સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 પર અપડેટ્સ
Posted On:
23 APR 2020 5:46PM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.
કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને મહામારી બીમારી અધિનિયમ 1897માં સુધારા માટે વટહુકમ બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી. આ વટહુકમ મહામારી બીમારી (અધિનિયમ) વટહુકમ 2020 કહેવાય છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, “મહામારીના સમયમાં આરોગ્ય સંભાળ સેવાઓમાં જોડાયેલા લોકો વિરુદ્ધ કોઇપણ વ્યક્તિ કોઇપણ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિમાં સામેલ થઇ શકશે નહીં તેમજ તેમને અથવા તેમની મિલકતોને કોઇપણ પ્રકારનું નુકસાન કે હાનિ કરી શકશે નહીં.” આ સુધારામાં આવી હિંસાત્મક પ્રવૃત્તિઓને દેખીતો અને બિન જામીનપાત્ર ગુનો ગણવામાં આવ્યો છે. આવી કોઇપણ હિંસાની પ્રવૃત્તિ કરનાર અથવા તેને પ્રોત્સાહન આપનારને ત્રણ મહિનાથી પાંચ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. 50,000/- થી રૂ. 2,00,000/-ના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જો ગંભીર હાનિ કે ઇજા હશે તો તેવા કિસ્સામાં, સજાનો સમયગાળો વધીને છ મહિનાથી સાત વર્ષ અને દંડની રકમ વધીને રૂ. 1,00,000/-થી રૂ. 5,00,000/- થઇ શકે છે. વધુમાં, ગુનો આચરનારે પણ પીડિત વ્યક્તિને મિલકતના નુકસાનના વર્તમાન બજાર મૂલ્ય કરતા બમણી રકમ વળતર પેટે ચુકવવાની રહેશે (જે અદાલત દ્વારા નિર્ણય લેવામાં આવશે).
આજના દિવસ સુધીમાં, 12 જિલ્લામાં છેલ્લા 28 કે તેથી વધુ દિવસથી કોરોના વાયરસના કોઇ નવા કેસ નોંધાયા નતી. 21 એપ્રિલ 2020થી આઠ નવા જિલ્લાને આમાં ઉમેરવામાં આવ્યા છે. આ જિલ્લા: ચિત્રદુર્ગ (કર્ણાટક), બિલાસપુર (છત્તીસગઢ), ઇમ્ફાલ પશ્ચિમ (મણીપૂર), ઐઝવાલ પશ્ચિમ (મિઝોરમ), ભદ્રદારી કોઠગુડેમ (તેલંગાણા), પિલિભીત (ઉત્તરપ્રદેશ), SBS નગર (પંજાબ) અને દક્ષિણ ગોવા (ગોવા) છે.
તેમજ 23 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશના 78 જિલ્લામાં છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસના નવા દર્દીના કેસ નોંધાયા નથી.
દેશમાં અત્યાર સુધીમાં 4,257 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 19.89% નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1409 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 21,393 થઇ છે.
કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.
કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.
જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.
GP/DS
(Release ID: 1617636)
Visitor Counter : 297
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam