગ સમક્ષ અસરકારક શૈલીમાં યોગ્ય રીતે રજૂઆત કરવાના સામર્થ્યના પરિણામરૂપે છેવટે જિલ્લા વહીવટીતંત્રએ મંજૂરી આપી હતી. જો અમે અત્યારે ખરીદી કરી હોત તો, ખેડૂતો પર નુકસાનનો અસહ્ય ભાર આવી શકે તેમ હતો.”

સોદાની જરૂરિયાનો અંદાજ વાત પરથી પણ લગાવી શકાય છે કે, ઉછેરેલા કોકૂનને પાંચ દિવસમાં ઉષ્મા આપવી જરૂરી છે અન્યથા લાર્વા કોકૂનનું કવચ તોડીને તેમાંથી બહાર આવી જાય અને સંપૂર્ણ પાક નષ્ટ થઇ જાય. કપાયેલા કોકૂન રેશમના તાતણા બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય નહીં. આથી વાતને ધ્યાનમાં રાખતા, ખરીદી કોકૂનના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે.

KVICની ચેન્નઇની કચેરીએ ખાદી સંસ્થાઓ સાથે સંકલનને રૂ. 40 લાખથી વધુ કિંમતમાં સીધી ખેડૂતો પાસેથી 9500 કિલો કોકૂનની ખરીદી કરી. વધુ ખાદી સંસ્થાઓને ખેડૂતો પાસેથી સીધી 8000 કિલો કોકૂનની ખરીદી કરવાની મંજૂરી મળે તેવી સંભાવના છે.

KVIC હંમેશા ખેડૂતોના વિકાસ સંબંધિત ખૂબ કાળજી લીધી છે જેમાં ખાસ કરીને સામાન્યપણે ખાદી સંસ્થાઓ માટે વિશેષ ધ્યાન આપ્યું છે; કોકૂનના ખેડૂતોના ઉત્કર્ષ માટે યોજનાઓ અને નીતિઓનો અમલ કરતી વખતે રેશમના ઉત્પાદનનો ખર્ચ ધરખમ રીતે ઘટાડતી વખતે ગુજરાતના સુરેન્દ્રનગરમાં સૌપ્રથમ સિલ્ક પ્રસંસ્કરણ પ્લાન્ટ શરૂ કરવાનું ઐતિહાસિક પગલું હોય કે પછી, અન્ય કોઇ બાબત હોય તેમાં KVIC કોઇ કસર છોડી નથી અને સતત ભારતને ખેડૂતો, ઉત્પાદકો અને ગ્રાહકો માટે શ્રેષ્ઠ સ્થળ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

 

GP/DS



(Release ID: 1617637) Visitor Counter : 200