PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
17 JUN 2020 6:45PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 17.06.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દર્દીઓ સાજા થવાનો દર સુધીને 52.8% થયો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19થી પીડાતા 6922 દર્દીઓ આ બીમારીમાંથી સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 બીમારીમાંથી કુલ 1,86,934 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 52.80% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,55,227 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે. સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 674 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 250 કરવામાં આવી છે (કુલ 924 લેબોરેટરી). છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,63,187 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 60,84,256 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632077
પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બીજા તબક્કાની બેઠક યોજી અનલૉક 1.0 પછીની સ્થિતિની ચર્ચા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બીજા તબક્કાની બેઠક યોજીને અનલૉક 1.0 પછીની સ્થિતિ અંગે અને કોવિડ-19 મહામારીને નિયંત્રણમાં લેવા અંગે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રીએ નોંધ લીધી હતી કે, કેટલાક મોટા રાજ્યો અને શહેરોમાં વાયરસનો ફેલાવો ઘણો વધારે છે. વસ્તીની ખૂબ જ ગીચતા, શારીરિક અંતર જાળવવામાં પડતી મુશ્કેલીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં દરરોજ લોકોના આવનજાવનના કારણે સ્થિતિ વધુ પડકારજનક બની ગઇ છે. છતાં, લોકોના ધૈર્ય, વહીવટીતંત્રની તૈયારીઓ અને કોરોના યોદ્ધાઓના સમર્પણના કારણે વાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખી શકાયો છે. તેમણે ઉમેર્યું હતું કે, સમયસર ટ્રેસિંગ, સારવાર અને રિપોર્ટિંગના કારણે સાજા થઇ રહેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લૉકડાઉનના સમયમાં લોકોને જે શિસ્ત બતાવી છે તેના કારણે વાયરસના અતિ વિપુલ પ્રમાણમાં ફેલાવાને રોકવામાં સફળતા મળી છે. તેમણે લૉકડાઉન અંગેની અફવાઓ સામે લડવાની જરૂર હોવાનું પણ કહ્યું હતું અને ઉલ્લેખ કર્યો હતો કે, દેશ વે અનલૉકના તબક્કામાં છે. આપણે હવે અનલૉકના બીજા તબક્કા અંગે વિચારવાની જરૂર છે અને આપણા લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે શક્યતાઓ પણ ચકાસવાની જરૂર છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632116
મુખ્યમંત્રીઓ સાથે સંવાદ વખતે પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632098
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નિર્દેશોના પગલે, દિલ્હીની તમામ હોસ્પિટલોમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારાઓની અંત્યેષ્ઠિની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી
14 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયના અનુસંધાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આપેલા નિર્દેશોના પગલે, દિલ્હીની તમામ હોસ્પિટલો (કેન્દ્ર અને રાજ્ય સરકારની તેમજ ખાનગી હોસ્પિટલો)માં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારાઓની અંત્યેષ્ઠિની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફે કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા મોટાભાગના દર્દીઓની અંત્યેષ્ઠિની કામગીરી તેમના પરિવારો અને સંબંધીઓની ઉપસ્થિતિમાં પૂરી કરી દીધી છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1631964
ભારતીય રેલવેએ 5 રાજ્યોમાં 960 કોવિડસંભાળ કોચ તૈનાત કર્યા
કોવિડ-19 સામેની લડાઇમાં વિવિધ રાજ્યોની સરકારના આરોગ્ય સંભાળના પ્રયાસોમાં ભારતીય રેલવે પોતાના તરફથી શક્ય હોય તેવા તમામ પૂરક પ્રયાસો કરીને મદદરૂપ થઇ રહ્યું છે. ભારતીય રેલવેએ 5231 કોવિડ સંભાળ કોચ રાજ્યોને સોંપવા માટે કામગીરી ઝડપી બનાવી છે. ઝોનલ રેલવે દ્વારા આ કોચને કોવિડ સંભાળ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે જ્યાં હળવા લક્ષણો અથવા ખૂબ જ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને રાખી શકાય છે. અત્યાર સુધીમાં ભારતીય રેલવે દ્વારા 5 રાજ્યો એટલે કે દિલ્હી, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં 960 કોવિડ સંભાળ કોચ તૈનાત કરવામાં આવ્યા છે. 960 કોવિડ સંભાળ કોચમાંથી 503 કોવિડ સંભાળ કોચ દિલ્હીમાં, 20 કોચ આંધ્રપ્રદેશમાં, 60 કોચ તેલંગાણામાં, 372 કોચ ઉત્તરપ્રદેશમાં અને 5 કોચ મધ્યપ્રદેશમાં રાખવામાં આવ્યા છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=163211
સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી સર્વાધિક સ્તરે
સરકારી એજન્સીઓ દ્વારા ઘઉંની ખરીદી 16.06.2020ના રોજ અત્યાર સુધીના સર્વાધિક સ્તરે પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં સેન્ટ્રલ પૂલ માટે 382 લાખ મેટ્રિક ટન ઘઉંનો જથ્થો ખરીદવામાં આવ્યો છે જે અગાઉ 2012-13માં થયેલી 381.48 લાખ મેટ્રિક ટનની ખરીદીના વિક્રમનો આંકડો વટાવી ગયો છે. આ ખરીદીની કામગીરી સમગ્ર દેશમાં કોવિડ-19 મહામારીના કારણે લૉકડાઉનો અમલ કરવામાં આવ્યો હતો તે સમય દરમિયાન થઇ છે. આ વર્ષે મધ્યપ્રદેશ સેન્ટ્રલ પૂલમાં 129 લાખ મેટ્રિક ટન સાથે સૌથી મોટુ યોગદાન આપનાર રહ્યું છે જ્યારે બીજા ક્રમે રહેલા પંજાબમાંથી 127 લાખ મેટ્રિક ટન જથ્થો ખરીદવામાં આવ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632102
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેનેડા પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રૂડે વચ્ચે ટેલીફોન પર ચર્ચા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડા પ્રધાનમંત્રી મહામહિમ જસ્ટિન ટ્રૂડે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ કોવિડ-19 અંગે પોત પોતાના દેશમાં ઉભી થઇ રહેલી પરિસ્થિતિ અંગે એકબીજાને માહિતગાર કર્યા હતા અને આરોગ્ય તેમજ આર્થિક કટોકટીની સમસ્યાઓ ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરી હતી. તેઓ એ વાતે સંમત થયા હતા કે, ભારત અને કેનેડા વચ્ચેની ભાગીદારી કોવિડ પછીની દુનિયામાં વૈશ્વિક ચર્ચામાં માનવીય મૂલ્યોને આગળ લાવવા સહિત એકંદરે બહેતર સ્થિતિનું નિર્માણ કરવા માટે નવું બળ પૂરું પાડી શકે છે. બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, WHO સહિત બહુપક્ષીય સંસ્થાઓને વધુ મજબૂત કરવાની જરૂર છે અને તેઓ એ વાતે પણ સંમત થયા હતા કે, વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર આરોગ્ય, સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બંને દેશો સાથે મળીને નીકટતાપૂર્વક કામ કરશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1632090
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG, જુલાઇ -2020 મુલતવી રહી હોવાની અફવાઓનું ખંડન કરીને NTA દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી
રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ના ધ્યાનમાં આવ્યું હતુ કે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG જુલાઇ -2020 મુલતવી રાખવામાં આવી હોવાની 15.06.2020ના રોજની જાહેર નોટિસના ખોટા સમાચાર સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોથી લોકોમાં ફરતા થયા છે. NTA દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે અને ઉમેદવારો, માતાપિતાઓ તેમજ સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાના આશયથી આવા ખોટા સમાચાર અને નોટિસ ફરતા કરનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. તમામ ઉમેદવારો, માતાપિતા અને જાહેર જનતાને જાણ કરવામાં આવી છે કે, NTA અથવા અન્ય કોઇપણ સંબંધિત સત્તામંડળ દ્વારા આજદિન સુધીમાં પરીક્ષા મુલતવી રાખવા અંગે આવો કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632059
જનઔષધી કેન્દ્રો પર રૂ. 1/-માં સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક કવાયતરૂપે જન ઔષધી સુવિધા સેનેટરી નેપકીન સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના – PMBJPના 6300થી વધુ કેન્દ્રો પર ઓછામાં ઓછા રૂ. 1/-ના ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આવા જ સેનેટરી નેપકીનની બજાર કિંમત રૂ. 3/-થી રૂ. 8/- છે. PMBJP કેન્દ્રો કોવિડ-19 મહામારીના પડકારજનક સમયમાં પણ કાર્યરત રહ્યા હતા જેથી જરૂરિયાતમંદ લોકોને દવાઓ અને આવશ્યક ચીજોની ઉપબલ્ધતા સુનિશ્ચિત થઇ શકે. જન ઔષધી સુવિધા સેનેટરી નેપકીન તમામ કેન્દ્રો પર ઉપબલ્ધ કરાવવામાં આવ્યા છે. PMBJP અંતર્ગત, 1.42 કરોડથી વધુ પેડ માર્ચ, એપ્રિલ અને મે -2020ના મહિનામાં સમગ્ર દેશમાં વેચાઇ ગયા છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1632082
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- પંજાબઃ પંજાબ દ્વારા અપનાવવામાં આવેલી માઇક્રો-કન્ટેઇનમેન્ટ અને ઘરે-ઘરે નિરીક્ષણ રણનીતિની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ અન્ય તમામ રાજ્યોને આ પદ્ધતિ અપનાવવા અપીલ કરી છે. આ રણનીતિના કારણે પંજાબને નોંધપાત્ર રીતે મહામારીના પ્રસાર ઉપર સફળતાપૂર્વક નિયંત્રણ પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. મહામારીનો વધુ ફેલાવો રોકવા માટે રાજ્યની તૈયારી અંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને જાણકારી આપતાં જણાવ્યું હતું કે સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે સ્તર- 1 કોવિડ સંભાળ કેન્દ્રોમાં 10-15,000 પથારીઓ ઉપરાંત સ્તર- 2 અને સ્તર- 3 સરકારી કેન્દ્રોમાં 5000 આઇસોલેશન પથારીઓ તૈયાર રાખવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો જરૂરિયાત ઊભી થાય તો સ્તર- 1 પથારીઓની સંખ્યામાં 30,000 સુધી વધારો કરી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે. તૃતીય સ્તર સંભાળ કેન્દ્રો માટે સરકારે ખાનગી હોસ્પિટલોની ભાગીદારી પણ મેળવી હતી.
- હરિયાણાઃ હરિયાણાના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આયુષમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (AB PM-JAY)માં કોવિડ-19 દર્દીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યના આરોગ્ય સત્તાધિકારીઓએ આવા દર્દીઓની સારવાર માટે તબીબી વ્યવસ્થાપન પેકેજમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે, જેથી આવા દર્દીઓ ગુણવતાયુક્ત સારવારની સુવિધા પ્રાપ્ત કરી શકે.
- હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ વિપરિત રીતે પ્રભાવિત થયું છે અને ભારત પણ તેમાં અપવાદ નથી. તેમણે જણાવ્યું હતું કે, આ વાયરસે આપણને આપણી વ્યૂહરચનાઓ અને વિકાસ નીતિઓ તથા કાર્યક્રમો નવેસરથી વિચારવા અને નવેસરથી ઘડવા માટે મજબૂર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, લૉકડાઉનના પ્રારંભિક તબક્કામાં દેશના વિવિધ ભાગોમાં રાજ્યના લાખો લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા અને તેમાંથી મોટાભાગના લોકો ભારે હાલાકીભરી પરિસ્થિતિમાં મુકાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના આ વિદ્યાર્થીઓ અને લોકોને પરત લાવવાની રાજ્ય સરકારની નૈતિક જવાબદારી હતી. આવા લોકોને બસ અને ત્રીસ જેટલી વિશેષ ટ્રેનો દ્વારા સરકાર દ્વારા પાછા લાવવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે દેશના અન્ય ભાગોમાંથી પરત આવી રહેલા તમામ લોકોને સંસ્થાકીય અથવા હોમ ક્વૉરેન્ટાઇન હેઠળ રાખવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી સક્રિય કેસ શોધ ઝૂંબેશે ILI લક્ષણો અને લાંબા ગાળાની બિમારી ધરાવતા દર્દીઓને ઓળખવામાં મદદ કરી છે.
- મહારાષ્ટ્રઃ મંગળવારે કોવિડ-19 સંક્રમણના નવા 2,701 કેસો નોંધાતાં રાજ્યમાં કોરોના વાયરસના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 1,13,445 ઉપર પહોંચી ગઇ છે, જેમાંથી સક્રિય કેસોની સંખ્યા 50,044 છે. વધુમાં 1,802 લોકો સાજા થતા કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 57,851 થઇ ગઇ છે, જ્યારે બીજી તરફ મંગળવારે 81 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. હોટસ્પોટ ગ્રેટર મુંબઇ વિસ્તારમાં નવા 941 પોઝિટિવ કેસો નોંધાતાં મંગળવારે કોવિડ-19થી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 60,142 પર પહોંચી ગઇ હતી.
- ગુજરાતઃ છેલ્લા 24 કલાક દરમિયાન 19 જિલ્લાઓમાંથી કોવિડ-19ના 524 નવા કેસો નોંધાતાં કુલ કેસોની સંખ્યા 24,628 પર પહોંચી ગઇ છે. વધુમાં રાજ્યમાં 418 જેટલા લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં રજા અપાયેલા લોકોની કુલ સંખ્યા 17,090 પર પહોંચી ગઇ છે. કોરોના વાયરસના કારણે વધુ 28 લોકોના મૃત્યુ નીપજતાં કુલ મૃત્યુઆંક 1,534 થઇ ગયો છે. સૌથી ખરાબ રીતે પ્રભાવિત માત્ર અમદાવાદ જિલ્લામાંથી જ 332 જેટલા નવા કેસો નોંધાયાં હતાં અને 21 લોકોના મરણ નીપજ્યાં હતા.
- રાજસ્થાનઃ આજે નવા 122 કેસો નોંધાતાં રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 13,338 થઇ ગઇ છે. વધુમાં અત્યાર સુધી કુલ 10,125 લોકો સારવાર બાદ સાજા થયા છે. મોટાભાગના નવા કેસો ભરતપુર જિલ્લામાં અને ત્યારબાદ પાલી અને ચુરુ જિલ્લાઓમાંથી સામે આવી રહ્યાં છે. રાજસ્થાન સરકારે લોકોની આંતરરાજ્ય હેરફેર ઉપર મુકેલા તમામ નિયંત્રણો હટાવી લીધા છે. હવે કોઇપણ વ્યક્તિને રાજ્યમાં પ્રવેશવા અને અન્ય રાજ્યોની મુલાકાત માટે કોઇ પાસ અથવા NOCની જરૂર નથી. જોકે, રાજ્યમાં પ્રવેશી રહેલા લોકોની અને અન્ય રાજ્યમાં જઇ રહેલા લોકોની તપાસની કામગીરી હજુ પણ ચાલુ છે.
- મધ્યપ્રદેશઃ છેલ્લા 24 કલાક દરમિયાન 134 નવા કેસો સામે આવતાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા રાજ્યમાં વધીને 11,069 થઇ ગઇ છે. વધુમાં 11 કોવિડ-19 સંબંધિત મૃત્યુ નોંધાતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક 476 ઉપર પહોંચી ગયો છે. અત્યાર સુધી ચેપમાંથી 8,152 લોકો સાજા થયા છે અને મંગળવારે 31 જિલ્લાઓમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો. ભોપાલમાં 48 નવા કેસો નોંધાયાં હતાં, ત્યારબાદ ઇંદોરમાંથી 21 કેસો નોંધાયાં હતાં, જે દેશમાં કોવિડ-19 હોટસ્પોટ પૈકીના શહેરો છે.
- છત્તીસગઢઃ કોરોના વાયરસના 31 નવા કેસો નોંધાયાં હતાં, જ્યારે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાંથી સાજા થયેલા 102 જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે સૌથી વધારે કેસો બાલોદબજાર જિલ્લામાંથી નોંધાયાં હતાં. મંગળવાર સુધી રાજ્યમાં કોવિડ-19ના કુલ 1,784 કેસો નોંધાઇ ચૂક્યાં છે, જેમાંથી અત્યારે 842 જેટલા કેસો સક્રિય છે.
- ગોવા: ગોવામાં મંગળવારે કોવિડ-19ના નવા 37 કેસ પોઝિટીવ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 629 થઇ ગઇ છે જ્યારે હાલમાં સક્રિય કેસની સંખ્યા 544 છે. રાજ્યમાં બૈના વિસ્તારમાં તાજેતરમાં કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો હોવાથી તેને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.
- અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં, ઇટાનગર સ્થિત સાંગો રિસોર્ટમાં કોવિડ-19 માટે ફરજ પર તૈનાત જવાનોના ભોજન, લોજિંગના ખર્ચ માફ કરવામાં આવ્યો છે. બાળ અધિકાર રક્ષણ રાષ્ટ્રીય પંચના સભ્ય રોઝી તાબાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં બાળ સુરક્ષા સમાજ અને વિવિધ જિલ્લામાં બાળ કલ્યાણ સમિતિ આવશ્યકપણે કોવિડ-19 મહામારી દરમિયાન સક્રિયપણે ભૂમિકા નિભાવે.
- આસામ: આસામ ટાર્ગેટેડ સર્વેલન્સ પ્રોગ્રામ (ATSP)ની આજથી ગુવાહાટીમાં NH પાર્કિંગ પ્લોટમાં શરૂઆત કરવામાં આવી છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં આ કાર્યક્રમ અંતર્ગત કુલ 50,000 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવશે.
- મણીપૂર: રાજ્યમાં કોવિડ-19 તાલીમ ટીમે અત્યાર સુધીમાં 522 તબીબી અધિકારીઓ, 907 નર્સો અને કોવિડ સંભાળ અને વ્યવસ્થાપનમાં જોડાયેલા અન્ય 2500થી વધુ લોકોના સ્ટાફને તાલીમ આપી છે. રાજ્યમાં કોવિડ-19ના 159 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે, તેમજ દર્દીઓનો સાજા થવાનો દર સુધીને 32% નોંધાયો છે.
- મિઝોરમ: ઐઝવલામાં કોલાસીબ ખાતે આવેલા સ્વયંસેવી સંગઠને કોલાસીબના મુખ્ય તબીબી અધિકારીને 64 PPE અને 250 ફેસ માસ્ક દાન પેટે આપ્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલય ઐઝવાલમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલેન્સ (KISCE)ની સ્થાપના કરશે.
- નાગાલેન્ડ: કોવિડ-19 સામેની લડાઇમાં સહકાર આપવાના આશય સાથે, નાગાલેન્ડમાં મોકોક્ચુંગ બટાલિયન આસામ રાઇફલ્સે 1500 ઇમ્પ્રોવાઇઝ્ડ ફેસ માસ્ક અગ્ર હરોળના યોદ્ધાઓને ઉપયોગમાં લેવા માટે જિલ્લામાં આપ્યા છે.
- કેરળ: કેરળના મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે, કોવિડ-19 નેગેટીવ પ્રમાણપત્ર વિદેશમાંથી રાજ્યમાં આવી રહેલા તમામ મુસાફરો માટે ફરજિયાત કરવામાં આવશે. એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, માત્ર એક જ કલાકમાં પરીક્ષણનું પરિણામ આપતા ટ્રુનેટ ઝડપી પરીક્ષણો કરવા માટે કેન્દ્રના હસ્તક્ષેપની માંગણી કરવામાં આવશે, જેથી ફ્લાઇટ્સમાં બેસતા પહેલાં દરેક વ્યક્તિનું પરીક્ષણ કરી શકાય. વીજળીના બિલમાં વધારા સામે રાજ્યભરમાં વિરોધ વચ્ચે, રાજ્યના વિદ્યુત બોર્ડે નિર્ણય લીધો છે કે, ગ્રાહકોને બિલની ચુકવણી માટે હપતાની સુવિધા કરી આપવા સહિત તેમને છુટછાટો આપવામાં આવશે. દરમિયાન, રાજ્યના પાટનગરમાં તેમના સંપર્કો ટ્રેસ થઇ શકે તેમ ના હોય તેવા કોવિડના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ આઠ કેરળવાસીઓ રાજ્યની બહાર કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં વધુ 79 દર્દીઓને કોવિડ-19 પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે 60 દર્દીઓ સાજા થયા છે. 1366 દર્દીઓ હજુ પણ સક્રિય તબીબી દેખરેખ હેઠળ સારવાર લઇ રહ્યા છે અને 1,22,143 લોકોને રાજ્યના વિવિધ જિલ્લામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
- તામિલનાડુ: પુડુચેરીમાં નવા 30 કેસ પોઝિટીવ આવ્યા હોવાથી એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોવિડ-19ના કેસ નોંધાયા છે; JIPMERમાં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. આ સાથે, કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કુલ કેસની સંખ્યા વધીને 245 થઇ છે અને પાંચ વ્યક્તિ મૃત્યુ પામી છે. તામિલનાડુની સરકારે ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ માટે વેબ પોર્ટલની શરૂઆત કરી છે; આ સેવા નોકરી ઇચ્છુકો તેમજ ખાનગી કંપનીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગઇકાલે રાજ્યમાં 1843 નવા કેસ નોંધાયા છે જ્યારે 797 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે છે અને 44 વ્યક્તિઓ મૃત્યુ પામી છે. નવા 1257 કેસ માત્ર ચેન્નઇમાં જ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 46504, સક્રિય કેસ: 20678, મૃત્યુ પામ્યા: 479, રજા આપવામાં આવી: 24547, પરીક્ષણ કરવામાં આવેલા સેમ્પલ: 729002, ચેન્નઇમાં સક્રિય કેસની સંખ્યા: 15385.
- કર્ણાટક: બુધવારથી હુબલીથી ફ્લાઇટ્સ ફરી શરૂ થાય તેવી શક્યતા છે: હુબલી હવાઇમથકના નિદેશક પ્રમોદ ઠાકરેએ આ માહિતી આપી હતી. તબીબી શિક્ષણમંત્રી ડૉ. કે. સુધાકરે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધી રહી હોવાથી તેનો સામનો કરવા માટે ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયામાં કેસોની સંખ્યામાં ઘણો વધારો થઇ રહ્યો હોવાથી, લક્ષણો ના ધરાવતા હોય તેવા લોકોની દેખરેખ રાખવા અને ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવા માટે કોવિડ સંભાળ કેન્દ્રો સ્થાપવામાં આવશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયામાં કેસોમાં વધારો થઇ રહ્યો હોવાથી, સરકાર દૈનિક સેમ્પલના પરીક્ષણની ક્ષમતા હાલમાં 15,000 છે ત્યાંથી વધારીને 25,000 કરવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના નવા 213 કેસ નોંધાયા છે જ્યારે 180 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને બે વ્યક્તિનાં મરણ નીપજ્યાં છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 7213, સક્રિય કેસ: 2987, મૃત્યુ થયા: 88, રજા આપવામાં આવી: 4135.
- આંધ્રપ્રદેશ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15,188 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં 275 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે 55 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 5555, સક્રિય કેસ: 2559, સાજા થયા: 2906, મૃત્યુ પામ્યા: 90.
- તેલંગાણા: સરકારી કર્મચારીઓને પગાર અને પેન્શનની ચુકવણી અને સંસ્થાઓને નાણાકીય ચુકવણીના વિલંબ માટે વિશેષ જોગવાઇ કરતા રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા હવે 5406 છે; સક્રિય કેસ 2188; સાજા થયેલાની સંખ્યા 3027 છે.
FACT CHECK
(Release ID: 1632179)
Visitor Counter : 236
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam