રસાયણ અને ખાતર મંત્રાલય
કેન્દ્રીય ફાર્મા સચિવે સ્ટેટ ડ્રગ કંટ્રોલર્સને દેશમાં દવાઓના ઉત્પાદનમાં વધારો કરવા માટે ફાર્માસ્યુટિકલ એકમોને મદદ કરવા જણાવ્યું
દવાઓના ઉત્પાદન અને વિતરણના મુદ્દાઓની સમીક્ષા કરવા માટે SDCs સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજાઈ
Posted On:
22 APR 2020 6:49PM by PIB Ahmedabad
કોવિડ પહેલા અને કોવિડ બાદ ફાર્માસ્યુટિકલ અને મેડીકલ સાધનોનું ઉત્પાદન કરતા એકમોની કામગીરીની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફાર્માસ્યુટિકલ વિભાગ (DoP)ના સચિવની અધ્યક્ષતામાં અને ચેરપર્સન NPPA, DCG (I) સહીત 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્ટેટ ડ્રગ કંટ્રોલર્સ (SDCs)ની સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક બેઠક યોજાઈ ગઈ.
DOPના સચિવ દ્વારા તમામ SDCsના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી અને તેમને વિનંતી કરવામાં આવી કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર અને સંલગ્ન સત્તાધીશોની મદદથી નિયમિત સંપર્કમાં રહીને ઉત્પાદન એકમોને જરૂરી તમામ સહાયતા પૂરી પાડે જેથી કરીને દવાઓ અને મેડીકલ સાધનોની કોઈ અછત ના સર્જાય. દેશમાં ઉત્પાદનનું સ્તર, ઉત્પાદનની ટકાવારી (કોવિડની પહેલા અને પછી) અને દવાઓની તથા મેડીકલ સાધનોની ઉપલબ્ધતા.
સ્ટેટ ડ્રગ્સ કંટ્રોલર્સ (SDCs)ને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ કોવિડ-19ના ઈલાજના વ્યવસ્થાપનમાં જરૂરી મેડીકલ સાધનો અને જરૂરી દવાઓની ઉપલબ્ધતાની ખાતરી કરે. તેમને ઉત્પાદન એકમોની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ થાય તે બાબતની ખાતરી કરવાની પણ વિનંતી કરવામાં આવી હતી જેથી કરીને કોઇપણ પ્રકારના અવરોધ વિના પૂરતા પ્રમાણમાં જથ્થો તમામ સ્તર ઉપર ઉપલબ્ધ થઇ શકે.
સ્ટેટ ડ્રગ્સ કંટ્રોલર્સ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તેઓ ઉત્પાદનનું સ્તર, કાર્ય દળની હાજરી, લોજિસ્ટિક સપોર્ટ વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે જેથી કરીને એ બાબતની ખાતરી કરી શકાય કે દેશમાં દવાઓ અને મેડીકલ સાધનોનું ઉત્પાદન, વિતરણ અને ઉપલબ્ધતા સરળતાથી પ્રાપ્ત થઇ શકે.
સચિવ, DoP દ્વારા તમામ SDCને સુચના આપવામાં આવી હતી કે:
ઉત્પાદનની ટકાવારીમાં વધારો કરવામાં આવે જેથી કરીને સંપૂર્ણ ક્ષમતામાં તેને કાર્યરત કરી શકાય અને દવાઓની ઉપલબ્ધતા વધારી શકાય.
તમામ સંલગ્ન સ્થાનિક સત્તામંડળની સાથે સંકલન સાધીને તમામ દવાઓ અને સાધનો માટે જરૂરી લોજિસ્ટિક, કાર્ય દળની હેરફેર, આનુષંગિક એકમોને લગતી તમામ સમસ્યાઓને ઉકેલવામાં આવે.
દવાઓ અને મેડીકલ સાધનોની સંગ્રહખોરી તથા કિંમતમાં થતા વધારા ઉપર દેખરેખ રાખવામાં આવે અને આ પ્રકારના બનાવમાં તાત્કાલિક પગલા લેવામાં આવે.
તમામ રાજ્યો દ્વારા દવાઓ અને સાધનો ઉત્પાદન કરતા એકમોની માહિતી તાત્કાલિક સોફ્ટ કોપીમાં પૂરી પાડવામાં આવે.
તમામ સ્ટેટ ડ્રગ્સ કંટ્રોલર્સ દ્વારા હાયડ્રોકસીક્લોરોક્વીન, એઝીથ્રોમાયસીન અને પેરાસીટામોલ ફોર્મ્યુલેશનની ઉપલબ્ધતા ઉપર નજર રાખવામાં આવે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ જરૂરી 55+97 દવાઓને નિયમિત રીતે ચકાસવામાં આવે અને માહિતી પૂરી પાડવામાં આવે.
GP/DS
(Release ID: 1617298)
Visitor Counter : 243