આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

ફરિદાબાદ જિલ્લા વહીવટીતંત્રે કોવિડ-19 સામે લડવા વિવિધ પહેલો હાથ ધરી; નજર રાખવા અને જાગૃતિ લાવવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો

Posted On: 22 APR 2020 6:07PM by PIB Ahmedabad

ફરિદાબાદ જિલ્લા વહીવટીતંત્રને કોવિડ-19 સામે લડવા નીચેની પહેલો હાથ ધરી છેઃ

ખાદ્ય વિતરણ કાર્યયોજના

રાષ્ટ્રીય સ્તરે લોકડાઉનને કારણે ઘણા શહેરી ગરીબો અને ઓછી આવક ધરાવતા કુટુંબો ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવા પર્યાપ્ત નાણાં ધરાવતા નથી. તેમને ભોજનની મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને લોકડાઉન દરમિયાન તાત્કાલિક મદદની જરૂર છે. એમાંથી મોટા ભાગનાં પરિવારો રોજિંદા આવકને આધારે ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી કરતા હતા. હાલ લોકડાઉનને કારણે રોજિંદા આવક બંધ થઈ જવાથી તેમને પોતાના માટે અને પરિવારજનો માટે ભફોજનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડે છે. હકીકતને ધ્યાનમાં રાખીને સ્થાનિક નાગરિક વહીવટીતંત્ર ફરિદાબાદની મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તમામ 40 વોર્ડમાં કાર્યરત છે. બિનસરકારી સંસ્થાઓ ઉપરાંત વોર્ડના કાઉન્સિલરો અને સ્વયંસેવકો વ્યક્તિઓને ખાદ્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં જિલ્લા વહીવટીતંત્રને મદદ પણ કરશે.

વહીવટી સંસ્થા એચએસવીપી, ફરિદાબાદ કાર્યયોજના માટે નોડલ ઓફિસર છે તથા એને એસ્ટેટ ઓફિસર એચએસવીપી અને અન્ય સપોર્ટિંગ સ્ટાફની મદદ પ્રાપ્ત છે. એસડીએમ ફરિદાબાદ કાર પાસ અને આઇડેન્ટિટી કાર્ડ વગેરે ઇશ્યૂ કરવા સ્વરૂપે ટેકો પૂરો પાડે છે. ફંડો અને અન્ય સંસાધનોનો વહીવટ નાગરિક સમાજ, અર્ધસરકારી અને બિનસરકારી સંસ્થાઓ, સીએસઆર ફંડો, રેડ ક્રોસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડ, મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફંડ, મધ્યાહ્ન ભોજન યોજનામાં ઉપલબ્ધ ભોજન, આંગણવાડીમાં રાશન, પીડીએસ અને અન્ય સરકારી યોજનાઓ પાસેથી પ્રદાન દ્વારા થાય છે.

પરિવાર માટે રાંધેલુ ભોજન અને રાશનના પેકેટ અઠવાડિયા પૂરતો જથ્થો ધરાવે છે, જેને તૈયાર કરવામાં આવે છે અને જરૂરિયાતમંદના ઘરઆંગણે વહેંચવામાં આવે છે.

નિયંત્રણ કક્ષઃ કોવિડ નિયંત્રણ કક્ષના ઇન-ચાર્જ સ્વરૂપે ફરિદાબાદના એસડીએમ ઓપરેટરોને તાલીમ આપે છે અને માહિતીનું સંકલન સુનિશ્ચિત કરે છે તેમજ ફરિદાબાદના ડીપીઆરઓ વોર્ડ નોડલ અધિકારીઓ કે સામગ્રીનું વિતરણ કરતા સ્વયંસેવકોના મોબાઇલ ફોન દ્વારા ખાદ્ય વિતરણ સામગ્રીનું ડોક્યુમેન્ટેશન કરે છે અને ડિજિટલ સ્વરૂપે વોર્ડમુજબ ડોક્યુમેન્ટેશનનો સંગ્રહ થાય છે. જ્યારે ભોજનનું વિતરણ કરવામાં આવે છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે.

ડ્રાય રેશન પેકેટ (અનાજ-કરિયાણા)ની ખરીદીઃ જિલ્લા વહીવટીતંત્રે નેતૃત્વ લઈને રેડ ક્રોસ સોસાયટીને 21000 સંપૂર્ણપણે ડ્રાય રેશન પેકેટ પ્રદાન કરવા અને લક્ષ્યાંક હાંસલ કરવા વિનંતી કરવામાં આવી હતી. અધિકારીઓએ વલ્લભગઢ (ફરિદાબાદ), હોડાલ, જિલ્લા પાલવાલમાં પુરવઠાનાં બે સ્ત્રોતોની ઓળખ કરી હતી, જે સંપૂર્ણપણે સૂકાં રાશના 20000 પેકેડનો પુરવઠો પૂરો પાડવાની ક્ષમતા ધરાવતા હતા.

મોનિટરિંગ અને સુપરવિઝન માટે ટેકનોલોજીનો ઉપયોગ

  • ફરિદાબાદ સ્માર્ટ સિટી ICCC 24x7 દ્વારા પોલીસ કર્મચારીઓ ફરિદાબાદ શહેરમાં લોકડાઉનની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને લોકડાઉનનું અસરકારક રીતે પાલન કરાવે છે
  • ICCC અપનાવેલ ટ્રાફિક લાઇટ્સ પર ટ્રાફિક પોલીસ દ્વારા નજર રાખવામાં આવે છે. કોઈ પણ તબીબી જરૂરિયાત/ઇમરજન્સીના કેસમાં એમ્બ્યુલન્સોને ICCC દ્વારા ટ્રાફિક લાઇટ કોરિડોરમાંથી મુક્તપણે અવરજવર કરવાની  સુવિધા આપવામાં આવી છે.

જાગૃતિ ફેલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ

  • સ્માર્ટ સિટી ICCC કન્ટ્રોલ સેન્ટરમાંથી પોલીસ કર્મચારીઓ જાહેર સંબોધન વ્યવસ્થા (પીએ)નો ઉપયોગ કરીને નાગરિકોને કોવિડ19 સુરક્ષાની માર્ગદર્શિકા અંગે જાગૃતિ લાવે છે.
  • વેરિએબલ મેસેજ સાઇન (વીએમએસ) બોર્ડનો ઉપયોગ સરકારી સંદેશ અને ડિસ્પ્લે દર્શાવીને કોવિડ19 સુરક્ષાની જાગૃતિ ફેલાવવા માટે થાય છે.
  • ફરિદાબાદ સ્માર્ટ સિટી જાગૃતિ લાવવા માટે વ્હોટ્સએપ જેવા ડિજિટલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. વળી પ્રકારનાં કટોકટીના સમયમાં સ્માર્ટ સિટી જિલ્લા હેલ્પ ડેસ્કને માહિતી આપે છે અને સકારાત્મકતા લાવે છે.
  • પ્લેટફોર્મનો ઉપયોગ ઘરે બનેલા માસ્ક અંગે એડવાઇઝરી ફેલાવવા માટે પણ થાય છે, જેથી ફરિદાબાદના નાગરિકને ઘરમાં બનતા માસ્કની પ્રક્રિયાનો પરિચય થાય અને તેઓ પોતાના માટે ઉપયોગ કરવા માસ્ક તૈયાર કરી શકે. અભિયાન દ્વારા સ્માર્ટ સિટી ફરિદાબાદનાં 5 લાખ નાગરિકો સુધી પહોંચ્યું છે.
  • આપણા નાગરિકોને મદદ કરવા સુરક્ષાલક્ષી જાગૃતિ લાવવા, વિવિધ સરકારી એડવાઇઝરીનો પ્રસાર કરવા અને  હેલ્પ ડેસ્કની માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચાડવા ફેસબુક, ટ્વિટર દ્વારા સોશિયલ મીડિયા અભિયાન ચલાવાવમાં આવે છે.

ફરિદાબાદ જિલ્લા વહીવટીતંત્રે જિલ્લામાં તમામ વયજૂથના નાગરિકો માટે ખાદ્ય ચીજવસ્તુઓની જરૂરિયાત પૂર્ણ કરવાની યોજના બનાવી છે. ડીએફએસસી, ડીએમ-એચએએફઇડી, રેડ ક્રોસ સોસાયટી સાથે ખભેખભો મિલાવીને ફરિદાબાદના એસડીએમએ નોડલ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત થાય એવી વ્યૂહરચના સાથે યોજના બનાવી છે. પરપ્રાંતીય મજૂર/અસંગઠિત ક્ષેત્રનાં મજૂર/ચિંતિત લોકોની વિગતો તમામ સરકારી સંસ્થાઓ પાસેથી મેળવવામાં આવી હતી. 14,000 પરિવારો (દરેક પરિવારમાં પાંચ સભ્યો) અને 50 ટકા વધારાના જરૂરિયાતની વિગતો સાથે સરકારે કથિત ગાળામાં અંદાજે 21,000 પરિવારોને મદદ કરી છે.

જિલ્લા વહીવટીતંત્રે કામગીરી માટે ફરિદાબાદના સેક્ટર-12માં નવરચિત ઇન્ડોર સ્ટેડિયમની પસંદગી કરી હતી. જિલ્લા વહીવટીતંત્રમાંથી એક અધિકારીની નિમણૂક એમસીએફ, એચએસવીપી, રેડ ક્રોસ સોસાયટી, જિલ્લા સૈનિક બોર્ડ, ફાયર બ્રિગેડ પોલીસ, હરિયાણા રોડવેઝ વગેરે જેવા તમામ વિભાગોનાં સરકારી અધિકારીઓની ટીમ સાથે એના ઇન-ચાર્જ તરીકે થઈ હતી.

 

 

GP/DS



(Release ID: 1617296) Visitor Counter : 196